દાબેલી ડોસા / દાબેલી ઢોસા / Dabeli Dosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ નંગ

 

સામગ્રી :

ઢોસા નું ખીરું ૧ કપ

માખણ ૧ ટી સ્પૂન

બટેટા બાફેલા અને છુંદેલા ૨

તેલ ૧ ટી સ્પૂન

લસણ ની ચટણી ૧ ટી સ્પૂન

દાબેલી મસાલો ૧ ટેબલ સ્પૂન

હળદર ચપટી

લાલ મરચું પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સૂકા નારિયળનું ખમણ / પાઉડર ૨ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

મસાલા સીંગ ૨ ટેબલ સ્પૂન

ઢોસા પૅનફ્રાય કરવા માટે તેલ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. તાપ ધીમો કરો. લસણ ની ચટણી, દાબેલી મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમલી ની ચટણી, મીઠું ઉમેરો ને ૧-૨ મિનિટ સુધી ધીરે ધીરે હલાવીને મીક્ષ કરો. બાફેલા અને છુંદેલા બટેટા ઉમેરો અને ફરી ૧-૨ મિનિટ સુધી હલાવીને મીક્ષ કરો. દાબેલી મિક્સચર તૈયાર છે. એક બાઉલમાં લઈ લો. ધાણાભાજી, નારિયળ, દાડમ ના દાણાં, જીણી સમારેલી ડુંગળી અને મસાલા સીંગ ઉમેરી બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.

 

સપાટ નોન-સ્ટિક પૅન ગરમ કરો. ધીમો-મધ્યમ તાપ રાખો.

 

ગરમ થયેલા પૅન પર આશરે ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો અને ફેલાવી દો. ઢોસાનું ખીરું રેડો.

 

પૅન ની સાઇઝ અને ઢોસા ફેરવવાની તમારી ફાવટ ધ્યાનમાં રાખી ૧ થી ૨ મોટા ચમચા જેટલું ખીરું રેડો.

 

તવેથા થી  ખીરાને પૅન પર ઝડપથી પાથરી દો.

 

પૅન પર પથરાયેલા ખીરાની કિનારી ફરતે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો.

 

પૅન પર પથરાયેલા ખીરાની ઉપર થોડું તેલ લગાવો.

 

ઢોસા ની સાઇઝ મુજબ ૧/૨ થી ૧ મોટા ચમચા જેટલું તૈયાર કરેલું દાબેલી મિક્સચર ઢોસા ની વચ્ચે મુકો. તવેથા થી ઢોસા ની સામસામે ની બે બાજુ ના છેડા વાળીને દાબેલી મિક્સચર ને રેપ્ કરી દો.

 

જો નરમ ઢોસા જોઈએ તો બહારની બાજુ આછી ગુલાબી અને કરકરા ઢોસા જોઈતા હોય તો એકદમ ગુલાબી થાય એવી શેકી લો.

 

પૅન પર થી સીધા જ ગરમા ગરમ અને તાજા જ પીરસો.

 

કેચપ કે ઘરે બનાવેલી કોઈ પણ ઢીલી ચટણી સાથે પીરસો.

 

ખટ્ટ મીઠા સ્વાદ ની ચટણી કે સૉસ, આમલી નો સૉસ કે આમલી ની ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

કચ્છી (ગુજરાતી) અને દક્ષિણ ભારતીય (તમિલ)

પરંપરાગત વાનગી ની મિલાવટવાળો અદભૂત સ્વાદ..

 

Prep.30 min.

Cooking time 15 min.

Yield 5 Dosa

Ingredients:

Batter for Dosa                                    1 cup

Butter                                                  1 ts

Potatoes boiled and crushed              2Continue Reading

ઓનિયન સમોસા / ડુંગળી ના સમોસા / Onion Samosa / Dungri na Samosa

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ સમોસા

 

સામગ્રી :

પડ માટે :

ઘઉ નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

તેલ ૧-૨ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

ડુંગળી જીણી સમારેલી ૪

પોહા / પૌવા ૧ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન

ચાટ મસાલો ૧/૪ ટી સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

ધાણાભાજી ૨ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

મેંદો ૨-૩ ટી સ્પૂન

 

રીત :

પડ માટે :

એક બાઉલમાં ઘઉ નો લોટ, મેંદો અને મીઠું મીક્ષ કરો. એમાં ૧-૨ ટી સ્પૂન જેટલું તેલ મીક્ષ કરો.

 

ધીરે ધીરે પાણી ઉમેરી લોટ બાંધી લો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

બાંધેલા લોટમાંથી આછા પડ વણી લો અને ધીમા-મધ્યમ તાપે અધકચરા સેકી લો.

 

બધા પડ અલગ કરી, વચ્ચેથી કાપી ૨ ટુકડામાં કાપી લો.

 

બધા ટુકડા એક ભીના કપડામાં વિટાળી એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

પુરણ માટેની બધી સામગ્રી એક બાઉલમાં લઈ બરાબર મીક્ષ કરી લો.

 

પકાવવાની જરૂર નથી. એક બાજુ રાખી દો.

 

સમોસા માટે :

૨ થી ૩ ટી સ્પૂન જેટલો મેંદો એક વાટકીમાં લો. એમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

 

પડ નો ૧ ટુકડો લો.

 

એની વચ્ચે ૧ થી ૨ ટી સ્પૂન જેટલું પુરણ મુકો.

 

પડ ના છેડા વાળી, પુરણ રેપ્ થઈ જાય એ રીતે ત્રિકોણ આકાર આપો. મેંદાની પેસ્ટ વડે છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

બધા સમોસા બરાબર તળી લો. પસંદ પ્રમાણે આછા ગુલાબી કે જરા આકરા તળી લો.

 

બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા સમોસા તેલમાં ઉલટાવો.

 

કેચપ, ચીલી સૉસ કે ઘરે બનાવેલી કોઈ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

સમોસામાં ડુંગળીના તમતમાટ ની મજા લો.

 

Prep.20 min.

Cooking time 15 min.

Yield 12 Samosa

Ingredients:

For Outer Layer :

Whole Wheat Flour ½ cup,

Refined White Wheat Flour (Maida) ½ cup,

Oil 1 to 2 tsContinue Reading

ઢેબેડી / Dhebedi / Winter Special Puri

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ નંગ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૧/૨ કપ

બાજરી નો લોટ ૧/૪ કપ

જુવાર નો લોટ ૧/૪ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧ કપ

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

દહી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ, ચણા નો લોટ, બાજરી નો લોટ, જુવાર નો લોટ અને રવો લો. બરાબર મીક્ષ કરો.

 

મેથી ની ભાજી, તલ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ઘી અને તેલ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને દહી ઉમેરો. જરા ઢીલો લોટ બાંધી લો. જરૂર હોય તો લોટ બાંધવા માટે દહીનું પાણી ઉમેરો. સ્વાદ જળવાઈ રહે એ માટે સાદું પાણી ના ઉમેરવું.

 

બાંધેલા લોટ ના નાના નાના લુવા લઈ, બન્ને હથેળી વચ્ચે નાની અને થોડી જાડી થેપી લો.

બધી પુરી તળી લો.

 

દહી, મસાલા દહી કે અથાણાં સાથે પીરસો.

 

હેતાળ ગુજરાતી મમ્મી ની વારસાગત વાનગી આરોગી તંદુરસ્તી જાળવો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 12 pcs.

Ingredients:

Wheat Flour                            ½ cup

Gram Four                               ½ cup

Millet Flour                              ¼ cupContinue Reading

બીટ રૂટ નો જ્યુસ / Beetroot Juice

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

ફૂદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુ ૧/૨

ખાંડ સ્વાદ મુજબ

સંચળ સ્વાદ મુજબ

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

બરફ ના ટુકડા ૨-૩

રીત :

બરફ ના ટુકડા સિવાય બધી સામગ્રી મીક્ષર ની જારમાં લો અને મીક્ષરને હાઇ સ્પીડ પર ચલાવી એકદમ ક્રશ કરી લો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.

 

ગરણીથી ગાળી લો.

 

જ્યુસ માટેના સુંદર ગ્લાસમાં ભરી લો. બરફ ના ટુકડા ઉમેરો.

 

મરી પાઉડર છાંટીને સજાવો.

 

તાજે તાજું જ પીરસો.

 

લાલ ચટ્ટાક દેખાવ મનભાવન..

આર્યન યુક્ત ગુણ તનભાવન..

સ્વાદ તો આનો મુખભાવન..

 

Prep.5 min.

Qty. 1 Glass

Ingredients:

Beetroot small chopped          1

Fresh Mint Leaves                  ½ cup

Fresh Coriander Leaves         ½ cupContinue Reading

બાજરી પૉરીજ / Bajri Porridge / Millet Porridge

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બાજરી બાફેલી ૧/૨ કપ

દૂધ ૧ કપ

ખાંડ ૧ ટેબલ સ્પૂન

મધ ૧ ટી સ્પૂન

કિસમિસ ૧ ટેબલ સ્પૂન

પ્રુન્સ ૩

સફરજન જીણું સમારેલું ૧/૪

જરદાલુ જીણા સમારેલા ૨

 

રીત :

એક તપેલામાં દૂધ ગરમ કરવા મૂકો. ઉકડવા લાગે એટલે બાફેલી બાજરી, ખાંડ, મધ ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહીને ધીમા તાપે ઉકાળો. કિસમિસ, પ્રુન્સ, જરદાલુ ઉમેરો. ધીરે ધીરે હલાવતા રહીને ૨-૩ મિનિટ ઉકાડવાનું ચાલુ રાખો.

 

થોડી વાર ઠંડુ થવા દો. સફરજનના ટુકડા ઉમેરી દો.

 

બાજરી પૉરીજ તૈયાર છે. ઠંડુ પીવું હોય તો થોડી વાર ફ્રીજમાં રાખી દો.

 

હેલ્થી, પુષ્કળ આયર્ન યુક્ત બાજરી પૉરીજ થી શિયાળાની ઠંડી સવારે દિવસ ની શરૂઆત કરો.

Prep.5 min.

Cooking time 10 min.

Serving 1

Ingredients:

Millet boiled                                         ½ cup

Milk                                                      1 cup

Sugar                                                  1 tbspContinue Reading

error: Content is protected !!