કોકોનટ કુલર / Coconut Cooler

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

લીલા નારિયળ નું પાણી ૧ કપ

લીલા નારિયળ ની મલાઈ ૧/૨ કપ

રોઝ સીરપ ૧ ટેબલ સ્પૂન

તકમરીયા પલાળેલા ૧ ટેબલ સ્પૂન

બરફ નો ભુકો

 

રીત :

મીક્ષરની જ્યુસર જારમાં લીલા નારિયળ નું પાણી, લીલા નારિયળ ની મલાઈ અને રોઝ સીરપ લો અને હાઇ સ્પીડ પર મીક્ષર ચલાવી, બરાબર  મિક્સ કરી લો.

 

એક સર્વિંગ ગ્લાસમાં બરફનો થોડો ભુકો લો અને તૈયાર કરેલા નારિયળ ના મિશ્રણથી ગ્લાસ ભરી દો.

 

પલાળેલા તકમરીયા છાંટી સુશોભીત કરો.

 

તાજગીભર્યા સ્વાદ માટે તરત જ પીરસો.

 

બહાર ભલે ઉનાળાની ગરમી હોય, તમે અંદરથી ઠંડા રહો, કોકોનટ કુલર પીઓ.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Tender Coconut Water 1 cup

Tender Coconut               ½ cup

Rose Syrup 1 tbsp

Basil Seeds (Tukmaria) soaked 1 tbsp

Crushed Ice

 

Method:

Take in a juicer jar of mixer, Tender Coconut Water, Tender Coconut and Rose Syrup. Crush it very well.

 

Take Crushed Ice in a serving glass. Fill the glass with Coconut mixture.

 

Garnish with soaked Basil Seeds.

 

Serve immediately for freshness.

 

Let Summer Heat be Hot Out…Let Coconut Cooler make you Cool In…

કોલ્ડ કોકો પીનટ ફ્લેવર / Cold Cocoa Peanut Flavour

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

દુધ ૨ કપ

ડાર્ક ચોકલેટ ખમણેલી ૨ ટેબલ સ્પૂન

ઓરીઓ બિસ્કીટ ૨

કોકો પાઉડર ૨ ટેબલ સ્પૂન

વ્હાઇટ ચોકલેટ ખમણેલી ૨ ટેબલ સ્પૂન

પીનટ બટર ૧ ટેબલ સ્પૂન

મિલ્ક બિસ્કીટ ૨

 

સજાવટ માટે ચોકલેટ પાઉડર અને ખારી સીંગ પાઉડર

 

રીત :

એક પૅન માં ૧ કપ દુધ લો અને ઉકાળો.

 

દુધ ઉકળે એટલે એમા ખમણેલી ડાર્ક ચોકલેટ, ઓરીઓ બિસ્કીટ અને કોકો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો અને ફરી ઉકાળો. બધુ બરાબર મિક્સ કરી દો અને ફ્રીજમાં રાખી દો.

 

બીજા એક પૅન માં ૧ કપ દુધ લો અને ઉકાળો.

 

દુધ ઉકળે એટલે એમા ખમણેલી વ્હાઇટ ચોકલેટ અને પીનટ બટર ઉમેરો. બરાબર મિક્સ કરો અને ફરી ઉકાળો. મિલ્ક બિસ્કીટ ઉમેરો અને બધુ બરાબર મિક્સ કરી દો અને ફ્રીજમાં રાખી દો.

 

સર્વિંગ માટે :

એક સર્વિંગ ગ્લાસ, ડાર્ક ચોકલેટ ના મિશ્રણથી અડધો ભરી લો. પછી, બાકીનો અડધો ગ્લાસ, વ્હાઇટ ચોકલેટ ના મિશ્રણથી ભરી લો.

 

ચોકલેટ પાઉડર અને ખારી સીંગ પાઉડર છાંટી સુશોભીત કરો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ક્યારેક ઉનાળાની અકળાવતી ગરમી પણ સારી લાગે, એ બહાને સારા સારા ઠંડા પીણા પીવા જો મળે.

 

આ પણ એવું જ આહલાદક ઠંડુ ઠંડુ પીણુ છે, કોલ્ડ કોકો પીનટ ફ્લેવર.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Servings 2

 

Ingredients:

Milk 2 cup

Dark Chocolate compound (shredded) 2 tbsp

Oreo Biscuits 2

Cocoa Powder 2 tbsp

White Chocolate shredded 2 tbsp

Peanut Butter 1 tbsp

Milk Biscuits 2

 

Chocolate and Salted-Roasted Peanuts Powder for garnishing

 

Method:

Take 1 cup Milk in a pan and boil it. When boiled, add Dark Chocolate, Oreo Biscuits and Cocoa Powder. Mix well and boil it again. Blend it very well. Keep it in refrigerator.

 

Take 1 cup milk in another pan and boil it. When boiled, add White Chocolate and Peanut Butter. Mix well and boil it again. Add Milk Biscuits and blend it very well. Keep it in refrigerator.

 

Fill in a half serving glass with Dark Chocolate mixture, then fill in remaining half serving glass with White Chocolate mixture.

 

Garnish with sprinkle of Chocolate and Salted-Roasted Peanuts Powder.

 

Serve cold.

 

Sometimes, Summer is Super when you have Superb Cold Drinks…Cold Cocoa Peanut Flavour…

કારેલા નું જ્યુસ / Karela nu Juice / Bitter Gourd Juice

તૈયારી માટે ૧૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

કારેલા છાલ કાઢી સમારેલા ૨

(બધા જ બી કાઢી નાખવા)

કાકડી છાલ કાઢી સમારેલી ૧

ધાણાભાજી ૧ કપ

ફુદીનો ૧૫-૨૦ પાન

લીંબુ ૧

સંચળ સ્વાદ મુજબ

આઇસ ક્યુબ ૫-૭

સજાવટ માટે ધાણાભાજી અને ફુદીના ના ૧-૨ પાન

 

રીત :

મીક્ષરની જારમાં કારેલા અને કાકડી લો.

 

એમા ધાણાભાજી અને ફુદીનો ઉમેરો.

 

૧ કપ પાણી અને સ્વાદ મુજબ સંચળ ઉમેરો.

 

મીક્ષરને હાઇ સ્પીડ પર ચલાવી બધુ એકદમ પીસી લો.

 

હવે, એક સર્વિંગ ગ્લાસમાં ૪-૫ આઇસ ક્યુબ લો અને લીંબુ નો રસ લો.

 

મીક્ષરની જારમાંથી જ્યુસ ગરણી વડે ગાળી, સર્વિંગ ગ્લાસમાં ભરી દો.

 

એમા, ૨-૩ આઇસ ક્યુબ ઉમેરો.

 

ઉપર થોડી ધાણાભાજી અને ફુદીનાના ૧-૨ પાન મુકી સજાવો.

 

બ્લડ સુગર કંટ્રોલ કરો, કારેલા ની જ્યુસ પીઓ, ફુદીના-ધાણાભાજી ની તાજગીભરી સોડમ માણો.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Bitter Gourd peeled and chopped 2

Cucumber peeled and chopped 1

Fresh Coriander Leaves 1 cup

Fresh Mint Leaves 15-20 leaves

Lemon Juice of 1 lemon

Black Salt to taste

Ice Cubes 5-7

 

Fresh Coriander Leaves and 1-2 Fresh Mint Leaves for garnishing.

 

Method:

Take peeled and chopped Bitter Gourd and Cucumber in a blending jar of mixer. Add Fresh Coriander Leaves and Fresh Mint Leaves. Add 1 cup of water. Add Black Salt. Blend it until all content is crushed very well.

 

Take 4-5 Ice Cubes in a serving glass. Add Lemon Juice.

 

Strain and pour the Juice from the blending jar in the serving glass.

 

Add 2-3 Ice Cubes.

 

Garnish with Fresh Coriander Leaves and 1-2 Fresh Mint Leaves.

 

Control Your Blood Sugar Level with Mint-Coriander Flavoured…

 

Enjoyable Taste of Bitter Gourd Juice…

સી બ્રીઝ / Sea Breeze

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બરફ નો ભુકો

આદુ નો રસ ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

બ્લુ કુરકાઓ સીરપ ૨ ટેબલ સ્પૂન

ગ્રીન એપલ સીરપ ૧ ટેબલ સ્પૂન

લીંબુ ની સ્લાઇસ

ફુદીનો

સોડા વોટર

 

રીત :

એક સર્વિંગ ગ્લાસમાં થોડો બરફનો ભુકો લો.

 

એમા આદુ નો રસ, લીંબુ નો રસ, બ્લુ કુરકાઓ સીરપ અને ગ્રીન એપલ સીરપ ઉમેરો.

 

પછી, લીંબુ ની સ્લાઇસ અને ફુદીનો ઉમેરો.

 

હવે, બાકીનો ગ્લાસ, સોડા વોટર થી ભરી દો.

 

તરત જ પીરસો.

 

ઉનાળાની ગરમ સાંજે, ઘરે જ સી બ્રીઝ બનાવો અને ફીલ કરો.

Preparation time 5 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Crushed Ice

Ginger Juice  1 ts

Lemon Juice 1 ts

Blue Curacao Syrup 2 tbsp

Green Apple Syrup 1 tbsp

Lemon Slice

Fresh Mint Leaves

Soda Water

 

Method:

Take Crushed Ice in a serving glass.

 

Add Ginger Juice, Lemon Juice, Blue Curacao Syrup and Green Apple Syrup.

 

Add Lemon Slice and Fresh Mint Leaves.

 

Fill in remaining glass with Soda Water.

 

Serve immediately.

 

Everyone is not so lucky to be on Sea shore in hot evening of Summer…Be lucky to feel SEA BREEZE at home…

પીયુશ / Piyush

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

શ્રીખંડ ૨ કપ

(પ્લેન શ્રીખંડ હોય તો એ જ લેવું)

છાસ ૨ કપ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

જાયફળ પાઉડર ચપટી

કેસર ૭-૮ તાર

સજાવટ માટે પીસ્તા ના ટુકડા

 

રીત :

એક બાઉલમાં શ્રીખંડ અને છાસ એકીસાથે લો. એને એકદમ ફીણી લો. પછી એને મીક્ષરની જારમાં લઈ લો.

 

એમા દળેલી ખાંડ, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને કેસર ઉમેરો.

 

ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે જ બ્લેન્ડ કરી લો. બધુ જ એકદમ મીક્ષ થઈ જાય એ ખાસ જોવું.

 

હવે, આ મીશ્રણ ૨ સર્વિંગ ગ્લાસમાં ભરી લો.

 

એની ઉપર પીસ્તા ના થોડા ટુકડા મુકી, સજાવો.

 

આશરે ૪૫ થી ૬૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ફ્રીજમાં ઠંડુ કરેલું પીરસો.

 

મુલાયમ અને સ્વાદિષ્ટ પીણા સાથે ઉનાળાની ગરમીનો સામનો કરો.

Preparation time 5 minutes

Cooking time 0 minutes

Servings 2

 

Ingredients:

Shreekhand 2 cup

(Preferably Plain Shreekhand)

Buttermilk 2 cup

Sugar Powder 2 tbsp

Cardamom powder Pinch

Nutmeg Powder Pinch

Saffron Pinch

Pistachio pieces for garnishing

 

Method:

Take Shreekhand and Buttermilk in a bowl. Whisk it well. Then transfer it into a juicer jar of your mixer.

 

Add Sugar Powder, Cardamom Powder, Nutmeg Powder and Saffron.

 

Blend for approx 30-40 seconds and make sure that all ingredients are blended very well.

 

Remove the blended mixture in serving glasses.

 

Garnish with Pistachio pieces.

 

Refrigerate for approx 45-60 minutes.

 

Serve fridge cold.

 

Protest Heat of Summer with this Creamy and Delicious Drink.

સનસેટ કૂલર / Sunset Cooler

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બરફ નો ભુકો

વોટરમેલન સીરપ ૨ ટેબલ સ્પૂન

તાજુ ઓરેંજ જ્યુસ ૧ કપ

સોડા વોટર

 

રીત :

એક સર્વિંગ ગ્લાસમાં થોડો બરફનો ભુકો લો.

 

એમા તાજુ ઓરેંજ જ્યુસ ભરી દો.

 

પછી, વોટરમેલન સીરપ ઉમેરી દો.

 

બાકીનો ગ્લાસ, સોડા વોટરથી ભરી દો.

 

તરત જ પીરસો.

 

ઉનાળાની ગરમી ને ઠંડી પાડો, સનસેટ કૂલર પીઓ.

Preparation time 5 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Crushed Ice

Watermelon Syrup 2 tbsp

Fresh Orange Juice 1 cup

Soda Water

 

Method:

Take Crushed Ice in a serving glass.

 

Add Fresh Orange Juice.

 

Add Watermelon Syrup.

 

Fill in remaining glass with Soda Water.

 

Serve immediately.

 

Set Summer Heat Cool with SUNSET COOLER…

error: Content is protected !!