રસીયા ભાત / Rasiya Bhat

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

તેલ ૩ ટેબલ સ્પૂન

તજ ૧ ટુકડો

લવિંગ ૪

બાદિયાં ૨

તમાલપત્ર ૧

સુકા લાલ મરચાં ૨

લીમડા ના પાન ૫

હીંગ ચપટી

આદું-મરચાં-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લીલું લસણ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

બટેટા સમારેલા ૧

લીલા વટાણા ૨ ટેબલ સ્પૂન

ગરમ પાણી ૨ કપ

ચોખા પલાડેલા ૧/૨ કપ

ટમેટાં સમારેલા ૧

ખાંડ ૧ ટી સ્પૂન

કીસમીસ ૧ ટેબલ સ્પૂન

ખારીસીંગ ૧/૪ કપ

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧/૪ કપ

લીલા લસણ ના પાન સમારેલા ૧ ટેબલ સ્પૂન

 

રીત:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, તજ, લવિંગ, બાદિયાં, તમાલપત્ર, સુકા લાલ મરચાં, લીમડો અને હીંગ ઉમેરો.

 

પછી એમાં, આદું-મરચાં-લસણ ની પેસ્ટ અને સમારેલું લીલું લસણ ઉમેરી, સાંતડી લો.

 

પછી એમાં, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

એમાં, સમારેલા બટેટા અને લીલા વટાણા ઉમેરી, સાંતડવાનું ચાલુ રાખો.

 

પછી એમાં, ગરમ પાણી ઉમેરી, ઉકાળો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમાં, પલાડેલા ચોખા ઉમેરી દો.

 

ચોખા અધકચરા પાકી જાય એટલે સમારેલા ટમેટાં ઉમેરી, પકાવવાનું ચાલુ રાખો.

 

ચોખા બરાબર પાકી જાય એટલે એમાં, કીસમીસ, ખારીસીંગ અને ખાંડ ઉમેરી, થોડી વાર માટે પકાવવાનું ચાલુ રાખો.

 

પછી એમાં, લીંબુ નો રસ, ધાણાભાજી અને સમારેલા લીલા લસણ ના પાન ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

ગરમા ગરમ અને તાજે તાજા રસીયા ભાત પીરસો.

Preparation time 5 minutes

Cooking time 20 minutes

For 4 persons

 

Ingredients:

Oil 3 tbsp

Cinnamon 1 pc

Clove buds 4

Star Anise 2

Cinnamon Leaf 1

Dry Red Chilli 2

Curry Leaves 5

Asafoetida Pinch

Ginger-Chilli-Garlic Paste 1 tbsp

Spring Garlic 1 tbsp

Salt to taste

Turmeric Powder 1 ts

Red Chilli Powder 2 ts

Coriander-Cumin Powder 1 ts

Garam Masala ½ ts

Potato chopped 1

Green Peas 2 tbsp

Hot Water 2 cup

Rice soaked ¼ cup

Tomato chopped 1

Sugar 1 ts

Raisins 1 tbsp

Roasted Salted Peanuts ¼ cup

Lemon Juice 1 tbsp

Fresh Coriander Leaves ¼ cup

Leaves of Spring Garlic chopped 1 tbsp

 

Method:

Heat Oil in a pan.

 

Add Cinnamon, Clove buds, Star Anise, Cinnamon Leaf, Dry Red Chilli, Curry Leaves and Asafoetida.

 

Add Ginger-Chilli-Garlic Paste and chopped Spring Garlic and sauté.

 

When sautéed, add Salt, Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder and Garam Masala. Mix well.

 

Add chopped Potato and Green Peas and continue sautéing.

 

Then, add Hot Water and boil it.

 

When Water starts to boil, add soaked Rice.

 

When Rice is cooked partially, add chopped Tomato and continue cooking.

 

When Rice is cooked well, add Raisins, Roasted Salted Peanuts, Sugar and continue cooking for a while.

 

Then, add Lemon Juice, Fresh Coriander Leaves and chopped Leaves of Spring Garlic. Mix well.

 

Remove pan from flame.

 

Serve hot and fresh.

પીનટ બટર / Peanut Butter

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૫૦ ગ્રામ

 

સામગ્રી:

સીંગદાણા ૧/૨ કપ

તેલ ૧ ટી સ્પૂન

મધ ૧ ટેબલ સ્પૂન

મીઠું ચપટી

 

રીત:

સીંગદાણા સુકા સેકી લો. એક પણ દાણો બળી ના જાય એ ખ્યાલ રાખવો.

 

પછી, બધા સીંગદાણા ના ફોતરાં કાઢી નાખો.  એક પણ દાણા પર ફોતરાં ના રહી જાય એ ખ્યાલ રાખવો.

 

પછી, સીંગદાણા ને ઠંડા પડવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, સીંગદાણા ને મીક્ષરની જારમાં લઈ, જીણા પીસી લો.

 

હવે, મીક્ષરની જારમાં જ, તેલ, મધ અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરવા માટે, માખણ જેવુ થઈ જાય એવું, એકદમ પીસી લો.

 

પીનટ બટર તૈયાર છે. એરટાઇટ બરણીમાં ભરી દો.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

Yield 150g

 

Ingredients:

Peanuts raw ½ cup

Oil 1 ts

Honey 1 tbsp

Salt Pinch

 

Method:

Dry roast Peanuts taking care not burn them.

 

Then, remove skin of all Peanuts. Make sure not a single Peanut remains with skin.

 

Then, leave them to cool off.

 

Then, take cooled off Peanuts in a grinding jar of mixer and grind to fine powder.

 

Add Oil, Honey and Salt directly in mixer jar and grind again to blend very well to make it like butter.

 

Peanut Butter is ready. Store in an airtight container.

પીનટ બનાના સ્મુથી / Peanut Banana Smoothie

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૧ વ્યક્તિ માટે

 

સામગ્રી:

સીંગદાણા પલાડેલા ૧/૨ કપ

કેળાં પાકેલાં ૧

મધ ૧ ટેબલ સ્પૂન

પીનટ બટર ૧ ટેબલ સ્પૂન

બરફ ના ટુકડા ૫-૬

 

રીત:

પલાડેલા સીંગદાણા ને મીક્ષરની એક જારમાં લો.

 

પાકેલાં કેળાંની છાલ ઉતારી, ટુકડા કરી, જારમાં સીંગદાણા સાથે ઉમેરી દો,

 

મધ, પીનટ બટર અને બરફના ૨-૩ ટુકડા ઉમેરી દો.

 

એકદમ જીણું પીસી લો. સ્મુથી તૈયાર છે.

 

હવે, એક સર્વિંગ ગ્લાસમાં બરફના ૨-૩ ટુકડા લઈ, તૈયાર કરેલી સ્મુથી ભરી દો.

 

તાજે તાજી જ પીરસો.

Preparation time 5 minutes

Cooking time 0 minute

For 1 person

 

Ingredients:

Peanuts soaked ½ cup

Banana 1

Honey 1 tbsp

Peanut Butter 1 tbsp

Ice Cubes 5-6

 

Method:

Take soaked Peanuts in a jar of mixer.

 

Peel Banana, chop and add pieces in jar of mixer.

 

Add Honey, Peanut Butter and 2-3 Ice Cubes.

 

Crush to fine consistency. Smoothie is ready.

 

Take 2-3 Ice Cubes in a serving glass and fill in with prepared Smoothie.

 

Serve Fresh.

પાપડ મરચાં નું શાક / Papad Marcha nu Shak

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

તેલ ૨ ટેબલ સ્પૂન

હીંગ ચપટી

આદું લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

સીમલા મરચાં (કેપ્સિકમ) સમારેલા ૧

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ટમેટાં ની પેસ્ટ ૧/૨ કપ

પાપડ ૩

 

રીત:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

હીંગ અને આદું લસણ ની પેસ્ટ ઉમેરી, સાંતડો.

 

સમારેલા સીમલા મરચાં ઉમેરી, સાંતડો.

 

ટમેટાંની પેસ્ટ, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું ઉમેરી, બરાબર પકાવો.

 

જરૂર મુજબ થોડું પાણી ઉમેરી, અંદાજીત ૧ મિનિટ માટે પકાવી, પાપડના નાના ટુકડા કરી ઉમેરી, મીક્ષ કરી, ૨ મિનિટ માટે પકાવો.

 

ગરમા ગરમ અને તાજે તાજું પીરસો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Oil 2 tbsp

Asafoetida Pinch

Ginger Garlic Paste 1 tbsp

Capsicum (Simla Michi) chopped 1

Salt to taste

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ ts

Coriander Cumin Powder 1 ts

Tomato Paste ½ cup

Papad 3

 

Method:

Heat Oil in a pan.

 

Add Asafoetida and Ginger Garlic Paste and sauté.

 

Add chopped Capsicum and sauté.

 

Add Tomato Paste, Salt, Red Chilli Powder, Turmeric Powder, Coriander Cumin Powder and cook well.

 

Add little water as needed and cook for approx. 1 minute, then, add small pieces of Papad, mix and continue cooking for approx. 2 minutes.

 

Serve hot and fresh.

છુપા રૂસ્તમ / Chupa Rustam

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

ખજુર ની પેસ્ટ ૧/૪ કપ

અંજીર ની પેસ્ટ ૧/૪ કપ

ઓટ્સ ૧/૪ કપ

કાજુ, બદામ, પિસ્તા પાઉડર ૧/૪ કપ

મીની આઇસક્રીમ કૉન ૬

મેલ્ટેડ ચોકલેટ ૨ ટેબલ સ્પૂન

સુગર ગાર્નીશીંગ

 

રીત :

એક પૅન માં ધી ગરમ કરો.

 

એમા ખજુર ની પેસ્ટ અને અંજીર ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

પછી, ઓટ્સ અને કાજુ, બદામ, પિસ્તા નો પાઉડર ઉમેરો. થોડી વાર માટે ધીરે ધીરે હલાવીને બરાબર મિક્સ કરો.

 

પછી, એક બાઉલમાં લઈ લો. ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

મીની આઇસક્રીમ કૉન માં તૈયાર કરેલું મિક્સચર ભરી દો.

 

મેલ્ટેડ ચોકલેટ અને સુગર ગાર્નીશીંગ વડે સજાવો.

 

આશરે ૧૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ચોકલેટ ની સુંદરતા અને સ્વાદની નીચે છુપાયેલી નટ્સની પૌષ્ટિક્તા.

 

છુપા રૂસ્તમ, છૂપી તાકાત.

Preparation time 10 minutes

Cooking time 5 minutes

For 6 Servings

 

Ingredients:

Ghee 1 tbsp

Date Paste ¼ cup

Fig Paste ¼ cup

Oats ¼ cup

Cashew Nuts , Almonds, Pistachio powder ¼ cup

Mini Ice Cream Cone 6

Chocolate melted 2 tbsp

Sugar garnishing

 

Method:

Heat Ghee in a pan.

 

Add Date Paste and Fig Paste and sauté.

 

Add Oats and mix Dry Fruits powder. Mix well while stirring for a while.

 

Remove in a bowl. Leave it for a while to cool off.

 

Fill prepared mixture in a Mini Ice Cream Cone.

 

Garnish with melted Chocolate and Sugar garnishing.

 

Refrigerate it for 10 minutes to set.

 

Serve fridge cold.

 

Chupa Rustam…Hidden Power…

 

Power of Dry Fruits…Hidden under the Taste and Beauty of Chocolate…

પનીર બટર મસાલા / Paneer Butter Masala

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

આદુ નાનો ટુકડો ૧

લસણ ૧૦ કળી

ડુંગળી ૨

મીઠુ સ્વાદ મુજબ

ટમેટા ૩

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ચાટ મસાલા ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

કીચનકીંગ મસાલો ૧ ટી સ્પૂન

કાજુ પાઉડર ૧ ટેબલ સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

પનીર ૧૦૦ ગ્રામ

ક્રીમ ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે રોટલી અથવા નાન

 

રીત :

પનીર બટર મસાલા બનાવવાની આ ટુંકી રીત છે.

 

આદુ, લસણ અને ડુંગળી, અલગ અલગ ખમણી લો અને એક બાજુ અલગ અલગ રાખી દો.

 

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.

 

એમા જીરું ઉમેરો. તતડે એટલે ખમણેલો આદુ, લસણ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે ખમણેલી ડુંગળી અને મીઠુ ઉમેરો અને સાંતડો. તેલ છુટું પડીને પૅન માં આજુબાજુ દેખાવા લાગે ત્યા સુધી ધીમા તાપે સાંતડો.

 

એ દરમ્યાન, દરેક ટમેટા ૨ ટુકડામાં કાપી લો અને ટમેટાની છાલ અલગ પડી જાય ત્યા સુધી ટમેટાની અંદરનો ભાગ ખમણી લો.

 

પછી, પૅન માં ડુંગળી નરમ થઈ જાય એટલે ખમણેલા ટમેટા ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

પૅન ઢાંકી દો અને ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, પૅન પરથી ઢાંકણું હટાવી લો અને તેલ છુટું પડીને પૅન માં આજુબાજુ દેખાવા લાગે ત્યા સુધી ધીમા તાપે સાંતડો.

 

પછી, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ચાટ મસાલો, ગરમ મસાલો, કીચનકીંગ મસાલો ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

કાજુ પાઉડર ઉમેરો અને બરાબર સાંતડીને મીક્ષ કરો.

 

માખણ ઉમેરો અને સાંતડો.

 

પનીર ઉમેરો અને સાંતડો.

 

ક્રીમ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હવે, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર ધાણાભાજી ભભરાવી દો.

 

રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ પીરસો.

 

અચાનક જ પંજાબી વાનગીનો ચટાકેદાર સ્વાદ માણવાનું મન થયું..!!

 

તો લો, આ રીતે ફટાફટ પંજાબી શાક, પનીર બટર મસાલા, બનાવી લો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Oil 2 tbsp

Cumin Seeds ½ ts

Ginger 1 pc

Garlic 10 buds

Onion 2

Salt to taste

Tomato 3

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Coriander-Cumin Powder 1 ts

Chat Masala ½ ts

Garam Masala ½ ts

Kitchen King Masala 1 ts

Cashew Nuts Powder 1 tbsp

Butter 1 tbsp

Paneer (Cottage Cheese) 100g

Cream 1 tbsp

 

Roti or Naan or Paratha for serving

 

Method:

THIS IS A SHORT METHOD TO MAKE PANEER BUTTER MASALA.

 

Grate Ginger, Garlic and Onion. Keep a side.

 

Heat Oil in a pan on low flame. Add Cumin Seeds. When crackled, add grated Ginger and Garlic. When sautéed, add grated Onion and Salt. Sauté on low flame until Oil gets separated and seen around the stuff in the pan.

 

Meanwhile, cut each Tomato in 2 pieces and grate inner side of Tomato leaving tomato skin separated.

 

When Onion is cooked to soften, add grated Tomato, mix well, cover the pan with a lid and continue cooking for 2-3 minutes.

 

Remove the lid from the pan and sauté it well until Oil gets separated and seen around the stuff in the pan.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Chat Masala, Garam Masala, Kitchen King Masala and mix well.

 

Add Cashew Nuts Powder, mix well while sautéing.

 

Add Butter and continue sautéing.

 

Add Paneer and continue sautéing.

 

Add Cream and mix well.

 

Remove it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve with Roti or Naan or Paratha.

 

Satisfy your spontaneous craving of Punjabi delicacy with this quick cooking PANEER BUTTER MASALA…

અશેડીયા ના લાડુ / Ashdiya na Laddu

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ લાડુ

 

સામગ્રી:

અશેડીયો ૧/૪ કપ

બદામ ૧/૪ કપ

સુકા નારીયળ નું ખમણ ૧ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

ગોળ ૧/૨ કપ

એલચી ૧ ટી સ્પૂન

 

રીત:

એક પૅનમાં અશેડીયો કોરો જ સેકો.

 

અધકચરો સેકાય જાય એટલે એમાં બદામ ઉમેરી, સેકો.

 

અધકચરું સેકાય જાય એટલે એમાં, સુકા નારીયળ નું ખમણ ઉમેરી, સેકો.

 

બધુ બરાબર સેકાય જાય એટલે પૅનમાંથી કાઢી લઈ, મીશ્રણને ઠંડુ થવા દો.

 

પછી, મીશ્રણને મીક્ષરની જારમાં લઈ, બારીક પીસી લો.

 

હવે, એક પૅનમાં ઘી અને ગોળ લઈ, ગોળ ઓગળી જાય ફક્ત એટલું જ ગરમ કરો.

 

ગોળ ઓગળી જાય એટલે એમાં, પીસેલું મીશ્રણ અને એલચી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

તૈયાર થયેલા મીશ્રણમાંથી નાના-નાના લાડુ વાળી લો.

 

લાડુ ઠંડા થઈ જાય એટલે એક એરટાઇટ બરણીમાં ભરી દો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Yield 10 laddu

 

Ingredients:

Ashediyo ¼ cup

Almond ¼ cup

Dry Coconut shredded 1 cup

Ghee 1 tbsp

Jaggery ½ cup

Cardamom 1 ts

 

Method:

Dry roast Ashedio in a pan.

 

When roasted partially, add Almond and dry roast.

 

When roasted partially, add shredded Dry Coconut and dry roast.

 

When everything is roasted well, remove from pan and leave this roasted mixture to cool off.

 

Then, take mixture in a jar of mixer and crush to fine powder.

 

Now, take Ghee in a pan and Jaggery. Heat it up only to melt Jaggery.

 

When Jaggery is melted, add crushed mixture and Cardamom. Mix very well.

 

Prepare number of balls of prepared mixture.

 

Laddu is ready.

 

Leave it to cool off, then, store in an airtight container.

રાયતા મરચાં / Rayta Marcha

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨૦૦ ગ્રામ

 

સામગ્રી:

વઢવાણી મરચાં ૧૦૦ ગ્રામ

અથાણાં નો મસાલો ૩ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૨ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

 

રીત:

બધા વઢવાણી મરચાં ઊભા કાપી લઈ, બધા બીયાં કાઢી નાખો.

 

એમાં, મીઠું અને હળદર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી, અથાણાં નો મસાલો અને લાલ મરચું પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી, તેલ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

છેલ્લે, લીંબુ નો રસ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

કમ સે કમ ૨ કલાક માટે રાખી મુકો.

 

પછી, તાજે તાજા જ પીરસો અથવા એક એરટાઇટ બરણીમાં ભરી દો.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Yield 200g

 

Ingredietns:

Vadhvani Chilli 100g

Pickle Masala 3 tbsp

Salt to taste

Oil 2 tbsp

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Lemon Juice 1 tbsp

 

Method:

Cut all Vadhvani Chilli vertically and remove all seeds.

 

Add Salt and Turmeric Powder. Mix well.

 

Add Pickle Masala and Red Chilli Powder. Mix well.

 

Add Oil and mix well.

 

Add Lemon Juice and mix well.

 

Keep it for at least 2 hours.

 

Then, serve fresh or store in an airtight container.

ચોકલેટ બદામ હમસ / Chocolate Almond Hummus

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

બદામ ૧૦

મધ ૧ ટેબલ સ્પૂન

આઇસ ક્યૂબ ૩

સફેદ ચણા (કાબુલી ચણા) પલાળેલા ૧/૪ કપ

કોકો પાઉડર ૧ ટેબલ સ્પૂન

મીઠું ચપટી

સાથે પીરસવા માટે ફ્રૂટ્સ અને ડાઈજેસ્ટિવ બિસ્કીટ

 

રીત:

પલાળેલા કાબુલી ચણા એક પ્રેશર કૂકર માં લો. આશરે ૨ કપ જેટલું પાણી ઉમેરો.

 

૮ થી ૧૦ સિટી જેટલું પકાવો.

 

પછી, પ્રેશર કૂકર ને ઠંડુ થવા માટે રાખી મુકો.

 

પછી, પ્રેશર કૂકર માંથી પાણી સાથે જ કાબુલી ચણા કાઢી લો અને ઠંડા થવા માટે ખુલા રાખી મુકો.

 

પછી, ગરણી વડે ગાળીને કાબુલી ચણા અને પાણી અલગ કરીને બંનેને અલગ અલગ રાખો.

 

હવે, મીક્ષરની જારમાં બદામ લઈ, એકદમ જીણું પીસી લો.

 

એમાં, મધ અને આઇસ ક્યૂબ ઉમેરી, બરાબર મીક્ષ થઈ જાય એ માટે ફરી પીસી લો.

 

હવે એમાં, કાબુલી ચણા અને એમાંથી અલગ અલગ કરેલું થોડું પાણી ઉમેરી, ફરી પીસી લો.

 

હવે એમાં, કોકો પાઉડર અને મીઠું ઉમેરી, ફરી પીસી લો.

 

હમસ તૈયાર છે. એક બાઉલમાં લઈ લો.

 

ફ્રૂટ્સ અને બિસ્કીટ સાથે તાજે તાજું જ પીરસો.

 

ખુબ જ પૌષ્ટીક.. ચોકલેટ અને બદામ ના સ્વાદવાળું હમસ.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Almond 10

Honey 1 tbsp

Ice Cubes 3

White Chickpeas soaked ¼ cup

(Kabuli Chana)

Cocoa Powder 1 tbsp

Salt pinch

Fruits and Digestive Biscuits for serving

 

Method:

Take soaked White Chickpeas in a pressure cooker. Add enough water approx 2 cups.

 

Pressure cook to 8 to 10 whistles.

 

Then, leave pressure cooker to cool off.

 

Then, remove White Chickpeas with water from pressure cooker and leave it to cool off.

 

Then, strain and separate water and White Chickpeas and keep both of them a side.

 

Now, take Almond in a jar of mixer and crush to fine powder.

 

Add Honey and Ice Cubes. Then, again crush it to mix very well.

 

Now, add White Chickpeas and little water separated from it. Crush it again.

 

Now, add Cocoa Powder and Salt. Crush it again.

 

Hummus is ready. Remove it in a serving bowl.

 

Serve Fresh with Fruits and / or Biscuits.

 

Very nutritious Hummus with Chocolate and Almond Flavour.

દુધ પોહા / દુધ પૌવા / Dudh Poha

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

પોહા / પૌવા ૧/૨ કપ

દુધ ૫૦૦ મિલી

સાકર ૫૦ ગ્રામ

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

એલચી ૧/૨ ટી સ્પૂન

સજાવટ માટે કાજુ, બદામ, પીસ્તા ની કતરણ

 

રીત:

પોહા ને ધોઈને પલાળી દો.

 

દુધ ઉકાળો. તળિયે ચોંટી કે બળી ના જાય એ માટે હલાવતા રહો. ચોથા ભાગ જેટલું દુધ બળી જાય ત્યાં સુધી ઉકાળતા રહો.

 

હવે એમાં, સાકર અને ગુલકંદ ઉમેરી, થોડી વાર માટે ઉકાળવાનું ચાલુ રાખો.

 

પછી એમાં, પલાળેલા પોહા અને એલચી ઉમરી, બરાબર મીક્ષ કરી દો.

 

હવે, તૈયાર થયેલા દુધ પોહા, ચાંદીના વાસણમાં લઈ લો.

 

કાજુ, બદામ, પીસ્તાની કતરણ ભભરાવી સુશોભીત કરો.

 

હવે, આછા સફેદ કપડાં વડે વાસણને ઢાંકી, કમ સે કમ એકાદ કલાક માટે, શરદપુનમની ચાંદનીમાં રાખી દો. એનાથી દુધ પોહા માં એક ખાસ પ્રકારની ઠંડક આવી જશે.

 

ચાંદનીમાં ઠંડા થયેલા દુધ પોહા પીરસો.

 

હિન્દુ સાંસ્કૃતિક પરંપરા મુજબ, શરદપુનમની ઉજવણી માટેની આ ખાસ વાનગી છે.

 

પારંપરીક માન્યતા મુજબ, શરદપુનમની ચાંદનીથી, દુધ અને પોહા ના મીશ્રણમાં પવિત્રતા અને ખાસ પૌષ્ટિક્તા ઉમેરાય છે.

 

તો ચાલો, આપણે પણ આવી સરસ પરંપરાને અનુસરીએ અને પ્રાકૃતિક રીતે ચાંદનીના ઉજાસની ઠંડકવાળા દુધ પોહા નો ખાસ અને અનોખો સ્વાદ માણીએ.

Preparation time 2 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Poha (Flattened Puffed Rice) ½ cup

Milk 500ml

Rock Sugar 50g

Rose Petal Jam (Gulkand) 1 tbsp

Cardamom ½ ts

Chips cuts of Cashew Nuts, Almonds, Pistachio for garnishing

 

Method:

Wash Poha and soak.

 

Boil Milk while stirring to prevent burning and sticking at the bottom of the pan. Boil until 1/4th Milk is burnt.

 

Now, add Rock Sugar and Rose Petal Jam in boiled Milk and continue boiling for a while.

 

Then, add soaked Poha and Cardamom in Milk. Mix well.

 

Then, transfer Milk-Poha  into a silver pan.

 

Sprinkle chips cuts of Cashew Nuts, Almonds and Pistachio to garnish.

 

Cover the pan with a thin white cloth and put the pan for at least an hour, under the Moonlight of night of Sharad Poornima. It will bring a specific coolness to Milk and Poha.

 

Serve Moonlight cool Dudh Poha.

 

This is a special dish to celebrate Sharad Poornima as per Hindu Cultural Tradition.

 

As believed, the Moonlight of the night of Sharad Poornima (the last full moon night of the year as per Hindu Calender) brings in holiness and specific health benefits to the combination of Milk and Poha.

 

So, let’s follow the tradition and have a special and unique taste of Dudh Poha, naturally cooled under the moonlight of full moon.

error: Content is protected !!