ભુટ્ટે કી કીસ / મકાઇ નો ચેવડો / Bhutte ki Kees / Makai no Chevdo / Spices Corn Cream

ભુલ નહીં કરતા, ભુટટા ની બધી જ વાનગી પંજાબી જ નથી હોતી, આ તો છે, ભારતના હૃદયસમા રાજ્ય, મધ્ય પ્રદેશની ભેટ. ભુટ્ટે કી કીસ.

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૪-૫ પાન

મરચા સમારેલા ૨

ભુટ્ટો (તાજી મકાઇ) આખી ૨

દુધ ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

સજાવટ માટે ધાણાભાજી અને તાજું ખમણેલું નારિયળ

 

રીત :

ભુટટા ની છાલ કાઢી નાખો અને ખમણી લો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, લીમડો અને સમારેલા મરચા ઉમેરો.

 

તતડે એટલે ખમણેલો ભુટ્ટો ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે દુધ ઉમેરો અને મધ્યમ તાપે ૭ થી ૮ મિનિટ માટે પકાવો. દુધ ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહો. ભુટ્ટે કી કીસ તૈયાર છે.

 

પરંતુ જો એકદમ સુકુ બનાવવું હોય તો, હજી થોડી વાર માટે, બધુ જ દુધ બળી જાય ત્યા સુધી, થોડી થોડી વારે, ધીરે ધીરે હલાવતા રહી, ધીમે તાપે પકાવો.

 

પછી, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. હજી ૨ થી ૩ મિનિટ માટે ધીરે ધીરે હલાવતા રહી, ધીમા તાપે પકાવો.

 

પછી, એક સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

ધાણાભાજી અને નારિયળ નું તાજું ખમણ છાંટી સજાવો.

 

તાજે તાજું, ગરમા ગરમ પીરસો.

Don’t get misunderstood…All Bhutta (Corn) Recipes are Not Punjabi. This is from the Heart of India…Madhya Pradesh…

Preparation time 5 minutes

Cooking time 15 minutes

Serving 1

 

Ingredients:

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Curry Leaves 4-5

Green Chilli chopped 2

Fresh Corn whole 2

Milk ½ cup

Salt to taste

Garam Masala ½ ts

 

Fresh Coriander Leaves and grated Fresh Coconut for garnishing.

 

Method:

Remove leaves on Fresh Corn and grate.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Curry Leaves and chopped Green Chilli. When spluttered, add grated Fresh Corn. When sautéed, add Milk and cook for 7-8 minutes on medium flame while stirring occasionally to prevent Milk boiling over.

 

If you want this dry, cook until Milk steams away.

 

Add Salt and Garam Masala. Mix well. Cook for 2-3 minutes more.

 

Remove in a serving plate.

 

Garnish with sprinkle of Fresh Coriander Leaves and grated Fresh Coconut.

 

Serve Fresh and Hot.

 

Enjoy Tummy Filler Bhutte Ki Kees…

શાહી શીકંજી / Shahi Shikanji

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

દૂધ ૧ કપ

સ્વીટ કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ

કેસર ૩-૪ તાર

જાયફળ પાઉડર ચપટી

જાવંત્રી પાઉડર ચપટી

એલચી પાઉડર ચપટી

દહી નો મસકો ૧/૪ કપ

દૂધ ની મલાઈ ૧ ટેબલ સ્પૂન

કાજુ ટુકડા ૧/૨ ટેબલ સ્પૂન

બદામ ની કતરણ ૧/૪ ટેબલ સ્પૂન

પિસ્તા ની કતરણ ૧/૪ ટેબલ સ્પૂન

કિસમિસ ૧/૪ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં દૂધ અને સ્વીટ કન્ડેન્સ મિલ્ક લો અને મધ્યમ તાપે ઉકાળવા મુકો.

 

ઉકળવાનું શરૂ થાય એટલે કેસર, જાયફળ પાઉડર, જાવંત્રી પાઉડર, એલચી પાઉડર ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળો. એકદમ ઉકાળવા માટે, જરૂર મુજબ તાપ થોડી વાર ધીમો અને થોડી વાર મધ્યમ કરતાં રહો. દૂધ ઘાટુ થઈ જાય ત્યા સુધી આ રીતે ઉકાળો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, કમ સે કમ ૨ કલાક માટે ફ્રીજમાં રાખી દો.

 

પછી એને, મીક્ષરની એક જારમાં લઈ લો.

 

એમાં દહી નો મસકો અને દૂધ ની મલાઈ ઉમેરો.

 

ફક્ત ૫ થી ૭ સેકંડ માટે જ મીક્ષર ફેરવી જરા મિક્સ કરી લો.

 

પછી એક બાઉલમાં લઈ લો.

 

એમાં કાજુ ટુકડા, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને કિસમિસ ઉમેરો. મિક્સ કરો.

 

કમ સે કમ ૧ કલાક માટે ફ્રીજમાં રાખી દો.

 

હવે, એક સર્વિંગ ગ્લાસમાં લો.

 

એની ઉપર થોડા કાજુ ટુકડા અને થોડી પિસ્તા ની કતરણ મૂકી સુશોભિત કરો,

 

ઠંડુ ઠંડુ જ પીરસો.

 

ઠંડી ઠંડી શાહી સિંકજી પીઓ. ઉનાળા ની ગરમી માં આરામ ફરમાવો.

 

ભારત દેશ ના હ્રદય સમા રાજ્ય, મધ્યપ્રદેશ ની એક રજવાડી ભેટ, શાહી શીકંજી.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Servings 2

 

Ingredients:

Milk 1 cup

Sweetened Condensed Milk ¼ cup

Saffron threads 3-4

Nutmeg Powder Pinch

Mace Blade Powder Pinch

(Javantri in Gujarati)

Cardamom Powder Pinch

Hung Curd ¼ cup

Milk Cream 1 tbsp

Cashew Nuts pieces ½ tbsp

Almonds chips ¼ tbsp

Pistachio pieces ¼ tbsp

Raisins ¼ tbsp

 

Method:

Take Milk and Sweetened Condensed Milk in a pan and put it on medium flame to boil. When it starts to boil, add Saffron threads, Nutmeg Powder, Mace Blade Powder, Cardamom Powder and continue boiling while stirring occasionally and reducing-increasing flame to boil it repeatedly until it becomes thick.

 

Then, leave it to cool down and refrigerate for at least 2 hours.

 

Take it in a blending jar of your mixer. Add Hung Curd and Milk Cream. Just churn it for 5-7 seconds only.

 

Mix Cashew Nuts pieces, Almonds chips, Pistachio pieces and Raisins.

 

Refrigerate it for at least 1 hour.

 

Take it in a serving glass.

 

Garnish with few pieces of Cashew nuts and Pistachio.

 

Serve chilled.

 

Just Chill Out with Chilled Shashi Shikanji…

 

The Royal Gift from the Core State of India…Madhya Pradesh…

error: Content is protected !!