તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
બટેટા ૧
શક્કરીયા ૧
રતાળુ ૧
ઘી ૨ ટેબલ સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
હિંગ ચપટી
લીલું લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન
મરચા સમારેલા ૨
મેથી ની ભાજી સમારેલી ૧ કપ
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન
ધાણાજીરું ૧ ટી સ્પૂન
મરી પાઉડર ચપટી
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
આમચુર ૧/૨ ટી સ્પૂન
ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
સાથે પીરસવા માટે રોટલી
રીત :
બટેટા, શક્કરીયા અને રતાળુ, થોડું મીઠુ ઉમેરી, એકીસાથે બાફી લો અથવા પ્રેશર કૂક કરી લો.
પછી, એ બધાને ક્યુબ આકારમાં કાપી લો.
એક પણ માં ધીમા તાપે ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી ગરમ કરો.
એમા જીરું, બાફેલા કંદ (બટેટા, શક્કરીયા અને રતાળુ) ઉમેરો, સાંતડો અને એક બાજુ રાખી દો.
બીજા એક પૅન માં ધીમા તાપે ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી ગરમ કરો.
એમા જીરું, હિંગ, સમારેલું લીલું લસણ, મરચા, મેથી ની ભાજી, મીઠુ ઉમેરો અને બરાબર સાંતડી લો.
પછી, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મરી પાઉડર, ગરમ મસાલો, આમચુર ઉમેરો અને બરાબર મિક્સ કરો.
પછી, સાંતડેલા મિક્સ કંદ ઉમેરો. બરાબર મિક્સ કરો. છુંદાય ના જાય એ કાળજી રાખો.
ચાટ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો.
રોટલી સાથે તાજુ અને ગરમ પીરસો.
ઠંડા શિયાળામાં તબિયત જાળવો, આયર્ન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ થી ભરપુર, મિક્સ કંદ અને મેથી નું શાક ખાઓ.
Preparation time 15 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Potato 1
Sweet Potato (sakkariya) 1
Purple Sweet Potato (ratalu) 1
Ghee 2 tbsp
Cumin Seeds ½ ts
Asafoetida Powder Pinch
Spring Garlic chopped 2 tbsp
Green Chilli chopped 2
Fresh Fenugreek Leaves chopped 1 cup
Turmeric Powder ½ ts
Red Chilli Powder ½ ts
Coriander-Cumin Poweder 1 ts
Black Pepper Powder Pinch
Garam Masala ½ ts
Mango Powder ½ ts
Chat Masala ½ ts
Salt to taste
Roti for serving.
Method:
Boil or pressure cook, Potato, Sweet Potato and Purple Sweet Potato adding little salt.
Chop them in cube shape.
Heat 1 tbsp of Ghee in a pan on low flame. Add Cumin Seeds. Add boiled Root Vegetables (kand). Sauté well and keep a side.
In another pan, heat 1 tbsp of Ghee. Add Cumin Seeds, Asafoetida Powder, chopped Spring Garlic, chopped Green Chilli, chopped Fresh Fenugreek Leaves and Salt. Sauté very well.
Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Black Pepper Powder, Garam Masala, Mango Powder. Mix well.
Add sautéed root vegetables (Potato, Sweet Potato and Purple Sweet Potato). Mix well.
Add Chat Masala. Mix well and cool for a while.
Serve Fresh and Hot with Roti.
Make and Maintain Your Wealthy Health in Cold Winter with this Iron, Fiber and Carbohydrate rich sabji.