ચણા મદ્રા / Chana Madra

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પેસ્ટ માટે :

ચોખા ૨ ટેબલ સ્પૂન

એલચી ફોલેલી ૨

 

મદ્રા માટે :

રાય નું તેલ અથવા ઘી ૧ ટેબલ સ્પૂન

હિંગ ચપટી

લવિંગ ૨

તજ ટુકડો ૧

એલચી આખી ૧

જીરું ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

છોલે ચણા બાફેલા ૧ કપ

દહી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

ઘી ૧ ટી સ્પૂન

 

રીત :

એક બાઉલમાં ચોખા અને ફોલેલી એલચી લો. ૧/૪ કપ પાણી ઉમેરો. આશરે ૧ કલાક રાખી મુકો. પછી મીક્ષર ની જારમાં લઈ એકદમ જીણું પીસી પેસ્ટ બનાવી લો.

 

એક પૅન માં રાય નું તેલ અથવા ઘી ગરમ કરો. હિંગ, લવિંગ, તજ, આખી એલચી, જીરું ઉમેરો. તતડી જાય એટલે ધાણાજીરું, હળદર મીક્ષ કરો અને ૧-૨ મિનિટ માટે પકાવો. બાફેલા છોલે ચણા, દહી, બનાવેલી ચોખા ની પેસ્ટ અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ધીરે ધીરે હલાવતા રહી ૧૦-૧૨ મિનિટ માટે બરાબર પકાવો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો. એક ટેબલ સ્પૂન જેટલું ઘી એની ઉપર મુકો.

 

ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

હિમાલય ની ગોદ માંથી.. હિમાચલ પ્રદેશ ના પહાડો પરથી..

શક્તિદાયક.. પર્વતરોહક બનવા..

ખાઓ.. ચણા મદ્રા..

Preparation time 5 minutes

Cooking time 20 minutes

For 2 persons

 

Ingredients:

For Paste:

Rice 2 tbsp

Cardamom granules of 2 cardamom

For Madra:

Mustard Oil or Ghee 1 tbsp

Asafoetida Powder Pinch

Clove buds 2

Cinnamon 1

Cardamom whole 1

Cumin Seeds 1 ts

Coriander-Cumin Powder 2 ts

Turmeric Powder 1 ts

White Chickpeas boiled 1 cup

Curd 1 cup

Salt to taste

Ghee 1 ts

 

Method:

Take Rice and Cardamom granules in a bowl. Add ¼ cup of water. Leave it for approx 1 hour. Than grind it in wet grinding jar to fine paste.

 

Heat Mustard Oil or Ghee in a pan. Add Asafoetida Powder, Clove buds, Cinnamon, Cardamom and Cumin Seeds. When crackled, add Coriander-Cumin Powder and Turmeric Powder. Mix well and cook for 1-2 minutes. Add boiled White Chickpeas, Curd, prepared Rice Paste and Salt. Mix well and cook well for approx 10-12 minutes while stirring occasionally.

 

Take it in a serving bowl. Put a spoonful of Ghee on top of it.

 

Serve Hot with Boiled or Steamed Rice.

One More…From the Lap of Himalayas…Mountainous Himachal Pradesh…

 

To Make You Feel…Full of Energy…to be Mountaineer…

મેથી ચણા / છોલે મેથી / Methi Chana / White Chickpeas with Fenugreek / Chhole Methi

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘી ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૪ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

તમાલપત્ર ૨

સૂકા લાલ મરચાં ૨

ડુંગળી સમારેલી ૧

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ટમેટાં સમારેલા ૧

મેથી ની ભાજી સમારેલી ૧ કપ

છોલે મસાલો ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૧ ટી સ્પૂન

ગોળ ૧/૨ ટી સ્પૂન

છોલે ચણા બાફેલા ૧ કપ

ડુંગળી ની રીંગ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમ રાય, જીરું, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં ઉમેરો.

 

તતડે એટલે સમારેલી ડુંગળી, આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલા ટમેટાં ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આમલી નો પલ્પ અને ગોળ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

બાફેલા છોલે ચણા, સમારેલી મેથી ની ભાજી અને છોલે મસાલો ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

થોડું પાણી ઉમેરો અને ઢાંકી દો.

 

૮ થી ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપે પકાવો. પછી તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી, કમ સે કમ ૫ મિનિટ માટે ઢાંકેલું જ રાખી મુકો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ડુંગળી ની રીંગ થી સજાવો.

 

પસંદ મુજબ રોટલી અથવા નાન અથવા તંદૂરી રોટી અથવા પુરી સાથે ગરમ ગરમ પીરસો.

 

Prep.10 min.

Cooking time 20 min.

for 2 Persons

Ingredients:
Ghee 2 tbsp
Mustard Seeds ¼ ts
Cumin Seeds ¼ tsContinue Reading

આચારી છોલે પુલાવ / Aachari Chhole Pulav / Pickled Chholay Pilau

 

તૈયારી માટે 15 મિનિટ

બનાવવા માટે 10 મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી  :

ઘી ૧ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૨

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

વરીયાળી ૧ ટી સ્પૂન

મેથી ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

ડુંગળી સમારેલી ૧

મરચા સમારેલા ૧

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલા ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

છોલે ચણા બાફેલા ૧/૨ કપ

દહીં ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

આચાર મસાલા ૧ ટેબલ સ્પૂન  

આચાર ૧ ટેબલ સ્પૂન

ચોખા ૧ કપ

ફૂદીનો પીસેલો ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક કડાઈમાં ઘી ગરમ કરો. એમાં તમાલપત્ર, રાય, જીરું, હિંગ, મેથી અને વરીયાળી ઉમેરો.

 

એમાં સમારેલ ડુંગળી, લીલા મરચા, આદું-લસણ ની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે બરાબર મીક્ષ કરો.

 

એમાં હળદર, ગરમ મસાલા, મીઠું બરાબર મીક્ષ કરો.

 

એમાં બાફેલા છોલે ચણા ઉમેરો અને ધીમા તાપે બરાબર મીક્ષ કરો.

 

એક નાની વાટકી માં દહીં લો. એમાં લાલ મરચું પાઉડર, આચાર મસાલા, આચાર મીક્ષ કરો અને આ મિશ્રણ ને છોલે ચણા સાથે મીક્ષ કરો.

 

એમાં ચોખા, પાણી અને પીસેલો ફૂદીનો ઉમેરી, ચોખા બરાબર બફાઈ જાય ત્યાં સુધી મધ્યમ તાપે પકાવી લો.

 

એની ઉપર આચાર મસાલો છાંટી, તાજા ને ગરમ પીરસો.

 

આચારી છોલે પુલાવ નો સ્વાદ માણો.

 

Prep.15 min

Cooking time 10 min.

for 2 persons

Ingredients:

Ghee                                                               1 tbsp

Tamal patra (Cinnamon Leaf / Tej Patta)        2

Mustard Seeds                                                1 tsContinue Reading

error: Content is protected !!