પાન પસંદ મુખવાસ / Pan Pasand Mukhwas / Flavoured Mouth Freshener

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૫૦ ગ્રામ

 

સામગ્રી :

મીઠી પાન ૧૦

કપૂરી પાન ૧૦

ચણોઠી ના પાન ૧/૪ કપ

વરિયાળી ૧/૨ કપ

હીરામોતી (તૈયાર મીઠો પાન મસાલો) ૧/૪ ટી સ્પૂન

ગુલાબજળ ૧ ટેબલ સ્પૂન

ધાણાદાળ ૧/૪ કપ

સલી સોપારી ૧/૪ કપ

મીઠી સૂકી ખારેક ના જીણા ટુકડા ૧/૪ કપ

મીઠી એલચી ૧ ટી સ્પૂન

સોપારી જીણી કાપેલી ૧/૪ કપ

 

રીત :

બધા જ મીઠી પાન અને કપૂરી પાન ના એકદમ જીણા ટુકડા કરી લો અને માઇક્રોવેવ માટેના એક બાઉલમાં લો.

 

હવે એને ફક્ત ૨ મિનિટ માટે માઇક્રોવેવ કરો.

 

એમાં વરિયાળી, હીરામોતી અને ગુલાબજળ ઉમેરો, બરાબર મીક્ષ કરો અને એક દિવસ, જી હા, પૂરા એક દિવસ માટે રાખી મુકો. બધુ સરસ રીતે એકસ્વાદ થઈ જશે.

 

એક નોન-સ્ટિક પૅન માં ધીમા તાપે વરિયાળીનું મિશ્રણ સેકી લો.

 

થોડું સેકાય જાય એટલે એમાં ધાણાદાળ, સલી સોપારી, મીઠી સૂકી ખારેક ના જીણા ટુકડા, મીઠી એલચી, જીણી કાપેલી સોપારી ઉમેરો.

 

ધીમા તાપે સેકવાનું ચાલુ રાખી બરાબર મીક્ષ કરો.

 

કોઈ પણ સામગ્રી બળી ના જાય એ ખાસ કાળજી રાખવી. એ માટે સેકવા દરમ્યાન સતત હલાવતા રેવું.

 

બધી સામગ્રી બરાબર સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તરત જ પૅન માંથી સેકેલી સામગ્રી એક મોટી પ્લેટ ઉપર ફેલાવીને પાથરી દો. ઢગલી ના રેવા દેવી. નહી તો ભેજ રહી જશે.

 

સામાન્ય તપમાપ થી જાય ત્યા સુધી રાખી મુકો.

 

ભરપેટ ભોજન પછી આ પાચક મુખવાસ મમળાવો.

 

Prep.5 min.

Cooking time 15 min.

Yield 250g.

Ingredients:

Mithi Paan (Dark Green Betel Leaves) 10

Kapoori Paan (Light Green Betel Leaves) 10

Abrus Precatorious Leave (Abrus Leaves) ¼ cupContinue Reading

મીક્ષ વેજ ઇન ગ્રેવી / Mix Veg in Gravy

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મીક્ષ વેજ સમારેલા ૧ બાઉલ

(ગાજર, ફણસી, કેપ્સિકમ, ફૂલકોબી, ટમેટાં, ડુંગળી, લીલા વટાણા વગેરે)

પસંદ પ્રમાણે ફેરફાર કરો

પનીર ક્યૂબ ૧/૨ કપ

બટેટા બાફેલા અને સમારેલા ૧

તેલ ૨ ટેબલ સ્પૂન

 

મેરીનેટ કરવા માટે :

દહી નો મસકો ૧ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

તંદૂર મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

ધાણાભાજી

 

ગ્રેવી માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

કાજુ-મગજતરી ના બી ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

બ્લાન્ચ કરેલા ટમેટાં-ડુંગળી ની પેસ્ટ ૧ કપ

(ટમેટાં અને ડુંગળીને ઉકળતા પાણીમાં ૨ થી ૩ મિનિટ માટે રાખી, પીસી, પેસ્ટ બનાવી લો)

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

મલાઈ ૧ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે :

ડુંગળી ની રીંગ/કેપ્સિકમ રીંગ/મલાઈ/ધાણાભાજી

(પસંદ પ્રમાણે કોઈ પણ એક નો ઉપયોગ કરો)

 

રીત :

મેરીનેટ કરવા માટે :

મેરીનેટ કરવા માટેની બધી સામગ્રી એક બાઉલમાં લઈ બરાબર મીક્ષ કરી લો.

 

આમાંથી થોડું મિશ્રણ એક વાટકામાં લઈ, એમાં પનીર ક્યૂબ અને બાફેલા-સમારેલા બટેટા ઉમેરી બરાબર મીક્ષ કરી લો. એક બાજુ રાખી દો.

 

બાકીના મિશ્રણમાં મીક્ષ વેજ ઉમેરો, બરાબર મીક્ષ કરો. કમ સે કમ ૧ કલાક માટે મેરીનેટ થવા રાખી મુકો. આ સમય દરમ્યાન ગ્રેવી તૈયાર કરી લો.

 

ગ્રેવી માટે :

એક પૅન મા તેલ ગરમ કરો. એમાં આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ઉમેરો.

 

બ્લાન્ચ કરેલા ટમેટાં-ડુંગળીની પેસ્ટ ઉમેરો. મીક્ષ કરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, કિચનકિંગ મસાલો ઉમેરો. મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને મધ્યમ તાપે પકાવો.

 

બધુ પાણી બળી જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે બરાબર પાકી ગયું હોય.

 

મલાઈ ઉમેરો અને ફક્ત ૧ થી ૨ મિનિટ માટે પકાવો.

 

એક બાજુ ગ્રેવી બનાવવા દરમ્યાન, સાથોસાથ બીજી બાજુ વેજીટેબલ તૈયાર કરી શકો.

 

મીક્ષ વેજ માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.

 

એમાં મેરીનેટ કરેલા મીક્ષ વેજ ઉમેરો. અહી, મેરીનેટ કરેલા પનીર ક્યૂબ અને બાફેલા બટેટાના ટુકડા ઉમેરવા નહી,

 

થોડી વાર માટે સાંતડી લો. પછી, પૅન ઢાંકી દો અને ધીમા તાપે પકાવો.

 

વેજીટેબલ બરાબર પાકી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

પેલી બાજુ, ગ્રેવી તૈયાર થઈ જાય એટલે ગ્રેવીમાં આ પકાવેલા મીક્ષ વેજીટેબલ અને મેરીનેટ કરેલા પનીર ક્યૂબ અને બટેટા ઉમેરો. ધીમા તાપે બરાબર મીક્ષ કરો.

 

પાણી બિલકુલ નહી ઉમેરવાનું.

 

ફક્ત ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

મીક્ષ વેજ ઇન ગ્રેવી તૈયાર છે.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

પસંદ પ્રમાણે સજાવો.

 

નાન કે પરાઠા અને ભાત સાથે મીક્ષ વેજ, ભરપેટ જમો.

 

Prep.30 min.

Cooking time 20 min.

for 4 Persons

Ingredients:

Mix Vegetables chopped 1 bowl

(Preferably Carrots, French Beans, Capsicum, Cauliflower, Tomato, Onion, Green Peas)

Can add or remove as your choice.Continue Reading

મેક્સીકન સમોસા / Mexican Samosa

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૨ સમોસા

 

સામગ્રી :

પડ માટે :

મકાઇ નો લોટ/કૉર્ન ફ્લૉર ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

તેલ ૧ થી ૨ ટી સ્પૂન

પાણી

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મેક્સીકન સીઝનીંગ ૧ ટી સ્પૂન

રાજમા ૧ કપ

મકાઇ ૧/૪ કપ

કેચપ ૧ ટેબલ સ્પૂન

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ચીઝ ક્યૂબ

 

મેંદો ૨ થી ૩ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

એક બાઉલમાં મકાઇ નો લોટ, મેંદો અને મીઠું મીક્ષ કરો.

 

૧ થી ૨ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરો. મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ લોટ બાંધી લો.

 

બાંધેલો લોટ ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, બાંધેલા લોટમાંથી આછી રોટલીઓ વણી લો અને ધીમા-મધ્યમ તાપે અધકચરી સેકી લો.

 

બધી રોટલીઓ વચ્ચેથી ૨ ટુકડામાં કાપી લો.

 

બધા ટુકડાઓ એક ભીના કપડામાં વીંટાળી રાખી દો.

 

પુરણ માટે :

૧૦ થી ૧૨ કલાક માટે રાજમા પલાળી દો.

 

રાજમા અને મકાઇ અલગ અલગ બાફી લો. પછી, વધારાનું પાણી કાઢી નાખો.

 

એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરો.

 

એમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

લસણ-મરચાં ની પેસ્ટ, બાફેલા રાજમા અને મકાઇ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

મેક્સીકન સીઝનીંગ ઉમેરો. મીક્ષ કરો.

 

કેચપ ઉમેરો. મીક્ષ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

લીંબુ નો રસ, ધાણાભાજી અને ચીઝ ક્યૂબ ઉમેરો. બરાબર મીક્ષ કરી દો.

 

પુરણ તૈયાર છે.

 

સમોસા માટે :

૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલો મેંદો એક વાટકીમાં લો. એમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

 

રોટલીનો ૧ ટુકડો લો.

 

એની વચ્ચે ૧ થી ૨ ટી સ્પૂન જેટલું પુરણ મુકો.

 

દરેક સમોસામાં પુરણમાં કમ સે કમ એક ચીઝ ક્યૂબ ખાસ આવે એ જોવું.

 

રોટલીના છેડા વાળી ત્રિકોણ આકાર આપો.

 

મેંદાની પેસ્ટથી છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

 

મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

બધા સમોસા તળી લો. નરમ સમોસા જોઈએ તો આછા ગુલાબી અને કરકરા સમોસા જોઈએ તો આકરા તળવા.

 

સાલસા સૉસ સાથે પીરસો.

 

મેક્સીકન સમોસા નો સ્વાદ માણો.

 

Prep.20 min.

Cooking time 10 min.

Yield 12 Samosa

Ingredients:

For Outer Layer :

Maize Flour / Cron Flour ½ cup

Refined White Wheat Flour (Maida) ½ cupContinue Reading

મેથી કૉર્ન ભાજી પાવ / Methi Corn Bhaji Pav

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૩ પ્લેટ

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

કેપ્સિકમ સમારેલા ૧

ટમેટાં સમારેલા ૧

મેથી ની ભાજી સમારેલી ૧ કપ

મકાઇ બાફેલી ૧ કપ

પનીર ૧૦૦ ગ્રામ

હિંગ ચપટી

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

પાવ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો. એમ હિંગ અને જીરું ઉમેરો.

 

તતડે એટલે સમારેલા કેપ્સિકમ અને ટમેટાં ઉમેરો. સાંતડી લો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

પાણી ઉમેરવાની જરૂર નથી.

 

સમારેલી મેથી ની ભાજી અને બાફેલી મકાઇ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

૨ થી ૩ મિનિટ માટે ધીમા તાપે હલાવતા રહી પકાવો.

 

પનીર અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મીક્ષ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવો. પીરસતી વખતે, ઉપર ૧ ચમચી જેટલું ઓગળ્યાં વગરનું ઘી મુકો.

 

પાવ સાથે પીરસો.

 

સાથે સેકેલો પાપડ અને ઠંડી છાસ પીરસી, ભોજન સંપૂર્ણ બનાવો.

 

મુંબઈ ના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ, ભાજી પાવ નો, જરા હટકે સ્વાદ માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 3 Plates

Ingredients:

Ghee 1 tbsp

Capsicum chopped 1

Tomato chopped 1

Fenugreek Leaves chopped 1 cupContinue Reading

મેંગો ટાર્ટ / Mango Tart

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૪ ટાર્ટ

 

સામગ્રી :

ટાર્ટ બેઝ માટે :

મેંગો ફ્લેવર બિસ્કીટ ૨૦

માખણ ૨૫ ગ્રામ

 

પુરણ માટે :

દહી નો મસકો ૧/૨ કપ

કન્ડેન્સ મિલ્ક ૧/૨ કપ

મલાઈ ૨ ટેબલ સ્પૂન

પનીર ૨ ટેબલ સ્પૂન

મેંગો પ્યુરી ૧/૨ કપ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે પાકી કેરી ની સ્લાઇસ

 

રીત :

ટાર્ટ બેઝ માટે :

બધા બિસ્કીટ નો ભુકો કરી લો. એમાં માખણ ઉમેરો. જરૂર લાગે તો ૧ ટી સ્પૂન જેટલી મેંગો પ્યુરી ઉમેરો.

 

આ બધુ બરાબર મીક્ષ કરી, કઠણ મિશ્રણ તૈયાર કરો.

 

ટાર્ટ મોલ્ડમાં તૈયાર કરેલું મિશ્રણ સેટ કરી દો.

 

પુરણ માટેની બધી જ સામગ્રી મિક્ષર ની એક જારમાં લઈ બરાબર પીસી લો અને સેટ કરેલા બધા ટાર્ટ મોલ્ડમાં ભરી દો.

 

બધા ટાર્ટ મોલ્ડ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં મુકી રાખો.

 

પાકી કેરી ની સ્લાઇસ વડે દરેક ટાર્ટ સજાવો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

તીખા તમતમતા ભોજન પછી પેટમાં ઠંડક મહેસુસ કરો..

 

Prep.10 min.

Yield 4 Tarts

Ingredient:

For Tart Base:

Mango Flavour Biscuits 20

Butter 25 gmContinue Reading

મેંગ્લોરીયન બનાના પુરી / મેંગ્લોરી કેલા પુરી / Mangalorean Banana Puri / Mangalori Kela Puri

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

મેંદો ૧ કપ

ઘી ૧ ટી સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

પાકા કેળા છુંદેલા ૧

દહી ૨ ટેબલ સ્પૂન

પાણી

તેલ તળવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ અને મેંદો લો. એમાં ઘી, ખાંડ, મરી પાઉડર, જીરું, જીરું પાઉડર, સોડા-બાય-કાર્બ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

એમાં છુંદેલા કેળા અને દહી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ, જરા ઢીલો લોટ બાંધી લો.

 

બાંધેલો લોટ આશરે ૬ કલાક માટે રાખી મુકો.

 

લોટ ના નાના નાના લુવા લઈ, એના બોલ બનાવી, નાની નાની પુરીઓ વણી લો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો. બધી પુરીઓ તળી લો.

 

સાંભાર અને નારિયળ ની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

Prep.10 min.

Cooking time 10 min.

for 4 Persons

Ingredients:

Whole Wheat Flour 1 cup

Refined White Wheat Flour (Maida) 1 cup

Ghee 1 tsContinue Reading

જીરા આલુ / Jira Alu / Potato with Cumin Seeds

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

બટેટા ૪

તેલ તળવા માટે

માખણ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટેબલ સ્પૂન

લીલા મરચાં સમારેલા ૨

જીરું પાઉડર ૧ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

હળદર ચપટી

લીંબુ ૧

ધાણાભાજી

 

રીત :

બટેટા ની છાલ કાઢી સ્લાઇસ કાપી લો અને તળી લો.

 

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

તળેલી બટેટની સ્લાઇસ ઉમેરો.

 

જીરું અને સમારેલા લીલા મરચાં ઉમેરો અને ધીમા તાપે મીક્ષ કરો.

 

જીરું પાઉડર, મરી પાઉડર, મીઠું અને હળદર ઉમેરો અને ધીમા તાપે મીક્ષ કરો.

 

લીંબુ નો રસ છાંટો. ધાણાભાજી ભભરાવો.

 

તાજા જ પીરસો.

 

સાદા જીરા આલુ ના શાહી સ્વાદ નો આનંદ લો..

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Potato 4

Oil to fry As per the size of the pan to deep fry

Butter 1 tbsp

Cumin Seeds 1 tbspContinue Reading

હની જિંજર ફ્રૂટ ચાટ / Honey Ginger Fruit Chat

 

તૈયારી માટે ૧૫ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

મીક્ષ ફ્રૂટ સમારેલા ૧ બાઉલ

(અનાનસ, સફરજન, દાડમ, કીવી, પપૈયું)

સૂકો મેવો ટુકડા ૧/૪ કપ

(કાજુ, બદામ, અખરોટ)

 

સજાવટ માટે :

મધ ૧ ટેબલ સ્પૂન

આદુ નો રસ ૧ ટેબલ સ્પૂન

લીંબુ નો રસ ૧ લીંબુનો

દળેલી ખાંડ ૧ ટી સ્પૂન

સંચળ ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

 

રીત :

એક બાઉલમાં સમારેલા બધા ફ્રૂટ લો.

 

એમાં સૂકા મેવા ના ટુકડા મીક્ષ કરો.

 

એક નાની વાટકીમાં મધ લો.

 

એમાં આદુનો રસ, લીંબુનો રસ, દળેલી ખાંડ, સંચળ, મરી પાઉડર અને જીરું પાઉડર ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આ મધનું મિશ્રણ ફ્રૂટ ઉપર બરાબર ફેલાવી રેડી દો.

 

૨૦ થી ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ફ્રૂટ અને નટ નો તમતમાતો સ્વાદ માણો.. હની જિંજર ફ્રૂટ ચાટ..

 

Prep.15 min.

Qty. 2 Plates

Ingredients:

Mixed Fruits chopped 1 bowl

(Pineapple, Apple, Pomegranate, Kiwifruit, Papaya)

Dry Fruit chopped ¼ cupContinue Reading

ચટપટા ચણા / ચણા ચાટ / Chatpata Chana / Chana Chat / Chatty Chickpeas / Chatty Chana

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

લીલા ચણા (જીંજરા) ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

લીલી ચટણી ૧ ટેબલ સ્પૂન

(ફૂદીનો, ધાણાભાજી, લીલા મરચાં, સંચળ, મીઠું, લીંબુ નો રસ. મીક્ષ કરી પીસેલું)

આમચૂર ૧ ટી સ્પૂન

ચાટ મસાલો ચપટી

ધાણાભાજી

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. જીણા સમારેલા ડુંગળી અને ટમેટાં ઉમેરો. નરમ થાય ત્યાં સુધી પકાવો. બાફેલા લીલા ચણા ઉમેરો. મધ્યમ તાપે ૧-૨ મિનિટ માટે પકાવો. તાપ પરથી પૅન હટાવી લો.

 

લીલી ચટણી, આમચૂર અને ચાટ મસાલો ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

ધાણાભાજી છાંટી સજાવો.

 

ગરમા ગરમ પીરસો.

 

જીંજરા ના ચાટ નો અવનવો ચટ્ટપટ્ટો સ્વાદ માણો..

Prep.15 min.

Cooking time 5 min.

Qty. 2 Plates

Ingredients:

Green Chickpeas boiled                                  1 cup

Oil                                                                    1 ts

Onion small chopped                                      1Continue Reading

લસણીયા વટાણા / Lasaniya Vatana / Garlicious Peas

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧ પ્લેટ

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

સુકા લાલ મરચાં ૨

તમાલપત્ર ૨

લીમડો ૬-૭

આદુ-મરચાં ની પેસ્ટ ૧/૨ ટેબલ સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ખારીસીંગ નો ભુકો ૨ ટેબલ સ્પૂન

તાજા લીલા વટાણા ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

તાજા લીલા વટાણા અધકચરા બાફી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને લીમડો ઉમેરો.

 

એમાં આદું-મરચાં ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ખારીસીંગ નો ભુકો અને અધકચરા બાફેલા તાજા લીલા વટાણા ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

ધીમા-મધ્યમ તાપે આશરે ૩ થી ૪ મિનિટ માટે બરાબર પકાવો.

 

મુખ્ય ભોજન સાથે સાઇડ ડીશ તરીકે પીરસી શકાય.

 

ટીવી પર ક્રિકેટ મેચ જોતાં જોતાં લસણીયા વટાણા મમળાવો.

 

Prep.5 min.

Cooking time 10 min.

Qty. 1 Plate

Ingredients:

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ tsContinue Reading

error: Content is protected !!