તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૩ સર્વિંગ
સામગ્રી :
લીલી ચટણી માટે :
પાલક ૧/૨ કપ
મરચા ૪-૫
આદુ નાનો ટુકડો ૧
તાજુ નારીયળ ખમણ ૧/૨ કપ
ધાણાભાજી ૧ કપ
ફુદીનો ૧/૨ કપ
લીંબુ ૧
તેલ ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
સલાડ માટે :
મગ ૧/૨ કપ
ઘઉ ૧/૨ કપ
બાજરી ૧/૪ કપ
લીલા ચણા / જીંજરા ૧/૨ કપ
તાજા લીલા વટાણા ૧/૪ કપ
લીલી ડુંગળી સમારેલી ૧/૨ કપ
(થોડા પાન પણ સાથે સમારવા)
લીલું લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન
મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન
લીંબુ ૧
ચાટ મસાલો ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
રીત :
લીલી ચટણી માટે :
લીલી ચટણી માટેની બધી જ સામગ્રી એકીસાથે મીક્ષરની જારમાં લો. એકદમ જીણી પીસી લો. એક બાજુ રાખી દો.
સલાડ માટે :
૮ થી ૧૦ કલાક માટે, મગ, ઘઉ અને બાજરી, અલગ અલગ પલાળી દો.
પ્રેશર કૂકરમાં ઘઉ લો અને ૬ સીટી જેટલા પ્રેશર કૂક કરી લો.
પછી, પ્રેશર કૂકરમાં બાજરી લો અને ૩ સીટી જેટલી પ્રેશર કૂક કરી લો.
પછી, મગ, જીંજરા અને તાજા લીલા વટાણા, એકીસાથે, અધકચરા બાફી લો.
પ્રેશર કૂક કરેલી અને અધકચરી બાફેલી બધી જ સામગ્રીમાંથી ગરણી વડે પાણી કાઢી નાખો અને બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લઈ લો.
એમા, સમરેલી લીલી ડુંગળી, લીલું લસણ, મરી પાઉડર, ચાટ મસાલો અને મીઠુ ઉમેરો. બરાબર મીક્ષ કરો.
લીંબુ નો રસ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
હવે એમા, તૈયાર કરેલી લીલી ચટણી, સ્વાદ મુજબ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
શિયાળામાં વજન જાળવી રાખવા, વધારાનું ખાવાનું ટાળવા માટે આ વિન્ટર સ્પેશિયલ સલાડ ખાઓ, સંતુષ્ટ અને સ્ફુરતીલા રહો.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
Servings 3
Ingredients:
For Green Chutney:
Spinach ½ cup
Green Chilli 4-5
Ginger 1 small pc
Fresh Coconut grated ½ cup
Fresh Coriander Leaves 1 cup
Fresh Mint Leaves ½ cup
Lemon Juice of 1 lemon
Oil 1 ts
Salt to taste
For Salad:
Green Gram ½ cup
Whole Wheat Granules ½ cup
Millet Granules ¼ cup
Fresh Chickpeas ½ cup
Green Peas ¼ cup
Spring Onion chopped ½ cup
(include some leaves)
Spring Garlic chopped 2 tbsp
Black Pepper Powder ½ ts
Lemon Juice of 1 lemon
Chat Masala 1 ts
Salt to taste
Method:
For Green Chutney:
Take all listed ingredients for Green Chutney in a wet grinding jar of your mixer. Grind it to fine texture. Keep a side to use later.
For Salad:
Soak Green Gram, Whole Wheat Granules and Millet Granules separately for approx 8-10 hours.
Boil Whole Wheat Granules in a pressure cooker to 6 whistles.
Boil Millet Granules in a pressure cooker for 3 whistles.
Parboil socked Green Gram, Fresh Chickpeas and Green Peas all together.
Drain water and take all stuff in a bowl.
Add chopped Spring Onion, Spring Garlic, Black Pepper Powder, Chat Masala and Salt. Mix well. Add Lemon Juice and mix well.
Add prepared Green Chutney quantity as per your taste and mix well.
Restrict Excess Appetite in Winter to Maintain Your Weight…
Feel Energetic and Satisfied with this Winter Special Salad.
No Comments