મટાવ / Matav

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

સીંગદાણા ૨ કપ

નારિયળ ૧

બટેટા ખમણેલા ૧

ડુંગળી ખમણેલી ૧

ટમેટાં ખમણેલા ૧

કોબી ખમણેલી ૧/૨ કપ

પાલક બ્લાન્ચ કરેલી ૧/૨ કપ

મકાઇ બાફેલી ૧/૨ કપ

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

મીક્ષરની જારમાં સીંગદાણા લઈ પીસી લો.

 

ગરમ પાણીમાં પીસેલા સીંગદાણા ૧ કલાક માટે પલાળી દો.

 

પછી, આછા સફેદ કપડાથી ગાળી લો. સીંગદાણા નું દૂધ તૈયાર છે.

 

નારિયળના નાના ટુકડા કરી લો. મીક્ષરની જારમાં નારિયળ ના ટુકડા એકદમ જીણા પીસી લો.

 

ગરમ પાણીમાં પીસેલું નારિયળ ૧ કલાક માટે પલાળી દો.

 

પછી, આછા સફેદ કપડાથી ગાળી લો. નારિયળ નું દૂધ તૈયાર છે.

 

એક પૅન માં સીંગદાણા નું દૂધ અને નારિયળ નું દૂધ એકીસાથે લો.

 

એમાં ખમણેલા બટેટા, ડુંગળી અને ટમેટાં ઉમેરો. મીક્ષ કરો.

 

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરો. મીક્ષ કરો.

 

૫ થી ૭ માટે મધ્યમ તાપે ઉકાળો. થોડી થોડી વારે હલાવતા રહો.

 

ખમણેલી કોબી, બ્લાન્ચ કરેલી પાલક અને બાફેલી મકાઇ ઉમેરો.

 

વધુ ૫ થી ૭ મિનિટ માટે મધ્યમ તાપે ઉકાળવાનું ચાલુ રાખો.

 

પસંદ મુજબ, રોટલી અથવા બ્રેડ અથવા ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

પરંપરાગત આફ્રિકન પૌષ્ટિક વાનગી.. મટાવ..

Preparation time 30 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Peanuts 2 cups

Fresh Coconut 1

Potato grated 1

Onion grated 1

Tomato grated 1

Cabbage grated ½ cup

Spinach blanched ½ cup

Corn boiled ½ cup

Ginger-Garlic-Chilli Paste 1 tbsp

Salt to taste

 

Method:

Crush Peanuts. Soak crushed Peanuts in hot water for 1 hour. Strain with a white thin cloth to prepare Peanuts Milk.

 

Crush Coconut. Soak crushed coconut in hot water for 1 hour. Strain with a white thin cloth to prepare Coconut Milk.

 

Take Peanuts Milk and Coconut Milk in a pan. Add grated Potato, Onion and Tomato. Add Ginger-Garlic-Chilli Paste. Add Salt. Boil on medium flame for approx 5 to 7 minutes while stirring eventually. Add grated Cabbage, blanched Spinach and boiled Corn. Continue boiling on medium flame for 5-7 minutes again.

 

Serve with Rice or Chapati or Bread as per choice.

 

Enjoy Authentic African Healthy and Nutritious Matav.

રાજકોટ સ્પેશિયલ ચટણી / Rajkot Special Chutney / Rajkot Special Spice Peanut Chutney

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ બાઉલ

 

સામગ્રી :

સીંગદાણા ૧ કપ

લીલા મરચાં તીખા ૫

લીંબુ નો રસ ૨ ટેબલ સ્પૂન

અથવા

સાઈટ્રિક એસિડ ૧/૪ ટેબલ સ્પૂન

હળદર ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

આશરે ૧ કલાક માટે સીંગદાણા પલાળી દો. પછી, પાણી કાઢી નાખો.

 

મીક્ષર ની જારમાં, પલાળેલા સીંગદાણા, તીખા લીલા મરચાં, લીંબુ નો રસ અથવા સાઈટ્રિક એસિડ (આ ૨ માંથી કોઈ પણ ૧ જ લેવું), હળદર અને મીઠું ઉમેરો.

 

પાણી ની જરૂર નથી.

 

એકદમ પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો. ચટણી તૈયાર છે.

 

એક બાઉલમાં લઈ લો.

 

અતિ પ્રખ્યાત એવી રાજકોટ સ્પેશિયલ ચટણી.

 

Prep.5 min.

Qty. 1 Bowl

Ingredients:

Peanuts 1 cup

Green Chilli very hot 5

Lemon Juice 2 tbspContinue Reading

ચોકો પીનટ / Choco Peanut

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨ મિનિટ

૧૦ પ્લેટ

 

સામગ્રી :

મીઠા બિસ્કીટ ૨૦

માખણ ૫૦ ગ્રામ

પીનટ બટર ૨ ટેબલ સ્પૂન

દૂધ ૨ ટેબલ સ્પૂન

ડાર્ક ચોકલેટ ૫૦ ગ્રામ

મિલ્ક ચોકલેટ ૫૦ ગ્રામ

મલાઈ ૫૦ ગ્રામ

ખારી સીંગ ૨૫ ગ્રામ

રંગીન સુગરબોલ સજાવટ માટે

 

રીત :

બધા બિસ્કીટ નો ભૂકો કરી એમાં માખણ, પીનટ બટર અને દૂધ ઉમેરી બરાબર મીક્ષ કરી લો. એક બાજુ રાખી દો.

 

એમાં ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને મલાઈ ઉમેરો. બરાબર મીક્ષ કરતાં ઓગાળી લો. થોડી ખારી સીંગ મીક્ષ કરો. એક બાજુ રાખી દો.  

 

ચોકલેટ મોલ્ડમાં બિસ્કીટ ના મિક્સચર નું થર બનાવો. એના ઉપર ચોકલેટ ના મિક્સચર નું થર બનાવો. એના ઉપર થોડી ખારી સીંગ મુકો.

 

રંગીન સુગરબોલથી સુશોભિત કરો.

 

આશરે ૧ કલાક માટે સેટ થવા માટે ફ્રીજમાં રાખી મુકો.

 

ફ્રીજમાંથી કાઢીને તરત જ ઠંડુ ઠંડુ પીરસો.

 

તમારી મનપસંદ ખારી સીંગ નો સ્વાદ માણો.. મસ્ત મજાની ચોકલેટ ની મીઠાશ સાથે..

 

Prep.20 min.

Cooking time 2 min.

Qty. 10 Plates

Ingredients:

Biscuits sweet                         20

Butter                                      50 gm

Peanut Butter                          2 tbspContinue Reading

error: Content is protected !!