ક્રિસ્પી ફ્રાઇડ ગ્રીન બીન્સ / Crispy Fried Green Beans / Cripsy Fries French Beans

ક્રિસ્પી ફ્રાઇડ ગ્રીન બીન્સ /  Crispy Fried Green Beans / Cripsy Fries French Beans

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ખીરા માટે :

મેંદો ૧ કપ

કૉર્ન ફ્લૉર ૨ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મરી પાઉડર જીણો ૧ ટી સ્પૂન

ટોમેટો સૉસ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મજબ

 

અન્ય :

ફણસી (ગ્રીન બીન્સ/ફ્રેંચ બીન્સ) ૨૫૦ ગ્રામ

(આખી કે ફક્ત ૨ ટુકડામાં કાપેલી)

મેંદો ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

મરી પાઉડર જાડો ૧ ટી સ્પૂન

બ્રેડ ક્રમ્બ (બ્રેડ નો ભૂકો) ૧ કપ

તળવા માટે તેલ

મેયોનેઝ અને ટોમેટો સૉસ પીરસવા માટે

 

રીત :

ખીરા માટે :

એક બાઉલમાં મેંદો અને કૉર્ન ફ્લૉર લો. એમાં લાલ મરચું પાઉડર, જીણો મરી પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. ટોમેટો સૉસ ઉમેરો અને બરાબર મીક્ષ કરી લો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જાડુ ખીરું બનાવી લો.

 

એક વાટકામાં મેંદો, જાડો મરી પાઉડર અને મીઠું મીક્ષ કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તૈયાર કરેલા મેંદાના મિક્સચર માં ફણસી રગદોડી, એક પછી એક ફણસી ને તૈયાર કરેલા ખીરામાં જબોળો અને તરત જ બ્રેડ ક્રમ્બ માં રગદોડી તરત જ તળવા માટે ગરમ કરેલા તેલ માં નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

 

મેયોનેઝ અને ટોમેટો સૉસ સાથે ગરમા ગરમ પીરસો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

For Batter:

Refined White Wheat Flour 1 cup

Corn Flour 2 tbsp

Red Chilli Powder 1 ts

Black Pepper Powder fine 1 ts

Tomato Sauce            2 tbsp

Salt to taste

Other Ingredients:

French Beans whole or cut each in 2 pieces only 250 gms

Refined White Wheat Flour ½ cup

Salt to taste

Black Pepper Powder coarse 1 ts

Bread Crumb 1 cup

Oil to fry

Mayonnaise and Tomato Sauce for serving

Method:

For Batter:

In a bowl, take Refined White Wheat Flour and Corn Flour. Add Red Chilli Powder, Black Pepper Powder (fine) and Salt. Mix well. Add Tomato Sauce and mix well again. Add water slowly as needed to prepare thick Batter.

 

In a bowl, take Refined White Wheat Flour. Add Black Pepper Powder (coarse) and Salt. Mix well.

 

Heat oil in a pan to deep fry. Roll French Beans in Refined White Wheat Flour mixture. Then, one by one, dip all French Beans in prepared Batter and roll in Bread Crumb to coat and put in heated oil to deep fry. Fry until get crispy.

 

Serve with Mayonnaise and Tomato Sauce a side on a serving plate to dip in for tastier taste on tongue.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!