કેળા પછછડી / Kela Pachchadi / Banana Pachchadi

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૭ મિનિટ

૧ વ્યક્તિ માટે

 

સામગ્રી :

દહી ૩૦૦ મિલી

લીંબુ ૧/૨

ખાંડ ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

નારિયળનું ખમણ અથવા પાઉડર ૩ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઘી ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

લીમડો

કેળા ૧

(છાલ ઉતારેલા અને સમારેલા મોટા ટુકડા)

હળદર ચપટી

 

રીત :

એક વાટકીમાં દહી લો. એમાં લીંબુ નો રસ, ખાંડ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, નારિયળ અને મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરી ઘાટું મિશ્રણ તૈયાર કરો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો. એમાં જીરું, રાય અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે સમારેલા કેળા અને હળદર મીક્ષ કરો. ધીમા તાપે પકાવો.

 

દહીનું મિશ્રણ ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો. ધીમા તાપે ૧ મિનિટ માટે પકાવો. કેળા પછછડી તૈયાર છે.

 

આ પછછડી એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ભાત સાથે પીરસો.

 

Preparation time: 5 minutes

Cooking time: 7 minutes

For 1 persons

 

Ingredients:

Curd 300 ml

Lemon ½

Sugar 1 ts

Red Chilli Powder 1 ts

Garam Masala ½ ts

Coconut grated or powder 3 tbsp

Salt to taste

Ghee 1 ts

Cumin Seeds 1 ts

Mustard Seeds ½ ts

Curry Leaves

Ripe Banana 1

(Peeled and chopped big pieces)

Turmeric Powder Pinch

 

Method:

Take Curd in a bowl. Add Lemon Juice, Sugar, Red Chilli Powder, Garam Masala, Coconut and Salt and mix well to prepare thick mixture. Keep it a side.

 

Heat Ghee in a pan on low flame. Add Cumin Seeds, Mustard Seeds and Curry Leaves.

 

When popped, add chopped ripe Banana and Turmeric Powder. Cook on low flame.

 

Add Curd mixture and mix well. Continue cooking on low flame for 1 minute. Pachchadi is ready.

 

Remove this Pachchadi in a bowl.

 

Serve with boiled or Steamed Rice.

 

Enjoy authentic Kerala cuisine at home.

 

 

સુરણ ની સુકી ભાજી / Suran ni Suki Bhaji / Yam Curry Dry

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડા ના પાન ૧૦

તલ ૧ ટી સ્પૂન

મરચાં સમારેલા ૨

સુરણ બાફેલું સમારેલું ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

મરી પાઉડર ૨ ટી સ્પૂન

સીંગદાણા નો જાડો ભુકો ૧ ટેબલ સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી

દાડમ ના દાણા

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીરું, લીમડો, તલ, સમારેલા લીલા મરચાં ઉમેરો.

 

તતડે એટલે બાફેલું સમારેલું સુરણ, મીઠું અને મરી પાઉડર ઉમેરો. સુરણ છુંદાય ના જાય એ ખ્યાલ રાખી, ધીરે ધીરે હલાવી, બરાબર મિક્સ કરો.

 

સીંગદાણા નો જાડો ભુકો અને સૂકા નારિયળ નો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો. તપ પરથી પૅન હટાવી લો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને દાડમ ના દાણા ભભરાવી સજાવો. ધાણાભાજી ના લીલા રંગ અને દાડમ ના દાણા ના લાલ રંગ થી ખુબ જ સુંદર દેખાશે.

 

ગરમા ગરમ પીરસો.

 

વ્રત-ઉપવાસ ના દિવસે સંતોષકારક સુરણ ની સુકી ભાજી આરોગો.

 

Prep.5 min.

Cooking time 10 min.

for 2 Persons

Ingredients:

Ghee 1 tbsp

Cumin Seeds ½ tsContinue Reading

વેજીટેબલ સેઝવાન કટલેટ / Vegetable Schezwan Cutlet

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

કટલેટ માટેના મિશ્રણ માટે :

તેલ ૧ ટી સ્પૂન

લસણ-મરચાં સમારેલા ૧ ટેબલ સ્પૂન

આદું ખમણેલો ૧/૨ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

મિક્સ વેજીટેબલ સમારેલા ૧ કપ

(ગાજર, કોબી, કેપ્સિકમ, ફુલકોબી વગેરે)

સેઝવાન મસાલો ૧ ટેબલ સ્પૂન

નૂડલ્સ બાફેલા ૧ કપ

ચોખા બાફેલા ૧/૨ કપ

સેઝવાન ચટણી ૧ ટેબલ સ્પૂન

કેચપ ૧ ટી સ્પૂન

તાજી બ્રેડ નો ભુકો ૩ થી ૪ ટેબલ સ્પૂન

 

કોટિંગ માટે :

મેંદો અને બેસન ની સ્લરી ૧ કપ

સુકી બ્રેડ નો ભુકો ૧/૨ કપ

 

સાથે પીરસવા માટે ચટણી અથવા કેચપ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં સમારેલું લસણ અને મરચાં ઉમેરો. સાંતડી લો.

 

ખમણેલો આદું અને સમારેલા મિક્સ વેજીટેબલ ઉમેરો. મધ્યમ તાપે પકાવતા મિક્સ કરો.

 

પાકી જવા આવે એટલે એમાં સેઝવાન મસાલો ઉમેરો. મિક્સ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો અને એક બાઉલમાં લઈ લો.

 

હવે એમાં, બાફેલા નૂડલ્સ, બાફેલા ચોખા, સેઝવાન ચટણી, કરચપ અને તાજી બ્રેડ નો ભુકો ઉમેરો, બરાબર મિક્સ કરો. કટલેટ માટે મિશ્રણ તૈયાર છે.

 

આ મિશ્રણમાંથી નાના નાના એકસરખી સાઇઝના બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ સ્લરીમાં જબોળી, તરત જ સુકી બ્રેડ ના ભુકા માં રગદોળી, કોટ કરી લો અને કટલેટ મોલ્ડમાં આકાર આપો અથવા બે હથેળી વચ્ચે હળવેથી દબાવી દો.

 

બધી કટલેટ શેલૉ ફ્રાય કરી લો. નરમ કટલેટ માટે આછી ગુલાબી અને કરકરી કટલેટ માટે જરા આકરી શેલૉ ફ્રાય કરો.

 

ચટણી અથવા કેચપ સાથે પીરસો. સેઝવાન સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

Prep.10 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:

For Cutlet Mixture:

Oil 1 ts

Garlic, Chilli chopped 1 tbsp

Continue Reading

ઉત્તર દક્ષિણી પાણીપુરી / સાઉથ ઇંડિયન ગોલગપ્પા / Uttar Dakshini Panipuri / South Indian Golgappa

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પુરણ માટે :

બટેટા બાફેલા, જીણા સમારેલા ૧

ડુંગળી જીણી સમારેલી ૧

તેલ ૧ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

અડદ દાળ ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫-૬ પાન

હિંગ ચપટી

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

પાણી માટે-૧ :

મરચાં આખા ૨

ડુંગળી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

રસમ પાઉડર ૧ ટેબલ સ્પૂન

સંચળ ૧/૪ ટી સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

મરચાં જીણા સમારેલા ૧

રાય ૧/૪ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

લીમડો ૪-૫ પાન

 

પાણી માટે-૨ :

નારિયળ નું પાણી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

સંચળ સ્વાદ મુજબ

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ફુદીનો સમારેલો ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી સમારેલી ૨ ટેબલ સ્પૂન

નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

 

પુરી (ગોલગપ્પા)

છુટક કરીયાણા ની દુકાન, સુપરમાર્કેટ માં તૈયાર મળે છે. ભારતના અમુક શહેરોમાં તૈયાર પાણીપુરી વેચતા ફેરિયાઓ પાસેથી પણ મળી શકે છે.

 

રીત :

પુરણ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણી સમારેલી ડુંગળી અને અડદ દાળ ઉમેરો. મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

પછી, બાફેલા અને જીણા સમારેલા બટેટા, હળદર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવો અને મિક્સ કરી દો.

 

પાણી માટે-૧ :

અનુકુળતા મુજબ, તવા ઉપર અથવા નોન-સ્ટિક પૅન ઉપર અથવા ગ્રીલ ઉપર, મરચાં કોરા જ સેકી લો.

 

આ સેકેલા મરચાં, સમારેલી ડુંગળી અને ધાણાભાજી, એક ખાંડણીમાં લઈ, બરાબર ખાંડી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં આમલી નો પલ્પ, ખાંડ, તલ, રસમ પાઉડર અને ૧ કપ જેટલું પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મરચાં ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તરત જ તૈયાર કરેલા પાણીમાં આ વઘાર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો. ફ્રીજમાં રાખીને એકદમ ઠંડુ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય.

 

પાણી માટે-૨ :

ઉપર યાદીમાં જણાવેલી બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લઈ, બરાબર મિક્સ કરી લો.

 

પાણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પકાવવાની, ઉકાળવાની કે વઘાર કરવાની જરૂર નથી.

 

પાણીપુરી બનાવવા માટે :

એક પુરી લો. એનો ઉપરનો ઉપસેલો ભાગ જરા તોડીને કાણું પાડી લો.

 

એમાં થોડું પુરણ ભરો. આ પુરીને સર્વિંગ પ્લેટ પર મુકો.

 

આ રીતે થોડી પુરી ભરી, સર્વિંગ પ્લેટ તૈયાર કરો.

 

બે અલગ અલગ નાની વાટકીમાં તૈયાર કરેલા બન્ને પાણી અલગ અલગ ભરી, પ્લેટ માં બાજુમાં મુકો.

 

આ રીતે તૈયાર કરેલી સર્વિંગ પ્લેટ પીરસો.

 

સ્વાદની પસંદ મુજબ, ચમચી વડે, કોઈ પણ એક કે બન્ને પાણી, થોડા થોડા, પુરીમાં ભરેલા પુરણની ઉપર રેડી, તરત જ પુરી મોઢામાં મુકો અને એક અદભુત સ્વાદ માણો.

 

વધારે સરસ રીતે સ્વાદ સ્વાદ માણવા માટે, ચમચી નો ઉપયોગ કરવાને બદલે, પુરણ ભરેલી પુરી, સીધી જ કોઈ પણ એક કે વારાફરતી બન્ને પાણીમાં જબોળી, તરત જ મોઢામાં મુકો અને એક અદભુત સ્વાદ માણો.

 

પાણીપુરી એ મૂળ ઉત્તરભારત ની છે. અહી આપણે એને દક્ષિણ ભારત ની વાનગીઓના સ્વાદ પ્રમાણે બનાવી છે.

 

તો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત નો કોમ્બો ટેસ્ટ કેવો લાગ્યો..!!??

 

Prep.15 min.

Cooking time 15 min.

Qty. 2 Plates

Ingredients:

For Stuffing:

Potato boiled 1

Onion small chopped 1

Continue Reading

ઠંડાઈ ફીરની / Thandai Phirni

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૫ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

પાઉડર માટે :

મરી આખા ૧૦

તજ નાનો ટુકડો ૧

વરીયાળી ૧ ટેબલ સ્પૂન

એલચી ૫

કેસર ૫-૬ તાર

ખસખસ ૧ ટેબલ સ્પૂન

મગજતરી ના બી ૧ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

 

ફીરની માટે :

દૂધ ૨ કપ

ખાંડ ૧/૪ કપ

ગુલાબ ની પાંદડી ૧ ટેબલ સ્પૂન

ચોખા પલાળેલા ૨ ટેબલ સ્પૂન

અખરોટ પીસેલા ૧/૪ કપ

ક્રીમ / મલાઈ ૨ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે :

બદામ નાના ટુકડા અથવા ખમણેલી

અખરોટ નાના ટુકડા

ગુલાબ ની પાંદડી

 

રીત :

પાઉડર માટેની બધી જ સામગ્રી એકીસાથે મીક્ષરની એક જારમાં લો અને એકદમ પીસી લઈ, પાઉડર તૈયાર કરો. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

પલાળેલા ચોખામાંથી વધારાનું પાણી કાઢી નાખો અને મીક્ષરની એક જારમાં ચોખા લઈ, એકદમ પીસી લઈ, પેસ્ટ તૈયાર કરો. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં દૂધ લો. એમાં ખાંડ, ગુલાબ ની પાંદડી અને તૈયાર કરેલો પાઉડર ઉમેરો.

 

ધીમા-મધ્યમ તાપે ૧૫ થી ૨૦ મિનિટ માટે આ દૂધ ઉકાળો. ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો. જરૂર પ્રમાણે તાપ થોડી વાર ધીમો અને થોડીવાર મધ્યમ કરતાં રહો.

 

દૂધ ઘાટુ થઈ જાય એટલે એમાં તૈયાર કરેલી ચોખા ની પેસ્ટ ઉમેરો અને હજી ઉકાળવાનું ચાલુ જ રાખો.

 

મિશ્રણ ઘાટુ થઈ જાય એટલે એમાં પીસેલા અખરોટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, ક્રીમ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, એકદમ ઠંડુ થઈ જાય ત્યા સુધી ફ્રીજમાં રાખી મુકો.

 

પીરસવા વખતે, એક ગ્લાસમાં અથવા લાલ માટીની કટોરીમાં લો.

 

ખમણેલી બદામ અથવા બદામ ના નાના ટુકડા, અખરોટ ના નાના ટુકડા અને ગુલાબ ની પાંદડી વડે સજાવો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ઉનાળાની ગરમીમાં પ્રસંગ ની ઉજવણી ઠંડકભરી કરો, ઠંડાઈ ફીરની ની ઠંડક અનુભવો.

 

Prep.5 min.

Cooking time 25 min.

Servings 4


Ingredients:
For Dry Powder:
Black Pepper 10
Cinnamon 1Continue Reading

શક્કરીયાં ના ગુલાબજાંબુ / મિષ્ટી આલુ પુળી / Shakkariya na Gulab Jambu / Sweet Potato Gulab Jamun / Mishti Alu Puli

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

ગુલાબજાંબુ માટે :

શક્કરીયાં બાફેલા છુંદેલા ૧

રાજગરા નો લોટ ૨ ટેબલ સ્પૂન

મિલ્ક પાઉડર ૨ ટેબલ સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું ચપટી

તળવા માટે ઘી અથવા તેલ

 

ચાસણી માટે :

ખાંડ ૧/૨ કપ

એલચી પાઉડર ચપટી

કેસર ૫-૬ તાર

ગુલાબજળ ૨ ટેબલ સ્પૂન

ગુલાબ ની પાંદડી

 

રીત :

ચાસણી માટે :

એક પૅન માં ખાંડ લો અને ખાંડ ઢંકાઈ એટલુ પાણી ઉમેરી, ધીમા તાપે મુકો.

 

ખાંડ એકદમ ઓગળી જાય એટલે તરત જ એમાં એલચી પાઉડર, કેસર અને ગુલાબજળ ઉમેરો. ધીમા તાપે જ ૧ થી ૨ મિનિટ હલાવી, બરાબર મિક્સ કરો.

 

એમાં ગુલાબ ની પાંદડી ઉમેરો, મિક્સ કરો અને એક બાઉલમાં લઈ લો.

 

ચાસણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં બાફેલા છુંદેલા શક્કરીયાં, રાજગરા નો લોટ, મિલ્ક પાઉડર, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરી ઢીલા લોટ જેવુ મિશ્રણ તૈયાર કરી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.

 

આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે ઘી અથવા તેલ મુકો.

 

એમાં તૈયાર કરેલા બધા બોલ આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બધી બાજુ બરાબર તળાય એ માટે થોડી વારે બધા બોલ તેલમાં ફેરવો.

 

તળાય જાય એટલે તરત જ બધા બોલને તૈયાર કરેલી ચાસણીમાં નાખી દો.

 

એકદમ તાજગીસભર સ્વાદ માટે ગરમા ગરમ પીરસો.

 

સામાન્ય તાપમાન થવા માટે થોડી વાર રાખી મુકો. પછી, ફ્રીજમાં રાખી દો.

 

જ્યારે ઈચ્છા થાય ત્યારે ઠંડા ઠંડા આરોગો.

 

કોઈ પણ પવિત્ર કે સારા પ્રસંગની ઉજવણી કરો, આ નરમ નરમ અને પૌષ્ટિક ગુલાબજાંબુ ની મિજબાની કરો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 10 pcs.

Ingredients:

For Gulab Jamun Balls:

Sweet Potato boiled and mashed 1

Amaranth (Rajagara) Flour 2 tbsp

Continue Reading

સ્વીટ પોટેટો & ઓટ્સ કટલેટ / શક્કરીયાં ની કટલેટ / Sweet Potato & Oats Cutlet

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ પ્લેટ

 

સામગ્રી :

કટલેટ મિશ્રણ માટે :

લીલા વટાણા બાફેલા ૧/૨ કપ

શક્કરીયાં બાફેલા ૧

દલીયા બાફેલા ૧/૨ કપ

મસાલા ઓટ્સ ૮૦ ગ્રામ

મરચાં ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

આદું ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ફૂદીનો જીણો સમારેલો ૨ ટેબલ સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

બ્રેડ નો ભુકો ૨ ટેબલ સ્પૂન

 

કોટિંગ માટે :

મેંદો-બેસન ની સ્લરી ૧ કપ

સુકી બ્રેડ નો ભુકો ૧/૨ કપ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે કોલેસ્લો અને કેચપ

 

રીત :

એક બાઉલમાં કટલેટ માટેની બધી સામગ્રી એકીસાથે લો, બરાબર મિક્સ કરી દો.

 

આ મિશ્રણમાંથી નાના નાના એક સરખા બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ મેંદો-બેસન ની સ્લરી માં જબોળી, તરત જ સુકી બ્રેડ ના ભુકા માં રગદોળી, કોટ કરી લો અને મોલ્ડમાં અથવા બે હથેળી વચ્ચે હળવેથી દબાવીને આકાર આપો.

 

આ રીતે બધી કટલેટ તૈયાર કરો.

 

બધી કટલેટ શેલો ફ્રાય કરી લો. નરમ બનાવવા માટે આછી ગુલાબી અને કરકરી બનાવવા માટે જરા આકરી શેલો ફ્રાય કરો.

 

કોલેસ્લો અને કેચપ સાથે પીરસો.

 

એક નવા જ સ્વાદ ની, શક્કરીયાં ના સ્વાદ ની કટલેટ ની મોજ માણો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Qty. 5 Plates

Ingredients:

For Cutlet Mixture:

Green Peas boiled ½ cup

Sweet Potato boiled 1

Continue Reading

સ્પીનાચ ઇન હોટ ગાર્લિક સૉસ / Spinach in Hot Garlic Sauce

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

આદું જીણો સમારેલો ૧ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૧ ટી સ્પૂન

લસણ જીણું સમારેલું ૧ ટી સ્પૂન

ડુંગળી સમારેલા મોટા ટુકડા ૧

કેપ્સિકમ સમારેલા મોટા ટુકડા ૧

અજીનોમોટો (MSG) ચપટી

મીઠું સ્વાદ મુજબ

ચીલી સૉસ ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

પાલક પ્યૂરી ૧ કપ

કૉર્ન ફ્લૉર સ્લરી ૨ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં જીણો સમારેલો આદું, મરચાં, લસણ, મોટા ટુકડા સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને અજીનોમોટો ઉમેરો. કોઈ પણ સામગ્રી બળી ના જાય એ માટે ધીરે ધીરે સતત હલાવતા રહો.

 

ડુંગળી અને કેપ્સિકમ સાંતડાઈ જાય એટલે ચીલી સૉસ અને મરી પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, પાલક પ્યૂરી, કૉર્ન ફ્લૉર અને મીઠું ઉમેરો. ઊચા તાપે ૩ થી ૪ મિનિટ માટે ધીરે ધીરે સતત હલાવતા રહી બરાબર મિક્સ કરો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

સ્પીનાચ ઇન હોટ ગાર્લિક સૉસ તૈયાર છે.

 

રોટલી અને ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

પૌષ્ટિક પાલક આરોગો, ચટાકેદાર સ્વાદમાં.

 

Prep.5 min.

Cooking time 10 min.

for 2 Persons

Ingredients:

Oil 1 ts

Ginger finely chopped 1 tbsp

Green Chilli finely chopped 1 ts

Continue Reading

પાલક ચાટ / Palak Chat / Spinach Chat / Chatty Spinach

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખીરા માટે :

મેંદો ૧/૨ કપ

ચોખા નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

 

પંપકિન સીડ ચટણી માટે :

પંપકિન સીડ ૧/૨ કપ

ફૂદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧ કપ

મરચાં સમારેલા ૪

આદુ ખમણેલો ૧/૨ ટી સ્પૂન

લીંબુ ૧/૨

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

અન્ય સામગ્રી :

તેલ તળવા માટે

પાલક ૧૦૦ ગ્રામ

મસાલા દહી ૧/૨ કપ

(દહીમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું મીક્ષ કરો)

ખજુર-આમલી ની ચટણી ૩ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે :

મસાલા સીંગ ૧ ટેબલ સ્પૂન

સેવ ૧ ટેબલ સ્પૂન

(પાલક ફ્લેવર હોય તો એ લેવી)

 

રીત :

પંપકિન સીડ ચટણી માટે :

પંપકિન સીડ ચટણી માટેની બધી સામગ્રી મીક્ષરની જારમાં લો. ફક્ત ૧/૨ ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરો. બરાબર પીસી, ચટણી બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં મેંદો, ચોખા નો લોટ અને ચણા નો લોટ લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો અને સોડા-બાય-કાર્બ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી ઘાટુ ખીરું બનાવો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા ખીરામાં પાલકના પાંદડા જબોળી, તરત જ ગરમ તેલમાં તળવા માટે મુકો. ધીમા તાપે બરાબર તળી લો.

 

તળેલા પાલકના પાંદડા એક સર્વિંગ પ્લેટ પર લો.

 

એની ઉપર મસાલા દહી, પંપકિન સીડ ચટણી અને ખજુર-આમલી ની ચટણી બરાબર ફેલાવીને રેડો.

 

મસાલા સીંગ અને સેવ છાંટી સજાવો.

 

તાજુ જ પીરસો.

 

આયર્નથી ભરપુર પાલક ને સ્ટ્રીટ ચાટ ના સ્વાદમાં માણો.

 

Prep.15 min.

Cooking time 10 min.

Qty. 4 Plates

Ingredients:

For Batter:

Refined White Wheat Flour (Maida) ½ cup

Rice Flour ½ cup

Continue Reading

સાઉથ ઇંડિયન વડા / આમા વડાઇ / South Indian Vada / Aama Vadai / Spiced Tamil Fry

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૫ પ્લેટ

 

સામગ્રી :

ચણા દાળ ૧/૨ કપ

અડદ દાળ ૧/૪ કપ

મસૂદ દાળ ૧/૪ કપ

ચોખા ૧ ટેબલ સ્પૂન

સૂકા લાલ મરચાં ૨

હિંગ ચપટી

વરિયાળી ૧ ટી સ્પૂન

તાજું નારિયળ ખમણેલું ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ડુંગળી જીણી સમારેલી ૧

લીમડો ૧૦-૧૨

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

નારિયળ ની ચટણી

 

રીત :

એક બાઉલમાં કમ સે કમ ૧ કલાક માટે ચણા દાળ પલાળી દો.

 

બીજા એક બાઉલમાં અડદ દાળ, મસૂદ દાળ અને ચોખા, એકીસાથે કમ સે કમ એક કલાક માટે પલાળી દો.

 

પછી, પલાળેલી ચણા દાળ મીક્ષરની જારમાં લો અને જરા જાડી પીસી લો. પાણી ઉમેરવાની જરૂર નથી. પેસ્ટ બની જાય એટલી ના પીસવી. એક બાઉલમાં લઈ લો.

 

પછી, પલાળેલી અડદ દાળ, મસૂદ દાળ અને ચોખા મીક્ષરની જારમાં લો. એમાં સૂકા લાલ મરચાં, હિંગ, વરિયાળી, મીઠું અને લીમડાના ૫-૬ પાન ઉમેરો. જરા જાડુ પીસી લો. પાણી ઉમેરવાની જરૂર નથી. પેસ્ટ બની જાય એટલું ના પીસવું. પીસેલી ચણા દાળ સાથે મિક્સ કરી દો.

 

એમાં જીણી સમારેલું ડુંગળી, ખમણેલું તાજું નારિયળ, લીમડાના ૫-૬ પાન અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આ તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ બોલ બનાવો અને બે હથેળી વચ્ચે હળવેથી દબાવી દો. એક પ્લેટમાં રાખી દો. આ રીતે બધા વડા તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

બધા વડા આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા વડા તેલમાં ઉલટાવો.

 

નારિયળ ની ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

સાઉથ ઈન્ડિયાના પ્રખ્યાત રાજ્ય, તમિલનાડુની ખાસ વાનગી, આમા વડાઇ.

 

Prep.15 min.

Cooking time 10 min.

Qty. 5 Plates

Ingredients:

Skinned and Split Bengal Gram ½ cup

Skinned and Split Black Gram ¼ cupContinue Reading

error: Content is protected !!