કોડબળે / મસાલા રીંગ / સ્પાઇસ રીંગ / Kodubale / Masala Ring / Spice Rings

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ રીંગ અંદાજીત

 

સામગ્રી:

ચોખા નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૪ કપ

રવો / સુજી ૧/૪ કપ

તેલ ૬ ટેબલ સ્પૂન

તાજું નારીયળ ખમણ ૧/૨ કપ

સુકા લાલ મરચા ૫-૬

અજમા ૧ ટેબલ સ્પૂન

હીંગ ચપટી

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

 

રીત:

મીક્ષરની જારમાં તાજું નારીયળ ખમણ, સુકા લાલ મરચા અને અજમા લો અને એકદમ જીણું પીસી લઈ, પાઉડર તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.

 

એક નોન-સ્ટીક પૅન ગરમ કરો.

 

ગરમ નોન-સ્ટીક પૅનમાં મેંદો અને રવો સુકા જ સેકી લો. આછા ગુલાબી જેવો રંગ થઈ જાય એવું સેકો.

 

હવે, એક બાઉલમાં ચોખાનો લોટ લો. એમાં, સેકેલો મેંદો અને રવો, પીસીને તૈયાર કરેલો પાઉડર અને તેલ ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

પછી એમાં, જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી, કઠણ લોટ બાંધી લો. લોટને અંદાજે ૧૦ મિનિટ સુધી રેસ્ટ આપો.

 

હવે, બાંધેલા લોટમાંથી એક નાનો લુવો લઈ, બન્ને હથેળી વડે, લાંબી સ્ટીક જેવો આકાર આપો. પછી એને વાળીને, બન્ને છેડા જોડીને, રીંગ જેવો આકાર આપો. એક બાજુ રાખી દો.

 

આ રીતે બધી રીંગ તૈયાર કરી લો.

 

મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલી બધી જ રીંગ, ગરમ તેલમાં જરા આકરી તળી લો, જેથી કરકરી બને. બધી બાજુ બરાબર તળવા માટે જરૂર જણાય ત્યારે બધી રીંગને ગરમ તેલમાં ઉલટાવો.

 

તળાય જાય પછી, તેલમાંથી બહાર કાઢી લઈ, ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો. પછી, એક એરટાઇટ બરણીમાં ભરી ને રાખી દો અને જરૂર હોય ત્યારે પીરસો.

 

પસંદ મુજબ, ગરમા ગરમ ચા કે કોફી સાથે અથવા ઠંડા જ્યુસ કે મોકટેલ સાથે પીરસો.

 

અચાનક આવી ગયેલા મહેમાનને પીરસવા માટે અને કોઈ પણ સમયે જલ્દી જલ્દી કશુંક ખાવા માટે બાળકો માંગે ત્યારે ફટાફટ પીરસી શકાય એ માટે બનાવીને રાખવા જેવી સરસ વસ્તુ છે આ, સ્પાઇસ રીંગ / કોડબળે.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

12 rings approx.

 

Ingredients:

Rice Flour ½ cup

Refined White Wheat Flour  (Maida) ¼ cup

Semolina / Ravo / Suji ¼ cup

Oil 6 tbsp

Fresh Coconut grated ½ cup

Dry Red Chilli 5-6

Carom Seeds 1 tbsp

Asafoetida Powder Pinch

Salt to taste

Oil to deep fry

 

Method:

Take in mixer jar, grated Fresh Coconut, Dry Red Chilli and Carom Seeds. Crush to fine powder. Keep a side.

 

Preheat a non-stick pan.

 

Dry roast Refined White Wheat Flour and Semolina to light brownish in preheated non-stick pan.

 

Now, take Rice Flour in a bowl. Add dry roasted Refined White Wheat Flour and Semolina, crushed stuff and  Oil and mix very well.

 

Then, knead stiff dough adding hot water as needed and leave it to rest for approx. 10 minutes.

 

Now, Take a small lump of prepared dough and using palms, give it a stick shape. Then, fold and join both ends of it giving a Ring shape. Keep it a side.

 

Repeat to prepare all Rings.

 

Heat Oil on medium flame to deep fry.

 

Deep fry all prepared Rings in heated Oil to dark brownish to make it crunchy. To deep fry well all around, flip when needed.

 

Leave for few minutes to cool off. Then, store in an airtight container to use anytime when needed.

 

Serve with tea or coffee or juice or mocktail as you like.

 

It is very useful to serve to abrupt guests or to children when ask for something to eat untimely.

રજવાડી લાપસી / Rajwadi Lapsi

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

ઘી ૧/૪ કપ

તજ ૧ ટુકડો

લવિંગ ૪

ઘઉં ના ફાડા ૧/૪ કપ

ગોળ ૧ ટેબલ સ્પૂન

કાજુ, બદામ, પીસ્તા ના ટુકડા ૨ ટેબલ સ્પૂન

ખસખસ ૧ ટેબલ સ્પૂન

સુકા નારીયળ નું ખમણ ૨ ટેબલ સ્પૂન

કિસમિસ ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

વરીયાળી પાઉડર ૧ ટેબલ સ્પૂન

જાયફળ પાઉડર ચપટી

ખાંડ ૨ ટેબલ સ્પૂન

 

રીત:

એક પૅનમાં ૧ કપ જેટલું પાણી લઈ, ગરમ કરવા મુકો.

 

પાણી ગરમ થાય એટલે એમાં ગોળ ઉમેરી, હલાવીને ઓગાળી નાખો અને પૅન ને તાપ પરથી હટાવી, એક બાજુ રાખી દો.

 

હવે, પ્રેશર કૂકર માં ૧ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરો. એમાં, તજ, લવિંગ અને ઘઉં ના ફાડા ઉમેરી, ધીરે ધીરે હલાવતા રહી, બરાબર શેકી લો.

 

પછી, એમાં ગોળ નું પાણી ઉમેરી, ઘઉં ના ફાડા બરાબર પાકી જાય એટલું પ્રેશર કૂક કરી લો.

 

એ દરમ્યાન બીજી બાજુ, એક પૅનમાં ૧ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરો. એમાં, કાજુ, બદામ, પીસ્તાના ટુકડા, ખસખસ અને સુકા નારીયળનું ખમણ ઉમેરી, બરાબર શેકી લો. પછી એને, ઘઉં ના ફાડા સાથે મીક્ષ કરી દો.

 

હવે, કિસમિસ, એલચી પાઉડર, વરીયાળી પાઉડર, જાયફળ પાઉડર અને ખાંડ ઉમેરી, બરાબર મીક્ષ કરી, થોડી થોડી વારે હલાવતા રહી, મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને વધારાનું પાણી બળી જાય ત્યાં સુધી પકવતા રહો. લાપસી તૈયાર છે.

 

પછી સર્વિંગ બાઉલમાં લઈ, બાકીનું બધુ જ ઘી ઉપર રેડી, તાજી અને ગરમા ગરમ પીરસો.

 

ઘી થી લથબથ, શક્તિ નો ભંડાર,  ગુજરાત ની, કાઠીયાવાડ ની પરંપરાગત લાપસી, જરા રજવાડી સ્વાદ સાથે.

Preparation time 5 minutes

Cooking time 15 minutes

For 2 persons

 

Ingredients:

Ghee ¼ cup

Cinnamon 1 pc

Clove buds 4

Broken Wheat ¼ cup

Jaggery 1 tbsp

Cashew Nuts, Almond, Pistachio pcs 2 tbsp

Poppy Seeds 1 ts

Dry Coconut shredded 2 tbsp

Raisins 1 tbsp

Cardamom Powder 1 ts

Fennel Seeds Powder 1 tbsp

Nutmeg Powder pinch

Sugar 2 tbsp

 

Method:

Take 1 cup of water in a pan and put pan on flame.

 

When water is heated, add Jaggery and stir to melt it. Remove from flame and keep a side.

 

Heat 1 tbsp of Ghee in a Pressure Cooker. Add Cinnamon, Clove buds and Broken Wheat. Roast while stirring to prevent burning.

 

When Broken Wheat is roasted well, add water mixed with Jaggery and pressure cook to cook broken wheat well.

 

Meanwhile on other side, heat 1 tbsp of Ghee in a pan. Add pieces of Cashew Nuts, Almond and Pistachio, Poppy Seeds and shredded Dry Coconut. Roast well. Then, mix with Broken Wheat while it is on flame.

 

Add Raisins, Cardamom Powder, Fennel Seeds Powder, Nutmeg Powder and Sugar. Mix well and continue cooking while stirring occasionally until mixture becomes thick and excess water is burnt.

 

Remove in a serving bowl. Pour remaining Ghee over it and serve fresh and hot.

 

Full of Ghee, Full pf Energy, traditional Gujarati, Kathiyawadi Lapsi, with little Royal Taste.

બુંદી ના લાડુ / Bundi na Laddu

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ લાડુ

 

સામગ્રી:

બેસન ૧ કપ

સોડા બાય કાર્બ ૧/૮ ટી સ્પૂન

કેસર પાઉડર ચપટી

તળવા માટે તેલ

ખાંડ ૧ કપ

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ઘી ૨ ટેબલ સ્પૂન

કાજુ ટુકડા ૨ ટેબલ સ્પૂન

કીસમીસ ૧ ટેબલ સ્પૂન

 

રીત:

એક બાઉલમાં, બેસન, સોડા બાય કાર્બ, કેસર પાઉડર લો. જરૂર મુજબ પાણી ઉમરી, બહુ ઘાટુ પણ નહીં અને બહુ પાતળુ પણ નહીં, એવું ખીરું તૈયાર કરો. હેન્ડ બ્લેંડર વડે બ્લેન્ડ કરી, ખીરું એકરસ બનાવી લો. તૈયાર થયેલું ખીરું ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તાપ ધીમો કરી દો.

 

ગરમ તેલ થી અંદાજે ૪ ઇંચ જેટલો ઊંચે, કાણા વારો જારો પકડી રાખી, એમાં, એક ચમચા વડે ખીરું મુકો. જારો હલાવવો નહી. જારામાંથી ધીરે ધીરે ખીરાના ટીપા, ગરમ તેલમાં પડશે. એને ધીમા તાપે બરાબર તળી લો.

 

બરાબર તળાયેલી બુંદીને એક બાઉલમાં લઈ લો.

 

હવે, એક પૅનમાં ખાંડ લો અને ખાંડ ઢંકાઈ એટલુ પાણી ઉમેરો. કેસર પાઉડર, એલચી પાઉડર ઉમેરો. પૅન ને ધીમા તાપે મુકી, ૧ તાર ની ચાસણી તૈયાર કરી લો.

 

ચાસણી તૈયાર થઈ જાય એટલે એમાં બુંદી ઉમેરી, બુંદી ભાંગી ના જાય એ ખ્યાલ રાખી હલાવતા રહી, બરાબર મીક્ષ કરી દો. બુંદીમાં બધી ચાસણી સોસાય જાય ત્યાં સુધી હલાવતા રહો.

 

હવે એમાં, ઘી, કાજુ ટુકડા અને કીસમીસ ઉમેરી, બરાબર મીક્ષ કરી, થોડું ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, તૈયાર થયેલા બુંદીના મીશ્રણમાંથી નાના નાના લાડુ વાળી લો.

 

લો, આ બુંદી લાડુ તૈયાર.

 

ગણેશચતુર્થી નિમિતે ગણપતીબાપા ને ધરાવો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

Yield 10 Laddu

 

Ingredients:

Gram Flour 1 cup

Soda-bi-Carb 1/8 ts

Saffron Powder pinch

Oil to deep fry

Sugar 1 cup

Cardamom Powder ½ ts

Ghee 2 tbsp

Cashew Nuts pcs 2 tbsp

Raisins 1 tbsp

 

Method:

Take in a bowl, Gram Flour, Soda-bi-Carb, Saffron Powder. Add water as needed to prepare batter. Batter should not be very thin as well not very thick. Blend it with handy blender for consistency. Leave it to rest for 10 minutes.

 

Heat Oil to deep fry. When Oil is heated, reduced flame to low.

 

Hold a slotted spoon approx. 4 inches above heated Oil and pour prepared batter using another spoon on slotted spoon. Please don’t move or shake slotted spoon when batter is on it. Droplets of batter will fall gradually through slots (holes) into heated Oil. Deep fry well on low flame.

 

Then, take deep fried Bundi in a bowl.

 

Now, take Sugar in a pan and add water enough to cover Sugar in a pan. Add Saffron Powder, Cardamom Powder. Put pan on low flame. Prepare 1 string syrup.

 

When syrup is ready, add prepared Bundi in syrup and keep stirring to mix well taking care of not crushing Bundi. Stir until syrup is absorbed. Then, remove pan from flame.

 

Now, add Ghee, Cashew Nuts pieces and Raisins. Mix well. Leave it for a while to cool it of somehow.

 

Then, prepare number of balls of prepared Bundi mixture.

 

Bundi Laddu is ready.

 

Offer this delicious Bundi Laddu to Bappa…Ganpati Bappa on Ganesh Chaturthi.

તલ ની લાડુડી / Tal ni Ladudi / Sesame Seeds Laddu

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૫૦ ગ્રામ લાડુ

 

સામગ્રી:

તલ ૧ કપ

ગોળ ૧/૩ કપ

ઘી ૧ ટી સ્પૂન

 

રીત:

એક પૅનમાં તલને કોરા જ સેકી લો અને સેકાઈ જાય એટલે એક બાજુ રાખી દો.

 

હવે, એક પૅનમાં ગોળ લો અને એમાં ઘી ઉમેરી, પૅનને ધીમા તાપે મુકી, સતત હલાવતા રહી, ગોળ નો પાયો કરવાનો છે. ગોળને સતત હલાવતા રહો. થોડો કલર બદલે એટલે એક ટીપા જેટલો ગોળ, પાણી ભરેલી એક વાટકીમાં નાખો. જો ગોળ કડક થઈ જાય, તો પાયો તૈયાર છે. જો ગોળ હજી નરમ હોય, તો હજી થોડી વાર માટે હલાવતા રહો. પરંતુ, ગોળ બહુ લાલ ના થઈ જાય એ ખાસ ખ્યાલ રાખો.

 

પછી, તરત જ, સેકેલા તલ ઉમેરી, ઝડપથી મીક્ષ કરી, તરત જ પૅનને તાપ પરથી હટાવી લો.

 

તલને ગોળમાં બરાબર મીક્ષ કરી, થોડું ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો. બહુ વધારે વાર ના રાખી મુકવુ.

 

થોડું ઠંડુ થઈ જાય એટલે મીશ્રણમાંથી નાના નાના બોલ તૈયાર કરી લો.

 

તલ ની લાડુડી તૈયાર છે.

 

તાજે તાજી જ આરોગો અથવા સાવ ઠંડી થઈ જાય ત્યા સુધી રાખી મુકી, પછી, એરટાઇટ બરણીમાં ભરી દો.

Preparation time 0 minutes

Cooking time 15 minutes

Yield 250g Ladu

 

Ingredients:

Sesame Seeds 1 cup

Jaggery 1/3 cup

Ghee 1 ts

 

Method:

Dry roast Sesame Seeds in a pan and keep a side when roasted.

 

Now, take Jaggery in a pan and add Ghee. Put pan on low flame and stirring Jaggery continuously, we need to prepare foundation of Jaggery. Stir Jaggery continuously. When colour of Jaggery is changed a little bit, take a drop of Jaggery and put in a bowl filled with water. If Jaggery becomes hard in the water, foundation is ready. If Jaggery is still soft, continue stirring in pan on low flame for a while. Just take care that Jaggery should not become very reddish.

 

When Jaggery foundation is ready, immediately, add roasted Sesame Seeds and mix well quickly and immediately remove pan from flame.

 

Mix Sesame Seeds very well with melted Jaggery. Then, leave for a while to cool off somehow. Please don’t leave for long,

 

When, it’s cooled off somehow, make number of small balls of mixture.

 

Tal ni Ladudi / Sesame Seeds Laddu is ready.

 

Serve fresh or leave them for few minutes to cool off, then, store in an airtight container.

ઝાન / Zan

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

ઘી ૨ ટેબલ સ્પૂન

રાગી નો લોટ ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

અધકચરા બાફેલા શાકભાજી ૧ કપ

(બટેટા, વટાણા, ગાજર, બ્રોકોલી)

સુકી ચોરી બાફેલી ૧/૪ કપ

પાલક ના પાન ૫

ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન

સજાવટ માટે ચીઝ

 

રીત:

એક પૅન માં ઘી ગરમ કરો.

 

એમાં, અધકચરા બાફેલા શાકભાજી ઉમેરી, સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે મીઠું અને મરી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

બીજા એક પૅન માં ઘી ગરમ કરો.

 

એમાં રાગી નો લોટ સેકી લો. થોડો સેકાય એટલે ૧ ૧/૨ કપ જેટલું પાણી, મીઠું અને મરી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી, ઉકાળી લો.

 

ઉકળી જાય એટલે સાંતડેલા શાકભાજી અને બાફેલી સુકી ચોરી ઉમેરી, થોડી વાર ઉકળવા દો.

 

પછી, સમારેલા પાલક ના પાન અને ધાણાભાજી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. હવે વધારે ઉકાળવાની જરૂર નથી. તાપ પરથી પૅન હટાવી લો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ખમણેલું ચીઝ ભભરાવી, સજાવી દો.

 

તાજું ગરમ પીરસો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Ghee 2 tbsp

Ragi Flour ¼ cup

Salt to taste

Black Pepper Powder ½ ts

Parboiled Vegetables 1 cup

(Potato, Green Peas, Carrot, Broccoli)

Black Eyed Beans boiled ¼ cup

Spinach Leaves 5

Fresh Coriander Leaves chopped 1 tbsp

Cheese for garnishing

 

Method:

Heat Ghee in a pan.

 

Add parboiled Vegetables and sauté.

 

When sautéed, add Salt and Black Papper Powder. Mix well.

 

Remove pan from flame.

 

In another pan, heat Ghee.

 

Add Ragi Flour and roast. When roasted somehow, add 1 ½ cup of water, Salt and Black Pepper Powder. Mix well and boil it.

 

When boiled, add sautéed vegetables, boiled Black Eyed Beans and continue boiling for a while.

 

Then, add chopped Spinach Leaves and Fresh Coriander Leaves. Mix well. No need to boil more now. Remove pan from flame.

 

Take it in a serving bowl.

 

Sprinkle grated Cheese to garnish.

 

Serve fresh and hot.

ઘઉ અને મગ ની ખીચડી / Ghav ane Mag ni Khichdi / Wheat and Green Gram Khichdi

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

આખા ઘઉ ૧/૨ કપ

મગ ની દાળ ફોતરાવાળી ૧/૪ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે:

ઘી ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

તજ નાનો ટુકડો ૧

લવીંગ ૪

આદું-લસણ-લીલા મરચાં સમારેલા ૧ ટેબલ સ્પૂન

પાલક પ્યૂરી ૧/૪ કપ

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

 

સાથે પીરસવા માટે દહી અને સલાડ

 

રીત:

ઘઉ ને ૭ થી ૮ કલાક માટે પલાળી દો.

 

મગ ની દાળ ને ૧ કલાક માટે પલાળી દો.

 

હવે, મીક્ષરની એક જારમાં પલાળેલા ઘઉ લઈ, અધકચરા પીસી લો. પીસેલ ઘઉ એક પૅનમાં લઈ લો.

 

એમાં ૧ કપ જેટલું પાણી ઉમેરી, ઊંચા તાપે પકાવો.

 

ઘઉ નરમ થઈ જાય એટલે એમાં પલાળેલી મગ ની દાળ, હળદર અને મીઠું ઉમેરી, ઊંચા તાપે પકાવવાનુ ચાલુ રાખો.

 

એ દરમ્યાન, બીજા તાપ પર વઘાર તૈયાર કરો.

 

એક પૅનમાં ઘી ગરમ કરો. એમાં, જીરું, તજ, લવીંગ અને સમારેલા આદું-લસણ-મરચાં ઉમેરો. તતડે એટલે આ વઘાર ખીચડી માં ઉમેરી દો.

 

પછી તરત જ, ખીચડી માં પાલક પ્યૂરી ઉમેરી, પકાવવાનું ચાલુ રાખો.

 

બરાબર પાકી જાય અને વધારાનું પાણી બળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

ખીચડી તૈયાર છે.

 

દહી અને સલાડ સાથે ગરમા ગરમ પીરસો.

 

ખુબ પૌષ્ટીક, પરંપરાગત કાઠીયાવાડી ખીચડી માં ચોખા ને બદલે ઘઉ નો ઉપયોગ કરીને વધારે પૌષ્ટીક બનાવેલી.. ઘઉ અને મગ ની ખીચડી..

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Whole Wheat ½ cup

Split Green Gram ¼ cup

Turmeric Powder ½ ts

Salt to taste

 

For Tempering:

Ghee 1 tbsp

Cumin Seeds ½ ts

Cinnamon 1 small piece

Clove buds 4

Ginger-Garlic-Green Chilli chopped 1 tbsp

Spinach Puree ¼ cup

Lemon Juice 1 ts

 

Curd and Salad for serving

 

Method:

Soak Whole Wheat for 7 to 8 hours.

 

Soak Split Green Gram for 1 hour.

 

Now, take soaked Whole Wheat in a jar of mixer and crush thick. Take crushed Wheat in a pan.

 

Add 1 cup of water and cook on high flame.

 

When it is almost cooked, add soaked Split Green Gram, Turmeric Powder and Salt and continue cooking.

 

Meanwhile, prepare tempering on another flame.

 

Heat Ghee in a pan. Add Cumin Seeds, Cinnamon, Clove and chopped Ginger-Garlic-Green Chilli. When spluttered, add this tempering in Khichdi.

 

Add Spinach Puree in Khichdi and continue cooking.

 

When it is cooked well and excess water is burnt, remove pan from flame.

 

Khichdi is ready.

 

Serve Hot with Curd and Salad.

 

What a Twist in very nutritious, Traditional Kathiyawadi Khichdi to make it more nutritious replacing Rice with Wheat.

પાનોરી / Panori

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મગ ની છડી દાળ પલાળેલી ૧ કપ

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

હીંગ ચપટી

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે તેલ અને મેથીયો મસાલો

 

રીત :

પલાળેલી મગ ની છડી દાળ, મીક્ષરની જારમાં લો અને એકદમ જીણી પીસી લો. પછી, એક બાઉલમાં લઈ લો.

 

એમા આદુ-મરચા ની પેસ્ટ, મીઠુ, હીંગ, ધાણાભાજી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

એક કડાઈમાં પાણી લો અને ઊંચા તાપે ઉકાળવા મુકો.

 

એ દરમ્યાન, મગ ની છડી દાળના મીશ્રણનું પાતળું થર, એક સમથળ પ્લેટ ઉપર પાથરી દો.

 

કડાઈમાં પાણી ઉકળવા લાગે એટલે કડાઈમાં, એ પ્લેટ ઉંધી મુકી દો અને વરાળથી પાકવા દો. અંદાજે ૫ ૫ થી ૭ મિનિટ લાગશે.

 

સ્ટીમ થઈ જાય પછી, પ્લેટમાંથી તવીથા વડે, સ્ટીમ થયેલું થર કાઢી લો અને સીધું જ સર્વિંગ પ્લેટ પર મુકી દો.

 

એની બાજુમાં, સર્વિંગ પ્લેટ પર થોડુ તેલ અને મેથીયો મસાલો મુકો.

 

અસલ સ્વાદ ની મજા માટે તરત જ પીરસો.

 

ગુજરાતી વાનગીઓને અનહેલ્થી તરીકે બદનામ ના કરો.

 

આ રહી એકદમ હેલ્થી, સંતોષકારક અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી, પાનોરી.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 4 Persons

 

Ingredients:

Skinned and Split Green Gram soaked 1 cup

Ginger-Chilli Paste 1 ts

Salt to taste

Asafoetida Pinch

Fresh Coriander Leaves 1 tbsp

 

Oil and Methiyo Masala for serving

 

Method:

Take soaked Skinned and Split Green Gram in a wet grinding jar of mixer. Crush it fine.

 

Remove it in a bowl.

 

Add Ginger-Chilli Paste, Salt, Asafoetida and Fresh Coriander Leaves. Mix well.

 

Take water in a Kadai and put it on high flame to boil.

 

Meanwhile, spread prepared mixture in a flat plate making a very thin layer.

 

Put the plate facing down above boiling water to cook it with steam. It may take 5 to 7 minutes.

 

Use flat spoon to remove steamed layer from the plate.

 

Put it direct on a serving plate.

 

Serve along with Oil and Methiyo Masala a side on the plate.

 

Serve immediately for its best taste.

 

Not to Blame Gujarati Food as Unhealthy Always…

 

Here is a Very Healthy and Still Satisfying and Delicious Gujarati Food…Panori…

કાશ્મીરી ચમન / Kashmiri Chaman

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

આ વાનગી, પૃથ્વી પરના સ્વર્ગ, કાશ્મીર ની છે. દેખાવમાં એકદમ નરમ, સ્વાદમાં એકદમ હળવી, અસલ કાશ્મીરી, દિલખુશ વાનગી.

 

સામગ્રી :

પનીર ટુકડા ૫૦૦ ગ્રામ

હિંગ ૧ ટી સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

એલચી આખી

લસણ સમારેલું ૧ ટી સ્પૂન

આદુ જીણો સમારેલો ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

મેંદો ૧ ટેબલ સ્પૂન

ગરમ દુધ ૧ કપ

મીઠુ સ્વાદ મુજબ

મરચા જીણા સમારેલા ૨

જાયફળ પાઉડર ચપટી

પનીર ખમણેલું ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

કેસર પલાળેલું ૮-૧૦ તાર

દુધ ની મલાઈ ૧ ટેબલ સ્પૂન

સજાવટ માટે કેસર ૨-૩ તાર

સાથે પીરસવા માટે ભાત અથવા રોટલી

 

રીત :

એક પૅન માં ૧ કપ જેટલુ પાણી લો અને ઊંચા તાપે મુકો.

 

પાણી ગરમ થાય એટલે એમા હિંગ ઉમેરી દો.

 

પાણી ઉકળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

બીજા એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ ધીમા તાપે ગરમ કરો.

 

એમા પનીર ના ટુકડા ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે હિંગ સાથે ઉકાળેલા પાણીમાં ઉમેરી લો.

 

બીજા એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ધીમા તાપે ગરમ કરો.

 

એમા જીરું, આખી એલચી, સમારેલું લસણ, જીણો સમારેલો આદુ, ડુંગળી ઉમેરો અને બરાબર સાંતડી લો.

 

પછી એમા મેંદો ઉમેરો અને આછો ગુલાબી થઈ જાય ત્યા સુધી સાંતડો.

 

એમા ગરમ દુધ ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી, ૪ થી ૫ મિનિટ માટે પકાવો.

 

મીઠુ, જીણા સમારેલા મરચા, જાયફળ પાઉડર, ખમણેલું ચીઝ અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હિંગ વાળા પાણીમાં પલાળેલા પનીર ના ટુકડા, પાણીમાંથી કાઢી લઈ, ઉમેરો. બરાબર મિક્સ કરી દો.

 

પલાળેલું કેસર અને દુધની મલાઈ ઉમેરો. હજી ૪ થી ૫ મિનિટ માટે ધીમા તાપે પકાવતા, બધુ બરાબર મિક્સ કરી દો.

 

પછી, આ તૈયાર થયેલું મિશ્રણ, એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

એની ઉપર કેસર છાંટી સુશોભીત કરો.

 

રોટલી અથવા ભાત સાથે તાજુ અને ગરમ પીરસો.

 

કોઈ પણ તેજ મસાલા વગરનો, માનવામાં ના આવે એવો, પનીર નો મંદ મંદ સ્વાદ માણો, આ કાશ્મીરી વાનગી, કાશ્મીરી ચમન માં.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

This is the recipe from the Heaven on The Earth…Kashmir…The Soft in Texture and Mild in Taste…Typically Kashmiri…The Delighful Delicacy…

 

Ingredients:

Cottage Cheese (Paneer) pcs 500 g

Asafoetida Powder 1 ts

Oil 2 tbsp

Cumin Seeds 1 ts

Cardamom whole 4

Garlic chopped 1 ts

Ginger finely chopped 1 ts

Onion finely chopped 1

Refined White Wheat Flour (Maida) 1 tbsp

Milk hot 1 cup

Salt to taste

Green Chilli finely chopped 2

Nutmeg Powder Pinch

Cottage Cheese (Paneer) shredded 1 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

Saffron soaked Pinch

Milk Cream 1 tbsp

 

Saffron threads 2-3 for garnishing

 

Steamed or Boiled Rice or Roti for serving

 

 

Method:

Take 1 cup of water in a pan and put on flame to boil. Add Asafoetida Powder when water becomes hot. When it is boiled, switch off the flame.

 

Heat 1 tbsp of Oil in another pan on low flame. Add pieces of Cottage Cheese and sauté. When sautéed, add them to boiled water with Asafoetida Powder.

 

Heat 1 tbsp of Oil in another pan on low flame. Add Cumin Seeds, whole Cardamom, chopped Garlic, finely chopped Ginger and Onion. Sauté it well.

 

Add Refined White Wheat Flour and continue sautéing till it becomes light brownish.

 

Add hot Milk and cook for 4-5 minutes while stirring occasionally.

 

Add Salt, finely chopped Green Chilli, Nutmeg Powder, shredded Cottage Cheese and Fresh Coriander Leaves. Mix well.

 

Add Cottage Cheese after draining water with Asafoetida. Mix well.

 

Add soaked Saffron and Milk Cream. Mix well while continue cooking on low flame for 4-5 minutes.

 

Set prepared stuff on a serving plate.

 

Garnish with Saffron threads.

 

Serve Fresh and Hot with Steamed or Boiled Rice or Roti.

 

Enjoy Unbelievable Taste of Cottage Cheese without strong spices in this Kashmiri Delicacy…KASHMIRI CHAMAN…

ભીંડા ના ભજીયા / Bhinda na Bhajiya / Okra Dumplings

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ભીંડા જીણા સમારેલા ૧ કપ

ધાણાભાજી સમારેલી ૨ ટેબલ સ્પૂન

મરચા જીણા સમારેલા ૨

આદુ જીણો સમારેલો ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાજીરું ૨ ટી સ્પૂન

બેસન ૧/૨ કપ

ચોખા નો લોટ ૨ ટેબલ સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

ચાટ મસાલો ચપટી

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે ઘરે બનાવેલી લીલી ચટણી અને લાલ ચટણી

અથવા

ટોમેટો કેચપ અને ચીલી સૉસ

 

રીત :

એક બાઉલમાં જીણા સમારેલા ભીંડા, ધાણાભાજી, મરચા અને આદુ લો. બરાબર મિક્સ કરો.

 

એમાં, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું અને ધાણાજીરું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

લીંબુ નો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે એમા, બેસન, ચોખા નો લોટ અને સોડા-બાય-કાર્બ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ઘાટુ મિશ્રણ તૈયાર કરો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના લુવા લઈને ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી થોડી વારે બધા ભજીયા ગરમ તેલમાં ફેરવો.

 

ગુલાબી થઈ જાય એવા તળી લો.

 

પછી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એની ઉપર ચાટ મસાલો છાંટો.

 

એ જ પ્લેટ પર એક બાજુ, ઘરે બનાવેલી થોડી લીલી ચટણી અને થોડી લાલ ચટણી મુકો.

 

અથવા થોડો ટોમેટો કેચપ અને થોડો ચીલી સૉસ મુકો.

 

તાજે તાજા, ગરમા ગરમ પીરસો.

 

સીઝનના પહેલા વરસાદ ની વધામણી કરો, અનોખા ભજીયા, ભીંડા ના ભજીયા માણો.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Okra fine chopped 1 cup

Fresh Coriander Leaves chopped 2 tbsp

Green Chilli fine chopped 2

Ginger fine chopped 1 ts

Lemon Juice 1 tbsp

Turmeric Powder 1 ts

Red Chilli Powder 2 ts

Salt to taste

Coriander-Cumin Powder 2 ts

Gram Flour ½ cup

Rice Flour 2 tbsp

Soda-bi-Carb pinch

Chat Masala pinch

Oil to deep fry

 

For Serving:

Homemade Green Chutney and Red Chutney

 

OR

 

Tomato Ketchup and Chilli Sauce

 

Method:

Take in a mixing bowl, fine chopped Okra, Fresh Coriander Leaves, Green Chilli and Ginger. Mix well.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Salt and Coriander-Cumin Powder. Mix well.

 

Add Lemon Juice and mix well.

 

Add Gram Flour, Rice Flour and Soda-bi-Carb. Mix well.

 

Add little water as needed to prepare thick batter.

 

Heat Oil to deep fry on medium flame.

 

Put number of small dumplings of prepared batter in heated Oil.

 

Flip all dumplings occasionally in Oil to fry them well all around.

 

Fry them to brownish.

 

Take them on a serving plate.

 

Sprinkle Chat Masala all over them.

 

Serve Fresh and Hot with homemade Green Chutney, Red Chutney or Tomato Ketchup and Chilli Sauce.

 

Welcome the First Rain of the Season with a variety of Bhajiya…Okra Bhajiya…Okra Dumplings…

ભેળ ના ભજીયા / મમરા ના ભજીયા / Bhel na Bhajiya / Mamra na Bhajiya / Murmura Bhajiya / Puffed Rice Fritter

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦-૧૨ ભજીયા

 

સામગ્રી :

મમરા ૧ કપ

બટેટા બાફેલા છુંદેલા ૧

ડુંગળી જીણી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

લીલી ચટણી ૧ ટેબલ સ્પૂન

ખજુર આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન

લસણ ની ચટણી ૧ ટી સ્પૂન

કૉર્ન ફ્લૉર ૧/૨ કપ

બેસન ૧/૪ કપ

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે ડુંગળી ની સ્લાઇસ અને તળેલા મરચા

 

રીત :

એક બાઉલમાં મમરા લો.

 

એમાં બાફેલા છુંદેલા બટેટા, જીણી સમારેલી ડુંગળી, ધાણાભાજી, સીંગદાણા, ચાટ મસાલો, લીલી ચટણી, ખજુર આમલી ની ચટણી, લસણ ની ચટણી, કૉર્ન ફ્લૉર અને બેસન ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર જણાય તો થોડુ પાણી ઉમેરી મિક્સચર તૈયાર કરી લો.

 

તૈયાર કરેલા મિક્સચરમાંથી નાના નાના બોલ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા થોડા બોલ ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

તાપ ધીમો કરી નાખો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા બોલને તેલમાં ફેરવો.

 

આછા ગુલાબી થઈ જાય એવા તળી લો.

 

આ રીતે બધા બોલ તળી લો.

 

એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો. એ જ પ્લેટ પર એક બાજુ ડુંગળીની સ્લાઇસ અને તળેલા મરચા મુકો.

 

ભેળના ભજીયા / મમરાના ભજીયા મમળાવતા મમળાવતા, વરસાદને વધાવો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Yield 10-12 Bhajiya

 

Ingredients:

Murmura (Puffed Rice) 1 cup

Potato boiled mashed 1

Onion chopped 1

Fresh Coriander Leaves 1 tbsp

Peanuts 2 tbsp

Chat Masala 1 ts

Green Chutney 1 tbsp

Dates-Tamarind Chutney 2 tbsp

Garlic Chutney 1 ts

Corn Flour ½ cup

Gram Flour ¼ cup

Oil to deep fry

 

Sliced Onion and Fried Fresh Green Chilli for serving.

 

Method:

Take Puffed Rice in a bowl.

 

Add mashed boiled Potato, chopped Onion, Fresh Coriander Leaves, Peanuts, Chat Masala, Green Chutney, Dates-Tamarind Chutney, Garlic Chutney, Corn Flour and Gram Flour. Mix very well. Add little water if needed and mix well to prepare mixture.

 

Prepare number of small balls of prepared mixture.

 

Heat Oil in a deep frying pan on medium flame.

 

Put few of prepared small balls in heating Oil.

 

Reduce flame to slow.

 

Flip occasionally to fry balls all around.

 

Fry to light brownish.

 

Serve Hot with Sliced Onion and Fried Fresh Green Chilli a side on a plate.

 

Cheer Up Raining while Biting Puffed Rice Fritters…

error: Content is protected !!