તુવેર મેથી ના ઢોકળા / Tuver methi na Dhokla / Fenugreek-Peas Puff / Dhokla of Pigeon Peas and Fenugreek

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

તુવેરદાળ પલાળેલી ૧/૨ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

લીલા મરચાં ૩

આદું ખમણેલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧/૪ કપ

લીલું લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન

દહી ૧/૪ કપ

તેલ ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

બેસન ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ફ્રૂટ સોલ્ટ / ઈનો ૧ ટેબલ સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

લીમડો ૧૦ પાન

તલ ૧ ટી સ્પૂન

લીલા મરચાં જીણા સમારેલા ૨

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સજાવટ માટે :

તાજું નારિયળનું ખમણ અથવા પાઉડર  

ધાણાભાજી

 

રીત :

પલાળેલી તુવેરદાળ, મેથી ની ભાજી, લીલા મરચાં, આદું, ધાણાભાજી, લીલું લસણ અને દહી, આ બધુ એકીસાથે મીક્ષરની એક જારમાં લો. એકદમ જીણું પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં તેલ, હિંગ, બેસન, ખાંડ, મીઠું અને ફ્રૂટ સોલ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો. ખીરું તૈયાર છે.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો અને ખીરું ભરી દો. પ્લેટમાં અડધે સુધી જ ખીરું ભરવું, બાકીની જગ્યા, ઢોકળા ફુલવા માટે રાખવી.

 

સ્ટીમરમાં પાણી ભરી ઊંચા તાપે મુકો.

 

પાણી ગરમ થાય એટલે સ્ટીમર માં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

સ્ટીમર ઢાંકી, ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

પછી, પ્લેટ માં રહેલા ઢોકળામા ચપ્પુ વડે આડા-ઊભા કાપા પાડી, બધા ટુકડા એક બાઉલમાં લઈ લો.

 

સર્વિંગ પ્લેટ માં ઢોકળા ગોટવી દો.

 

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, લીમડો અને તલ ઉમેરો. તતડે એટલે જીણા સમારેલા મરચાં ઉમેરો અને સાંતડો. સાંતડાઈ જાય એટલે ખાંડ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, તરત જ આ વઘાર સર્વિંગ પ્લેટ માં ગોઠવેલા ઢોકળા પર બરાબર ફેલાવીને છાંટી દો.

 

એની ઉપર ધાણાભાજી અને તાજું નારિયળનું ખમણ કે પાઉડર છાંટી દો.

 

અસલી ગુજરાતી ઢોકળા, જરા હટકે.

Prep.15 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

Split Pigeon Peas soaked ½ cup

Fenugreek Leaves ½ cup

Green Chilli 3Continue Reading

ચાંદની ચોક કી ટીક્કી / Chandani Chawk ki Tikki

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૮ ટીક્કી

 

સામગ્રી :

પડ માટે :

બટેટા બાફેલા અને છુંદેલા ૨

મીઠું સ્વાદ મુજબ

તપકીર અથવા કૉર્ન ફ્લૉર ૧ ટેબલ સ્પૂન

 

પુરણ માટે :

ચણા દાળ બાફેલી ૧/૨ કપ

ધાણાભાજી

લીલા મરચા જીણા સમારેલા ૧

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

ફૂદીનો સમારેલો ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧/૪ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન

તેલ તળવા માટે

 

પીરસવા માટે :

દહી અથવા પ્લેન યોગર્ટ

લીલી ચટણી

આમલી ની ચટણી

લસણ ની ચટણી

ધાણાભાજી

 

રીત :

પડ માટેની બધી સામગ્રી બરાબર મીક્ષ કરો.

 

પુરણ માટેની બધી સામગ્રી બરાબર મીક્ષ કરો.

 

પડ માટેનું મિશ્રણ થોડું લઈ નાનો બોલ બનાવો. એને બંને હથેળી વચ્ચે હળવે હળવે દબાવી મોટો ગોળ આકાર આપો. એની વચ્ચે થોડું પુરણ મુકો. પડ ના છેડા વાળી પુરણ ને રેપ્ કરી દો. ફરીથી, એને બંને હથેળી વચ્ચે હળવે હળવે દબાવી મોટી સાઇઝ ની ટીક્કી નો આકાર આપો. દબાવતી વખતે પુરણ બહાર ના નીકળી જાય એ ધ્યાન રાખવું.

 

આ રીતે બધી ટીક્કી તૈયાર કરો.

 

બધી ટીક્કી શેલો ફ્રાય કરી લો.

 

ચાટ ની જેમ પીરસવા માટે :

એક સર્વિંગ પ્લેટ માં ટીક્કી ગોઠવો. એની ઉપર દહી યા યોગર્ટ, લીલી ચટણી, આમલી ની ચટણી અને લસણ ની ચટણી એક પછી એક રેડો. ધાણાભાજી ભભરાવી પ્લેટ સજાવો. તાજું જ પીરસો.

 

સ્ટાર્ટર તરીકે પીરસવા માટે :

એક સર્વિંગ પ્લેટ માં ટીક્કી ગોઠવો અલગ અલગ નાની કટોરીમાં દહી અથવા યોગર્ટ, લીલી ચટણી, આમલી ની ચટણી અને લસણ ની ચટણી પીરસો. દહી / યોગર્ટ અને ટીક્કી ઉપર ધાણાભાજી ભભરાવો.

 

ચાંદની ચોક ના ચાટ ની મજા ઘરે ચેર પર..

 

Prep.30 min.

Cooking time 15 min.

Yield 6 Tikki

Ingredients:

For Outer Layer:

Potato boiled mashed                                     2

Salt to taste

Arrowroot Powder (Tapkir) / Corn Flour          1 tbspContinue Reading

ચણા દાળ સમોસા / Chana Dal Samosa / Gram Samosa

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૬ સમોસા

 

સામગ્રી :

પડ માટે :

મેંદો ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

તેલ ૩ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

મિલ્ક પાઉડર ૧ ટેબલ સ્પૂન

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

લીમડો ૫-૭

હિંગ ચપટી

ડુંગળી જીણી સમારેલી ૧

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ચણા દાળ બાફેલી ૧ કપ

લીલા મરચા જીણા સમારેલા ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તેલ

 

રીત :

પડ માટે :

મેંદા સાથે ઘી અને તેલ મીક્ષ કરો. જરૂર મુજબ ધીરે ધીરે પાણી ઉમેરતા જઇ કઠણ લોટ બાંધી લો. ૧૫-૨૦ મિનિટ માટે રાખી મુકો. એ દરમ્યાન પુરણ તૈયાર કરી લો. બાંધેલા લોટમાંથી જાડી નાની રોટલીઓ વણી લો. બધી રોટલી વચ્ચેથી ૨ ટુકડામાં કાપી લો. રોટલીઓ શેકવાની જરૂર નથી.

 

પુરણ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. હિંગ અને લીમડો ઉમેરો. જીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરો. બરાબર મીક્ષ કરી દો. બાફેલી ચણા દાળ, અડદું-મરચા ની પેસ્ટ, હળદર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરો. ધીમા તાપે પકાવતા બરાબર મીક્ષ કરો. બધુ નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો. આશરે ૧૦-૧૫ મિનિટ લાગશે. લીંબુ નો રસ મીક્ષ કરો. તાપ પરથી પૅન હટાવી લો. ધાણાભાજી મીક્ષ કરી દો.

 

સમોસા માટે :

રોટલીનો ૧ ટુકડો લો. એની વચ્ચે ૨-૩ ટી સ્પૂન જેટલું પુરણ મુકો અને રોટલીના છેડા વાળી લઈ ત્રિકોણ આકાર આપો. રોટલીના છેડા હળવેથી દબાવીને ચોંટાડી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો. બધા સમોસા પર બ્રશથી તેલ લગાવી દો. ૨૦૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો.

 

કેચપ, ચીલી સૉસ યા ઘરમાં બનાવેલી કોઈ પણ ચટણી સાથે ગરમા ગરમ પીરસો. સ્વીટ એન્ડ સૅવર સૉસ કે ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

તમને પ્રિય, મને પ્રિય, બધાને પ્રિય.. સમોસા..

પણ આ તો એકદમ પૌષ્ટિક.. પ્રોટીન થી ભરપુર સમોસા છે..

ના બહુ તેલ.. ના તળેલા.. બેક કરેલા..

ચણા દાળ સમોસા..

 

Prep.20 min.

Cooking time 20 min.

Yield 6 Samosa

Ingredients:

For Outer Layer :

Refined White Wheat Flour (Maida)               1 cup

Ghee                                                               2 tbsp

Oil                                                                    3 tbspContinue Reading

કોલીફલાવર રાઇસ / Cauliflower Rice

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ભાત ૧ કપ

કોલીફલાવર (ફૂલકોબી) ખમણેલું ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

આદુ-લીલા મરચા-લસણ ૨ ટેબલ સ્પૂન

(જીણા સમારેલા)

કેપ્સિકમ જીણું સમારેલું ૨ ટેબલ સ્પૂન

મરી પાઉડર ચપટી

ધાણાભાજી

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો. જીણા સમારેલા આદુ-લીલા મરચા-લસણ ઉમેરો. સાંતડાઇ જાય એટલે જીણું સમારેલું કેપ્સિકમ અને ખમણેલું કોલીફલાવર ઉમેરો. મીક્ષ કરી અને ૨-૩ મિનિટ પકાવો. મરી પાઉડર, મીઠુ અને ભાત ઉમેરો. ધીમા તાપે ૨-૩ મિનિટ બરાબર મીક્ષ કરો. ધાણાભાજી છાંટી સજાવો.

 

તાજે તાજા અને ગરમા ગરમ પીરસો.

 

સાવ સાદા અને ખાઈને સંતોષ થાય એવા ભાત પરીવાર સાથે મળીને ખાઓ અને રજાના દિવસોમાં રસોઈ બનાવવામાં ઓછો અને પરિવાર સાથે વધુ સમય વિતાવો અને રજાની મજા માણો.

 

Prep.20 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

Rice boiled                                          1 cup

Cauliflower grated                               1 cup

Oil                                                        1 tsContinue Reading

અજમા ના પાન નું લોટ વારુ શાક / Aajma na Pan nu Lot Varu Shak / Carom Leaves with Gram flour

 

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

અજમા ના પાન ૧૫

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

બેસન ૧/૨ કપ

 

રીત :

એક કડાઈમાં તેલ ગરમ કરો. રાય, જીરું ઉમેરો. તતડી જાય એટલે હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરી ને ધીરે ધીરે હલાવો. અજમા ના પાન, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહી ને થોડી વાર પકાવો. સંતડાઈ જાય એટલે બેસન, થોડું પાણી અને મીઠું ઉમેરી ને બરાબર મીક્ષ કરો. વાસણ ને ઢાંકી દો. ધીમા તાપે ૨-૪ મિનિટ પાકવા દો. પાકી જાય પછી ગેસ પર થી ઉતારી ને ૩-૪ મિનિટ માટે રાખી મૂકો.

 

જીણું સમારેલું લસણ છાંટી ને સજાવો. મોઢા માં પાણી આવે એવું દેખાય છે ને!!!

 

રોટલી કે રોટલા સાથે પીરસો.

 

હેલ્થી અને સ્વાદિષ્ટ અજમા ના પાન ની મજા માણો.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

Oil                                            2 tbsp

Mustard Seeds                        ½ ts

Cumin Seeds                          ½ tsContinue Reading

બ્લેક એન્ડ વ્હાઇટ ફડ્જ / Black & White Fudge

 

તૈયારી માટે ૫ મિનિટ

આશરે ૧૦ નંગ

 

સામગ્રી :

વ્હાઇટ ચોકલેટ ૨૫૦ ગ્રામ

મલાઈ ૧/૪ કપ

માખણ ૧ ટેબલ સ્પૂન

ડાર્ક ચોકલેટ બિસ્કીટ ૧૦

(મોટા ટુકડા)

 

રીત :

એક બાઉલમાં વ્હાઇટ ચોકલેટ, મલાઈ અને માખણ લો. ધીમા તાપે યા તો માઇક્રોવેવમાં ફક્ત ઓગાળો. ખાસ ખ્યાલ રાખજો, ફક્ત ઓગાળવાનું જ છે. ગરમ કરવાનું કે પકાવવાનું નથી.

 

એમાં ડાર્ક ચોકલેટ બિસ્કીટ ના મોટા ટુકડા ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

મોલ્ડમાં ભરી આશરે ૧ કલાક માટે ફ્રીજમાં રાખી દો.

 

તમારી પસંદના આકાર અને સાઇઝ મુજબ કાપી લો.

 

ઠંડા ઠંડા પીરસો.

 

સોફ્ટ અને ઠંડા, આકર્ષક, બ્લેક એન્ડ વ્હાઇટ ફજ.

Prep.5 min.

Qty. 10 pcs. approx

Ingredients:

White Chocolate                                                                      250 gm

Cream                                                                                     ¼ cup

Butter                                                                                      1 tbspContinue Reading

બીટ રૂટ રાયતું / Beetroot Raita

 

તૈયારી માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

દહી ૧ કપ

ફૂદીનો ૧ ટેબલ સ્પૂન

કેપ્સિકમ જીણું સમારેલું ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

સંચળ ચપટી

મીઠું સ્વાદ મુજબ

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

 

રીત :

બીટ રૂટ ને બ્લેંડર માં બ્લેન્ડ કરી પલ્પ બનાવી લો.

 

એક વાટકા માં દહી લો. એમાં બીટ રૂટ નો પલ્પ મીક્ષ કરો. દાડમ ના દાણા સિવાય બીજી બધી સામગ્રી મીક્ષ કરો.

 

દાડમ ના દાણા છાંટી સજાવો. મરી પાઉડર, ફૂદીનો ૨-૩ પત્તા, થોડી ધાણાભાજી છાંટો.

 

તાજું યા ફ્રીજમાં ઠંડુ કરેલું પીરસો.

 

લાલ ચટ્ટાક રાયતું, જોઈને જ મોઢામાં પાણી આવે એવું લાગે છે ને..!!!???

 

રોટલી, રોટલા, પરાઠા, થેપલા, ભાખરી..

દરેક સાથે સ્વાદની જમાવટ કરે એવું

એકદમ પૌષ્ટિક, આર્યન અને કેલ્સિયમ થી ભરપુર

બીટ રૂટ રાયતું..

Prep.5 min.

for 2 Persons

Ingredients:

Beetroot small chopped          1

Curd                                        1 cup

Fresh Mint Leaves                  1 tbsp

Capsicum                                1 tbspContinue Reading

મોઝ કા મીઠા / Moz ka Mitha / Banana Sweet Hyderabadi

 

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પાકા કેળા છુંદેલા ૧

કન્ડેન્સ મિલ્ક ૧/૨ કપ

દૂધ ૧/૨ કપ

મલાઈ ૧/૨ કપ

એલચી પાઉડર ચપટી

કેસર ચપટી

પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં દૂધ, કન્ડેન્સ મિલ્ક અને મલાઈ એકીસાથે લો.

 

એને મધ્યમ તાપે ૧૫ થી ૨૦ મિનિટ માટે ધીરે ધીરે હલાવતા રહી ઉકાળો.

 

એમાં, એલચી પાઉડર અને કેસર ઉમેરો. મીક્ષ કરો.

 

હવે, છુંદેલા કેળા ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ માટે ધીમા-મધ્યમ તાપે પકાવો.

 

એક સ્ટાઇલિશ બાઉલમાં લઈ લો.

 

પિસ્તા ના ટુકડા થી સજાવો.

 

પસંદ પ્રમાણે એકદમ ઠંડુ કે સામાન્ય તાપમાન વારુ પીરસો.

 

શક્તિદાયક મીઠાઇ.. મોઝ કા મીઠા.. માણો.. ભોજન સાથે કે ભોજન પછી..

 

Cooing time 5 min.

for 2 Persons

Ingredients:

Ripe Banana mashed 1

Condensed Milk ½ cup

Milk ½ cupContinue Reading

એસોર્ટેડ બેબી પોટેટો / Assorted Baby Potatoes

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

નાના બટેટા / બટેટી / બેબી પોટેટો ૩૨

(બાફેલા)

તેલ તળવા માટે

 

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટે :

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

વરીયાળી પાઉડર ૧ ટી સ્પૂન

એલચી પાઉડર ચપટી

જાયફળ પાઉડર ચપટી

આમચૂર ૧ ટી સ્પૂન

સંચળ ૧/૨ ટી સ્પૂન

 

લેબાનિસ બેબી પોટેટો માટે :

ઝતાર મસાલો ૧ ટેબલ સ્પૂન

સંચળ સ્વાદ મુજબ

કાળા તલ ૧ ટેબલ સ્પૂન

 

ટોમાટો માયો બેબી પોટેટો માટે :

મેયોનેઝ ૨ ટેબલ સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

 

ચીઝી ગાર્લિક બેબી પોટેટો માટે :

માખણ ૧ ટી સ્પૂન

લીલી ડુંગળી જીણી સમારેલી ૨ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૧ ટી સ્પૂન

 

રીત :

બધા બાફેલા બેબી પોટેટો તળી લો.

 

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટે :

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટેની બધી સામગ્રી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

લેબાનિસ બેબી પોટેટો માટે :

લેબાનિસ બેબી પોટેટો માટેની બધી સામગ્રી બીજી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. ફરી એક વાર, સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

ટોમાટો માયો બેબી પોટેટો માટે :

ટોમાટો માયો બેબી પોટેટો માટેની બધી સામગ્રી બીજી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. ફરી એક વાર, સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

ચીઝી ગાર્લિક બેબી પોટેટો માટે :

એક પૅન માં માખણ ગરમ કરો. એમાં જીણી સમારેલી લીલી ડુંગળી સાંતડી લો. ૮ બેબી પોટેટો, ચીલી ફલૅક્સ, મીઠું, ઓરેગાનો ઉમેરી મીક્ષ કરો. બેબી પોટેટો ને આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું. પૅન તાપ પરથી હટાવી લો. ખમણેલું ચીઝ છાંટી દો.

 

તૈયાર કરેલા અલગ અલગ બેબી પોટેટો ને દરેકને અલગ અલગ પ્લેટમાં ગોઠવી દો.

 

બધાને ભાવતા.. પોટેટો.. બેબી પોટેટો.. એક જ પ્લેટ માં.. અલગ અલગ સ્વાદ..

 

પરીવાર અને મિત્રો સાથે મનપસંદ સ્વાદ ની મજા માણો..

 

Prep.15 min.

Cooing time 10 min.

Qty. 4 Plates

Ingredients:

Baby Potatoes boiled                                      32

Oil to Fry

For Indigenous Baby Potatoes:Continue Reading

ઓલ-ઇન-વન સમોસા / All-in-One Samosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પડ માટે :

ઘઉ નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

તેલ ૧-૨ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

મગ ની છડી દાળ ૧/૨ કપ

બટેટા જીણા સમારેલા ૧/૨ કપ

ફૂલકોબી જીણી સમારેલી ૧/૨ કપ

લીલા વટાણા ૧/૪ કપ

ડુંગળી જીણી સમારેલી ૧/૪ કપ

નારિયેળ ખમણેલું ૧/૨ કપ

આદું-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

તજ-લવિંગ નો પાઉડર ૧/૨ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૪ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

એક વાસણ માં ઘઉ નો લોટ, મેંદો, મીઠું મીક્ષ કરો. ૧-૨ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરો ને બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ ધીરે ધીરે પાણી ઉમેરતા જતાં કઠણ લોટ બાંધી લો. ૧૦-૧૫ મિનિટ માટે રાખી મૂકો તૈયાર કરેલા લોટ થી  પડ વારી પાતળી રોટલી વણી લો અને ધીમા-મધ્યમ તાપે અધકચરી સેકી લો. રોટલી ના બધા પડ ને છૂટા પાડી લો. બધા પડ ને વચ્ચેથી કાપીને ૨ ટુકડા કરો. બધા ટુકડા ને ભીના કપડાંમાં વિટાળી લો.

 

પુરણ માટે :

મગ ની છડી દાળ ને કમ સે કમ ૧ કલાક માટે પાણી માં પલાળી દો.

 

નોન-સ્ટીક પાન માં ૧ ટી સ્પૂન તેલ ગરમ કરો. જીણા સમારેલા બટેટા, ફૂલકોબી, લીલા વટાણા ઉમેરો ને બરાબર મીક્ષ કરો ને થોડી વાર બરાબર પાકવા દો. પલાળેલી મગ ની દાળ અને મીઠું ઉમેરો. મગ ની દાળ અધકચરી પાકે ત્યાં સુધી થોડી થોડી કરે હલાવતા રેવું. મિશ્રણ ને મોટા વાટક માં કાઢી લો. આદુ-મરચા ની પેસ્ટ, જીણી સમારેલી ડુંગળી, ખમણેલું નારિયળ, તજ-લવિંગ નો પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરો. ખાંડ અને લીંબુ નો રસ મીક્ષ કરો.

 

સમોસા બનાવવા માટે:

એક નાની વાટકીમાં ૨-૩ ટી સ્પૂન જેટલો મેંદો લો. થોડી પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.

 

રોટલીનો ૧ ટુકડો લો. એની વચ્ચે ૧-૨ ટી સ્પૂન જેટલું પુરણ મૂકો. રોટલીના બંને છેડા વાળીને ત્રિકોણ આકાર વાળી લો. મેંદા ની પેસ્ટ થી રોટલી ના છેડા ચોંટાડી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો. બધા સમોસા તળી લો.

 

કેચપ, ચીલી સોસ કે ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

અરે અરે.. તમારા પ્રિય સમોસા નો સ્વાદ માણવા ઉતાવડા ના થાવ.. જીભ દાજી જશે. સમોસા બહાર કરતાં અંદર વધારે ગરમ હશે.

 

ઓલ-ઇન-વન સમોસા ની મોજ માણો.

 

Prep.30 min.

Cooking time 20 min.

for 5 persons

Ingredients:

For Outer Layer :

Whole Wheat Flour                                         ½ cup,

Refined White Wheat Flour (Maida)               ½ cup,

Continue Reading

error: Content is protected !!