શક્કરીયાં ના ગુલાબજાંબુ / મિષ્ટી આલુ પુળી / Shakkariya na Gulab Jambu / Sweet Potato Gulab Jamun / Mishti Alu Puli

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

ગુલાબજાંબુ માટે :

શક્કરીયાં બાફેલા છુંદેલા ૧

રાજગરા નો લોટ ૨ ટેબલ સ્પૂન

મિલ્ક પાઉડર ૨ ટેબલ સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું ચપટી

તળવા માટે ઘી અથવા તેલ

 

ચાસણી માટે :

ખાંડ ૧/૨ કપ

એલચી પાઉડર ચપટી

કેસર ૫-૬ તાર

ગુલાબજળ ૨ ટેબલ સ્પૂન

ગુલાબ ની પાંદડી

 

રીત :

ચાસણી માટે :

એક પૅન માં ખાંડ લો અને ખાંડ ઢંકાઈ એટલુ પાણી ઉમેરી, ધીમા તાપે મુકો.

 

ખાંડ એકદમ ઓગળી જાય એટલે તરત જ એમાં એલચી પાઉડર, કેસર અને ગુલાબજળ ઉમેરો. ધીમા તાપે જ ૧ થી ૨ મિનિટ હલાવી, બરાબર મિક્સ કરો.

 

એમાં ગુલાબ ની પાંદડી ઉમેરો, મિક્સ કરો અને એક બાઉલમાં લઈ લો.

 

ચાસણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં બાફેલા છુંદેલા શક્કરીયાં, રાજગરા નો લોટ, મિલ્ક પાઉડર, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરી ઢીલા લોટ જેવુ મિશ્રણ તૈયાર કરી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.

 

આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે ઘી અથવા તેલ મુકો.

 

એમાં તૈયાર કરેલા બધા બોલ આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બધી બાજુ બરાબર તળાય એ માટે થોડી વારે બધા બોલ તેલમાં ફેરવો.

 

તળાય જાય એટલે તરત જ બધા બોલને તૈયાર કરેલી ચાસણીમાં નાખી દો.

 

એકદમ તાજગીસભર સ્વાદ માટે ગરમા ગરમ પીરસો.

 

સામાન્ય તાપમાન થવા માટે થોડી વાર રાખી મુકો. પછી, ફ્રીજમાં રાખી દો.

 

જ્યારે ઈચ્છા થાય ત્યારે ઠંડા ઠંડા આરોગો.

 

કોઈ પણ પવિત્ર કે સારા પ્રસંગની ઉજવણી કરો, આ નરમ નરમ અને પૌષ્ટિક ગુલાબજાંબુ ની મિજબાની કરો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 10 pcs.

Ingredients:

For Gulab Jamun Balls:

Sweet Potato boiled and mashed 1

Amaranth (Rajagara) Flour 2 tbsp

Continue Reading

સાબુદાણા થાલીપીઠ / Sabudana Thalipeeth / Sago Pancake

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

સાબુદાણા ૧ કપ

બટેટા બાફેલા ૧

સીંગદાણા પીસેલા ૨ ટેબલ સ્પૂન

મરચાં સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીંબુ ૧

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

સેકવા માટે તેલ

ચટણી અથવા સૉસ અથવા કેચપ

 

રીત :

આશરે ૩૦ મિનિટ માટે સાબુદાણા પલાળી દો. પછી વધારાનું પાણી કાઢી નાખો.

 

હવે, પલાળેલા સાબુદાણામાં, બાફેલા બટેટા, પીસેલા સીંગદાણા, સમારેલા મરચાં, ધાણાભાજી, જીરું, લીંબુ નો રસ, ખાંડ અને મીઠું ઉમેરો, બરાબર મિક્સ કરો અને કઠણ લોટ બાંધી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

બાંધેલા લોટમાંથી થોડો લઈ, જાડી રોટલી જેવુ વણી લો અને વચ્ચે એક કાણું પાડી દો, જેથી સેકવા વખતે પરપોટા ના થાય. થાલીપીઠ વણાઈ ગઈ.

 

આ રીતે બધા લોટમાંથી થાલીપીઠ વણી લો. એક બાજુ રાખી દો.

 

મધ્યમ તાપે એક તવો ગરમ કરો. સરળતા માટે નોન-સ્ટિક તવો ઉપયોગ કરવો.

 

ગરમ થયેલા તવા પર થોડું તેલ લગાવો.

 

પછી, એની ઉપર એક થાલીપીઠ મુકો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે એને તવા પર ઉલટાવો.

 

હવે, થાલીપીઠની ઉપરની બાજુ થોડું તેલ લગાવી દો.

 

ફરી, થાલીપીઠ ને તવા પર ઉલટાવો.

 

ફરી, થાલીપીઠની ઉપરની બાજુ થોડું તેલ લગાવી દો.

 

ફરી એક વાર, થાલીપીઠ ને તવા પર ઉલટાવો.

 

આ રીતે બન્ને બાજુ બરાબર સેકાય જાય એટલે થાલીપીઠ ને તવા પરથી લઈ લો અને સર્વિંગ પ્લેટ પર મુકો.

 

પસંદ પ્રમાણે, ચટણી, સૉસ કે કેચપ સાથે ગરમા ગરમ પીરસો.

 

ભારતના એક રંગીન રાજ્ય, મહારાષ્ટ્રની એક અનોખી વાનગી, સાબુદાણા થાલીપીઠ.

 

Prep.5 min.

Cooking time 10 min.

Servings 4

Ingredients:

Sabudana (Tapioca / Sago) 1 cup

Potato boiled 1

Ground Nuts ground 2 tbspContinue Reading

રોઝ લાડુ / Rose Laddu

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ લાડુ

 

સામગ્રી:

બદામ ૨૫૦ ગ્રામ

દળેલી ખાંડ ૧/૪ કપ

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

રોઝ સીરપ ૧/૨ ટેબલ સ્પૂન

તાજા ગુલાબની પાંદડી ૧ ગુલાબની 

 

રીત :

તાજા ગુલાબની પાંદડી સુકવવા માટે, એક મુસલીન ના કપડામાં વીંટાળી, ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.  એક બાજુ રાખી દો.

 

કમ સે કમ ૧ કલાક માટે બદામ પલાળી દો.

 

પછી, બદામની છાલ કાઢી નાખો.

 

એમાંથી આશરે ૧૦૦ ગ્રામ જેટલી બદામની કતરણ કરી લો. એક બાજુ રાખી દો.

 

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો.

 

એમાં, ધીરે ધીરે હલાવતા રહી, બદામની કતરણ કોરી જ સેકી લો. આછા ગુલાબી જેવી થાય ત્યા સુધી સેકો. બળી ના જાય એ ખ્યાલ રાખવો. સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

બાકી રહેલી બધી બદામ મીક્ષર ની જારમાં લો. એમાં થોડી પાણી ઉમેરો. એકદમ પીસી લો અને પેસ્ટ બનાવી લો.

 

બદામની પેસ્ટ એક બાઉલમાં લઈ લો. એમાં બદામની સેકેલી કતરણ, દળેલી ખાંડ, ગુલકંદ, એલચી પાઉડર અને રોઝ સીરપ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આ તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના લાડુ બનાવી લો.

 

સુકાવેલી ગુલાબની પાંદડીઓથી બધા બોલ કોટ કરી લો.

 

તાજે તાજા કે ફ્રીજમાં ઠંડા કરીને પીરસો.

 

સૌના પ્રિય ફૂલ, ગુલાબની પ્રાકૃત્તિક સુગંધ અને સાથોસાથ સ્વાદ પણ માણો.

Prep.15 min.

Cooking time 5 min.

Yield 6 Laddu

Ingredients:

Almond 250 gm

Sugar Powder ¼ cup

Rose Petal Jam (Gulkand) 1 tbspContinue Reading

મેંગો ટાર્ટ / Mango Tart

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૪ ટાર્ટ

 

સામગ્રી :

ટાર્ટ બેઝ માટે :

મેંગો ફ્લેવર બિસ્કીટ ૨૦

માખણ ૨૫ ગ્રામ

 

પુરણ માટે :

દહી નો મસકો ૧/૨ કપ

કન્ડેન્સ મિલ્ક ૧/૨ કપ

મલાઈ ૨ ટેબલ સ્પૂન

પનીર ૨ ટેબલ સ્પૂન

મેંગો પ્યુરી ૧/૨ કપ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે પાકી કેરી ની સ્લાઇસ

 

રીત :

ટાર્ટ બેઝ માટે :

બધા બિસ્કીટ નો ભુકો કરી લો. એમાં માખણ ઉમેરો. જરૂર લાગે તો ૧ ટી સ્પૂન જેટલી મેંગો પ્યુરી ઉમેરો.

 

આ બધુ બરાબર મીક્ષ કરી, કઠણ મિશ્રણ તૈયાર કરો.

 

ટાર્ટ મોલ્ડમાં તૈયાર કરેલું મિશ્રણ સેટ કરી દો.

 

પુરણ માટેની બધી જ સામગ્રી મિક્ષર ની એક જારમાં લઈ બરાબર પીસી લો અને સેટ કરેલા બધા ટાર્ટ મોલ્ડમાં ભરી દો.

 

બધા ટાર્ટ મોલ્ડ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં મુકી રાખો.

 

પાકી કેરી ની સ્લાઇસ વડે દરેક ટાર્ટ સજાવો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

તીખા તમતમતા ભોજન પછી પેટમાં ઠંડક મહેસુસ કરો..

 

Prep.10 min.

Yield 4 Tarts

Ingredient:

For Tart Base:

Mango Flavour Biscuits 20

Butter 25 gmContinue Reading

જીરા આલુ / Jira Alu / Potato with Cumin Seeds

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

બટેટા ૪

તેલ તળવા માટે

માખણ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટેબલ સ્પૂન

લીલા મરચાં સમારેલા ૨

જીરું પાઉડર ૧ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

હળદર ચપટી

લીંબુ ૧

ધાણાભાજી

 

રીત :

બટેટા ની છાલ કાઢી સ્લાઇસ કાપી લો અને તળી લો.

 

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

તળેલી બટેટની સ્લાઇસ ઉમેરો.

 

જીરું અને સમારેલા લીલા મરચાં ઉમેરો અને ધીમા તાપે મીક્ષ કરો.

 

જીરું પાઉડર, મરી પાઉડર, મીઠું અને હળદર ઉમેરો અને ધીમા તાપે મીક્ષ કરો.

 

લીંબુ નો રસ છાંટો. ધાણાભાજી ભભરાવો.

 

તાજા જ પીરસો.

 

સાદા જીરા આલુ ના શાહી સ્વાદ નો આનંદ લો..

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Potato 4

Oil to fry As per the size of the pan to deep fry

Butter 1 tbsp

Cumin Seeds 1 tbspContinue Reading

ફરાળી મુઠીયા / Farali Muthiya / Fasting Day Fist

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રાજગરા નો લોટ ૧ કપ

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

દૂધી ખમણેલી ૧/૨ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

મોરૈયો / સામો ૧ બાફેલો ૧ કપ

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીમડો ૩-૪

તલ ૧ ટી સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી

 

રીત :

એક બાઉલમાં રાજગરા નો લોટ લો. એમાં આદુ-મરચાં ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ, ખમણેલી દૂધી, તેલ, મીઠું, બાફેલો મોરૈયો ઉમેરો. બરાબર મીક્ષ કરી કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી થોડો લોટ હથેળીમાં લો. મુઠ્ઠી વાળી, લોટને મુઠ્ઠીમાં હળવેથી દબાવી મુઠ્ઠી જેવો આકાર આપો. આ રીતે બાંધેલા લોટમાંથી મુઠીયા બનાવો.

 

બનાવેલા બધા મુઠીયા સ્ટીમરમાં સ્ટીમ કરી લો.

 

સ્ટીમ થઈ જાય પછી સ્ટીમરમાંથી કાઢીને બધા મીઠીયા એક થાળીમાં છુટા છુટા રાખી થોડી વાર ઠંડા થવા દો.

 

બધા મુઠીયા નાના ટુકડાઓમાં કાપી લો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં જીરું, લીમડો અને તલ ઉમેરો. તતડે એટલે મૂઠિયાના કાપેલા ટુકડાઓ ઉમેરો. મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે મીક્ષ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને સૂકા નારિયાળનો પાઉડર છાંટી સુશોભિત કરો.

 

ગરમા ગરમ અને તાજા પીરસો.

 

ઉપવાસમાં ફરાળી મુઠીયા ની મજા માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Amaranth (Rajagara) Flour 1 cup

Ginger-Chilli Paste 1 ts

Soda-bi-carb  PinchContinue Reading

error: Content is protected !!