ઉરદ દાલ થીક સૂપ / Urad Dal Thick Soup

ઉરદ દાલ થીક સૂપ / Urad Dal Thick Soup

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

અડદ દાળ ૧/૨ કપ

મગ ની છડી દાળ ૨ ટેબલ સ્પૂન

મરી આખા ૪-૫

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૪-૫

તમાલપત્ર ૧

એલચી ૨

આદુ જીણો સમારેલો ૧ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૨

મીઠુ સ્વાદ મુજબ

 

વઘાર માટે :

ઘી ૧ ટેબલ સ્પૂન

લસણ જીણું સમારેલું ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

લીંબુ સ્વાદ મુજબ

 

રીત :

એક નોન-સ્ટીક પૅન માં અડદ દાળ, મગ ની છડી દાળ, આખા મરી, તજ, લવિંગ, તમાલપત્ર અને એલચી લો અને ધીમા તાપે સેકો. અડદ દાળ અને મગ ની છડી દાળ ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો. પછી, તાપ બંધ કરી દો.

 

પછી પૅન માં બધી સામગ્રી ઢંકાઈ જાય માત્ર એટલું જ પાણી ઉમેરો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી આ મીશ્રણ પ્રેશર કૂકર માં લઈ લો.

 

એમા જીણો સમારેલો આદુ, મરચા અને મીઠુ ઉમેરો અને ૫ સીટી જેટલુ પ્રેશર કૂક કરો.

 

પછી, ઠંડુ થવા માટે પ્રેશર કૂકર થોડી વાર માટે રાખી  મુકો.

 

મીશ્રણ ઠંડુ થઈ જાય એટલે એને પીસી લો અને પછી ગરણીથી ગાળી લો. આ મીશ્રણને એક પૅનમાં લઈ લો.

 

બીજા એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમા જીણું સમારેલું લસણ ઉમેરો અને સાંતડો..

 

સાંતડાઈ જાય એટલે તરત જ સૂપ બનાવવા માટે રાખેલા મીશ્રણમાં ઉમેરી દો.

 

પછી ૨ થી ૩ મિનિટ માટે સૂપ ઉકાળો.

 

પછી, લીંબુ નો રસ ઉમેરો, બરાબર મીક્ષ કરો, તાપ પરથી હટાવી લો અને એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર ધાણાભાજી છાંટી દો.

 

તાજે તાજુ અને ગરમા ગરમ પીરસો.

 

પ્રોટીનયુક્ત, સ્વાદીષ્ટ, લલચામણું સૂપ, ઉરદ દાલ થીક સૂપ.

Preparation time 5 minutes

Cooking time 20 minutes

Servings 2

 

Ingredients:

Husked Split Black Gram ½ cup

Husked Split Green Gram 2 tbsp

Black Pepper 4-5

Cinnamon 1 pc

Clove buds 4-5

Cinnamon Leaf 1

Cardamom 2

Ginger fine chopped 1 ts

Green Chilli fine chopped 2

Salt to taste

 

For tempering:

Ghee 1 tbsp

Garlic fine chopped 1 ts

Fresh Coriander Leaves 1 tbsp

Lemon to taste

 

Method:

In a non-stick pan, take and roast, Husked Split Black Gram, Husked Split Green Gram, Black Pepper, Cinnamon, Clove buds, Cinnamon Leaf and Cardamom. Roast Split Black Gram and Split Green to brownish. Switch off flame.

 

Add water enough to cover the stuff and leave to get soaked for 10-15 minutes.

 

Take this mixture in a pressure cooker, add fine chopped Ginger, fine chopped Green Chilli and Salt and pressure cook to 5 whistles.

 

Leave pressure cooker to cool off.

 

When mixture in pressure cooker is cooled off, Blend it with a blender and then strain it to collect soup in a pan. Keep it aside.

 

Heat Ghee in another pan on low flame.

 

Add finely chopped Garlic and sauté and add it in prepared soup.

 

Boil soup for 2-3 minutes.

 

Add Lemon Juice and mix well.

 

Take it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve Fresh and Hot.

 

Have Protein Rich, Delicious and Tantalizing Soup…Urad Dal Thick Soup…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!