મેડેલીન્સ / ફ્રેંચ બટર કેક / Madeleines / French Butter Cake

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨૦ નંગ આશરે

 

સામગ્રી :

મેંદો ૧૫૦ ગ્રામ

માખણ ૫૦ ગ્રામ

કન્ડેન્સ મિલ્ક ૨૦૦ ગ્રામ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન

દુધ ૧/૨ કપ

મિક્સ ફ્રૂટ જામ ૨ ટેબલ સ્પૂન

સજાવટ માટે સુકો નારિયળ પાઉડર

 

રીત :

એક બાઉલમાં માખણ, કન્ડેન્સ મિલ્ક અને દળેલી ખાંડ લો. બરાબર મિક્સ કરી લો.

 

એમા મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

પછી દુધ ઉમેરો અને એકદમ ફીણી લઈ, ઘાટુ ખીરું તૈયાર કરી લો.

 

મેડેલીન્સ ના મોલ્ડમાં, તૈયાર કરેલું ખીરું ભરી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પ્રી-હીટ કરેલા ઓવનમાં, ખીરું ભરેલા મેડેલીન્સ ના બધા મોલ્ડ ગોઠવી દો અને ૧૮૦° પર ૨૦ મિનિટ માટે બૅક કરી લો.

 

એ દરમ્યાન..

એક પૅન માં ૧/૨ કપ જેટલુ પાણી ગરમ કરો.

 

પાણી ગરમ થાય એટલે એમ મિક્સ ફ્રૂટ જામ ઉમેરો, બરાબર મિક્સ કરો અને ઠંડુ થવા, થોડી વાર માટે રાખી મુકો.

 

મેડેલીન્સ બૅક થઈ જાય પછી ઓવનમાંથી બહાર કાઢી, ઠંડા થવા, થોડી વાર માટે રાખી મુકો. પછી મોલ્ડમાંથી કાઢી લો.

 

એક પછી એક, બૅક કરેલા બધા મેડેલીન્સ, તૈયાર કરેલા મિક્સ ફ્રૂટ જામ ના મિશ્રણમાં જબોળી, તરત જ, સુકા નારિયળ પાઉડરમાં રગદોળી, કોટ કરી લો અને એક પ્લેટ પર અલગ અલગ ગોઠવી દો.

 

તાજે તાજા ખાઓ અને પછીથી ખાવા માટે, એર ટાઇટ બરણીમાં ભરી દો.

 

મેડેલીન્સ, ફ્રેંચ બટર કેક નો મખની સ્વાદ માણો.

Preparation time 10 minutes

Baking time 20 minutes

Yield 20 Pcs approx.

 

Ingredients:

Refined White Wheat Flour (maida) 150g

Butter 50g

Condensed Milk 200g

Powder Sugar 2 tbsp

Baking Powder 1 ts

Baking Soda ½ ts

Milk ½ cup

Mix Fruit Jam 2 tbsp

 

Dry Coconut powder for garnishing

 

Method:

Take in a mixing bowl, Butter, Condensed Milk and Powder Sugar. Mix well.

 

Add Refined White Wheat Flour, Baking Powder and Baking Soda. Mix well.

 

Add Milk and whisk well to prepare thick batter.

 

Fill Madeleines moulds with prepared batter.

 

Preheat oven.

 

Bake at 180° for 20 minutes.

 

Meanwhile…

Heat ½ cup of water in a pan. Add Mix Fruit Jam and mix very well. Leave it to cool off.

 

When Madeleines are baked, remove from oven and leave to cool off then unmould.

 

Dip Madeleines in prepared Mix Fruit Jam.

 

Coat Madeleines with Dry Coconut Powder.

 

Serve Fresh for better taste or store in an airtight container to serve later.

 

Enjoy Buttery Taste of Madeleines…French Butter Cake…

સુખડી કેક / Sukhdi Cake

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૫૦૦ ગ્રામ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૩/૪ કપ

ઓટ્સ પાઉડર ૧/૪ કપ

સુંઠ પાઉડર ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીક્ષ સુકો મેવો ૧/૨ કપ

(કાજુ, બદામ, અખરોટ, કાળી કિસમિસ, સનફ્લાવર સીડ્સ)

ઘી ૧/૨ કપ

ગોળ ૧/૨ કપ

દહી ૧/૨ કપ

દુધ ૧/૨ કપ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન

સજાવટ માટે સુકો નારીયળ પાઉડર અને અળસી ના બી

કેક મોલ્ડ પર લગાવવા માટે ઘી અને ઘઉ નો લોટ

 

રીત :

એક બાઉલમાં ઘઉ નો લોટ, ઓટ્સ પાઉડર, સુંઠ પાઉડર અને એલચી પાઉડર લો. બરાબર મીક્ષ કરી, ચારણીથી ચાળી લો.

 

બીજા એક બાઉલમાં ઘી અને ગોળ લો. બરાબર મીક્ષ કરી લો.

 

એમા દહી અને દૂઘ ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

પછી એમા, ઘઉના લોટનું મીશ્રણ ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

મીક્ષ સુકો મેવો ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

હવે, કેક મોલ્ડ પર ઘી લગાવી દો અને ઘઉનો લોટ છાંટી દો.

 

પછી, કેક મોલ્ડમાં તૈયાર કરેલું મીશ્રણ ભરી દો.

 

એની ઉપર સુકો નારીયળ પાઉડર અને અળસી ના બી છાંટી, સજાવો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પ્રી-હીટ કરેલા ઓવનમાં કેક મોલ્ડ મુકી, ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

બૅક થઈ જાય એટલે ઓવનમાંથી બહાર કાઢી લઈ, ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, મોલ્ડમાંથી કાઢી લો. સુખડી કેક તૈયાર છે.

 

પરીવાર ના સુખદ આરોગ્ય માટે, ગુજરાતી બા (મમ્મી) એ આપેલા આરોગ્યપ્રદ વાનગીઓના સમૃદ્ધ વારસામાંથી એક વાનગી એટલે સુખડી.

 

આપણે અહી એ સુખડીને, એના તમામ પૌષ્ટીક તત્વો અકબંધ રાખીને પણ થોડી આધુનિક રીતે તૈયાર કરી છે એટલે બૅક કરી છે અને એટલે જ એને સુખડી કેક કહીએ છીએ.

 

ઘઉ નો લોટ, ગોળ અને ઘી નું સંયોજન, ખુબ જ આરોગ્ય પ્રદાન કરે છે. એનાથી સ્નાયુ મજબુત બને છે અને લોહીનું પરીભ્રમણ નિયંત્રીત રહે છે.

Preparation time 10 minutes

Baking time 30 minutes

Yield 500g

 

Ingredients:

Whole Wheat Flour ¾ cup

Oats Powder ¼ cup

Dried Ginger Powder 2 tbsp

Cardamom Powder ½ ts

Mix Dry Fruits ½ cup

(Cashew Nuts, Almods, Walnut, Black Raisins, Sunflower Seeds)

Ghee ½ cup

Jaggery ½ cup

Curd ½ cup

Milk ½ cup

Baking Powder 1 ts

Baking Soda ½ ts

Coconut and Flax Seeds for garnishing

 

Ghee and Whole Wheat Flour for greasing and dusting cake mould

 

Method:

Take in a mixing bowl, Whole Wheat Flour, Oats Powder, Dried Ginger Powder and Cardamom Powder. Mix well and sieve it.

 

Take in another mixing bowl, Ghee and Jaggery. Mix well.

 

Add Curd and Milk. Mix well.

 

Add Baking Powder and Baking Soda. Mix well.

 

Add Whole Wheat Flour mixture and mix very well.

 

Add Mix Dry Fruits and mix well.

 

Grease a cake mould with Ghee and dust it with Whole Wheat Flour.

 

Fill cake mould with prepared batter.

 

Sprinkle Coconut and Flax Seeds to garnish.

 

Preheat oven.

 

Bake at 180° for 30 minutes.

 

After baking, leave it to cool off.

 

Unmould and serve.

Sukhdi is a traditional sweet gifted by Gujarati Baa (mothers) for good health of family.

 

Combination of Whole Wheat Flour, Jaggery and Ghee provides lot of health benefits to strengthen muscles and improve blood circulation.

 

Giving a twist to traditional healthy Sukhdi

 

We make it a modern sweet…

 

Sukhdi Cake…

ઘી કેક / Ghee Cake

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે ૩૦ મિનિટ

૫ વ્યક્તિ માટે

 

સામગ્રી :

દુધ ૧/૨ કપ

ઘી ૧/૨ કપ

દહી ૧/૨ કપ

દળેલી ખાંડ ૧/૨ કપ

મિલ્ક પાઉડર ૧/૨ કપ

મેંદો ૧ કપ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૪ ટી સ્પૂન

સુકો મેવો ૧/૪ કપ

(કાજુ, બદામ, અખરોટ વગેરે)

ટુટ્ટી ફ્રુટ્ટી ૧ ટેબલ સ્પૂન

 

મોલ્ડ પર લગાવવા માટે ઘી

મોલ્ડ પર કોટિંગ માટે મેંદો

 

રીત :

એક બાઉલમાં એકીસાથે દળેલી ખાંડ, મિલ્ક પાઉડર, મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લો અને ચારણીથી ચાળી લો. એક બાજુ રાખી દો.

 

બીજા એક બાઉલમાં એકીસાથે દુધ, ઘી અને દહી લો. બરાબર મિક્સ કરો.એમાં ચાળેલી સામગ્રી ઉમેરો અને એકદમ હલાવીને બરાબર મિક્સ કરી દો.

 

એમાં સુકો મેવો અને ટુટ્ટી ફ્રુટ્ટી ઉમેરો. બરાબર મિક્સ કરો. કેક માટે ખીરું તૈયાર છે.

 

કેક મોલ્ડ પર ઘી લગાવી દો અને મેંદો છાંટી કોટ કરી દો. આ મોલ્ડમાં કેક માટે તૈયાર કરેલું ખીરું ભરી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પછી, ઓવનમાં ખીરું ભરેલું કેક મોલ્ડ મુકો અને ૨૦૦° પર ૩૦ મિનિટ માટે બેક કરી લો.

 

પછી, ઓવેનમાંથી બહાર કાઢી લઈ, ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, મોલ્ડમાંથી કેક કાઢી લો અને સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

ઉજવણી છે ને..!! થોડી વાર માટે ડાયેટ ભુલી જાવ.. ઉજવણી કરો.. મુલાયમ ઘી કેક માણો..

Preparation time 10 minutes

Baking time 30 minutes

For 5 Persons

 

Ingredients:

Milk ½ cup

Ghee ½ cup

Curd ½ cup

Sugar Powder ½ cup

Milk Powder ½ cup

Refined White Wheat Flour (Maida) 1 cup

Baking Powder 1 ts

Baking Soda ¼ ts

Mix Nuts ¼ cup

Tutti Fruity 1 tbsp

 

Ghee for greasing moulds

Refined White Wheat Flour for dusting moulds

 

Method:

Take in a bowl all together, Sugar Powder, Milk Powder, Refined White Wheat Flour, Baking Powder and Baking Soda. Sieve to mix well.

 

In another bowl, take Milk, Ghee and Curd all together. Mix well. Add sieved content and beat it so well.

 

Add Mix Nuts and Tutti Fruity and mix well.

 

Grease cake mould with Ghee and dust with Refined White Wheat Flour. Pour prepared batter in this mould.

 

Preheat oven. Put prepared mould in preheated oven.

 

Bake for 30 minutes at 200°.

 

Remove from the oven, let it cool down and unmould it.

 

Offend The Diet for a While…

 

While Celebration…Celebrate with Yummy GHEE CAKE…

એપલ કપ કેક / Apple Cupcake

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૨ કપ કેક

 

સામગ્રી :

સફરજન ૧

ખાંડ ૧/૨ કપ

તાજું માખણ ૧/૨ કપ

ઘઉ નો લોટ ૧ કપ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૪ ટી સ્પૂન

દૂધ ૧/૨ કપ

અખરોટ નાના ટુકડા ૧ ટેબલ સ્પૂન

કાળી કિસમિસ ૧ ટેબલ સ્પૂન

અખરોટ ના ટુકડા સજાવટ માટે

 

રીત :

સફરજન ની છાલ ઉતારી ને ખમણી લો.

 

કડાઈમાં ખમણેલું સફરજન અને ખાંડ લો અને ધીમા તાપે ફક્ત ખાંડ ઓગળે એટલી વાર જ રાખો. ઠંડુ થવા દો.

 

તાજું માખણ ફક્ત ઓગાળો અને સફરજન ના મિશ્રણ માં ઉમેરો.

 

ઘઉ નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને એક સાથે ચાળી લો. પછી સફરજન ના મિશ્રણ માં ઉમેરી દો.

 

સફરજન ના મિશ્રણ માં દૂધ, અખરોટ ના ટુકડા, કાળી કિસમિસ મીક્ષ કરો. કપ કેક બનાવવા માટે ખીરું તૈયાર છે.

 

કપ કેક લાઇનર (કપ કેક માટેના કાગળના મોલ્ડ) એક માઇક્રોવેવ માટેની પ્લેટ પર ગોઠવો. બધા કપ કેક લાઇન તૈયાર કરેલા ખીર થી અડધા ભરી દો. ફૂલીને ઉપસવા માટે અડધા ખાલી રાખવા જરૂરી છે.

 

દરેક કપ કેક પર એક એક ટુકડો અખરોટ નો મૂકીને સજાવો.

 

૩ મિનિટ માટે ઊંચા પાવર માં માઇક્રોવેવ કરો.

 

પછી ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ માં જ રેવા દો. ફક્ત અડધી મિનિટ માટે જ, પછી માઇક્રોવેવમાં થી બહાર કાઢી લો.

 

તાજે તાજી જ પીરસો.

 

મજા આવી જાય એવી.. સફરજનના સ્વાદવાળી.. હેલ્થી કપ કેક..

 

નોંધ : જો તમે માઇક્રોવેવ ને બદલે OTG (Oven Toaster Grill) નો ઉપયોગ કરતાં હો, તો ૨૫ મિનિટ માટે બેક કરવું.

Preparation time 5 min.

Cooking time 10 min.

Yield 12 cupcakes

 

Ingredients:

Apple 1

Sugar ½ cup

Fresh Butter ½ cup

Wheat Flour 1 cup

Baking Powder 1 ts

Baking Soda ¼ ts

Milk ½ cup

Walnut chopped 1 tbsp

Dried Black Currant 1 tbsp

Walnut pieces for garnishing

 

Method:

Peel an Apple and grate.

 

Take grated Apple and Sugar in a pan and cook on low flame just to melt Sugar. Leave it to cool off.

 

Just melt Fresh Butter and add in Apple-Sugar mixture.

 

Take Wheat Flour, Baking Powder and Baking Soda altogether and sieve. Then, add to Apple mixture and mix well.

 

Add Milk, chopped Walnut and Dried Black Currant and mix well. Cupcake batter is ready.

 

Arrange Cupcake liner on a microwave safe tray. Fill in all Cupcake liner with prepared Cupcake batter to half leaving space in liners to puff up.

 

Garnish each Cupcake with pieces of Walnut.

 

Microwave for 3 minutes at high power.

 

Leave them inside the Microwave to rest for 30 seconds, just half a minute. Then remove out of Microwave.

 

Serve Fresh.

 

What a Healthy Cupcake with Apple Flavour to get out of Boredom.

 

NOTE : IF YOU ARE USING OTG INSTEAD OF MICROWAVE, BAKE FOR 25 MINUTES..

ફરાળી મફીન / Farali Muffins / Muffins for Fasting

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

 

સામગ્રી :

દૂધ ૧ કપ

ઘી ૧ કપ

દહી ૧ કપ

દળેલી ખાંડ ૧ કપ

મિલ્ક પાઉડર ૧ કપ

ફરાળી લોટ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૪ ટી સ્પૂન

કાજુ અને કિસમિસ સજાવટ માટે

 

રીત :

એક બાઉલમાં દૂધ, ઘી અને દહી લો. એકદમ ફીણી લો.

 

દળેલી ખાંડ ઉમેરો. ફરી બરાબર ફીણી લો.

 

બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો અને ફરી બરાબર ફીણી લો.

 

મિલ્ક પાઉડર ઉમેરો અને ફરી ફીણી લો.

 

થોડો થોડો ફરાળી લોટ ઉમેરતા જાવ અને બરાબર મીક્ષ કરતાં જાવ. બધો ફરાળી લોટ એકીસાથે ઉમેરવો નહીં. ખીરું તૈયાર છે.

 

મફીન ના થોડા મોલ્ડ પર ઘી લગાવી ફરાળી લોટ છાંટી દો. પછી, તૈયાર કરેલા ખીરું બધા મોલ્ડમાં ભરી દો. બધા મોલ્ડ અડધા અડધા જ ભરવા. દરેક મોલ્ડમાં ભરેલા ખીર ઉપર કાજુ અને કિસમીસ મુકો.

 

પ્રી-હીટ ઓવન. ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બેક કરી લો.

 

બધા મફીન મોલ્ડમાંથી કાઢી લો.

 

તાજા તાજા પીરસો.

 

શા માટે એક નું એક જ ફરાળ..!!!???

 

ઉપવાસ પણ ઉજવો..

 

ઉપવાસ દરમ્યાન તમારા મનપસંદ મફીન ની પણ મજા લો..

 

Prep.10 min.

Cooking time 30 min.

Servings 10

Ingredients:

Milk                                          1 cup

Ghee                                       1 cup

Curd                                        1 cupContinue Reading

સ્ટીમ્ડ ચોકલેટ કપ કેક / Steamed Chocolate Cup Cake

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૬ કપ કેક

 

સામગ્રી :

મેંદો ૧ ૧/૨ કપ

દહી ૧ કપ

દળેલી ખાંડ ૩/૪ કપ

સોડા-બાય-કાર્બ ૧/૨ ટી સ્પૂન

બેકિંગ પાઉડર ૧ ૧/૪ ટી સ્પૂન

ઘી ૧/૨ કપ

ચોકો પાઉડર ૩ ટેબલ સ્પૂન

વેનીલા એસન્સ ૧/૨ ટી સ્પૂન

એલ્યુમિનિયમ ફોઈલ

સજાવવા માટે ચોકલેટ સૉસ અને અખરોટ ટુકડા

 

રીત :

એક બાઉલમાં મેંદો લો. એમાં દહી, દળેલી ખાંડ, સોડા-બાય-કાર્બ, બેકિંગ પાઉડર, ઘી. ચોકો પાઉડર અને વેનીલા એસન્સ ઉમેરો. એકદમ ફીણી લો. ખીરું તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

કપ કેક ના મોલ્ડ માં ઘી લગાવી દો. પછી, એમાં તૈયાર કરેલું ખીરું ભરી દો.

 

બધા મોલ્ડ એલ્યુમિનિયમ ફોઈલ માં વીંટાળી લો.

 

સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

પાણી ગરમ થઈ જાય એટલે સ્ટીમર ની પ્લેટ પર એલ્યુમિનિયમ ફોઈલ માં વીંટાળેલા મોલ્ડ ગોઠવી દો.

 

૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

પછી, બધા મોલ્ડમાંથી કપ કેક કાઢી લો અને સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

દરેક કપ કેક પર ચોકલેટ સૉસ લગાવી દો અને અખરોટના ટુકડા મૂકી દો.

 

જોઈને જ મોઢામાં પાણી આવે છે ને..!!!

 

Prep.5 min.

Cooking time 20 min.

Servings 6

Ingredients:

Refined White Wheat Flour 1 ½ cup

Curd 1 cupContinue Reading

error: Content is protected !!