તૈયારી માટે ૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૧ બાઉલ
સામગ્રી :
રવો / સુજી ૧ કપ
ઘી ૨ ટેબલ સ્પૂન
કાજુ ના ટુકડા ૨ ટેબલ સ્પૂન
બદામ ના ટુકડા ૨ ટેબલ સ્પૂન
કિસમિસ ૨ ટેબલ સ્પૂન
સુકા નારિયળ ની કતરણ ૨ ટેબલ સ્પૂન
દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન
વરિયાળી ૧ ટી સ્પૂન
એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન
રીત :
એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.
એમા કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા, કિસમિસ અને સુકા નારિયળ ની કતરણ ઉમેરો અને બરાબર સાંતડો.
સાંતડાઈ જાય એટલે સાંતડેલો સુકો મેવો પૅન માંથી કાઢી લઈ, ઘી પૅન માં જ રહેવા દો.
પછી, એ જ પૅન માં, એ જ ઘી માં, રવો ઉમેરો અને આછો ગુલાબી થઈ જાય ત્યા સુધી ધીમા તાપે સાંતડી લો.
સાંતડાઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો અને ઠંડો થવા થોડી વાર રાખી મુકો.
પછી એમા, દળેલી ખાંડ, વરિયાળી અને એલચી પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો. પછી, સાંતડેલો સુકો મેવો ઉમેરો અને બરાબર મિક્સ કરો.
હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
કાશ્મીરની આ એક પરંપરાગત વાનગી છે.
કાશ્મીરી પરંપરા પ્રમાણે, નવી પરણેલી દુલ્હન, પોતાના પિતાના ઘરે ગુલરા બનાવી, પોતાની સાથે, સાસરે લઈ જાય અને લગ્ન પછી સાસરે, પોતાને પહેલી જ વખત મળવા આવતા સગાવહાલાં અને અન્ય મહેમાનોનું ગુલરા પીરસી, સ્વાગત કરે છે.
આપ પણ આ મીઠા ગુલરા પીરસી, આપના માનીતા મહેમાનોનું સ્વાગત કરો.
આ કાશ્મીરી, મીઠા ગુલરા સાથે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણી કરી શકાય.
માનો યા ના માનો, પણ, કાશ્મીરની પરંપરાગત વાનગી પણ સ્વર્ગની જ વાનગી જેવી લાગે છે.
Preparation time 0 minutes
Cooking time 10 minutes
Yield 1 Bowlful
Ingredients:
Semolina 1 cup
Ghee 2 tbsp
Cashew Nuts pieces 2 tbsp
Almond pieces 2 tbsp
Raisins 2 tbsp
Dry Coconut Slices 2 tbsp
Sugar Powder 2 tbsp
Fennel Seeds 1 ts
Cardamom Powder ½ ts
Method:
Heat Ghee in a pan on low flame. Add Cashew Nut pieces, Almond pieces, Raisins and Dry Coconut Slices and sauté it well. When sautéed, remove sautéed dry fruits leaving Ghee in the pan.
Then, sauté Semolina to light brownish in the same Ghee. When sautéed, remove it in a bowl and leave it to cool down.
In cooled down Semolina, add Sugar Powder, Fennel Seeds and Cardamom Powder and mix well. Then add sautéed Dry Fruits and mix well.
Take it in a serving bowl.
This is a very traditional dish from Kashmir. New bride prepares and takes with her to in-laws’ home and serve GULRA to welcome guests coming to visit her first time after wedding.
Welcome Guests with Sweet GULRA…
Celebrate Auspicious Occasions with Sweet GULRA…
Believe it or not…Even the Traditional Food of Kashmir says…it’s from the Heaven…