તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૧ બાઉલ
સામગ્રી :
તેલ ૧ ટી સ્પૂન
મરી આખા ૫-૭
ધાણા આખા ૧ ટેબલ સ્પૂન
જીરું ૧ ટેબલ સ્પૂન
તજ નાના ટુકડા ૨
એલચો / મોટી એલચી ૧
લવિંગ ૫
ડુંગળી સમારેલી ૧
લસણ સમારેલું ૫ કળી
ગાજર જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન
ટમેટાં સમારેલા ૫-૬
આદું ની પેસ્ટ ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
ધાણાભાજી ની ડાળખી સમારેલી ૧/૨ કપ
કાશ્મીરી લાલ મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન
માખણ ૧ ટી સ્પૂન
તજ-લવિંગ પાઉડર ચપટી
સાથે પીરસવા માટે ગાર્લિક બ્રેડ
રીત :
એક પૅન માં તેલ ગરમ કરો.
એમાં, આખા મરી, આખા ધાણા, જીરું, તજ નો ૧ ટુકડો, મોટી એલચી અને લવિંગ ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે સમારેલી ડુંગળી, લસણ, ગાજર, ટમેટાં અને આદું ની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો.
થોડું પાણી અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.
પૅન ઢાંકી દો અને ટમેટાં બરાબર પાકી જાય ત્યા સુધી મધ્યમ તાપે પકાવો.
પછી, ધાણાભાજી ની સમારેલી ડાળખી અને કાશ્મીરી લાલ મરચાં ની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો.
એક ગ્લાસ પાણી ઉમેરો અને થોડી વાર માટે મધ્યમ તાપે ઉકાળો.
પછી, તાપ પરથી પૅન હટાવી લો અને ગરણીથી ગાળીને આ મસાલાવાળું પાણી એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.
એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.
એમાં તજ નો ૧ ટુકડો ઉમેરો.
તતડે એટલે મસાલાવાળું પાણી અને તજ-લવિંગ નો પાઉડર ઉમેરો.
હવે, તાપ વધારી, મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે ઉકાળો.
તાજે તાજું અને ગરમા ગરમ પીરસો. સાથે ગાર્લિક બ્રેડ પણ.
તાજગી અને સ્ફૂર્તિ અનુભવો, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટોમેટો ધનીયા શોરબા પીઓ.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
Yield 1 bowl
Ingredients:
Oil 1 ts
Black Pepper 5-7
Whole Coriander 1 tbsp
Cumin Seeds 1 tbsp
Cinnamon 2 pcs
Big Cardamom 1
Clove buds 5
Onion chopped 1
Garlic chopped 5 buds
Carrots chopped 2 tbsp
Tomato chopped 5-6
Ginger Paste 1 ts
Salt to taste
Fresh Coriander Stalks chopped ½ cup
Kashmiri Red Chilli Paste 1 ts
Butter 1 ts
Clove-Cinnamon Powder Pinch
Garlic Breads for serving
Method:
Heat Oil in a pan.
Add Black Pepper, Whole Coriander, Cumin Seeds, Cinnamon 1 pc, Big Cardamom and Clove Buds and sauté well.
Add chopped Onion, Garlic, Carrots, Tomato and Ginger Paste. Mix well.
Add littler water and Salt. Mix well.
Cover the pan with a lid and cook on medium flame until Tomatoes are cooked well.
Add chopped Fresh Coriander Stalks and Kashmiri Red Chilli Paste. Mix well.
Add 1 glass of Water and let it boil on medium flame for a while.
Strain the mixture and collect Spiced Water in a bowl. Keep it a side.
Heat Butter in a pan on low flame.
Add 1 pc of Cinnamon.
When spluttered, add Spiced Water and Clove-Cinnamon Powder. Let it boil for 3-4 minutes on medium flame.
Serve Hot and Fresh with Garlic Breads.
Spice Up with Spicy and Healthy Tomato-Coriander Shorba.