તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૦ મિનિટ
૨ સર્વિંગ
સામગ્રી :
સંતરા ૪
આદુ જીણો સમારેલો ૧ મોટો ટુકડો
લીલી હળદર જીણી સમારેલી ૧ મોટો ટુકડો
મધ ૨ ટેબલ સ્પૂન
સંચળ ૧/૨ ટી સ્પૂન
જીરું પાઉડર ૧ ટી સ્પૂન
સજાવવા અને સાથે પીરસવા માટે ઓરેંજ સ્લાઇસ, ફૂદીનો અને આઇસ ક્યુબ
રીત :
બધા સંતરા નો જ્યુસ કાઢી લો અને એક બાઉલમાં લઈ લો.
મીક્ષરની જારમાં જીણો સમારેલો આદુ, લીલી હળદર અને મધ લો. એકદમ પીસી લઈ, પેસ્ટ તૈયાર કરી લો અને સંતરા ના જ્યુસ સાથે મિક્સ કરી દો.
એમા, સંચળ અને જીરું પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.
ગરણીથી ગાળી લો.
એક સર્વિંગ ગ્લાસમાં ભરી લો અને થોડા આઇસ ક્યુબ ઉમેરો.
ઉપર ફુદીનાના ૧-૨ પાન મુકો.
ગ્લાસની કિનારી પર સંતરા ની એક સ્લાઇસ ભરાવી દો.
તાજે તાજુ જ પીરસો.
આદુ નો તમતમાટ અને સંતરા નો ખટ્ટ-મીઠ્ઠો સ્વાદ માણો, શિયાળાની ઠંડી મજેદાર બનાવો.
Preparation time 10 minutes
Cooking time 0 minutes
Servings 2
Ingredients:
Orange 4
Ginger chopped 1 big pc
Fresh Turmeric chopped 1 big pc
Honey 2 tbsp
Black Salt Powder ½ ts
Cumin Powder 1 ts
Orange slice, Fresh Mint Leaves and Ice cubes for garnishing and serving
Method:
Extract juice from all Oranges and take it in a bowl.
In a wet grinding jar of mixer, take chopped Ginger, Fresh Turmeric and Honey. Crush well to fine paste.
Add it to Orange juice.
Add Black Salt Powder and Cumin Powder. Mix very well.
Filter with a strainer.
Take in a serving glass. Add few Ice cubes.
Garnish with Orange slice and Fresh Mint Leaves.
Serve fresh.
Make Chilling Winter enjoyable adding Hotness of Ginger and Sweet-Sour Taste of Orange.