કાબેજ સમોસા / કોબી ના સમોસા / Cabbage Samosa / Kobi na Samosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ નંગ

 

સામગ્રી :

પડ માટે :

ચોખા નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

તેલ ૧ થી ૨ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

આદુ-લીલા મરચા- લસણ જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

મગ ૧/૪ કપ

કોબી ૧ કપ

(જીણી સમારેલી યા ખમણેલી)

હળદર ૧/૪ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

એક કથરોટમાં ચોખા નો લોટ, મેંદો અને મીઠું મીક્ષ કરો. ૧ થી ૨ ટી સ્પૂન તેલ મીક્ષ કરો. જરૂર મુજબ ધીરે ધીરે પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લો. ૧૦-૧૫ મિનિટ માટે રાખી મુકો. બનાવેલા લોટમાંથી પાતળી રોટલીઓ વણી લો અને ધીમા-મધ્યમ તાપે અધકચરી શેકી લો. બધી રોટલીઓને વચ્ચેથી ૨ ભાગમાં કાપી લો. બધા ટુકડાઓ એક થોડા ભીના કપડામાં વીંટાળી દો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

મગને કમ સે કમ ૪ થી ૫ કલાક માટે પાણીમાં પલાળી દો.

 

કોબીમાં મીઠું અને હળદર મીક્ષ કરી ૫ થી ૧૦ મિનિટ માટે રાખી મૂકો. પછી, કોબીને નીચોવી પાણી કાઢી નાખો.

 

એક નોન-સ્ટીક પૅન માં તેલ ગરમ કરો. એમાં જીણો સમારેલી ડુંગળી નરમ થઈ જાય એટલી સાંતડી લો. આદુ-લીલા મરચા-લસણ મીક્ષ કરો. કોબી અને મગ મીક્ષ કરો. મીઠું અને ગરમ મસાલો મીક્ષ કરો.

 

સમોસા માટે :

એક વાટકીમાં ૨ થી ૩ ટી સ્પૂન જેટલો મેંદો લઈ એમાં થોડું પાણી ઉમેરી લુગદી બનાવી લો.

 

રોટલીનો એક ટુકડો લો. એની વચ્ચે ૧ થી ૨ ટી સ્પૂન જેટલું પુરણ મૂકો. રોટલીના બંને છેડા વાળીને ત્રિકોણ આકાર આપો. લુગદી થી છેડા ચોંટાડી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો. પછી, બધા સમોસા તળી લો.

 

કેચપ, ચીલી સૉસ કે ઘરમાં બનાવેલી કોઈ પણ ચટણી સાથે ગરમા ગરમ પીરસો. સેઝવાન ફ્લેવર સાથે વધારે મસ્ત લાગશે.

 

અનોખા અંદાઝ થી બનાવેલા કાબેજ સમોસા નો અનોખો સ્વાદ માણો.

 

Prep.30 min.

Cooking time 15 min.

Yield 12 Samosa

Ingredients:

For Outer Layer :

Rice Flour                                                        ½ cup,

Refined White Wheat Flour (Maida)               ½ cup,

Oil                                                                    1 to 2 tsContinue Reading

કૉર્ન રાજમા બેકડ / Corn Beans Baked

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રાજમા માટે :

રાજમા બાફેલા ૧ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૨

ટમેટાં સમારેલા ૨

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

કૉર્ન મિક્સચર માટે :

પાણી ૧ કપ

યેલ્લો કૉર્નમીલ ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

માખણ

ચીઝ ખમણેલું ૧ ટી સ્પૂન

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં આદુ-લસણ-મરચા ની પેસ્ટ ઉમેરો. સમારેલી ડુંગળી ઉમેરો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતડો. સમારેલા ટમેટાં ઉમેરો અને બરાબર મીક્ષ કરો. હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. બાફેલા રાજમા અને થોડું પાણી ઉમેરો. ૩-૪ મિનિટ માટે પકાવો. ગરમ મસાલો, લીંબુ નો રસ અને ધાણાભાજી ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ૧-૨ મિનિટ માટે પકાવો.

 

બીજા એક પૅન માં પાણી ઉકાળો. પાણી ઉકળી જાય એટલે પૅન ને તાપ પરથી હટાવી લો અને તરત જ એમાં મીઠું અને યેલ્લો કૉર્નમીલ ઉમેરો. માખણ ઉમેરી દો.

 

એક બેકિંગ ડીશ પર તૈયાર કરેલા રાજમા ના મિક્સચરનું થર બનાવો. એની ઉપર તૈયાર કરેલા કોર્નમીલ ના મિક્સચરનું થર બનાવો. એની પર ખમણેલું ચીઝ છાંટી દો.

 

૧૮૦° પર ૧૫ મિનિટ માટે બેક કરી લો.

 

ધાણાભાજી અને ખમણેલું ચીઝ ભભરાવીને સુશોભિત કરો.

 

તાજું અને ગરમ પીરસો.

 

શક્તિદાયક કોમ્બો.. કૉર્ન અને રાજમા..

 

Prep.20 min.

Cooking time 30 min.

for 2 Persons

Ingredients:

For Kidney Beans(rajma ):

Red Kidney Beans boiled                                            1 cup

Oil                                                                                2 tbsp

Ginger-Garlic-Chilli Paste                                           2 tbspContinue Reading

ટીકર / રાજસ્થાની રોટી / મસાલા રોટી / Tikkar / Rajasthani Roti / Spiced Roti / Spiced Flat Bread

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ રોટી

 

સામગ્રી :

મકાઇ નો લોટ ૧ કપ

ઘઉ નો લોટ ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

સેકવા માટે ઘી

અટામણ માટે ઘઉ નો લોટ

 

રીત :

એક કથરોટમાં મકાઇ નો લોટ અને ઘઉ નો લોટ એકીસાથે લો.

 

એમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી, મરચાં, આ બધુ જ અડધી માત્રામાં ઉમેરો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, બોલ બનાવી, જરા જાડી રોટલી વણી લો. રોટલી વણતા એની કિનારી તુટતી જશે, કોઈ વાંધો નહીં, એવી જ બનવી જોઈએ. વણવા દરમ્યાન જરૂર લાગે ત્યારે ઘઉના કોરા લોટમાં જબોળી, કોટ કરતાં રહો, વણવાનું સરળ રહેશે અને ચોટશે નહીં.

 

અડધી રોટલી વણાઈ જાય એટલે એની ઉપર, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી અને મરચાં, આ બધુ થોડું થોડું છાંટો, હાથેથી હળવેથી દબાવો અને વણી લો. આ બધુ રોટલી ઉપર બરાબર ચોંટી જાય એ ખાસ જોવું.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધી રોટલી વણી લો.

 

એક પછી એક, બધી રોટલી શેલો ફ્રાય કરી લો. કરકરી બનાવવા માટે ધીમા તાપે, હળવે હળવે દબાવીને શેલો ફ્રાય કરો.

 

તાજે તાજી અને ગરમા ગરમ, તવા પરથી સીધી જ સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

દહી અને / અથવા પસંદગીના અથાણાં સાથે પીરસો.

 

પસંદગીના કોઈ પણ સૉસ કે કેચપ સાથે પણ પીરસી શકાય.

 

દહી સાથે સૌથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્વાદિષ્ટ, રસીલી, મસાલેદાર, રાજસ્થાની વાનગી, ટીકર.

 

Prep.10 min.

Cooking time 10 min.

Yield 4 pcs.

Ingredients:

Maize Flour 1 cup

Whole Wheat Flour 1 cup

Ghee 2 tbspContinue Reading

બીટ રૂટ નો જ્યુસ / Beetroot Juice

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

ફૂદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુ ૧/૨

ખાંડ સ્વાદ મુજબ

સંચળ સ્વાદ મુજબ

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

બરફ ના ટુકડા ૨-૩

રીત :

બરફ ના ટુકડા સિવાય બધી સામગ્રી મીક્ષર ની જારમાં લો અને મીક્ષરને હાઇ સ્પીડ પર ચલાવી એકદમ ક્રશ કરી લો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.

 

ગરણીથી ગાળી લો.

 

જ્યુસ માટેના સુંદર ગ્લાસમાં ભરી લો. બરફ ના ટુકડા ઉમેરો.

 

મરી પાઉડર છાંટીને સજાવો.

 

તાજે તાજું જ પીરસો.

 

લાલ ચટ્ટાક દેખાવ મનભાવન..

આર્યન યુક્ત ગુણ તનભાવન..

સ્વાદ તો આનો મુખભાવન..

 

Prep.5 min.

Qty. 1 Glass

Ingredients:

Beetroot small chopped          1

Fresh Mint Leaves                  ½ cup

Fresh Coriander Leaves         ½ cupContinue Reading

બાજરી પૉરીજ / Bajri Porridge / Millet Porridge

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બાજરી બાફેલી ૧/૨ કપ

દૂધ ૧ કપ

ખાંડ ૧ ટેબલ સ્પૂન

મધ ૧ ટી સ્પૂન

કિસમિસ ૧ ટેબલ સ્પૂન

પ્રુન્સ ૩

સફરજન જીણું સમારેલું ૧/૪

જરદાલુ જીણા સમારેલા ૨

 

રીત :

એક તપેલામાં દૂધ ગરમ કરવા મૂકો. ઉકડવા લાગે એટલે બાફેલી બાજરી, ખાંડ, મધ ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહીને ધીમા તાપે ઉકાળો. કિસમિસ, પ્રુન્સ, જરદાલુ ઉમેરો. ધીરે ધીરે હલાવતા રહીને ૨-૩ મિનિટ ઉકાડવાનું ચાલુ રાખો.

 

થોડી વાર ઠંડુ થવા દો. સફરજનના ટુકડા ઉમેરી દો.

 

બાજરી પૉરીજ તૈયાર છે. ઠંડુ પીવું હોય તો થોડી વાર ફ્રીજમાં રાખી દો.

 

હેલ્થી, પુષ્કળ આયર્ન યુક્ત બાજરી પૉરીજ થી શિયાળાની ઠંડી સવારે દિવસ ની શરૂઆત કરો.

Prep.5 min.

Cooking time 10 min.

Serving 1

Ingredients:

Millet boiled                                         ½ cup

Milk                                                      1 cup

Sugar                                                  1 tbspContinue Reading

error: Content is protected !!