ભુલ નહીં કરતા, ભુટટા ની બધી જ વાનગી પંજાબી જ નથી હોતી, આ તો છે, ભારતના હૃદયસમા રાજ્ય, મધ્ય પ્રદેશની ભેટ. ભુટ્ટે કી કીસ.
તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૧ સર્વિંગ
સામગ્રી :
તેલ ૧ ટેબલ સ્પૂન
રાય ૧/૨ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
લીમડો ૪-૫ પાન
મરચા સમારેલા ૨
ભુટ્ટો (તાજી મકાઇ) આખી ૨
દુધ ૧/૨ કપ
મીઠું સ્વાદ મુજબ
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
સજાવટ માટે ધાણાભાજી અને તાજું ખમણેલું નારિયળ
રીત :
ભુટટા ની છાલ કાઢી નાખો અને ખમણી લો.
એક પૅન માં તેલ ગરમ કરો.
એમાં રાય, જીરું, લીમડો અને સમારેલા મરચા ઉમેરો.
તતડે એટલે ખમણેલો ભુટ્ટો ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે દુધ ઉમેરો અને મધ્યમ તાપે ૭ થી ૮ મિનિટ માટે પકાવો. દુધ ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહો. ભુટ્ટે કી કીસ તૈયાર છે.
પરંતુ જો એકદમ સુકુ બનાવવું હોય તો, હજી થોડી વાર માટે, બધુ જ દુધ બળી જાય ત્યા સુધી, થોડી થોડી વારે, ધીરે ધીરે હલાવતા રહી, ધીમે તાપે પકાવો.
પછી, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. હજી ૨ થી ૩ મિનિટ માટે ધીરે ધીરે હલાવતા રહી, ધીમા તાપે પકાવો.
પછી, એક સર્વિંગ પ્લેટ પર લઈ લો.
ધાણાભાજી અને નારિયળ નું તાજું ખમણ છાંટી સજાવો.
તાજે તાજું, ગરમા ગરમ પીરસો.
Don’t get misunderstood…All Bhutta (Corn) Recipes are Not Punjabi. This is from the Heart of India…Madhya Pradesh…
Preparation time 5 minutes
Cooking time 15 minutes
Serving 1
Ingredients:
Oil 1 tbsp
Mustard Seeds ½ ts
Cumin Seeds ½ ts
Curry Leaves 4-5
Green Chilli chopped 2
Fresh Corn whole 2
Milk ½ cup
Salt to taste
Garam Masala ½ ts
Fresh Coriander Leaves and grated Fresh Coconut for garnishing.
Method:
Remove leaves on Fresh Corn and grate.
Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Curry Leaves and chopped Green Chilli. When spluttered, add grated Fresh Corn. When sautéed, add Milk and cook for 7-8 minutes on medium flame while stirring occasionally to prevent Milk boiling over.
If you want this dry, cook until Milk steams away.
Add Salt and Garam Masala. Mix well. Cook for 2-3 minutes more.
Remove in a serving plate.
Garnish with sprinkle of Fresh Coriander Leaves and grated Fresh Coconut.