ચાર ધાન ની ખીર / Char Dhan ni Khir / Khir or 4 Cereals

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘી ૧ ટી સ્પૂન

ઘઉ બાફેલા ૧/૪ કપ

બાજરી બાફેલી ૧/૪ કપ

જુવાર બાફેલી ૧/૪ કપ

મકાઇ ના દાણા બાફેલા ૧/૪ કપ

કેસર ૪-૫ તાર

મકાઇ બાફેલી છુંદેલી ૨ ટેબલ સ્પૂન

(કોર્ન પેસ્ટ)

દુધ ૫૦૦ મિલી

ખાંડ ૫ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમા, બાફેલા ઘઉ, બાજરી, જુવાર અને મકાઇ ના દાણા ઉમેરો અને બરાબર સાંતડી લો.

 

પછી, કેસર અને બાફેલી છુંદેલી મકાઇ  (કોર્ન પેસ્ટ) ઉમેરો અને સાંતડવાનું ચાલુ રાખો.

 

દુધ અને ખાંડ ઉમેરો. થોડી થોડી વારે હલાવતા રહી, ૮ થી ૧૦ મિનિટ માટે ધીમા-મધ્યમ તાપે ઉકાળો.

 

એલચી પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

ગરમા ગરમ અને તાજી જ પીરસો.

 

ખીર તો ઘણી અલગ અલગ પ્રકારની ચાખી હશે, આ છે એક અદભુત ખીર, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ, ચાર ધાન ની ખીર.

Preparation time 15 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Ghee 1 ts

Whole Wheat boiled ¼ cup

Whole Millet boiled ¼ cup

Whole Sorghum boiled ¼ cup

Maze Granules boiled ¼ cup

Saffron 4-5 threads

Corn boiled and crushed 2 tbsp

Milk 500 ml

Sugar 5 tbsp

Cardamom Powder Pinch

 

Method:

Heat Ghee in a pan on low flame.

 

Add boiled Whole Wheat, Whole Millet, Whole Sorghum and Maze Granules and sauté well.

 

Add Saffron and boiled and crushed Corn (Corn Paste) and continue sautéing.

 

Add Milk and Sugar and boil it on low-medium flame while stirring occasionally for 8-10 minutes.

 

Add Cardamom Powder. Mix well.

 

Serve Hot and Fresh.

 

You must have enjoyed various types of Kheer…

 

Here is A Wonderful Kheer…

 

KHEER OF 4 CEREALS…

 

Healthy, Heavy and Mouth Watering…

જીંજર ઓરેંજ જ્યુસ / આદું અને સંતરા નું જ્યુસ Adu ane Santra nu Juice / Ginger Orange Juice

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

સંતરા ૪

આદુ જીણો સમારેલો ૧ મોટો ટુકડો

લીલી હળદર જીણી સમારેલી ૧ મોટો ટુકડો

મધ ૨ ટેબલ સ્પૂન

સંચળ ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

સજાવવા અને સાથે પીરસવા માટે ઓરેંજ સ્લાઇસ, ફૂદીનો અને આઇસ ક્યુબ

 

રીત :

બધા સંતરા નો જ્યુસ કાઢી લો અને એક બાઉલમાં લઈ લો.

 

મીક્ષરની જારમાં જીણો સમારેલો આદુ, લીલી હળદર અને મધ લો. એકદમ પીસી લઈ, પેસ્ટ તૈયાર કરી લો અને સંતરા ના જ્યુસ સાથે મિક્સ કરી દો.

 

એમા, સંચળ અને જીરું પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

ગરણીથી ગાળી લો.

 

એક સર્વિંગ ગ્લાસમાં ભરી લો અને થોડા આઇસ ક્યુબ ઉમેરો.

 

ઉપર ફુદીનાના ૧-૨ પાન મુકો.

 

ગ્લાસની કિનારી પર સંતરા ની એક સ્લાઇસ ભરાવી દો.

 

તાજે તાજુ જ પીરસો.

 

આદુ નો તમતમાટ અને સંતરા નો ખટ્ટ-મીઠ્ઠો સ્વાદ માણો, શિયાળાની ઠંડી મજેદાર બનાવો.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Servings 2

 

Ingredients:

Orange 4

Ginger chopped 1 big pc

Fresh Turmeric chopped 1 big pc

Honey 2 tbsp

Black Salt Powder ½ ts

Cumin Powder 1 ts

Orange slice, Fresh Mint Leaves and Ice cubes for garnishing and serving

 

Method:

Extract juice from all Oranges and take it in a bowl.

 

In a wet grinding jar of mixer, take chopped Ginger, Fresh Turmeric and Honey. Crush well to fine paste.

 

Add it to Orange juice.

 

Add Black Salt Powder and Cumin Powder. Mix very well.

 

Filter with a strainer.

 

Take in a serving glass. Add few Ice cubes.

 

Garnish with Orange slice and Fresh Mint Leaves.

 

Serve fresh.

 

Make Chilling Winter enjoyable adding Hotness of Ginger and Sweet-Sour Taste of Orange.

કુકુંબર કોલ્ડ સૂપ / કાકડી નું સૂપ / Cucumber Cold Soup / Kakdi nu Soup

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

કાકડી સમારેલી ૧૫૦ ગ્રામ

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

મરચા સમારેલા ૧

લીંબુ નો રસ ૨ ટી સ્પૂન

ખાંડ ૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

સજાવટ માટે ધાણાભાજી અને ખમણેલી કાકડી

 

રીત :

મીક્ષરની જ્યુસર જારમાં સીંગદાણા, સમારેલી કાકડી, ધાણાભાજી, મરચા, લીંબુ નો રસ, ખાંડ અને મીઠુ લો.

 

જરૂર મુજબ થોડું પાણી ઉમેરો.

 

હાઇ સ્પીડ પર મીક્ષર ચલાવી જ્યુસ તૈયાર કરી લો.

 

તૈયાર થયેલો જ્યુસ એક બાઉલમાં લઈ લો અને ફ્રીજમાં રાખી દો.

 

પીરસવા વખતે જ ફ્રીજમાંથી જ્યુસ બહાર કાઢી લઈ એક સર્વિંગ બાઉલમાં લો.

 

એની ઉપર ધાણાભાજી અને થોડુ કાકડીનું ખમણ ભભરાવો.

 

ઠંડુ ઠડું જ પીરસો.

 

ગરમ ગરમ સૂપ ની જ આદત છે ને..!!! લો આ નવતર પ્રકારનું ઠંડુ સૂપ, કુકુંબર કોલ્ડ સૂપ.

 

કુકુંબર કોલ્ડ સૂપ અંદર, સમર હીટ બહાર.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Servings 2

 

Ingredients:

Peanuts               2 tbsp

Cucumber chopped 150g

Fresh Coriander Leaves 2 tbsp

Green Chilli chopped 1

Lemon Juice 2 ts

Sugar 2 ts

Salt to taste

Fresh Coriander Leaves and grated Cucumber for garnishing

 

Method:

Take in a juicer jar of mixer, Peanuts, chopped Cucumber, Fresh Coriander Leaves, chopped Green Chilli, Lemon Juice, Sugar and Salt.

 

Add water as needful.

 

Crush it very well to make juice.

 

Remove prepared juice in a bowl and refrigerate it.

 

Take it in a serving bowl.

 

Garnish with Fresh Coriander Leaves and grated Cucumber.

 

Serve fridge cold.

 

Cucumber Cold Soup in…Summer Heat Out…

કોકોનટ કુલર / Coconut Cooler

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

લીલા નારિયળ નું પાણી ૧ કપ

લીલા નારિયળ ની મલાઈ ૧/૨ કપ

રોઝ સીરપ ૧ ટેબલ સ્પૂન

તકમરીયા પલાળેલા ૧ ટેબલ સ્પૂન

બરફ નો ભુકો

 

રીત :

મીક્ષરની જ્યુસર જારમાં લીલા નારિયળ નું પાણી, લીલા નારિયળ ની મલાઈ અને રોઝ સીરપ લો અને હાઇ સ્પીડ પર મીક્ષર ચલાવી, બરાબર  મિક્સ કરી લો.

 

એક સર્વિંગ ગ્લાસમાં બરફનો થોડો ભુકો લો અને તૈયાર કરેલા નારિયળ ના મિશ્રણથી ગ્લાસ ભરી દો.

 

પલાળેલા તકમરીયા છાંટી સુશોભીત કરો.

 

તાજગીભર્યા સ્વાદ માટે તરત જ પીરસો.

 

બહાર ભલે ઉનાળાની ગરમી હોય, તમે અંદરથી ઠંડા રહો, કોકોનટ કુલર પીઓ.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Tender Coconut Water 1 cup

Tender Coconut               ½ cup

Rose Syrup 1 tbsp

Basil Seeds (Tukmaria) soaked 1 tbsp

Crushed Ice

 

Method:

Take in a juicer jar of mixer, Tender Coconut Water, Tender Coconut and Rose Syrup. Crush it very well.

 

Take Crushed Ice in a serving glass. Fill the glass with Coconut mixture.

 

Garnish with soaked Basil Seeds.

 

Serve immediately for freshness.

 

Let Summer Heat be Hot Out…Let Coconut Cooler make you Cool In…

કોલ્ડ કોકો પીનટ ફ્લેવર / Cold Cocoa Peanut Flavour

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

દુધ ૨ કપ

ડાર્ક ચોકલેટ ખમણેલી ૨ ટેબલ સ્પૂન

ઓરીઓ બિસ્કીટ ૨

કોકો પાઉડર ૨ ટેબલ સ્પૂન

વ્હાઇટ ચોકલેટ ખમણેલી ૨ ટેબલ સ્પૂન

પીનટ બટર ૧ ટેબલ સ્પૂન

મિલ્ક બિસ્કીટ ૨

 

સજાવટ માટે ચોકલેટ પાઉડર અને ખારી સીંગ પાઉડર

 

રીત :

એક પૅન માં ૧ કપ દુધ લો અને ઉકાળો.

 

દુધ ઉકળે એટલે એમા ખમણેલી ડાર્ક ચોકલેટ, ઓરીઓ બિસ્કીટ અને કોકો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો અને ફરી ઉકાળો. બધુ બરાબર મિક્સ કરી દો અને ફ્રીજમાં રાખી દો.

 

બીજા એક પૅન માં ૧ કપ દુધ લો અને ઉકાળો.

 

દુધ ઉકળે એટલે એમા ખમણેલી વ્હાઇટ ચોકલેટ અને પીનટ બટર ઉમેરો. બરાબર મિક્સ કરો અને ફરી ઉકાળો. મિલ્ક બિસ્કીટ ઉમેરો અને બધુ બરાબર મિક્સ કરી દો અને ફ્રીજમાં રાખી દો.

 

સર્વિંગ માટે :

એક સર્વિંગ ગ્લાસ, ડાર્ક ચોકલેટ ના મિશ્રણથી અડધો ભરી લો. પછી, બાકીનો અડધો ગ્લાસ, વ્હાઇટ ચોકલેટ ના મિશ્રણથી ભરી લો.

 

ચોકલેટ પાઉડર અને ખારી સીંગ પાઉડર છાંટી સુશોભીત કરો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ક્યારેક ઉનાળાની અકળાવતી ગરમી પણ સારી લાગે, એ બહાને સારા સારા ઠંડા પીણા પીવા જો મળે.

 

આ પણ એવું જ આહલાદક ઠંડુ ઠંડુ પીણુ છે, કોલ્ડ કોકો પીનટ ફ્લેવર.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Servings 2

 

Ingredients:

Milk 2 cup

Dark Chocolate compound (shredded) 2 tbsp

Oreo Biscuits 2

Cocoa Powder 2 tbsp

White Chocolate shredded 2 tbsp

Peanut Butter 1 tbsp

Milk Biscuits 2

 

Chocolate and Salted-Roasted Peanuts Powder for garnishing

 

Method:

Take 1 cup Milk in a pan and boil it. When boiled, add Dark Chocolate, Oreo Biscuits and Cocoa Powder. Mix well and boil it again. Blend it very well. Keep it in refrigerator.

 

Take 1 cup milk in another pan and boil it. When boiled, add White Chocolate and Peanut Butter. Mix well and boil it again. Add Milk Biscuits and blend it very well. Keep it in refrigerator.

 

Fill in a half serving glass with Dark Chocolate mixture, then fill in remaining half serving glass with White Chocolate mixture.

 

Garnish with sprinkle of Chocolate and Salted-Roasted Peanuts Powder.

 

Serve cold.

 

Sometimes, Summer is Super when you have Superb Cold Drinks…Cold Cocoa Peanut Flavour…

સી બ્રીઝ / Sea Breeze

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બરફ નો ભુકો

આદુ નો રસ ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

બ્લુ કુરકાઓ સીરપ ૨ ટેબલ સ્પૂન

ગ્રીન એપલ સીરપ ૧ ટેબલ સ્પૂન

લીંબુ ની સ્લાઇસ

ફુદીનો

સોડા વોટર

 

રીત :

એક સર્વિંગ ગ્લાસમાં થોડો બરફનો ભુકો લો.

 

એમા આદુ નો રસ, લીંબુ નો રસ, બ્લુ કુરકાઓ સીરપ અને ગ્રીન એપલ સીરપ ઉમેરો.

 

પછી, લીંબુ ની સ્લાઇસ અને ફુદીનો ઉમેરો.

 

હવે, બાકીનો ગ્લાસ, સોડા વોટર થી ભરી દો.

 

તરત જ પીરસો.

 

ઉનાળાની ગરમ સાંજે, ઘરે જ સી બ્રીઝ બનાવો અને ફીલ કરો.

Preparation time 5 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Crushed Ice

Ginger Juice  1 ts

Lemon Juice 1 ts

Blue Curacao Syrup 2 tbsp

Green Apple Syrup 1 tbsp

Lemon Slice

Fresh Mint Leaves

Soda Water

 

Method:

Take Crushed Ice in a serving glass.

 

Add Ginger Juice, Lemon Juice, Blue Curacao Syrup and Green Apple Syrup.

 

Add Lemon Slice and Fresh Mint Leaves.

 

Fill in remaining glass with Soda Water.

 

Serve immediately.

 

Everyone is not so lucky to be on Sea shore in hot evening of Summer…Be lucky to feel SEA BREEZE at home…

હોટ શૉટ / Hot Shot

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૩ સર્વિંગ

 

સામગ્રી :

દુધ ૨ કપ

ક્રીમ / મલાઈ ૧/૨ કપ

વ્હાઇટ ચોકલેટ ૧/૨ કપ

મિલ્ક પાઉડર ૨ ટેબલ સ્પૂન

વેનીલા એસન્સ ૨ ટીપા

સ્ટ્રોબેરી ઇમલશન ૨ ટીપા

મીન્ટ ઇમલશન ૨ ટીપ

સજાવટ માટે એડીબલ ફ્લૉવર્સ

 

રીત :

એક પૅન માં દુધ લો.

 

એમા ક્રીમ, વ્હાઇટ ચોકલેટ અને મિલ્ક પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહી ઉકાળો.

 

પછી, હેન્ડ બ્લેન્ડર વડે, ઉપર ફીણ થવા લાગે ત્યા સુધી બ્લેન્ડ કરો.

 

ચમચી વડે ફીણ લઈ, ૩ ગ્લાસમાં સરખા પ્રમાણમાં ભરી દો.

 

ફીણ કાઢી લીધા પછી, દુધને ૩ સરખા ભાગ માં અલગ અલગ બાઉલમાં લઈ લો.

 

હવે, દુધનાં ૧ ભાગમાં વેનીલા એસન્સ ઉમેરો, બરાબર મિક્સ કરો અને ૧ સર્વિંગ ગ્લાસમાં ભરી દો.

 

પછી, દુધનાં બીજા ૧ ભાગમાં સ્ટ્રોબેરી ઇમલશન ઉમેરો, બરાબર મિક્સ કરો અને બીજા ૧ સર્વિંગ ગ્લાસમાં ભરી દો.

 

પછી, દુધનાં ત્રીજા ૧ ભાગમાં મીન્ટ ઇમલશન ઉમેરો, બરાબર મિક્સ કરો અને ત્રીજા ૧ ગ્લાસમાં ભરી દો.

 

હવે, આ ત્રણેય ગ્લાસ પર એક-એક એડીબલ ફ્લૉવર મુકી સુશોભીત કરો.

 

ફ્લેવર્ડ હોટ ચોકલેટ ના હોટ શૉટ તૈયાર છે.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

Servings 3

 

Ingredients:

Milk 2 cup

Cream ½ cup

White Chocolate ½ cup

Milk Powder 2 tbsp

Vanilla Essence 2 drops

Strawberry Emulsion 2 drops

Mint Emulsion 2 drops

 

Decorating Edible Flowers for garnishing

 

Method:

Take Milk in a pan.

 

Add Cream, White Chocolate and Milk Powder. Mix well.

 

Boil it while stirring occasionally.

 

Blend it very well using hand blender. It will make froth (foam) on the top. Skim froth.

 

After removing froth, divide Milk in 3 equal parts.

 

Add Vanilla Essence in 1 part of Milk. Add in 1 serving glass.

 

Add Straberry Emulsion in 1 part of Milk. Add in another serving glass.

 

Add Mint Emulsion in 1 part of Milk. Add in another serving glass.

 

Garnish all 3 glasses with Decorating Edible Flowers.

 

Have a Hot Shot of Flavoured Hot Chocolate.

લાત્તે માચીયાતો / Latte Macchiato

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

દુધ ૧/૨ કપ

ક્રીમ / મલાઈ ૧ કપ

મિલ્ક પાઉડર ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

કોફી પાઉડર ૩ ટેબલ સ્પૂન

મેલ્ટેડ ચોકલેટ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક બાઉલમાં કોફી પાઉડર લો.

 

એમા ૧/૨ કપ જેટલુ ગરમ / ઉકાળેલું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

બીજા એક બાઉલમાં દુધ, ક્રીમ, મિલ્ક પાઉડર અને ખાંડ લો. થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળો.

 

ઉકળી જાય એટલે તાપ પરથી બાઉલ હટાવી લો.

 

પછી એમા ફીણા થઇ જાય એટલું બ્લેન્ડ કરી લો.

 

એક સર્વિંગ ગ્લાસમાં મેલ્ટેડ ચોકલેટ લો.

 

એમા ફીણા વાળું મિશ્રણ ઉમેરો.

 

પછી, કોફી વાળું પાણી ઉમેરો.

 

તાજા સ્વાદ માટે તરત જ પીરસો.

 

ખુબ ટેબલ વર્ક કરો છો..!!! લાત્તે માચીયાતો પીઓ, ખુશનુમા અને તાજગી અનુભવો.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

Servings 2

 

Ingredients:

Milk ½ cup

Cream 1 cup

Milk Powder 2 tbsp

Sugar 2 tbsp

Coffee Powder 3 tbsp

Melted Chocolate 1 tbsp

 

Method:

Take Coffee Powder in a bowl. Add ½ cup of hot / boiled water and mix very well.

 

In another bowl, take Milk, Cream, Milk Powder and Sugar. Boil it while stirring occasionally. When boiled, remove from the flame. Using handy blender, blend it to frothy.

 

Take Melted Chocolate in a serving glass. Add prepared frothy Milk Mixture. Add prepared Coffee Water.

 

Serve immediately for fresher taste and serve with Honey Ginger Flat Cookies for better taste.

 

 

Make Your Table Work Delightful with Refreshing and Stimulating LATTE MACCHIATO…

 

Also Enjoy LATTE MACCHIATO with Your Loved Ones

&

Make Your Evening Special…

પીયુશ / Piyush

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

શ્રીખંડ ૨ કપ

(પ્લેન શ્રીખંડ હોય તો એ જ લેવું)

છાસ ૨ કપ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

જાયફળ પાઉડર ચપટી

કેસર ૭-૮ તાર

સજાવટ માટે પીસ્તા ના ટુકડા

 

રીત :

એક બાઉલમાં શ્રીખંડ અને છાસ એકીસાથે લો. એને એકદમ ફીણી લો. પછી એને મીક્ષરની જારમાં લઈ લો.

 

એમા દળેલી ખાંડ, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને કેસર ઉમેરો.

 

ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે જ બ્લેન્ડ કરી લો. બધુ જ એકદમ મીક્ષ થઈ જાય એ ખાસ જોવું.

 

હવે, આ મીશ્રણ ૨ સર્વિંગ ગ્લાસમાં ભરી લો.

 

એની ઉપર પીસ્તા ના થોડા ટુકડા મુકી, સજાવો.

 

આશરે ૪૫ થી ૬૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ફ્રીજમાં ઠંડુ કરેલું પીરસો.

 

મુલાયમ અને સ્વાદિષ્ટ પીણા સાથે ઉનાળાની ગરમીનો સામનો કરો.

Preparation time 5 minutes

Cooking time 0 minutes

Servings 2

 

Ingredients:

Shreekhand 2 cup

(Preferably Plain Shreekhand)

Buttermilk 2 cup

Sugar Powder 2 tbsp

Cardamom powder Pinch

Nutmeg Powder Pinch

Saffron Pinch

Pistachio pieces for garnishing

 

Method:

Take Shreekhand and Buttermilk in a bowl. Whisk it well. Then transfer it into a juicer jar of your mixer.

 

Add Sugar Powder, Cardamom Powder, Nutmeg Powder and Saffron.

 

Blend for approx 30-40 seconds and make sure that all ingredients are blended very well.

 

Remove the blended mixture in serving glasses.

 

Garnish with Pistachio pieces.

 

Refrigerate for approx 45-60 minutes.

 

Serve fridge cold.

 

Protest Heat of Summer with this Creamy and Delicious Drink.

સનસેટ કૂલર / Sunset Cooler

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બરફ નો ભુકો

વોટરમેલન સીરપ ૨ ટેબલ સ્પૂન

તાજુ ઓરેંજ જ્યુસ ૧ કપ

સોડા વોટર

 

રીત :

એક સર્વિંગ ગ્લાસમાં થોડો બરફનો ભુકો લો.

 

એમા તાજુ ઓરેંજ જ્યુસ ભરી દો.

 

પછી, વોટરમેલન સીરપ ઉમેરી દો.

 

બાકીનો ગ્લાસ, સોડા વોટરથી ભરી દો.

 

તરત જ પીરસો.

 

ઉનાળાની ગરમી ને ઠંડી પાડો, સનસેટ કૂલર પીઓ.

Preparation time 5 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Crushed Ice

Watermelon Syrup 2 tbsp

Fresh Orange Juice 1 cup

Soda Water

 

Method:

Take Crushed Ice in a serving glass.

 

Add Fresh Orange Juice.

 

Add Watermelon Syrup.

 

Fill in remaining glass with Soda Water.

 

Serve immediately.

 

Set Summer Heat Cool with SUNSET COOLER…

error: Content is protected !!