અલો વેરા હલવો દુધી સાથે / કુંવારપાઠું નો હલવો દુધી સાથે / Aloe Vera Halvo with Bottle Gourd

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

અલો વેરા ૧૦૦ ગ્રામ

ઘી ૫૦ ગ્રામ

દુધી ખમણેલી ૨૫૦ ગ્રામ

(ખમણેલી દુધી દબાવી, નીચોવી, પાણી કાઢી નાખો)

દુધ ૧/૨ કપ

દુધ નો માવો ખમણેલો ૧૦૦ ગ્રામ

ખાંડ ૧૦૦ ગ્રામ

કાજુ ૧/૨ કપ

બદામ ૨ ટેબલ સ્પૂન

કાળી કિસમિસ ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

જાયફળ પાઉડર ૧ ટી સ્પૂન

સુંઠ પાઉડર ૧ ટેબલ સ્પૂન

સજાવવા માટે કાજુ, બદામ અને કાળી કિસમિસ

 

રીત :

એક પૅન માં ઘી ગરમ કરો.

 

એમાં અલો વેરા ઉમેરો અને અધકચરો સાંતડી લો.

 

પછી એમાં ખમણેલી દુધી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે સાંતડો.

 

દુધી ની ભીનાશ બળી જાય અને દુધી સુકી લાગવા લાગે એટલે દુધ ઉમેરો અને દુધ બળી જાય ત્યા સુધી પકાવો.

 

પછી, દુધ નો માવો, ખાંડ, કાજુ, બદામ, કાળી કિસમિસ, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને સુંઠ પાઉડર ઉમેરો. લચકો થઈ જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી, ધીમા-મધ્યમ તાપે પકાવો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર થોડા કાજુ, બદામ અને કાળી કિસમિસ છાંટી સજાવો.

 

ભારતીય પરંપરાગત વાનગી, હલવો.

 

એનું આયુર્વેદિક સ્વરૂપ, અલો વેરા હલવો / કુંવારપાઠું નો હલવો. .

Preparation time 5 minutes

Cooking time 15 minutes

Serving 2

 

Ingredients:

Aloe Vera 100 gm

Ghee 50 gm

Bottle Gourd grated 250 gm

(squeeze grated Bottle Gourd to remove excess water)

Milk ½ cup

Milk Khoya (Mawa) grated 100 gm

Sugar 100 gm

Cashew Nuts ½ cup

Almonds 2 tbsp

Dry Black Grapes (Black Raisins) 1 tbsp

Cardamom granules Powder 1 ts

Nutmeg Powder 1 ts

Dry Ginger Powder 1 tbsp

Method:

Heat Ghee in a pan. Add Aloe Vera and semi fry it. Add grated Bottle Gourd and continue frying on low-medium flame. When moisture of Bottle Gourd gets burnt and starts to look drying, add Milk and cook for some minutes until Milk gets evaporated, add Milk Khoya, Sugar, Cashew Nuts, Almonds, Black Raisins, Cardamom Granules Powder, Nutmeg Powder, Dry Ginger Powder. Keep mixing very well while continue cooking on slow-medium flame until it becomes a soft lump.

 

Remove in a serving bowl.

 

Garnish with pieces of Cashew Nuts, Almonds and Black Raisins.

 

Enjoy Herbal Version of Indian Traditional Recipe…Halvo…

મોરબી સ્ટ્રીટ ફૂડ – લૌકી ચાટ / Morbi Street Food – Lauki Chat

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

ભજીયા માટે :

દૂધી ની લાંબી પાતળી સ્લાઇસ ૧ દૂધી ની

બેસન ૧ કપ

રવો / સૂજી ૨ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

સૉસ માટે :

ટમેટાં ૫

શક્કરીયાં ૧

મીઠું સ્વાદ મુજબ

ગોળ ૧ ટેબલ સ્પૂન

લસણ ની ચટણી

 

પીરસવા માટે :

મસાલા સીંગ ૨ ટેબલ સ્પૂન

સેવ ૧/૪ કપ

લીલી ચટણી

 

રીત :

સૉસ માટે :

એક પ્રેશર કૂકર માં ટમેટાં, શક્કરીયા, મીઠું અને ગોળ લો. ૧ સીટી જેટલું પ્રેશર કૂક કરો.

 

૫ થી ૭ મિનિટ માટે પ્રેશર કૂકર ઠંડુ થવા દો.

 

પછી, એમાં લસણ ની ચટણી ઉમેરો અને બ્લેંડર થી બરાબર મીક્ષ કરી લો.

 

આ મિશ્રણ ગાળી લો. સૉસ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ભજીયા માટે :

એક બાઉલમાં બેસન અને રવો એકીસાથે લો.

 

એમાં હળદર, લાલ મરચું પાઉડર, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો, એકદમ ફીણી લઈ, ઘાટુ ખીરું તૈયાર કરો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં ધીમા-મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

એક પછી એક, દૂધીની સ્લાઇસ લઈ, તૈયાર કરેલા ખીરામાં બરાબર જબોળી, તરત જ ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં બધી સ્લાઇસને ઉલટાવો. ગુલાબી થઈ જાય એવી તળી લો.

 

પીરસવા માટે :

દરેક તળેલી સ્લાઇસમાં એક કાપો મુકો.

 

એમાં લીલી ચટણી ભરી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એની ઉપર તૈયાર કરેલો સૉસ બરાબર ફેલાવીને રેડો.

 

મસાલા સીંગ અને સેવ છાંટી સજાવો.

 

તાજા અને ગરમ પીરસો.

 

મોરબીના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ, લૌકી ચાટ નો સ્વાદ, આપના ઘરમાં જ.

Preparation time 5 minutes

Cooking time 20 minutes

Servings 2

 

Ingredients:

For Fritters:

Bottle Gourd long & thin slices of 1 small bottle gourd

Gram Flour 1 cup

Semolina 2 tbsp

Turmeric Powder ½ ts

Red Chilli Powder ½ ts

Soda-bi-Carb ½ ts

Salt to taste

Oil to deep fry

For Suace:

Tomato 5

Sweet Potato 1

Salt to taste

Jaggery 1 tbsp

Garlic Chutney

For Serving:

Spiced Peanuts 2 tbsp

Thin Yellow Vermicelli (sev) ¼ cup

Green Chutney

Method:

For Sauce:

Take Tomato, Sweet Potato, Salt and Jaggery in a pressure cooker. Pressure cook to 1 whistle. Leave pressure to cool down for 5-7 minutes. Add Garlic Chutney and blend it well using handy blender. Strain it. Keep a side to use later.

 

For Fritters:

Take Gram Flour and Semolina in a bowl. Add Turmeric Powder, Red Chilli Powder, Soda-bi-Carb and Salt. Mix well. Add water as needed  and whisk well to prepare thick batter.

 

Heat Oil to deep fry. One by one, dip each slice of Bottle Gourd in prepared batter and put in heated Oil to deep fry on low-medium flame. Turn over when needed to fry both the sides. Fry to light dark brownish.

 

For Serving:

Make a slit on each fritter and fill in with Green Chutney and arrange on a serving plate.

 

Pour over prepared Sauce. Garnish with sprinkle of Spiced Peanuts and Vermicelli.

 

Serve Fresh and Hot.

 

Spice up Yourself with…Cooling Bottle Gourd & Heating Spicy Sauce…

લૌકી ફાલુદા / Lauki Faluda / Bottle Gourd Faluda

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

લૌકી / દૂધી ખમણેલી ૧૦૦ ગ્રામ

ઘી ૧ ટી સ્પૂન

દૂધ ૧ કપ

ખસ સીરપ ૨ ટેબલ સ્પૂન

તકમરીયા ૧ ટેબલ સ્પૂન

ફાલુદા નૂડલ્સ ૧ ટેબલ સ્પૂન

મીક્ષ ફ્રૂટ જેલી ૧ ટેબલ સ્પૂન

આઇસ ક્રીમ પ્લેન વેનીલા ૨ ટેબલ સ્પૂન

મીક્ષ સુકો મેવો નાના ટુકડા ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખમણેલી દૂધી ઉમેરો અને સાંતડી લો.

 

એમાં દૂધ ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે આશરે ૧૫ થી ૨૦ મિનિટ માટે ઉકાળો. ઉકાળવા દરમ્યાન થોડી થોડી વારે હલાવતા રહો.

 

દૂધ જરા ઘાટું થઈ જાય એટલે તાપ પરથી હટાવી લો અને ઠંડુ થવા માટે થોડી વાર મુકી રાખો.

 

દૂધ ઠંડુ થઈ જાય એટલે એમાં ખસ સીરપ ઉમેરી બરાબર મીક્ષ કરી દો અને આશરે ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

એક સર્વિંગ ગ્લાસ લો. એમાં તકમરીયા, ફાલુદા નૂડલ્સ અને મીક્ષ ફ્રૂટ જેલી ઉમેરો.

 

ફ્રીજમાં ઠંડા કરેલા દૂધી સાથેના દૂધથી ગ્લાસ ભરી દો.

 

એની ઉપર એક સ્કૂપ જેટલો પ્લેન વેનીલા આઇસક્રીમ મુકી દો.

 

એની ઉપર સૂકા મેવાના થોડા નાના ટુકડા મુકી ખુબસુરત દેખાવ આપો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ઉનાળાની ધખધખતી ગરમીમાં ઠંડા થાઓ..

 

Prep.10 min.

Cooking time 20 min.

Qty. 2 Glasses

Ingredients:

Bottle Gourd grated 100 gm

Ghee 1 ts

Milk 2 cupContinue Reading

error: Content is protected !!