તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી :
લસણ ૧/૪ કપ
લાલ મરચું પાઉડર ૨ ટેબલ સ્પૂન
ધાણાજીરું ૧ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
તેલ ૧ ટી સ્પૂન
હિંગ ૧/૨ ટી સ્પૂન
દહી ૩ ટેબલ સ્પૂન
મરચા જીણા સમારેલા ૧
ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન
રીત :
મીક્ષરની જારમાં લસણ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠુ લો અને એકદમ પીસી લઈ પેસ્ટ તૈયાર કરી લો.
એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.
એમા હિંગ અને જીણા સમારેલા મરચા ઉમેરો અને સાંતડી લો.
સાંતડાઈ જાય એટલે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને સાંતડી લો.
હવે એમા દહી ઉમેરો અને બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.
આ મિશ્રણ, એક બાઉલમાં લઈ લો.
ધાણાભાજી ભભરાવો.
રોટલા સાથે પીરસો.
૬ થી ૮ કલાક અગાઉ બનાવી રાખેલા રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગશે.
દહી તીખરી, એક અદભુત, પરંપરાગત કાઠીયાવાડી વાનગી છે.
Preparation time 10 minutes
Cooking time 2 minutes
For 4 Persons
Ingredients:
Garlic ¼ cup
Red Chilli Powder 2 tbsp
Coriander-Cumin Powder 1 tbsp
Salt to taste
Oil 1 ts
Asafoetida Powder ½ ts
Curd 3 tbsp
Green Chiili finely chopped 1
Fresh Coriander Leaves chopped 1 tbsp
Method:
In a wet grinding jar of mixer, take Garlic, Red Chilli Powder, Coriander-Cumin Powder, Salt and crush to fine paste.
Heat Oil in a pan. Add Asafoetida Powder and finely chopped Green Chilli. When sautéed, add prepared Garlic Chutney and sauté.
Add Curd and mix well. Remove the pan from flame.
Remove it in a serving bowl.
Sprinkle Fresh Coriander Leaves.
Serve with Rotla.
It tastes better with Rotla made before 6-8 hours.
It is Wonderful Traditional Kathiyawadi DAHI TIKHARI…
Nayana Narendra Gandhi
October 31, 2021 at 4:29 PMVery nice and useful searching for this recipe