બીટ રૂટ રાયતું / Beetroot Raita

 

તૈયારી માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

દહી ૧ કપ

ફૂદીનો ૧ ટેબલ સ્પૂન

કેપ્સિકમ જીણું સમારેલું ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

સંચળ ચપટી

મીઠું સ્વાદ મુજબ

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

 

રીત :

બીટ રૂટ ને બ્લેંડર માં બ્લેન્ડ કરી પલ્પ બનાવી લો.

 

એક વાટકા માં દહી લો. એમાં બીટ રૂટ નો પલ્પ મીક્ષ કરો. દાડમ ના દાણા સિવાય બીજી બધી સામગ્રી મીક્ષ કરો.

 

દાડમ ના દાણા છાંટી સજાવો. મરી પાઉડર, ફૂદીનો ૨-૩ પત્તા, થોડી ધાણાભાજી છાંટો.

 

તાજું યા ફ્રીજમાં ઠંડુ કરેલું પીરસો.

 

લાલ ચટ્ટાક રાયતું, જોઈને જ મોઢામાં પાણી આવે એવું લાગે છે ને..!!!???

 

રોટલી, રોટલા, પરાઠા, થેપલા, ભાખરી..

દરેક સાથે સ્વાદની જમાવટ કરે એવું

એકદમ પૌષ્ટિક, આર્યન અને કેલ્સિયમ થી ભરપુર

બીટ રૂટ રાયતું..

Prep.5 min.

for 2 Persons

Ingredients:

Beetroot small chopped          1

Curd                                        1 cup

Fresh Mint Leaves                  1 tbsp

Capsicum                                1 tbspContinue Reading

મોઝ કા મીઠા / Moz ka Mitha / Banana Sweet Hyderabadi

 

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પાકા કેળા છુંદેલા ૧

કન્ડેન્સ મિલ્ક ૧/૨ કપ

દૂધ ૧/૨ કપ

મલાઈ ૧/૨ કપ

એલચી પાઉડર ચપટી

કેસર ચપટી

પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં દૂધ, કન્ડેન્સ મિલ્ક અને મલાઈ એકીસાથે લો.

 

એને મધ્યમ તાપે ૧૫ થી ૨૦ મિનિટ માટે ધીરે ધીરે હલાવતા રહી ઉકાળો.

 

એમાં, એલચી પાઉડર અને કેસર ઉમેરો. મીક્ષ કરો.

 

હવે, છુંદેલા કેળા ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ માટે ધીમા-મધ્યમ તાપે પકાવો.

 

એક સ્ટાઇલિશ બાઉલમાં લઈ લો.

 

પિસ્તા ના ટુકડા થી સજાવો.

 

પસંદ પ્રમાણે એકદમ ઠંડુ કે સામાન્ય તાપમાન વારુ પીરસો.

 

શક્તિદાયક મીઠાઇ.. મોઝ કા મીઠા.. માણો.. ભોજન સાથે કે ભોજન પછી..

 

Cooing time 5 min.

for 2 Persons

Ingredients:

Ripe Banana mashed 1

Condensed Milk ½ cup

Milk ½ cupContinue Reading

એસોર્ટેડ બેબી પોટેટો / Assorted Baby Potatoes

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

નાના બટેટા / બટેટી / બેબી પોટેટો ૩૨

(બાફેલા)

તેલ તળવા માટે

 

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટે :

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

વરીયાળી પાઉડર ૧ ટી સ્પૂન

એલચી પાઉડર ચપટી

જાયફળ પાઉડર ચપટી

આમચૂર ૧ ટી સ્પૂન

સંચળ ૧/૨ ટી સ્પૂન

 

લેબાનિસ બેબી પોટેટો માટે :

ઝતાર મસાલો ૧ ટેબલ સ્પૂન

સંચળ સ્વાદ મુજબ

કાળા તલ ૧ ટેબલ સ્પૂન

 

ટોમાટો માયો બેબી પોટેટો માટે :

મેયોનેઝ ૨ ટેબલ સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

 

ચીઝી ગાર્લિક બેબી પોટેટો માટે :

માખણ ૧ ટી સ્પૂન

લીલી ડુંગળી જીણી સમારેલી ૨ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૧ ટી સ્પૂન

 

રીત :

બધા બાફેલા બેબી પોટેટો તળી લો.

 

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટે :

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટેની બધી સામગ્રી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

લેબાનિસ બેબી પોટેટો માટે :

લેબાનિસ બેબી પોટેટો માટેની બધી સામગ્રી બીજી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. ફરી એક વાર, સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

ટોમાટો માયો બેબી પોટેટો માટે :

ટોમાટો માયો બેબી પોટેટો માટેની બધી સામગ્રી બીજી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. ફરી એક વાર, સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

ચીઝી ગાર્લિક બેબી પોટેટો માટે :

એક પૅન માં માખણ ગરમ કરો. એમાં જીણી સમારેલી લીલી ડુંગળી સાંતડી લો. ૮ બેબી પોટેટો, ચીલી ફલૅક્સ, મીઠું, ઓરેગાનો ઉમેરી મીક્ષ કરો. બેબી પોટેટો ને આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું. પૅન તાપ પરથી હટાવી લો. ખમણેલું ચીઝ છાંટી દો.

 

તૈયાર કરેલા અલગ અલગ બેબી પોટેટો ને દરેકને અલગ અલગ પ્લેટમાં ગોઠવી દો.

 

બધાને ભાવતા.. પોટેટો.. બેબી પોટેટો.. એક જ પ્લેટ માં.. અલગ અલગ સ્વાદ..

 

પરીવાર અને મિત્રો સાથે મનપસંદ સ્વાદ ની મજા માણો..

 

Prep.15 min.

Cooing time 10 min.

Qty. 4 Plates

Ingredients:

Baby Potatoes boiled                                      32

Oil to Fry

For Indigenous Baby Potatoes:Continue Reading

ઓલ-ઇન-વન સમોસા / All-in-One Samosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પડ માટે :

ઘઉ નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

તેલ ૧-૨ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

મગ ની છડી દાળ ૧/૨ કપ

બટેટા જીણા સમારેલા ૧/૨ કપ

ફૂલકોબી જીણી સમારેલી ૧/૨ કપ

લીલા વટાણા ૧/૪ કપ

ડુંગળી જીણી સમારેલી ૧/૪ કપ

નારિયેળ ખમણેલું ૧/૨ કપ

આદું-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

તજ-લવિંગ નો પાઉડર ૧/૨ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૪ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

એક વાસણ માં ઘઉ નો લોટ, મેંદો, મીઠું મીક્ષ કરો. ૧-૨ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરો ને બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ ધીરે ધીરે પાણી ઉમેરતા જતાં કઠણ લોટ બાંધી લો. ૧૦-૧૫ મિનિટ માટે રાખી મૂકો તૈયાર કરેલા લોટ થી  પડ વારી પાતળી રોટલી વણી લો અને ધીમા-મધ્યમ તાપે અધકચરી સેકી લો. રોટલી ના બધા પડ ને છૂટા પાડી લો. બધા પડ ને વચ્ચેથી કાપીને ૨ ટુકડા કરો. બધા ટુકડા ને ભીના કપડાંમાં વિટાળી લો.

 

પુરણ માટે :

મગ ની છડી દાળ ને કમ સે કમ ૧ કલાક માટે પાણી માં પલાળી દો.

 

નોન-સ્ટીક પાન માં ૧ ટી સ્પૂન તેલ ગરમ કરો. જીણા સમારેલા બટેટા, ફૂલકોબી, લીલા વટાણા ઉમેરો ને બરાબર મીક્ષ કરો ને થોડી વાર બરાબર પાકવા દો. પલાળેલી મગ ની દાળ અને મીઠું ઉમેરો. મગ ની દાળ અધકચરી પાકે ત્યાં સુધી થોડી થોડી કરે હલાવતા રેવું. મિશ્રણ ને મોટા વાટક માં કાઢી લો. આદુ-મરચા ની પેસ્ટ, જીણી સમારેલી ડુંગળી, ખમણેલું નારિયળ, તજ-લવિંગ નો પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરો. ખાંડ અને લીંબુ નો રસ મીક્ષ કરો.

 

સમોસા બનાવવા માટે:

એક નાની વાટકીમાં ૨-૩ ટી સ્પૂન જેટલો મેંદો લો. થોડી પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.

 

રોટલીનો ૧ ટુકડો લો. એની વચ્ચે ૧-૨ ટી સ્પૂન જેટલું પુરણ મૂકો. રોટલીના બંને છેડા વાળીને ત્રિકોણ આકાર વાળી લો. મેંદા ની પેસ્ટ થી રોટલી ના છેડા ચોંટાડી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો. બધા સમોસા તળી લો.

 

કેચપ, ચીલી સોસ કે ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

અરે અરે.. તમારા પ્રિય સમોસા નો સ્વાદ માણવા ઉતાવડા ના થાવ.. જીભ દાજી જશે. સમોસા બહાર કરતાં અંદર વધારે ગરમ હશે.

 

ઓલ-ઇન-વન સમોસા ની મોજ માણો.

 

Prep.30 min.

Cooking time 20 min.

for 5 persons

Ingredients:

For Outer Layer :

Whole Wheat Flour                                         ½ cup,

Refined White Wheat Flour (Maida)               ½ cup,

Continue Reading

આચારી છોલે પુલાવ / Aachari Chhole Pulav / Pickled Chholay Pilau

 

તૈયારી માટે 15 મિનિટ

બનાવવા માટે 10 મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી  :

ઘી ૧ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૨

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

વરીયાળી ૧ ટી સ્પૂન

મેથી ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

ડુંગળી સમારેલી ૧

મરચા સમારેલા ૧

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલા ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

છોલે ચણા બાફેલા ૧/૨ કપ

દહીં ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

આચાર મસાલા ૧ ટેબલ સ્પૂન  

આચાર ૧ ટેબલ સ્પૂન

ચોખા ૧ કપ

ફૂદીનો પીસેલો ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક કડાઈમાં ઘી ગરમ કરો. એમાં તમાલપત્ર, રાય, જીરું, હિંગ, મેથી અને વરીયાળી ઉમેરો.

 

એમાં સમારેલ ડુંગળી, લીલા મરચા, આદું-લસણ ની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે બરાબર મીક્ષ કરો.

 

એમાં હળદર, ગરમ મસાલા, મીઠું બરાબર મીક્ષ કરો.

 

એમાં બાફેલા છોલે ચણા ઉમેરો અને ધીમા તાપે બરાબર મીક્ષ કરો.

 

એક નાની વાટકી માં દહીં લો. એમાં લાલ મરચું પાઉડર, આચાર મસાલા, આચાર મીક્ષ કરો અને આ મિશ્રણ ને છોલે ચણા સાથે મીક્ષ કરો.

 

એમાં ચોખા, પાણી અને પીસેલો ફૂદીનો ઉમેરી, ચોખા બરાબર બફાઈ જાય ત્યાં સુધી મધ્યમ તાપે પકાવી લો.

 

એની ઉપર આચાર મસાલો છાંટી, તાજા ને ગરમ પીરસો.

 

આચારી છોલે પુલાવ નો સ્વાદ માણો.

 

Prep.15 min

Cooking time 10 min.

for 2 persons

Ingredients:

Ghee                                                               1 tbsp

Tamal patra (Cinnamon Leaf / Tej Patta)        2

Mustard Seeds                                                1 tsContinue Reading

સ્ટફ્ડ મોદક (પ્રસાદ) / Stuffed Modak (Laddu for Lord Ganesha)

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૬ મોદક

 

સામગ્રી :

પડ માટે :

દૂધ ૧/૪ કપ

પાણી ૧/૪ કપ

ચોખા નો લોટ ૧ કપ

ઘી ૧ ટી સ્પૂન

તલ ૧ ટી સ્પૂન

 

પુરણ માટે :

ઘી ૨ ટેબલ સ્પૂન

ગાજર ખમણેલા ૨

કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ

સુકો મેવો ૨ ટેબલ સ્પૂન

(કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે ના ટુકડા)

એલચી પાઉડર ચપટી

 

રીત :

પુરણ માટે :

એક પૅન માં ઘી ગરમ કરો. એમાં ખમણેલા ગાજર સાંતડી લો.

 

એમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને આછું ગુલાબી થઈ જાય ત્યા સુધી પકાવો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો અને એલચી પાઉડર અને સુકો મેવો મિક્સ કરી દો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પડ માટે :

બીજા એક પૅન માં પાણી લો અને ઉકાળવા મુકો.

 

પાણીમાં ઉકળીને પરપોટા થવા લાગે એટલે તાપ ધીમો કરી દો અને ચોખા નો લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરી બાંધેલા લોટ જેવુ મિશ્રણ તૈયાર કરી લો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી એમાં, ઘી અને તલ ઉમેરો. બરાબર મિક્સ કરો. ઠંડુ થવા થોડી વાર રાખી મુકો. પછી એકદમ મસળી લો.

 

આ તૈયાર કરેલું મિશ્રણ, મોદક મોલ્ડમાં ગોઠવો. પછી એમાં પુરણ ભરો.

 

આ રીતે બધા મોદક મોલ્ડ તૈયાર કરી લો.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરો. પાણી ગરમ થઈ જાય એટલે સ્ટીમરની પ્લેટ પર તૈયાર કરેલા બધા મોદક મોલ્ડ ગોઠવી દો.

 

૫ મિનિટ માટે સ્ટીમ કરો.

 

પછી, સ્ટીમરથી કાઢી લઈ, ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

આપણાં લાડીલા ગણપતિબાપાને સ્ટફ્ડ મોદક ધરાવો અને પ્રસાદ આરોગો.

 

Prep.10 min.

Cooking Time 15 min.

Yield 6 pcs.

Ingredients:

For Outer Layer:

Milk ¼  cup

Water ¼  cup

Rice Flour 1 cupContinue Reading

error: Content is protected !!