હેલ્થી સ્કવેર / Healthy Sqaures

હેલ્થી સ્કવેર / Healthy Sqaures

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી :

રવો / સુજી ૧/૨ કપ

ઓટ્સ ૧/૨ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

લીલા વટાણા ૨ ટેબલ સ્પૂન

ગાજર જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

કેપ્સિકમ જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

મરચા જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

મિક્સ હર્બ્સ ૧/૨ ટી સ્પૂન

લીંબુ નો રસ ૨ ટી સ્પૂન

બટેટા બાફેલા છુંદેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ફૂદીનો ૧ ટેબલ સ્પૂન

ચીઝ ૧૦ ગ્રામ

શેલૉ ફ્રાય માટે તેલ

સાથે પીરસવા માટે કેચપ

 

રીત :

એક નોન-સ્ટીક પૅન માં રવો અને ઓટ્સ કોરા જ સેકી લો અને એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા, જીણી સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મરચા અને લીલા વટાણા ઉમેરો અને બરાબર સાંતડો.

 

એમા મીઠુ, મિક્સ હર્બ્સ અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, કોરા સેકેલા રવો અને ઓટ્સ ઉમેરો અને જરા સાંતડી લો.

 

હવે એમા, ૧ ૧/૨ કપ જેટલુ પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે પકાવો. પૅન ના તળીયે ચોંટી ના જાય એ માટે થોડી થોડી વારે પૅન ના તળિયા સુધી ચમચો ફેરવી હલાવતા રહો. વધારાનું જરા પણ પાણી ના રહે એટલે તાપ બંધ કરી દો.

 

પછી, બાફેલા છુંદેલા બટેટા, ધાણાભાજી, ફૂદીનો અને ચીઝ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આ તૈયાર કરેલું મિશ્રણ, એક પ્લેટ પર લો અને બરાબર ફેલાવીને પાથરી દો. ઠંડુ થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

પછી, ચપ્પુ વડે એના નાના નાના ચોરસ ટુકડા કાપી લો.

 

એક નોન-સ્ટીક પૅન માં થોડું તેલ ગરમ કરી, વારાફરતી બધા ચોરસ ટુકડાઓ આછા ગુલાબી થઈ જાય એવા શેલૉ ફ્રાય કરી લો.

 

કેચપ સાથે ગરમા ગરમ પીરસો.

 

ખુબ કામ કર્યા પછી આરામ માટે મળેલી રજાને અનોખા જ સ્વાદવાળા નાસ્તા સાથે નિરાંતે વિતાવો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Servings 10

 

Ingredients:

Semolina (Ravo-Suji) ½ cup

Oats ½ cup

Oil 2 tbsp

Onion finely chopped 1

Green Peas 2 tbsp

Carrots finely chopped 2 tbsp

Capsicum finely chopped 2 tbsp

Green Chilli finley chopped 1 tbsp

Salt to taste

Mixed Herbs ½ ts

Lemon Juice 2 ts

Potato boiled and mashed 1

Fresh Coriander Leaves                1 tbsp

Fresh Mint Leaves 1 tbsp

Cheese                 10g

Oil to shallow fry

Ketchup for serving

 

Method:

Dry roast Semolina and Oats on non-stick pan and keep a side.

 

Heat Oil in a pan. Add finely chopped Onion, Carrots, Capsicum, Green Chilli and Green Peas. Sauté well.

 

Add Salt, Mixed Herbs and Lemon Juice. Mix well.

 

Add dry roasted Semolina and Oats. Sauté a bit.

 

Add 1 ½ cup of water and cook on low-medium flame. When no excess water remains, switch off the flame.

 

Add boiled and mashed Potato, Fresh Coriander Leaves, Fresh Mint Leaves and Cheese. Mix well.

 

Take prepared mixture on a plate and spread it and leave it for a while to cool off.

 

When it is cooled off, cut it in number of Squares.

 

Shallow fry all Squares.

 

Serve fresh and hot with ketchup.

 

Make your precious holiday worth to relax and enjoy something differently tasteful snacks.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!