ઘાયડા / Ghaayda

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૩ વ્યક્તિ માટે

 

સામગ્રી :

લાપસી ૧/૨ કપ

ઢોકળા નો લોટ ૧/૨ કપ

ખાટું દહી અથવા ખાટી છાસ ૧/૪ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

સોડા-બાય-કાર્બ ચપટી

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે ચા

 

રીત :

એક બાઉલમાં લાપસી, ઢોકળા નો લોટ અને દહી અથવા છાસ લો. બરાબર મિક્સ કરો.

 

આથા માટે આશરે ૮ કલાક માટે રાખી મુકો.

 

પછી એમા, હળદર, લાલ મરચું પાઉડર, આદુ-મરચા ની પેસ્ટ, હિંગ અને સોડા-બાય-કાર્બ ઉમેરો. બરાબર મિક્સ કરો. ઘાયડા માટે મિશ્રણ તૈયાર છે.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

ઘાયડા માટેના મિશ્રણના નાના નાના લુવા તળવા માટે ગરમ તેલમાં મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા લુવા તેલમાં ફેરવો. આકરા તળી લો.

 

ચા સાથે ગરમા ગરમ પીરસો.

 

સમૃદ્ધ પરંપરા ધરાવતા કચ્છ ની એક પરંપરાગત વાનગી, ઘાયડા.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 3 Persons

 

Ingredients:

Lapsi ½ cup

Dhokla Flour ½ cup

Curd or Buttermilk sour ¼ cup

Turmeric Powder ½ ts

Red Chilli Powder ½ ts

Ginger-Chilli Paste ½ ts

Asafoetida Powder Pinch

Soda-bi-Carb Pinch

Oil to deep fry

 

Tea for serving

 

Method:

Take in a bowl, Lapsi, Dhokla Flour and Curd or Buttermilk. Mix well.

 

Leave it for approx. 8 hours to ferment.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Ginger-Chilli Paste, Asafoetida Powder and Soda-bi-Carb. Mix very well.

 

Heat Oil to deep fry.

 

Put number of dumplings in heated Oil.

 

Deep fry to dark brownish.

 

Flip occasionally to fry all around very well.

 

Serve hot and fresh with Tea.

 

Mouth watering Ghaayda from The Traditionally Rich Kutch…A part of Gujarat…

ભીંડા ના ભજીયા / Bhinda na Bhajiya / Okra Dumplings

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ભીંડા જીણા સમારેલા ૧ કપ

ધાણાભાજી સમારેલી ૨ ટેબલ સ્પૂન

મરચા જીણા સમારેલા ૨

આદુ જીણો સમારેલો ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાજીરું ૨ ટી સ્પૂન

બેસન ૧/૨ કપ

ચોખા નો લોટ ૨ ટેબલ સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

ચાટ મસાલો ચપટી

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે ઘરે બનાવેલી લીલી ચટણી અને લાલ ચટણી

અથવા

ટોમેટો કેચપ અને ચીલી સૉસ

 

રીત :

એક બાઉલમાં જીણા સમારેલા ભીંડા, ધાણાભાજી, મરચા અને આદુ લો. બરાબર મિક્સ કરો.

 

એમાં, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું અને ધાણાજીરું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

લીંબુ નો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે એમા, બેસન, ચોખા નો લોટ અને સોડા-બાય-કાર્બ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ઘાટુ મિશ્રણ તૈયાર કરો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના લુવા લઈને ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી થોડી વારે બધા ભજીયા ગરમ તેલમાં ફેરવો.

 

ગુલાબી થઈ જાય એવા તળી લો.

 

પછી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એની ઉપર ચાટ મસાલો છાંટો.

 

એ જ પ્લેટ પર એક બાજુ, ઘરે બનાવેલી થોડી લીલી ચટણી અને થોડી લાલ ચટણી મુકો.

 

અથવા થોડો ટોમેટો કેચપ અને થોડો ચીલી સૉસ મુકો.

 

તાજે તાજા, ગરમા ગરમ પીરસો.

 

સીઝનના પહેલા વરસાદ ની વધામણી કરો, અનોખા ભજીયા, ભીંડા ના ભજીયા માણો.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Okra fine chopped 1 cup

Fresh Coriander Leaves chopped 2 tbsp

Green Chilli fine chopped 2

Ginger fine chopped 1 ts

Lemon Juice 1 tbsp

Turmeric Powder 1 ts

Red Chilli Powder 2 ts

Salt to taste

Coriander-Cumin Powder 2 ts

Gram Flour ½ cup

Rice Flour 2 tbsp

Soda-bi-Carb pinch

Chat Masala pinch

Oil to deep fry

 

For Serving:

Homemade Green Chutney and Red Chutney

 

OR

 

Tomato Ketchup and Chilli Sauce

 

Method:

Take in a mixing bowl, fine chopped Okra, Fresh Coriander Leaves, Green Chilli and Ginger. Mix well.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Salt and Coriander-Cumin Powder. Mix well.

 

Add Lemon Juice and mix well.

 

Add Gram Flour, Rice Flour and Soda-bi-Carb. Mix well.

 

Add little water as needed to prepare thick batter.

 

Heat Oil to deep fry on medium flame.

 

Put number of small dumplings of prepared batter in heated Oil.

 

Flip all dumplings occasionally in Oil to fry them well all around.

 

Fry them to brownish.

 

Take them on a serving plate.

 

Sprinkle Chat Masala all over them.

 

Serve Fresh and Hot with homemade Green Chutney, Red Chutney or Tomato Ketchup and Chilli Sauce.

 

Welcome the First Rain of the Season with a variety of Bhajiya…Okra Bhajiya…Okra Dumplings…

દેસઇ વડા / ગુજરાતી વડા / Desai Vada / Gujarati Vada

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૫ વડા આશરે

 

સામગ્રી :

ચોખા ૩ કપ

ચણા દાળ ૧ કપ

ઘઉ આખા ૧/૨ કપ

જુવાર ૧/૨ કપ

દહી ૧/૨ કપ

આદુ મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧/૨ કપ

હિંગ ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ૧/૪ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે લીલી ચટણી અને લાલ ચટણી

 

રીત :

ધીમા તાપે એક પૅન ગરમ કરો. નોન-સ્ટીક પૅન હોય તો એ જ લેવું.

 

એની ઉપર ચોખા મુકી, ધીરે ધીરે સતત હલાવતા રહી ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો. એક બાજુ રાખી દો.

 

પછી, એ જ પૅન પર ચણા દાળ લો અને ધીરે ધીરે સતત હલાવતા રહી ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો. એક બાજુ રાખી દો.

 

ફરી, એ જ પૅન પર ઘઉ લો અને ધીરે ધીરે સતત હલાવતા રહી ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો. એક બાજુ રાખી દો.

 

ફરી એક વાર, એ જ પૅન પર જુવાર લો અને ધીરે ધીરે સતત હલાવતા રહી ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો. એક બાજુ રાખી દો.

 

હવે, આ બધી જ સેકેલી સામગ્રી એકીસાથે મીક્ષરની જારમાં લો અને કરકરી પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમા દહી ઉમેરો અને બરાબર મિક્સ કરો. ૪ થી ૫ કલાક માટે રાખી મુકો.

 

પછી એમા, હિંગ, સોડા-બાય-કાર્બ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આદુ-મરચા ની પેસ્ટ અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

૧ ટી સ્પૂન જેટલુ ગરમ તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

વડા માટે મિક્સચર તૈયાર છે.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

ગરમ થયેલા તેલમાં, તૈયાર કરેલા વડા માટેના મિક્સચરના નાના નાના લુવા મુકો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા વડા તેલમાં ફેરવો. આછા ગુલાબી તળી લો.

 

તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, જરા ઠંડા થવા માટે, બધા વડા ૩ થી ૪ મિનિટ માટે રાખી મુકો.

 

એક પછી એક, દરેક વડાને બે હથેળી વચ્ચે હળવેથી દબાવી દો. ફરીથી ગરમ તેલમાં તળી લો.

 

ઘરે બનાવેલી લીલી ચટણી અને લાલ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

પાક્કા ગુજરાતી વડા, દેસઇ વડા.

Preparation time 20 minutes

Cooking time 15 minutes

Yield 25 Wada approx.

 

Ingredients:

Rice 3 cup

Skinned and Split Gram 1 cup

Whole Wheat Granules ½ cup

Sorghum ½ cup

Curd ½ cup

Ginger-Chilli Paste 1 tbsp

Fresh Coriander Leaves ½ cup

Asafoetida Powder ½ ts

Soda-bi-Carb ¼ ts

Salt to taste

Oil to deep fry

Green Chutney and Red Chutney for serving.

 

Method:

One by one, separately, roast Rice, Skinned and Split Gram, Whole Wheat Granules and Sorghum. Roast to brownish.

 

Grind them all together to coarse flour.

 

Take the flour in a bowl. Add Curd. Mix well and leave it for 4 to 5 hours.

 

Add Asafoetida Powder, Soda-bi-Carb and Salt. Mix well. Add Ginger-Chilli Paste and Fresh Coriander Leaves. Mix well. Add 1 ts of heated Oil and mix well.

 

Heat Oil to deep fry. Put number of lumps in heated Oil. Deep fry to light brownish. Turn over when needed to deep fry all around. When fried, remove from Oil and leave for 3-4 minutes to cool down somehow.

 

Press each one lightly between two palms. Deep fry again in heated Oil.

 

Serve with homemade Green Chutney and / or Red Chutney.

 

Very Own…Very Homely…Very Gujarati…Desai Wada…

પનીર બુંદી સમોસા / Paneer Bundi Samosa

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી:

પડ માટે:

મેંદો ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઘી

 

પુરણ માટે:

પનીર ખમણેલું ૧ કપ

સેકેલા સીંગદાણા ૧/૪ કપ

બુંદી ૧/૨ કપ

ડુંગળી જીણી સમારેલી ૧

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

ચટણી ૧ ટી સ્પૂન

આમચુર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલા ૧/૨ ટી સ્પૂન

ચાટ મસાલા ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

મેંદા ની ઘાટી પેસ્ટ

તળવા માટે તેલ

 

રીત:

પુરણ માટે:

પુરણ માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં લઈ, બરાબર મીક્ષ કરી લો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પડ માટે:

એક બાઉલમાં મેંદો લો.

 

એમાં તેલ અને મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ પાણી ઉમેરી, બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહી, એવો લોટ બાંધી લો.

 

બાંધેલા લોટને ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, બાંધેલા લોટમાંથી નાની નાની રોટલીઓ વણી લો.

 

હવે, એક રોટલી લઈ, એના પર થોડું ઘી લગાવી દો અને થોડી કોરો લોટ છાંટી દો. એની ઉપર બીજી રોટલી મુકી દો અને ફરી થોડી વણી લો.

 

આ રીતે પડ વારી રોટલી તૈયાર કરી લો.

 

પછી ગરમ તવા પર, પડ વારી રોટલીને અધકચરી સેકી લો અને સેકીને તરત જ પડ છૂટા પાડીને રાખી દો.

 

હવે, બધી જ રોટલીમાંથી ૨” x ૫” ની પટ્ટીઓ કાપી લો અને એક બાજુ રાખી દો.

 

સમોસાં બનાવવા માટે:

રોટલીની કાપેલી એક પટ્ટી લો અને એને ત્રિકોણ આકારમાં વાળી લો.

 

એમાં પુરણ ભરી દો.

 

મેંદાની ઘાટી પેસ્ટ વડે ત્રિકોણ સમોસામાં છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

 

હવે, તળવા માટે તેલ ગરમ કરો.

 

વારાફરતી બધા સમોસા તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે જરૂર મુજબ તેલમાં ઉલટાવવા.

 

પસંદ મુજબની કોઈ પણ ચટણી કે કેચપ સાથે ગરમ ગરમ પીરસો.

 

સમોસા ના કરકરા પડ ની અંદર નરમ નરમ પનીર નો સ્વાદ માણો.

Preparation time 30 minutes

Cooking time 15 minutes

Servings 10

 

Ingredients:

For Outer Layer:

Refined White Wheat Flour (Maida) 1 cup

Oil 1 ts

Salt to taste

Ghee

 

For Stuffing:

Paneer (Cottage Cheese) shredded 1 cup

Salted Roasted Peanuts ¼ cup

Bundi (Fried Gram Flour Droplets) ½ cup

Onion finely chopped 1

Fresh Coriander Leaves 2 table spoon

Red Chilli Powder 1 ts

Mango Powder ½ ts

Garam Masala ½ ts

Chat Masala ½ ts

Salt to taste

 

Thick Paste of Refined White Wheat Flour

Oil to deep fry

 

Method:

For Stuffing:

Take all listed ingredients for stuffing in a bowl and mix very well.

 

Stuffing is ready. Keep it a side.

 

For Outer Layer:

Take Refined White Wheat Flour in a bowl.

 

Add Oil and Salt. Mix well.

 

Knead dough adding water gradually as needed. Knead dough not very stiff as well not very soft.

 

Leave dough to rest for 10 minutes.

 

Then, prepare number of small roti from prepared dough.

 

Now, take 1 roti and apply little Ghee on it and sprinkle little flour. Put another roti on it. Roll it little again.

 

Repeat to prepare multilayer Roti.

 

Then, roast all roti partially on heated roasting pan. Separate layers immediately after partially roasting.

 

Now, cut all roti in 2” x 5” strip. Keep all strips a side.

 

Assembling:

Take a strip of roti and fold it in a triangle shape.

 

Fill in with prepared stuffing.

 

Seal the edge of triangle Samosa using thick paste.

 

Repeat to prepare all Samosa.

 

Heat Oil to deep fry.

 

Deep fry all Samosa to brownish. Flip to fry both sides well.

 

Serve hot with any homemade chutney or ketchup or sauce.

 

Enjoy Yummy Paneer inside Crunchy Samosa.

પુરી / Puri

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૯-૧૦ પુરી

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

રવો / સુજી ૧ ટેબલ સ્પૂન

બેસન ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તળવા માટે તેલ

 

રીત :

એક બાઉલમાં ઘઉ નો લોટ, રવો, બેસન અને મીઠુ લો. બરાબર મીક્ષ કરો.

 

તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી, કઠણ લોટ બાંધી લો અને આશરે ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, બાંધેલા લોટમાં થોડું તેલ ઉમેરી, ફરી મસળી લો.

 

બાંધેલા લોટમાંથી નાની નાની પુરીઓ (નાના ગોળ આકાર) વણી લો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

વારાફરતી, વણેલી બધી પુરી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે પુરી તેલમાં ઉલટાવો.

 

ચણા ના શાક સાથે ગરમા ગરમ પીરસો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Yield 9-10 Puri

 

Ingredients:

Whole Wheat Flour 1 cup

Semolina 1 tbsp

Gram Flour 1 tbsp

Oil 2 ts

Salt to taste

Oil to deep fry

 

Method:

Take Whole Wheat Flour in a bowl.

 

Add Semolina, Gram Flour and Salt. Mix well.

 

Add Oil and mix very well.

 

Knead stiff dough adding little water slowly as needed. Leave it to rest for approx 10 minutes.

 

Knead prepared dough again using little Oil.

 

Roll number of small Puri (small round shape) of prepared dough.

 

Heat Oil on medium flame to deep fry.

 

Deep fry rolled Puri.

 

Serve Fresh and Hot with Chickpeas Curry.

બેડઈ પુરી / Bedai Puri

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫-૭ પુરી

 

સામગ્રી :

પુરી માટે :

ઘઉ નો લોટ ૧ કપ

રવો / સુજી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૨ ટી સ્પૂન

અટામણ માટે ઘઉ નો લોટ

 

પુરણ માટે :

અડદ દાળ ૧/૪ કપ

હિંગ ૧ ટી સ્પૂન

વરિયાળી ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

આમચુર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૧

ધાણાભાજી જીણી સમારેલી ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ચપટી

બેસન ૨ ટેબલ સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

 

તળવા માટે તેલ

 

રીત :

પુરણ માટે :

અડદ દાળને મીક્ષરની જારમાં લો અને કરકરી પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં હિંગ ઉમેરો અને બાઉલમાં પીસેલી અડદ દાળ ઢંકાય જાય, માત્ર એટલું જ પાણી ઉમેરો. કમ સે કમ ૧ કલાક માટે રાખી મુકો.

 

પછી એમા, પુરણ માટેની બાકીની બધી જ સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હવે એમા, જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ, જરા કઠણ મિક્સચર તૈયાર કરી લો.

 

આ મિક્સચરમાંથી એક ચપટી જેટલુ લો અને એનો નાનો લુવો બનાવી લો.

 

આ રીતે બધા મિક્સચરમાંથી લુવા બનાવી લો. એક બાજુ રાખી દો.

 

પુરી માટે :

એક કથરોટમાં ઘઉ નો લોટ લો.

 

એમાં રવો, તેલ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી એક નાની પુરી વણી લો. એની વચ્ચે પુરણ નો એક લુવો મુકી, પુરીના છેડા વાળી, પુરણ રેપ કરી, બોલ બનાવી લો. ફરી, હળવે હળવે વણી, નાની પુરી બનાવી લો.

 

વણવામાં સરળતા માટે અને પાટલા-વેલણ પર ચોંટે નહીં એ માટે, વણતા વણતા જરૂર લાગે ત્યારે અટામણ માટે ઘઉ નો લોટ વાપરો.

 

આ રીતે બધી પુરીઓ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

વારાફરતી બધી પુરીઓ તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં પુરી ઉલટાવો. આછી ગુલાબી જેવી તળી લો.

 

બટેટા ના શાક સાથે તાજી અને ગરમા ગરમ પીરસો.

 

આમ ભોજનને ખાસ બનાવો, U.P. (ઉત્તર પ્રદેશ) ની ખાસ પુરી, બેડઈ પુરી ખાઓ.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Yield 5-7 Puri

 

Ingredients:

For Puri:

Whole Wheat Flour 1 cup

Semolina 2 tbsp

Salt to taste

Oil 2 ts

 

For Stuffing:

Skinned and Split Black Gram ¼ cup

Asafoetida Powder 1 ts

Fennel Seeds ½ ts

Red Chilli Powder ½ ts

Coriander-Cumin Powder ½ ts

Salt to taste

Mango Powder ½ ts

Garam Masala ½ ts

Green Chilli finely chopped 1

Fresh Coriander Leaves finely chopped 1 ts

Baking Soda pinch

Gram Flour 2 tbsp

 

Oil 1 ts

Oil to deep fry

 

Method:

For Stuffing:

Crush Skinned and Split Black Gram to coarse powder. Add Asafoetida Powder. Add water enough just to cover lentils in the bowl. Leave it to soak for at least 1 hour.

 

Add all other listed ingredients for Stuffing, mix well.

 

Add water gradually as needed to knead semi stiff mixture.

 

Take a pinch of prepared mixture and make small lump. Make number of lumps.

 

Take Whole Wheat Flour in a kneading bowl.

 

Add Semolina, Oil and Salt. Mix well.

 

Knead stiff dough.

 

Roll a small round shape puri from prepared stiff dough.

 

Put a lump of prepared mixture in the middle of rolled puri and wrap it.

 

Roll it again to give a small round shape again.

 

Use little whole wheat flour on rolling stick and board to prevent sticking while rolling.

 

Roll number of stuffed puri.

 

Heat Oil to deep fry.

 

Deep fry all rolled stuffed puri. Flip to fry both sides well.

 

Fry to light brownish.

 

Serve Fresh and Hot with Potato Curry.

 

Make Your Meal Special with this Uttar Pradesh Special Puri…Bedai Puri…

બાજરી ના ઢેબરા / Bajri na Dhebra

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ ઢેબરા

 

સામગ્રી :

બાજરી નો લોટ ૧ કપ

મકાઇ નો લોટ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

મેથી ની ભાજી સમારેલી ૧/૨ કપ

ગોળ ૨ ટી સ્પૂન

લોટ બાંધવા માટે ખાટી છાસ

સજાવવા માટે તલ

તળવા માટે તેલ

 

રીત :

એક બાઉલમાં થોડી છાસ લો. એમાં ગોળ ઉમેરો અને એકદમ હલાવીને ઓગાળી લો.

 

એક કથરોટમાં બાજરી નો લોટ અને મકાઇ નો લોટ લો.

 

એમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને સમારેલી મેથી ની ભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એમાં, ગોળ વારી ખાટી છાસ જરૂર મુજબ થોડી થોડી ઉમેરતા જઈ, જરા ઢીલો લોટ બાંધી લો.

 

લોટ ને ૫ મિનિટ માટે મસળીયા કરો.

 

પછી, બાંધેલા લોટમાંથી એક નાનો લુવો લો અને બન્ને હથેળી વચ્ચે હળવે હળવે થપથપાવીને જાડો અને નાનો ગોળ આકાર આપો.

 

એની ઉપર થોડા તલ છાંટી દો અને હથેળી વડે હળવેથી દબાવીને ચોંટાડી દો.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધા ઢેબરા તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

એક પછી એક, બધા ઢેબરા બરાબર તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે ઢેબરાને તેલમાં ઉલટાવો. બહુ આકરા ના તળવા.

 

મસાલા ચા સાથે ગરમા ગરમ પીરસો.

 

શીયાળાની થીજાવી દેતી ઠંડીમાં શરીરને ગરમાવો, પરંપરાગત કાઠીયાવાડી ઢેબરા ખાઓ.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Yield 10 Dhebra small

 

Ingredients:

Millet Flour 1 cup

Maize Flour 2 tbsp

Salt to taste

Turmeric Powder 1 ts

Red Chilli Powder ½ ts

Fresh Fenugreek Leaves chopped ½ cup

Jaggeri 2 ts

Sour Buttermilk for kneading dough

Sesame Seeds for garnishing

Oil to deep fry

 

Method:

Take little Buttermilk in a bowl. Add Jaggeri and melt.

 

Take Mille Flour and Maize Flour in a bowl. Add Salt, Turmeric Powder, Red Chilli Powder, chopped Fresh Fenugreek Leaves and mix well. Adding Buttermilk with melted Jaggeri, knead somehow soft dough.

 

Knead dough for 5 minutes.

 

Take a small lump of dough. Pet between two palms to give small thick round shape.

 

Sprinkle some Sesame Seeds on it and press lightly with palm to stick them.

 

Repeat to prepare number of Dhebra from dough.

 

Heat Oil to deep fry.

 

Deep fry all prepared Dhebra.

 

Serve Hot with Spiced Tea.

 

Heat up your body in Winter with Kathiyawadi Traditional…Bajri na Dhebra.

ઓટ્સ પકોડી / Oats Pakodi

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ પકોડી અંદાજીત

 

સામગ્રી :

મસાલા ઓટ્સ ૧/૨ કપ

ચોખા નો લોટ ૧ ટેબલ સ્પૂન

બેસન ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ગાજર જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

કેપ્સિકમ જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

ફુલકોબી જીણી સમારેલી ૧/૪ કપ

આદુ-લસણ-મરચા ૧ ટેબલ સ્પૂન

(જીણા સમારેલા)

દહી ૨ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે કેચપ અને લીલી ચટણી

 

રીત :

એક બાઉલમાં મસાલા ઓટ્સ લો.

 

એમા ધાણાભાજી, સમરેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, ફુલકોબી, આદુ-લસણ-મરચા ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

ચોખા નો લોટ, બેસન, દહી અને મીઠુ ઉમેરો, બરાબર મીક્ષ કરો અને નરમ મિક્સચર તૈયાર કરો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મિક્સચરના નાના નાના લુવા ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા લુવા તેલમાં ફેરવો.

 

નરમ પકોડી બનાવવા માટે આછી ગુલાબી અને કરકરી પકોડી બનાવવા માટે જરા આકરી તળી લો.

 

કેચપ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

વરસાદી માહોલમાં કશુંક તળેલું ખાવાની બહુ ઈચ્છા થાય. લો, આ ઓટ્સ પકોડી.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

Yield 10 Pakodi approx.

 

Ingredients:

Masala Oats ½ cup

Rice Flour 1 tbsp

Gram Flour 2 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

Onion chopped 1

Carrot finely chopped 2 tbsp

Capsicum finely chopped 2 tbsp

Cauliflower finely chopped ¼ cup

Ginger-Garlic-Green Chilli 1 tbsp

(finely chopped)

Curd 2 tbsp

Salt to taste

Oil to deep fry

 

Ketchup and Green Chutney for serving.

 

Method:

Take Masala Oats in a bowl.

 

Add Fresh Coriander Leaves, chopped Onion, Carrot, Capsicum, Cauliflower and Ginger-Garlic-Green Chilli. Mix well.

 

Add Rice Flour, Gram Flour, Curd and Salt. Mix very well to prepare a lump.

 

Heat Oil in deep frying pan on medium flame.

 

Put number of small lumps of prepared stuff in heating Oil.

 

Flip occasionally to fry all around.

 

Fry to light brownish for soft fritters or dark brownish to make it bit crunchy.

 

Serve with Ketchup and Green Chutney.

 

Rain Tempts Your Apetite…Attempt Oats Pakodi…

ફરાળી ભાખરવડી / Farali Bhakhrvadi / Bhakharvadi for Fasting

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨૦ થી ૨૫ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

રાજગરા નો લોટ ૧ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

પુરણ માટે :

કાચા કેળા બાફેલા ૧

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

સુકુ નારિયળ ખમણ ૧/૪ કપ

તલ પીસેલા ૧ ટેબલ સ્પૂન

વરિયાળી પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

સીંગદાણા નો પાઉડર ૧/૪ કપ

લીંબુ ૧

ખાંડ ૧ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે લીલી ચટણી

રીત :

લોટ માટે :

એક બાઉલમાં રાજગરા નો લોટ લો.

 

એમા તલ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. બાંધેલો લોટ ૮ થી ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

એ દરમ્યાન પુરણ તૈયાર કરી લો.

 

પુરણ માટે :

પુરણ માટેની બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લઈ લો.

 

એમા બાફેલા કાચા કેળા ઉમેરો અને બધુ બરાબર મિક્સ કરતાં કરતાં છુંદી નાખો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ભાખરવડી બનાવવા માટે :

બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, આછી રોટલી વણી લો.

 

એની ઉપર પુરણ લગાવી દો અને રોટલીને વાળીને રોલ બનાવી લો.

 

રોલના નાના નાના ટુકડા કાપી લો.

 

આ રીતે બાંધેલા બધા લોટમાંથી રોટલી વણી, પુરણ લગાવી, રોલ બનાવી, કાપીને ટુકડા કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

વારાફરતી બધા ટુકડા તળી લો.

 

બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા ટુકડા ગરમ તેલમાં ઉલટાવો.

 

આછા ગુલાબી તળી લો.

 

ભાખરવડી તૈયાર છે.

 

એક સર્વિંગ પ્લેટ પર થોડી ભાખરવડી ગોઠવી દો.

 

એની ઉપર લીલી ચટણી ફેલાવીને રેડો.

 

અસલ સ્વાદ માટે ગરમ ગરમ પીરસો.

 

એક ના એક ફરાળ થી કંટાળી ગયા છો..!!??

 

લો, આ રહ્યું અવનવું ફરાળ, ભાખરવડી.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Yield 20 to 25 pcs

 

Ingredients:

For Dough:

Amaranth Flour 1 cup

Oil 1 tbsp

Sesame Seeds 1 tbsp

Salt to taste

For Stuffing:

Raw Banana boiled 1

Ginger-Chilli Paste 1 tbsp

Dry Coconut grated ¼ cup

Sesame Seeds crushed 1 tbsp

Fennel Seeds Powder 1 ts

Garam Masala 1 ts

Peanuts Powder ¼ cup

Lemon Juice of 1 lemon

Sugar 1 tbsp

Oil to deep fry

Green Chutney for serving (optional)

 

Method:

Take Amaranth Flour in a bowl. Add Sesame Seeds and Salt. Mix well. Add Oil and mix well. Knead stiff dough adding littler water slowly as needed. Keep a side for 8-10 minutes. Meanwhile prepare stuffing.

 

Take all listed ingredients for stuffing in a bowl. Crush boiled Raw Banana while mixing everything very well.

 

Roll 2 or 3 thin and round chapatti of prepared dough. Spread prepared stuffing on each chapatti one bye one. Roll chapatti to wrap stuffing. Cut prepared rolls in small pieces.

 

Heat Oil to deep fry. Deep fry all pieces to light brownish. Turn over pieces while deep frying to fry them all around.

 

Optionally, arrange few Bhakharwadi on a serving plate. Pour Green Chutney spreading over them.

 

Serve Hot for its best taste.

 

Why Getting Bored with Usual Fasting Food…Enjoy Your Holy Fasting with this Bhakharwadi…

સાબુદાણા વડા / Sabudana Vada

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

સાબુદાણા પલાળેલા ૧ કપ

બટેટા બાફીને છાલ કાઢેલા ૨

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

રાજગરા નો લોટ ૨ ટેબલ સ્પૂન

લીંબુ ૧/૨

ખાંડ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

સેકેલા સીંગદાણા ૧/૪ કપ

 

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે ફરાળી ચટણી

 

રીત:

સેકેલા સીંગદાણા જરા પીસી નાખો. સીંગદાણાના મોટા ટુકડા થઈ જાય એટલુ જ પીસવું. કરકરો પાઉડર બનાવવાનો નથી. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં બાફીને છાલ કાઢેલા બટેટા લો અને છુંદી નાખો.

 

એમાં, પલાળેલા સાબુદાણા, આદું-મરચાં ની પેસ્ટ, રાજગરા નો લોટ, લીંબુ નો રસ, ખાંડ, મીઠું અને પીસેલા સેકેલા સીંગદાણા ઉમેરી, બરાબર મીક્ષ કરી, કઠણ મીશ્રણ તૈયાર કરી લો.

 

તૈયાર કરેલા કઠણ મીશ્રણમાંથી નાના નાના બોલ બનાવી એક બાજુ રાખી દો.

 

પછી, તળવા માટે ઉંચા તાપે તેલ ગરમ કરો.

 

વારાફરતી, તૈયાર કરેલા બધા બોલ, ગરમ તેલમાં તળી લો. નરમ વડા માટે આછા ગુલાબી અને કરકરા વડા બનાવવા માટે જરા આકરા તળો. બધી બાજુ બરાબર તળવા માટે બધા બોલને જરૂર મુજબ તેલમાં ફેરવવા.

 

ફરાળી ચટણી સાથે તાજા ગરમ પીરસો.

 

સાબુદાણા વડા બનાવો, વ્રત-ઉપવાસના દિવસને ઉજવો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 4 Persons

 

Ingredients:

Tapioca Sago (Sabudana) soaked 1 cup

Potato boiled peeled 2

Ginger-Chilli Paste 1 tbsp

Amaranth Flour 2 tbsp

Lemon ½

Sugar 1 tbsp

Salt to taste

Roasted Peanuts ¼ cup

 

Oil to deep fry

 

Farali Chutney for serving

 

Method:

Crush Roasted Peanuts just to break them. Please don’t crush to coarse powder. Keep a side.

 

Take boiled and peeled Potato in a bowl and mash them.

 

Add soaked Tapioca Sago (Sabudana), Ginger-Chilli Paste, Amaranth Flour, Lemon Juice, Sugar, Salt and crushed Roasted Peanuts. Mix very well. It will become stiff mixture.

 

Make number of balls of prepared mixture and keep a side.

 

Heat Oil to deep fry on high flame.

 

Deep fry all prepared balls in heated Oil to light brownish to make soft or dark brownish to make crunchy. Roll all balls in heated Oil while frying to fry them all around.

 

Serve fresh and hot with Farali Chutney.

 

Make Your Fasting a Feast with Sabudana Vada.

error: Content is protected !!