કાચા ટમેટા નું ભરેલું શાક / Kacha Tameta nu Bharelu Shak / Stuffed Green Tomato

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પુરણ માટે :

બેસન ૧/૪ કપ

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

શાક માટે :

કાચા ટમેટા ૬

મરચા ૩

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

 

રીત :

પુરણ માટે :

પુરણ માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં લો અને બરાબર મિક્સ કરી લો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

શાક માટે :

દરેક કાચા ટમેટા ઉપર ચોકડી (+) આકારમાં કાપા કરી લો.

 

આ કાપામાં, તૈયાર કરેલું પુરણ ભરી દો.

 

દરેક મરચા ઉપર એક લાંબો કાપો કરી લો.

 

આ કાપામાં, તૈયાર કરેલું પુરણ ભરી દો.

 

આ બધા, ભરેલા કાચા ટમેટા અને મરચા, નરમ થઈ જાય ત્યા સુધી સ્ટીમ કરી લો.

 

સ્ટીમ થઈ જાય પછી એક બાજુ રાખી દો.

 

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમા રાય, જીરું અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે સ્ટીમ કરેલા કાચા ટમેટા અને મરચા ઉમેરો.

 

છુંદાય ના જાય એ કાળજી રાખી, મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે ધીરે ધીરે હલાવી, બરાબર મિક્સ કરી લો.

 

રોટલી અથવા બાજરી ના રોટલા સાથે ગરમા ગરમ પીરસો.

 

કાચા ટમેટા અને મરચા નો, ખાટો-તીખો, અજોડ સ્વાદ ચાખો.

Preparation time 5 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

For Stuffing:

Gram Flour ¼ cup

Turmeric Powder 1 ts

Red Chilli Powder 2 ts

Coriander-Cumin Powder 2 ts

Garlic Paste 1 ts

Jaggery 1 ts

Salt to taste

For Curry:

Green (Raw) Tomato 6

Green Chilli 3

Oil 2 tbsp

Mustard Seeds 1 ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

 

Method:

For Stuffing:

Take all listed ingredients in a bowl altogether and mix very well.

 

For Curry:

Make 4 slit cuts on each Green Tomato.

 

Fill in slit cuts on all Tomatoes with prepared Stuffing.

 

Make slit on each Green Chilli.

 

Fill in slit cut on all Green Chilli with prepared Stuffing.

 

Steam all stuffed Green Tomatoes and Green Chilli to soften them. When steamed, keep a side.

 

Heat Oil in a pan on medium flame. Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add all steamed Green Tomatoes and Green Chilli.

 

Stir slowly to mix while continue cooking on medium flame for 2-3 minutes.

 

Serve with Roti or Millet Rotla.

 

Enjoy The Unique Hot & Sour Taste of Green Tomato and Green Chilli.

ટોમેટો ધનીયા શોરબા / Tomato Dhaniya Shorba / Tomato Coriander Shorba

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧ બાઉલ

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

મરી આખા ૫-૭

ધાણા આખા ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટેબલ સ્પૂન

તજ નાના ટુકડા ૨

એલચો / મોટી એલચી ૧

લવિંગ ૫

ડુંગળી સમારેલી ૧

લસણ સમારેલું ૫ કળી

ગાજર જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

ટમેટાં સમારેલા ૫-૬

આદું ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ની ડાળખી સમારેલી ૧/૨ કપ

કાશ્મીરી લાલ મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટી સ્પૂન

તજ-લવિંગ પાઉડર ચપટી

 

સાથે પીરસવા માટે ગાર્લિક બ્રેડ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં, આખા મરી, આખા ધાણા, જીરું, તજ નો ૧ ટુકડો, મોટી એલચી અને લવિંગ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે સમારેલી ડુંગળી, લસણ, ગાજર, ટમેટાં અને આદું ની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

થોડું પાણી અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પૅન ઢાંકી દો અને ટમેટાં બરાબર પાકી જાય ત્યા સુધી મધ્યમ તાપે પકાવો.

 

પછી, ધાણાભાજી ની સમારેલી ડાળખી અને કાશ્મીરી લાલ મરચાં ની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એક ગ્લાસ પાણી ઉમેરો અને થોડી વાર માટે મધ્યમ તાપે ઉકાળો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો અને ગરણીથી ગાળીને આ મસાલાવાળું પાણી એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમાં તજ નો ૧ ટુકડો ઉમેરો.

 

તતડે એટલે મસાલાવાળું પાણી અને તજ-લવિંગ નો પાઉડર ઉમેરો.

 

હવે, તાપ વધારી, મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે ઉકાળો.

 

તાજે તાજું અને ગરમા ગરમ પીરસો. સાથે ગાર્લિક બ્રેડ પણ.

 

તાજગી અને સ્ફૂર્તિ અનુભવો, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટોમેટો ધનીયા શોરબા પીઓ.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Yield 1 bowl

 

Ingredients:

Oil 1 ts

Black Pepper 5-7

Whole Coriander 1 tbsp

Cumin Seeds 1 tbsp

Cinnamon 2 pcs

Big Cardamom 1

Clove buds 5

Onion chopped 1

Garlic chopped 5 buds

Carrots chopped 2 tbsp

Tomato chopped 5-6

Ginger Paste 1 ts

Salt to taste

Fresh Coriander Stalks chopped ½ cup

Kashmiri Red Chilli Paste 1 ts

Butter 1 ts

Clove-Cinnamon Powder Pinch

 

Garlic Breads for serving

 

Method:

Heat Oil in a pan.

 

Add Black Pepper, Whole Coriander, Cumin Seeds, Cinnamon 1 pc, Big Cardamom and Clove Buds and sauté well.

 

Add chopped Onion, Garlic, Carrots, Tomato and Ginger Paste. Mix well.

 

Add littler water and Salt. Mix well.

 

Cover the pan with a lid and cook on medium flame until Tomatoes are cooked well.

 

Add chopped Fresh Coriander Stalks and Kashmiri Red Chilli Paste. Mix well.

 

Add 1 glass of Water and let it boil on medium flame for a while.

 

Strain the mixture and collect Spiced Water in a bowl. Keep it a side.

 

Heat Butter in a pan on low flame.

 

Add 1 pc of Cinnamon.

 

When spluttered, add Spiced Water and Clove-Cinnamon Powder. Let it boil for 3-4 minutes on medium flame.

 

Serve Hot and Fresh with Garlic Breads.

 

Spice Up with Spicy and Healthy Tomato-Coriander Shorba.

ટીકર / રાજસ્થાની રોટી / મસાલા રોટી / Tikkar / Rajasthani Roti / Spiced Roti / Spiced Flat Bread

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ રોટી

 

સામગ્રી :

મકાઇ નો લોટ ૧ કપ

ઘઉ નો લોટ ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

સેકવા માટે ઘી

અટામણ માટે ઘઉ નો લોટ

 

રીત :

એક કથરોટમાં મકાઇ નો લોટ અને ઘઉ નો લોટ એકીસાથે લો.

 

એમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી, મરચાં, આ બધુ જ અડધી માત્રામાં ઉમેરો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, બોલ બનાવી, જરા જાડી રોટલી વણી લો. રોટલી વણતા એની કિનારી તુટતી જશે, કોઈ વાંધો નહીં, એવી જ બનવી જોઈએ. વણવા દરમ્યાન જરૂર લાગે ત્યારે ઘઉના કોરા લોટમાં જબોળી, કોટ કરતાં રહો, વણવાનું સરળ રહેશે અને ચોટશે નહીં.

 

અડધી રોટલી વણાઈ જાય એટલે એની ઉપર, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી અને મરચાં, આ બધુ થોડું થોડું છાંટો, હાથેથી હળવેથી દબાવો અને વણી લો. આ બધુ રોટલી ઉપર બરાબર ચોંટી જાય એ ખાસ જોવું.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધી રોટલી વણી લો.

 

એક પછી એક, બધી રોટલી શેલો ફ્રાય કરી લો. કરકરી બનાવવા માટે ધીમા તાપે, હળવે હળવે દબાવીને શેલો ફ્રાય કરો.

 

તાજે તાજી અને ગરમા ગરમ, તવા પરથી સીધી જ સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

દહી અને / અથવા પસંદગીના અથાણાં સાથે પીરસો.

 

પસંદગીના કોઈ પણ સૉસ કે કેચપ સાથે પણ પીરસી શકાય.

 

દહી સાથે સૌથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્વાદિષ્ટ, રસીલી, મસાલેદાર, રાજસ્થાની વાનગી, ટીકર.

 

Prep.10 min.

Cooking time 10 min.

Yield 4 pcs.

Ingredients:

Maize Flour 1 cup

Whole Wheat Flour 1 cup

Ghee 2 tbspContinue Reading

error: Content is protected !!