લસણીયા બટેટા ભાત / Lasaniya Bateta Bhat / Garlicious Potato Rice

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

બાસમતી ચોખા પલાડેલા ૧/૨ કપ

બટેટી ૧૦

તેલ ૩ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

 

મસાલા માટે:

લસણ ની ચટણી ૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ટમેટાં બારીક સમારેલા ૧

 

સજાવટ માટે ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

 

રીત:

એક નાના બાઉલમાં, મસાલા માટેની બધી જ સામગ્રી, એકીસાથે લઈ, બરાબર મીક્ષ કરી દો.

 

બધી જ બટેટી ની છાલ ઉતારી, કાપા પાડી, કાપા માં મીક્ષ કરેલો મસાલો ભરી દો. બાકી વધેલો મસાલો એક બાજુ રાખી દો.

 

હવે, એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, જીરું ઉમેરો. જીરું તતડે એટલે એમાં, પલાડેલા બાસમતી ચોખા, વધેલો મીક્ષ મસાલો, મીઠું અને બટેટી ઉમેરી, મીક્ષ કરી દો.

 

જરૂર મુજબ પાણી ઉમેરી, પૅનને ઢાંકણ વડે ઢાંકી, બાસમતી ચોખા અને બટેટી બરાબર પાકી જાય ત્યાં સુધી પકાવો. વધારાનું પાણી રહી ના જાય એ ખાસ ખ્યાલ રાખવો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી, અંદાજીત ૫ થી ૧૦ મિનિટ માટે એક બાજુ રાખી મુકો, જેથી ભાત બરાબર સેટ થઈ જાય.

 

પછી, સર્વિંગ પ્લેટ પર લઈ, ધાણાભાજી ભભરાવી, સજાવી દો.

 

ગરમા ગરમ અને તાજે તાજા લસણીયા બટેટા ભાત પીરસો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

Basmati Rice soaked ½ cup

Baby Potatoes 10

Oil 3 tbsp

Cumin Seeds 1 ts

 

For Spicing:

Garlic Chutney 2 ts

Red Chilli Powder 2 ts

Turmeric Powder 1 ts

Coriander-Cumin Powder 2 ts

Garam Masala ½ ts

Salt to taste

Tomato finely chopped 1

 

Fresh Coriander Leaves 2 tbsp for garnishing

 

Method:

In a small bowl, take all listed ingredients for Spicing and mix well.

 

Peel all Baby Potatoes and cut slit on each of them. Then, fill prepared Spicing in slit on each of them. Remaining Spicing keep a side.

 

Now, heat oil in a pan.

 

Add Cumin Seeds. When crackled, add soaked Basmati Rice, remaining Spicing,  Salt and Baby Potatoes. Mix well.

 

Add water as needed and cover the pan with a lid and cook till Basmati Rice and Baby Potatoes are cooked well. Make sure that there is no excess water remaining.

 

Then, remove pan from flame and keep it a side for approx. 5 to 10 minutes to let it settled.

 

Then, take it on a serving plate and sprinkle Fresh Coriander Leaves to garnish.

 

Serve Fresh.

વાટી દાળ ના લસણીયા ખમણ ઢોકળા / વાટી દાળ ના ખમણ ઢોકળા / Vati Dal na Lasaniya Khaman / Vati Dal Na Khaman

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખમણ ઢોકળા માટે :

ચણા દાળ ૧ કપ

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

તેલ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

સ્ટીમર ની પ્લેટ પર લગાવવા માટે તેલ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૫-૬ પાન

મરચાં જીણા સમારેલા ૨-૩

લસણ ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

દહી ૩ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

ખમણ ઢોકળા માટે :

કમ સે કમ ૧ કલાક માટે ચણા દાળ પલાળી દો.

 

પછી, પાણી કાઢી, ચણા દાળ એકદમ જીણી પીસી લો.

 

પછી, ૪ થી ૫ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં, આદું-મરચાં ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ, લીંબુ નો રસ, મીઠું અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો. ખમણ ઢોકળા માટે ખીરું તૈયાર છે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો.

 

એમાં ખમણ ઢોકળા માટે તૈયાર કરેલું ખીરું ભરી દો. પ્લેટ અડધી જ ભરવી, બાકીની જગ્યા, ઢોકળા ફુલવા માટે જરૂરી છે.

 

સ્ટીમર માં પાણી ગરમ થાય એટલે એમાં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે ઊંચા તાપે સ્ટીમ કરી લો.

 

પછી, સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢી લો.

 

પ્લેટ ના ઢોકળામાં ચપ્પુ વડે આડા-ઊભા કાપા પાડી, પસંદ મુજબ આકાર અને સાઇઝના ટુકડા કરી એક બાઉલમાં કે પ્લેટ પર રાખી દો.

 

એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, હિંગ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ પછી, દહી અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, ખમણ ઢોકળાના ટુકડા ઉમેરો અને છુંદાય ના જાય એ કાળજી રાખી, ઉછાળી, ધીરે ધીરે ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરો. આ રીતે મિક્સ કરતાં કરતાં માત્ર ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

ધાણાભાજી છાંટી દો. જીણા સમારેલા મરચાં પણ છાંટી શકાય.

 

ઘરે જ બનાવેલી લસણ ની ચટણી ક લીલી ચટણી સાથે તાજે તાજા પીરસો.

 

નરમ નરમ, ફુલેલા ઢોકળા ખાઓ, ગુજરાતી હોવાનું મહેસુસ કરો.

 

Prep.5 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

For Spongy Dhokla:

Skinned and Split Chickpeas (Bengal Gram)  1 cup

Ginger-Chilli Paste 1 tsContinue Reading

error: Content is protected !!