સ્પ્રાઉટ અને વેજીટેબલ હાંડવો / Sprouts and Vegetable Handvo

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખીરા માટે :

ચોખા ૧/૩ કપ

ચણા દાળ ૧/૩ કપ

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

મેથી ૧/૪ ટી સ્પૂન

રવો / સૂજી ૧/૪ કપ

તેલ ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

દહી ૧ કપ

 

વઘાર માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫

હિંગ ચપટી

તલ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

 

મિશ્રણ માટે :

દૂધી ખમણેલી ૧૦૦ ગ્રામ

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

મગ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

મઠ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

હળદર ચપટી

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

સજાવવા અને પીરસવા માટે :

સજાવટ માટે તલ

સાથે પીરસવા માટે લાલ અને લીલી ચટણી

 

રીત :

ખીરા માટે :

ચોખા, ચણા દાળ, અડદ દાળ અને મેથી, આ બધુ એકીસાથે, મીક્ષરની ગ્રાઈન્ડિંગ જારમાં લો અને એકદમ જીણું પીસી લો. આ લોટ એક બાઉલમાં લઈ લો.

 

આ લોટમાં રવો અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એકદમ થોડા પાણીમાં ગોળ ઓગાળી, લોટના મિશ્રણમાં આ પાણી ઉમેરો. દહી પણ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, તલ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે આ વઘાર તરત જ તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.

 

મિશ્રણ માટે :

હવે, વઘાર મિક્સ કરેલા ખીરામાં ખમણેલી દૂધી, મકાઇ ના દાણા, ફલગાવેલા મગ, ફલગાવેલા મઠ, હળદર, સોડા-બાય-કાર્બ ને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

હાંડવો બનાવવા માટે :

હાંડવા મોલ્ડ માં તેલ લગાવી દો.

 

પછી, તૈયાર કરેલું ખીરું મોલ્ડમાં ભરી દો.

 

એની ઉપર તલ છાંટી દો.

 

૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

લાલ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

પ્રેમાળ ગુજરાતી મા ના હાથનો સ્વાદ માણો.

 

Prep.15 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:

For Batter:

Rice 1/3 cup

Skinned and Split Bengal Gram 1/3 cup

Split Black Gram dehusked 1 tbspContinue Reading

ઢેબેડી / Dhebedi / Winter Special Puri

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ નંગ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૧/૨ કપ

બાજરી નો લોટ ૧/૪ કપ

જુવાર નો લોટ ૧/૪ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧ કપ

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

દહી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ, ચણા નો લોટ, બાજરી નો લોટ, જુવાર નો લોટ અને રવો લો. બરાબર મીક્ષ કરો.

 

મેથી ની ભાજી, તલ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ઘી અને તેલ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને દહી ઉમેરો. જરા ઢીલો લોટ બાંધી લો. જરૂર હોય તો લોટ બાંધવા માટે દહીનું પાણી ઉમેરો. સ્વાદ જળવાઈ રહે એ માટે સાદું પાણી ના ઉમેરવું.

 

બાંધેલા લોટ ના નાના નાના લુવા લઈ, બન્ને હથેળી વચ્ચે નાની અને થોડી જાડી થેપી લો.

બધી પુરી તળી લો.

 

દહી, મસાલા દહી કે અથાણાં સાથે પીરસો.

 

હેતાળ ગુજરાતી મમ્મી ની વારસાગત વાનગી આરોગી તંદુરસ્તી જાળવો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 12 pcs.

Ingredients:

Wheat Flour                            ½ cup

Gram Four                               ½ cup

Millet Flour                              ¼ cupContinue Reading

વેજીટેબલ સેઝવાન કટલેટ / Vegetable Schezwan Cutlet

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

કટલેટ માટેના મિશ્રણ માટે :

તેલ ૧ ટી સ્પૂન

લસણ-મરચાં સમારેલા ૧ ટેબલ સ્પૂન

આદું ખમણેલો ૧/૨ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

મિક્સ વેજીટેબલ સમારેલા ૧ કપ

(ગાજર, કોબી, કેપ્સિકમ, ફુલકોબી વગેરે)

સેઝવાન મસાલો ૧ ટેબલ સ્પૂન

નૂડલ્સ બાફેલા ૧ કપ

ચોખા બાફેલા ૧/૨ કપ

સેઝવાન ચટણી ૧ ટેબલ સ્પૂન

કેચપ ૧ ટી સ્પૂન

તાજી બ્રેડ નો ભુકો ૩ થી ૪ ટેબલ સ્પૂન

 

કોટિંગ માટે :

મેંદો અને બેસન ની સ્લરી ૧ કપ

સુકી બ્રેડ નો ભુકો ૧/૨ કપ

 

સાથે પીરસવા માટે ચટણી અથવા કેચપ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં સમારેલું લસણ અને મરચાં ઉમેરો. સાંતડી લો.

 

ખમણેલો આદું અને સમારેલા મિક્સ વેજીટેબલ ઉમેરો. મધ્યમ તાપે પકાવતા મિક્સ કરો.

 

પાકી જવા આવે એટલે એમાં સેઝવાન મસાલો ઉમેરો. મિક્સ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો અને એક બાઉલમાં લઈ લો.

 

હવે એમાં, બાફેલા નૂડલ્સ, બાફેલા ચોખા, સેઝવાન ચટણી, કરચપ અને તાજી બ્રેડ નો ભુકો ઉમેરો, બરાબર મિક્સ કરો. કટલેટ માટે મિશ્રણ તૈયાર છે.

 

આ મિશ્રણમાંથી નાના નાના એકસરખી સાઇઝના બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ સ્લરીમાં જબોળી, તરત જ સુકી બ્રેડ ના ભુકા માં રગદોળી, કોટ કરી લો અને કટલેટ મોલ્ડમાં આકાર આપો અથવા બે હથેળી વચ્ચે હળવેથી દબાવી દો.

 

બધી કટલેટ શેલૉ ફ્રાય કરી લો. નરમ કટલેટ માટે આછી ગુલાબી અને કરકરી કટલેટ માટે જરા આકરી શેલૉ ફ્રાય કરો.

 

ચટણી અથવા કેચપ સાથે પીરસો. સેઝવાન સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

Prep.10 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:

For Cutlet Mixture:

Oil 1 ts

Garlic, Chilli chopped 1 tbsp

Continue Reading

સ્વીટ પોટેટો & ઓટ્સ કટલેટ / શક્કરીયાં ની કટલેટ / Sweet Potato & Oats Cutlet

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ પ્લેટ

 

સામગ્રી :

કટલેટ મિશ્રણ માટે :

લીલા વટાણા બાફેલા ૧/૨ કપ

શક્કરીયાં બાફેલા ૧

દલીયા બાફેલા ૧/૨ કપ

મસાલા ઓટ્સ ૮૦ ગ્રામ

મરચાં ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

આદું ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ફૂદીનો જીણો સમારેલો ૨ ટેબલ સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

બ્રેડ નો ભુકો ૨ ટેબલ સ્પૂન

 

કોટિંગ માટે :

મેંદો-બેસન ની સ્લરી ૧ કપ

સુકી બ્રેડ નો ભુકો ૧/૨ કપ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે કોલેસ્લો અને કેચપ

 

રીત :

એક બાઉલમાં કટલેટ માટેની બધી સામગ્રી એકીસાથે લો, બરાબર મિક્સ કરી દો.

 

આ મિશ્રણમાંથી નાના નાના એક સરખા બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ મેંદો-બેસન ની સ્લરી માં જબોળી, તરત જ સુકી બ્રેડ ના ભુકા માં રગદોળી, કોટ કરી લો અને મોલ્ડમાં અથવા બે હથેળી વચ્ચે હળવેથી દબાવીને આકાર આપો.

 

આ રીતે બધી કટલેટ તૈયાર કરો.

 

બધી કટલેટ શેલો ફ્રાય કરી લો. નરમ બનાવવા માટે આછી ગુલાબી અને કરકરી બનાવવા માટે જરા આકરી શેલો ફ્રાય કરો.

 

કોલેસ્લો અને કેચપ સાથે પીરસો.

 

એક નવા જ સ્વાદ ની, શક્કરીયાં ના સ્વાદ ની કટલેટ ની મોજ માણો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Qty. 5 Plates

Ingredients:

For Cutlet Mixture:

Green Peas boiled ½ cup

Sweet Potato boiled 1

Continue Reading

સાઉથ ઇંડિયન વડા / આમા વડાઇ / South Indian Vada / Aama Vadai / Spiced Tamil Fry

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૫ પ્લેટ

 

સામગ્રી :

ચણા દાળ ૧/૨ કપ

અડદ દાળ ૧/૪ કપ

મસૂદ દાળ ૧/૪ કપ

ચોખા ૧ ટેબલ સ્પૂન

સૂકા લાલ મરચાં ૨

હિંગ ચપટી

વરિયાળી ૧ ટી સ્પૂન

તાજું નારિયળ ખમણેલું ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ડુંગળી જીણી સમારેલી ૧

લીમડો ૧૦-૧૨

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

નારિયળ ની ચટણી

 

રીત :

એક બાઉલમાં કમ સે કમ ૧ કલાક માટે ચણા દાળ પલાળી દો.

 

બીજા એક બાઉલમાં અડદ દાળ, મસૂદ દાળ અને ચોખા, એકીસાથે કમ સે કમ એક કલાક માટે પલાળી દો.

 

પછી, પલાળેલી ચણા દાળ મીક્ષરની જારમાં લો અને જરા જાડી પીસી લો. પાણી ઉમેરવાની જરૂર નથી. પેસ્ટ બની જાય એટલી ના પીસવી. એક બાઉલમાં લઈ લો.

 

પછી, પલાળેલી અડદ દાળ, મસૂદ દાળ અને ચોખા મીક્ષરની જારમાં લો. એમાં સૂકા લાલ મરચાં, હિંગ, વરિયાળી, મીઠું અને લીમડાના ૫-૬ પાન ઉમેરો. જરા જાડુ પીસી લો. પાણી ઉમેરવાની જરૂર નથી. પેસ્ટ બની જાય એટલું ના પીસવું. પીસેલી ચણા દાળ સાથે મિક્સ કરી દો.

 

એમાં જીણી સમારેલું ડુંગળી, ખમણેલું તાજું નારિયળ, લીમડાના ૫-૬ પાન અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આ તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ બોલ બનાવો અને બે હથેળી વચ્ચે હળવેથી દબાવી દો. એક પ્લેટમાં રાખી દો. આ રીતે બધા વડા તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

બધા વડા આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા વડા તેલમાં ઉલટાવો.

 

નારિયળ ની ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

સાઉથ ઈન્ડિયાના પ્રખ્યાત રાજ્ય, તમિલનાડુની ખાસ વાનગી, આમા વડાઇ.

 

Prep.15 min.

Cooking time 10 min.

Qty. 5 Plates

Ingredients:

Skinned and Split Bengal Gram ½ cup

Skinned and Split Black Gram ¼ cupContinue Reading

પંજાબી સમોસાં / Punjabi Samosa

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ સમોસાં

 

સામગ્રી :

પડ માટે :

મેંદો ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

તેલ ૩ ટેબલ સ્પૂન

અજમા ૧/૨ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

ધાણા આખા ૧ ટી સ્પૂન

ફૂદીનો ૨ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લીલા વટાણા બાફેલા ૧/૪ કપ

બટેટા બાફેલા ૨૫૦ ગ્રામ

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

સંચળ ૧/૪ ટી સ્પૂન

આમચૂર ૧/૪ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

તજ-લવિંગ પાઉડર ૧/૪ ટી સ્પૂન

બાદીયા પાઉડર ૧/૪ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

એક બાઉલમાં મેંદો લો. એમાં ઘી અને અજમા ઉમેરો. બરાબર મિક્સ કરો. લોટ ની ઢગલી કરી, એની વચ્ચે ખાડો પાડી જગ્યા કરો.

 

એ ખાડામાં તેલ અને પાણી ઉમેરી, બધુ બરાબર મિક્સ કરી, કઠણ લોટ બાંધી લો. બાંધેલો લોટ ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો. (એ દરમ્યાન પુરણ તૈયાર કરી લો.)

 

બાંધેલા લોટમાંથી નાના નાના લુવા લઈ, નાની અને જાડી રોટલીઓ વણી લો. રોટલી સેકવાની જરૂર નથી. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, આખા ધાણા ઉમેરો.

 

બરાબર તતડી જાય એટલે એમાં ફૂદીનો, સમારેલા મરચાં, આદું-લસણ ની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, સંચળ, આમચૂર, ગરમ મસાલો, તજ લવિંગ પાઉડર, બાદીયા ઉમેરો, મિક્સ કરો અને મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ માટે પકાવો.

 

તાપ પરથી પૅન હટાવી લો. ધાણાભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

સમોસાં બનાવવા માટે :

વણીને રાખેલી રોટલીઓમાંથી એક રોટલી લો.

 

એની વચ્ચે ૨ થી ૩ ટી સ્પૂનગ જેટલું પુરણ મુકો.

 

રોટલીના છેડા વાળી લઈ, પુરણ રેપ કરી, રોટલીના છેડા પર પાણી લગાવી, છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસાં તૈયાર કરી લો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

વારાફરતી, બધા સમોસાં તળી લો. પસંદ મુજબ નરમ કે કરકરા બનાવવા માટે આછા ગુલાબી કે જરા આકરા તળવા.

 

કેચપ, ચીલી સૉસ અથવા ઘરે બનાવેલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો. ચીલી સૉસ કે ચીલી-ગાર્લીક સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્વાદિષ્ટ અને ચટાકેદાર પંજાબી સમોસાં.

Prep.15 min.

Cooking time 15 min.

Yield 10 Samosa

Ingredients:

For Outer Layer :

Refined White Wheat Flour (Maida) 1 cup

Ghee 2 tbsp

Oil 3 tbsp

Continue Reading

મેક્સીકન સમોસા / Mexican Samosa

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૨ સમોસા

 

સામગ્રી :

પડ માટે :

મકાઇ નો લોટ/કૉર્ન ફ્લૉર ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

તેલ ૧ થી ૨ ટી સ્પૂન

પાણી

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મેક્સીકન સીઝનીંગ ૧ ટી સ્પૂન

રાજમા ૧ કપ

મકાઇ ૧/૪ કપ

કેચપ ૧ ટેબલ સ્પૂન

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ચીઝ ક્યૂબ

 

મેંદો ૨ થી ૩ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

એક બાઉલમાં મકાઇ નો લોટ, મેંદો અને મીઠું મીક્ષ કરો.

 

૧ થી ૨ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરો. મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ લોટ બાંધી લો.

 

બાંધેલો લોટ ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, બાંધેલા લોટમાંથી આછી રોટલીઓ વણી લો અને ધીમા-મધ્યમ તાપે અધકચરી સેકી લો.

 

બધી રોટલીઓ વચ્ચેથી ૨ ટુકડામાં કાપી લો.

 

બધા ટુકડાઓ એક ભીના કપડામાં વીંટાળી રાખી દો.

 

પુરણ માટે :

૧૦ થી ૧૨ કલાક માટે રાજમા પલાળી દો.

 

રાજમા અને મકાઇ અલગ અલગ બાફી લો. પછી, વધારાનું પાણી કાઢી નાખો.

 

એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરો.

 

એમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

લસણ-મરચાં ની પેસ્ટ, બાફેલા રાજમા અને મકાઇ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

મેક્સીકન સીઝનીંગ ઉમેરો. મીક્ષ કરો.

 

કેચપ ઉમેરો. મીક્ષ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

લીંબુ નો રસ, ધાણાભાજી અને ચીઝ ક્યૂબ ઉમેરો. બરાબર મીક્ષ કરી દો.

 

પુરણ તૈયાર છે.

 

સમોસા માટે :

૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલો મેંદો એક વાટકીમાં લો. એમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

 

રોટલીનો ૧ ટુકડો લો.

 

એની વચ્ચે ૧ થી ૨ ટી સ્પૂન જેટલું પુરણ મુકો.

 

દરેક સમોસામાં પુરણમાં કમ સે કમ એક ચીઝ ક્યૂબ ખાસ આવે એ જોવું.

 

રોટલીના છેડા વાળી ત્રિકોણ આકાર આપો.

 

મેંદાની પેસ્ટથી છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

 

મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

બધા સમોસા તળી લો. નરમ સમોસા જોઈએ તો આછા ગુલાબી અને કરકરા સમોસા જોઈએ તો આકરા તળવા.

 

સાલસા સૉસ સાથે પીરસો.

 

મેક્સીકન સમોસા નો સ્વાદ માણો.

 

Prep.20 min.

Cooking time 10 min.

Yield 12 Samosa

Ingredients:

For Outer Layer :

Maize Flour / Cron Flour ½ cup

Refined White Wheat Flour (Maida) ½ cupContinue Reading

જીરા આલુ / Jira Alu / Potato with Cumin Seeds

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

બટેટા ૪

તેલ તળવા માટે

માખણ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટેબલ સ્પૂન

લીલા મરચાં સમારેલા ૨

જીરું પાઉડર ૧ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

હળદર ચપટી

લીંબુ ૧

ધાણાભાજી

 

રીત :

બટેટા ની છાલ કાઢી સ્લાઇસ કાપી લો અને તળી લો.

 

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

તળેલી બટેટની સ્લાઇસ ઉમેરો.

 

જીરું અને સમારેલા લીલા મરચાં ઉમેરો અને ધીમા તાપે મીક્ષ કરો.

 

જીરું પાઉડર, મરી પાઉડર, મીઠું અને હળદર ઉમેરો અને ધીમા તાપે મીક્ષ કરો.

 

લીંબુ નો રસ છાંટો. ધાણાભાજી ભભરાવો.

 

તાજા જ પીરસો.

 

સાદા જીરા આલુ ના શાહી સ્વાદ નો આનંદ લો..

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Potato 4

Oil to fry As per the size of the pan to deep fry

Butter 1 tbsp

Cumin Seeds 1 tbspContinue Reading

તુવેર મેથી ના ઢોકળા / Tuver methi na Dhokla / Fenugreek-Peas Puff / Dhokla of Pigeon Peas and Fenugreek

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

તુવેરદાળ પલાળેલી ૧/૨ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

લીલા મરચાં ૩

આદું ખમણેલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧/૪ કપ

લીલું લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન

દહી ૧/૪ કપ

તેલ ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

બેસન ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ફ્રૂટ સોલ્ટ / ઈનો ૧ ટેબલ સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

લીમડો ૧૦ પાન

તલ ૧ ટી સ્પૂન

લીલા મરચાં જીણા સમારેલા ૨

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સજાવટ માટે :

તાજું નારિયળનું ખમણ અથવા પાઉડર  

ધાણાભાજી

 

રીત :

પલાળેલી તુવેરદાળ, મેથી ની ભાજી, લીલા મરચાં, આદું, ધાણાભાજી, લીલું લસણ અને દહી, આ બધુ એકીસાથે મીક્ષરની એક જારમાં લો. એકદમ જીણું પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં તેલ, હિંગ, બેસન, ખાંડ, મીઠું અને ફ્રૂટ સોલ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો. ખીરું તૈયાર છે.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો અને ખીરું ભરી દો. પ્લેટમાં અડધે સુધી જ ખીરું ભરવું, બાકીની જગ્યા, ઢોકળા ફુલવા માટે રાખવી.

 

સ્ટીમરમાં પાણી ભરી ઊંચા તાપે મુકો.

 

પાણી ગરમ થાય એટલે સ્ટીમર માં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

સ્ટીમર ઢાંકી, ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

પછી, પ્લેટ માં રહેલા ઢોકળામા ચપ્પુ વડે આડા-ઊભા કાપા પાડી, બધા ટુકડા એક બાઉલમાં લઈ લો.

 

સર્વિંગ પ્લેટ માં ઢોકળા ગોટવી દો.

 

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, લીમડો અને તલ ઉમેરો. તતડે એટલે જીણા સમારેલા મરચાં ઉમેરો અને સાંતડો. સાંતડાઈ જાય એટલે ખાંડ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, તરત જ આ વઘાર સર્વિંગ પ્લેટ માં ગોઠવેલા ઢોકળા પર બરાબર ફેલાવીને છાંટી દો.

 

એની ઉપર ધાણાભાજી અને તાજું નારિયળનું ખમણ કે પાઉડર છાંટી દો.

 

અસલી ગુજરાતી ઢોકળા, જરા હટકે.

Prep.15 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

Split Pigeon Peas soaked ½ cup

Fenugreek Leaves ½ cup

Green Chilli 3Continue Reading

ચણા દાળ સમોસા / Chana Dal Samosa / Gram Samosa

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૬ સમોસા

 

સામગ્રી :

પડ માટે :

મેંદો ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

તેલ ૩ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

મિલ્ક પાઉડર ૧ ટેબલ સ્પૂન

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

લીમડો ૫-૭

હિંગ ચપટી

ડુંગળી જીણી સમારેલી ૧

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ચણા દાળ બાફેલી ૧ કપ

લીલા મરચા જીણા સમારેલા ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તેલ

 

રીત :

પડ માટે :

મેંદા સાથે ઘી અને તેલ મીક્ષ કરો. જરૂર મુજબ ધીરે ધીરે પાણી ઉમેરતા જઇ કઠણ લોટ બાંધી લો. ૧૫-૨૦ મિનિટ માટે રાખી મુકો. એ દરમ્યાન પુરણ તૈયાર કરી લો. બાંધેલા લોટમાંથી જાડી નાની રોટલીઓ વણી લો. બધી રોટલી વચ્ચેથી ૨ ટુકડામાં કાપી લો. રોટલીઓ શેકવાની જરૂર નથી.

 

પુરણ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. હિંગ અને લીમડો ઉમેરો. જીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરો. બરાબર મીક્ષ કરી દો. બાફેલી ચણા દાળ, અડદું-મરચા ની પેસ્ટ, હળદર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરો. ધીમા તાપે પકાવતા બરાબર મીક્ષ કરો. બધુ નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો. આશરે ૧૦-૧૫ મિનિટ લાગશે. લીંબુ નો રસ મીક્ષ કરો. તાપ પરથી પૅન હટાવી લો. ધાણાભાજી મીક્ષ કરી દો.

 

સમોસા માટે :

રોટલીનો ૧ ટુકડો લો. એની વચ્ચે ૨-૩ ટી સ્પૂન જેટલું પુરણ મુકો અને રોટલીના છેડા વાળી લઈ ત્રિકોણ આકાર આપો. રોટલીના છેડા હળવેથી દબાવીને ચોંટાડી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો. બધા સમોસા પર બ્રશથી તેલ લગાવી દો. ૨૦૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો.

 

કેચપ, ચીલી સૉસ યા ઘરમાં બનાવેલી કોઈ પણ ચટણી સાથે ગરમા ગરમ પીરસો. સ્વીટ એન્ડ સૅવર સૉસ કે ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

તમને પ્રિય, મને પ્રિય, બધાને પ્રિય.. સમોસા..

પણ આ તો એકદમ પૌષ્ટિક.. પ્રોટીન થી ભરપુર સમોસા છે..

ના બહુ તેલ.. ના તળેલા.. બેક કરેલા..

ચણા દાળ સમોસા..

 

Prep.20 min.

Cooking time 20 min.

Yield 6 Samosa

Ingredients:

For Outer Layer :

Refined White Wheat Flour (Maida)               1 cup

Ghee                                                               2 tbsp

Oil                                                                    3 tbspContinue Reading

error: Content is protected !!