તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૫૦૦ ગ્રામ
સામગ્રી:
કાચા કેળા ૧
સંચળ ૧ ટી સ્પૂન
મરી પાઉડર ૧ ટી સ્પૂન
લીંબુ નો રસ ૧ લીંબુનો
ઘઉ નો લોટ ૧/૨ કપ
બેસન ૧/૪ કપ
તળવા માટે તેલ
રીત:
પ્રેશર કૂકરમાં કાચા કેળાને છાલ સાથે જ બાફી લો.
પછી, પ્રેશર કૂકરમાંથી કાઢીને ઠંડુ થવા દો.
પછી, કેળાની છાલ કાઢી, બાફેલા કેળાને છુંદી નાખો અથવા ખમણી લો અને એક બાઉલમાં લઈ લો.
હવે એમાં, બાકીની બધી જ સામગ્રી ઉમેરી, જરૂર પુરતુ જ પાણી ઉમેરી, જરા કઠણ લોટ બાંધી લો.
પછી, યોગ્ય પ્લેટ સાથે કીચનપ્રેસ માં, બાંધેલો લોટ ભરી, તૈયાર રાખો.
તળવા માટે તેલ ગરમ કરો.
ગરમ થયેલા તેલમાં, કીચનપ્રેસ વડે સેવ પાડી લો. કીચનપ્રેસને તેલની ઉપર ફેરવતા રહી સેવ પાડવી, જેથી તેલમાં એક જ જગ્યાએ ગઠ્ઠો ના થઈ જાય.
બધી બાજુ બરાબર આછી ગુલાબી તળવા માટે જરૂર મુજબ એક કે બે વખત સેવને તેલમાં ઉલટાવવી.
તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો.
પછી એક એરટાઇટ બરણીમાં ભરી દો.
Preparation time 5 minutes
Cooking time 20 minutes
Yield 500g
Ingredients:
Banana Row 1
Black Salt 1 ts
Black Pepper Powder 1 ts
Lemon Juice of 1 Lemon
Whole Wheat Flour ½ cup
Gram Flour ¼ cup
Oil to deep fry
Method:
Pressure cook Row Banana with skin in a pressure cooker.
Then, remove it from pressure cooker and leave it to cool off.
Then, peel it and mash it well or grate it and take it in a bowl.
Now, add all other ingredients and knead it adding little water as needed to prepare semi stiff dough.
Then, fill prepared dough in Kitchen Press with appropriate plate and keep it ready.
Heat Oil to deep fry.
Use filled Kitchen Press to fall vermicelli (sev) in heated Oil while moving it slowly over the heated Oil to avoid a pile up of vermicelli (sev) at one place in the Oil. Flip it in Oil once or twice as needed to fry light brownish all around.
Leave it for a while to cool off.
Then, store in an airtight container.