ચણા નું શાક / Chana nu Shak / Chikpeas Curry

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ચણા પલાળેલા બાફેલા ૧ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

તમાલપત્ર ૧

હિંગ ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

આમચુર ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા રાય, જીરું, તમાલપત્ર અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે પલાળેલા અને બાફેલા ચણા ઉમેરો.

 

એમા, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, આમચુર અને મીઠુ ઉમેરો.

 

ધીમા-મધ્યમ તાપે હલાવી, બરાબર મિક્સ કરો. ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

પુરી સાથે તાજા અને ગરમ પીરસો.

 

પ્રોટીન થી ભરપુર, શક્તિદાયક ચણા ની સાદુ અને પૌષ્ટિક શાક.

Preparation time 10 minutes

Cooking time 5 minutes

For 2 Persons

 

Ingredients:

Chickpeas soaked and boiled 1 cup

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Cinnamon Leaf 1

Asafoetida Powder ½ ts

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ ts

Coriander-Cumin Powder 2 ts

Mango Powder 1 ts

Salt to taste

 

Method:

Heat Oil in a pan.

 

Add Mustard Seeds, Cumin Seeds, Cinnamon Leaf and Asafoetida Powder.

 

When spluttered, add soaked and boiled Chickpeas.

 

Add Red Chilli Powder, Turmeric Powder, Coriander-Cumin Powder, Mango Powder and Salt.

 

Mix well while on low-medium flame for 3-4 minutes.

 

Serve Fresh and Hot with Puri.

કલરફુલ કોકોનટ સ્ટાર્સ / Colourful Coconut Stars

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

બ્રેડ સ્લાઇસ ૬

ખાંડ ૧ કપ

નારિયળ નું ખમણ ૨ કપ

ફૂડ કલર કોઈ પણ ૩ અલગ અલગ કલર

કલરફૂલ સુગરબોલ સજાવટ માટે

પૅન ફ્રાય કરવા માટે ઘી

 

રીત :

નારિયળનું ખમણ એકસરખા ૩ ભાગમાં ૩ અલગ અલગ વાટકામાં લો. દરેક માં ૧-૧ ફૂડ કલર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.

 

બધી બ્રેડ સ્લાઇસને સ્ટાર ના આકાર માં કાપી લો અને ઘી લગાવી પૅન ફ્રાય કરી લો.

 

એક પૅન માં ખાંડ લો. ખાંડ ઢંકાય જાય એટલું પાણી ઉમેરી મધ્યમ તાપે મુકો. થોડી થોડી વારે હલાવતા રહો. ૧ તારની ચાસણી બનાવી લો.

 

પૅન ફ્રાય કરેલી દરેક બ્રેડ સ્લાઇસ બનાવેલી ચાસણીમાં જબોળી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એના ઉપર ૩ કલર નું નારિયળનું ખમણ અને કરલફૂલ સુગરબોલ છાંટી સુશોભિત કરો.

 

તાજી જ પીરસો.

 

આ રહ્યા.. આકર્ષક.. રંગીન.. મીઠા મીઠા.. કલરફુલ કોકોનટ સ્ટાર્સ..

 

Prep.5 min.

Cooking time 5 min.

6 Servings

Ingredients:

Bread Slices                            6

Sugar                                      1 cup

Fresh Coconut grated             2 cupContinue Reading

error: Content is protected !!