તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
તેલ ૨ ટેબલ સ્પૂન
લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન
આદું ખમણેલો ૧ ટેબલ સ્પૂન
ડુંગળી સમારેલી ૧
કેપ્સિકમ સમારેલા ૧
ગાજર સમારેલા ૧
કોબી જીણી સમારેલી / ખમણેલી ૧/૨ કપ
ફૂલકોબી સમારેલી ૧/૨ કપ
મીઠું સ્વાદ મુજબ
અજીનોમોટો (MSG) ચપટી
સેઝવાન મસાલો ૨ ટેબલ સ્પૂન
ભાત (બાફેલા કે સ્ટીમ કરેલા ચોખા) ૧ કપ
ડુંગળી ની રીંગ અને કેપ્સિકમ ની રીંગ
રીત :
એક તવા પર તેલ ગરમ કરો.
એમાં સમારેલું લસણ, ખમણેલો આદું અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડો.
અધકચરું સાંતડાઈ જાય એટલે સમારેલા કેપ્સિકમ, ગાજર, કોબી અને ફૂલકોબી ઉમેરો. ઊંચા તાપે પકાવતા બરાબર મિક્સ કરો. પાણી બિલકુલ ઉમેરવું નહીં.
અધકચરું સાંતડાઈ જાય એટલે મીઠું, અજીનોમોટો અને સેઝવાન મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.
હવે, એમાં ભાત ઉમેરો. ઊંચા તાપે પકાવતા ૩ થી ૪ મિનિટ માટે ઉછાળીને બધુ બરાબર મિક્સ કરો.
સર્વિંગ પ્લેટ અથવા સર્વિંગ બાઉલમાં લઈ લો.
એની ઉપર ડુંગળી ની રીંગ અને કેપ્સિકમ ની રીંગ ગોઠવી સજાવો.
સેઝવાન સૂપ સાથે ગરમા ગરમ પીરસો.
રોજ-બ-રોજ ખવાતા ભાત, ચાઇનીઝ સ્વાદ, સેઝવાન સ્વાદ.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
For 2 Persons
Ingredients:
Oil 2 tbsp
Garlic chopped 1 tbsp
Ginger grated 1 tbsp
Onion chopped 1
Capsicum chopped 1
Carrot chopped 1
Cabbage chopped ½ cup
Cauliflower chopped ½ cup
Salt to taste
Monosodium Glutamate-MSG Pinch
(Aji-No-Moto)
Schezwan Masala 2 tbsp
Rice boiled or steamed 1 cup
Onion Rings and Capsicum Rings for garnishing
Method:
Heat oil on a flat pan. Add Garlic, Ginger and Onion. When partially fried, add Capsicum, Carrot, Cabbage and Cauliflower. Mix well while cooling on high flame. No water please. When partially cooked, Add Salt, MSG and Schezwan Masala. Mix well. Add boiled or steamed Rice. Toss to mix well while cooking on high flame for 3-4 minutes.
Garnish with Onion Rings and Capsicum Rings.
Serve with Schezwan Soup.
Enjoy Irresistible Rice in Chinese Flavour.