તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૪ પરાઠા
સામગ્રી:
પુરણ માટે:
લીલા ચણા / જીંજરા ૧ કપ
લીલા મરચા ૨
આદું નો ટુકડો ૧
તેલ ૧ ટેબલ સ્પૂન
તમાલપત્ર ૧
લીમડા ના પાન ૫
હીંગ ચપટી
ગરમ મસાલા ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
લોટ માટે:
ઘઉ નો લોટ ૧ કપ
તેલ ૨ ટેબલ સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
અટામણ માટે ઘઉ નો લોટ
પરાઠા સેકવા માટે તેલ
રીત:
પુરણ માટે:
લીલા ચણા, લીલા મરચાં અને આદું ને એક ગ્રાઈન્ડિંગ જારમાં લઈ, એકદમ પીસી નાખો. એક બાજુ રાખી દો.
એક પૅનમાં તેલ ગરમ કરો.
એમાં, હીંગ, તમાલપત્ર અને લીમડા ના પાન ઉમેરો. તતડે એટલે પીસેલા લીલા ચણા અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી, ધીમા તાપે થોડી વાર પકાવો. પછી, ગરમ મસાલા ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
પછી, પૅનને તાપ પરથી હટાવી, ઠંડુ થવા માટે એક બાજુ રાખી દો.
એ દરમ્યાન લોટ બાંધી લો.
લોટ માટે:
એક બાઉલમાં ઘઉનો લોટ લો.
એમાં, તેલ અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ, જરા કઠણ લોટ બાંધી લો.
પરાઠા માટે:
બાંધેલા લોટમાંથી મોટી ચપટી જેટલો લોટ લઈ, બોલ બનાવી, જરા મોટી રોટલી વણી લો.
રોટલી ની વચ્ચે, ૧ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો.
પુરણ ઢંકાય જાય એ રીતે, રોટલીને બધી બાજુથી વાળી લો.
પુરણ બહુ બહાર ના નીકળી જાય એ રીતે, હળવે હળવે ફરીથી વણી લો.
સહેલાઈથી વણવા માટે અટામણ નો ઉપયોગ કરો.
મધ્યમ તાપે તવો ગરમ કરો.
ગરમ તવા પર, મધ્યમ તાપે, વણેલા પરાઠા સેકી લો.
પરાઠા બરાબર સેકાય એ માટે, વારાફરતી, પરાઠા ની બન્ને બાજુ થોડું તેલ લગાવો.
ગરમા ગરમ પીરસો.
Preparation time 10 minutes
Cooking time 15 minutes
4 Paratha
Ingredients:
For Stuffing:
Fresh Chickpeas 1 cup
Green Chilli 2
Ginger 1 pc
Oil 1 tbsp
Cinnamon Leaf 1
Curry Leaves 5
Asafoetida pinch
Garam Masala 1 ts
Salt to taste
For Dough:
Whole Wheat Flour 1 cup
Oil 2 tbsp
Salt to taste
Ataman
Oil to pan fry
Method:
For Stuffing:
Take Fresh Chickpeas, Green Chilli and Ginger in a gridning jar of mixer and crush them. Keep a side.
Heat Oil in a pan.
Add Asafoetida, Cinnamon Leaf and Curry Leaves. When crackled, add crushed Fresh Chickpeas and Salt. Mix well and cook for a while on low flame. Then, add Garam Masala and mix well.
Then, remove the pan from flame and keep a side to cool off.
Meanwhile, prepare dough.
For Dough:
Take Whole Wheat Flour in a kneading bowl.
Add Oil and Salt. Mix well.
Knead semi-stiff dough adding water gradually as needed.
For Paratha:
Take a big pinch of dough, make a ball and roll a big roti.
In the middle of big roti, put a spoonful of prepared stuffing.
Fold roti from all sides and wrap stuffing.
Roll it again lightly, so, stuffing can not come out from edges.
Use ataman (flour) for easy rolling.
Heat a roasting pan on medium flame.
Roast rolled stuffed paratha on heated pan on medium flame.
Apply oil on both sides of paratha to pan fry well.
Serve hot.