સ્ટફ્ડ મઠડી રોલ (પ્રસાદ) / Stuffed Muthadi Roll (God’s Offering)

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧ કપ

તલ ૧ ટી સ્પૂન

ઘી ૨ ટેબલ સ્પૂન

 

પુરણ માટે :

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

કાજુ પાઉડર ૧/૪ કપ

પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

કેસર ૫-૬ તાર

તળવા માટે ઘી

કોટિંગ માટે દળેલી ખાંડ  

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો લો.

 

એમાં તલ અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા નરમ લોટ બાંધી લો. થોડી વાર રાખી મુકો.

 

પુરણ માટે :

એક પૅન માં ખાંડ લો. એમાં થોડું પાણી ઉમેરો. હલાવીને ખાંડ ઓગાળો.

 

એમાં ગુલકંદ, કાજુ પાઉડર અને પિસ્તા ના ટુકડા મિક્સ કરો.

 

હવે એને ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

એમાં કેસર મિક્સ કરો અને ઠંડુ થવા થોડી વાર રાખી મુકો.

 

ઠંડુ થઈ જાય એટલે થોડું પુરણ લઈ, એક મુઠ્ઠીમાં દબાવી, બન્ને હથેળી વચ્ચે ફેરવી, નાનો રોલ જેવો આકાર આપો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.

 

મઠડી બનાવવા માટે :

બાંધેલા લોટમાંથી જરા જાડી રોટલીઓ વણી લો.

 

બધી રોટલીઓમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો.

 

એક પટ્ટી પર થોડું ઘી લગાવો અને સુગર પાઉડર છાંટો.

 

હવે, આ પટ્ટી પર એક રોલ મૂકી, પટ્ટી વાળી લઈ, એમાં રોલ વીંટાળી લો. પટ્ટી ની બન્ને બાજુના છેડા હાથેથી દબાવી બંધ કરી લો.

 

આ રીતે બધા સ્ટફ્ડ રોલ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે ઘી ગરમ કરો.

 

બધા સ્ટફ્ડ રોલ આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે ઘી માં બધા રોલ ફેરવવા.

 

રોલ તળાય જાય એટલે ઘી માં થી કાઢી લઈ, તરત જ દળેલી ખાંડ માં રગદોળી, કોટ કરી લો.

 

ઠંડા થવા માટે ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો.

 

ભગવાન ને ધરાવો અને પ્રસાદ આરોગો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 10 pcs.

Ingredients:
For dough :
Refined White Wheat Flour (Maida) 1 cup
Sesame Seeds 1 tsContinue Reading

મલ્ટી ગ્રેઇન મસાલા ભાખરી / Multigrain Masala Bhakhri / Multigrain Spiced Bhakri

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૭ ભાખરી

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

બાજરી નો લોટ ૧/૪ કપ

જુવાર નો લોટ ૧/૪ કપ

મકાઇ નો લોટ ૧/૪ કપ

ચણા નો લોટ ૧/૪ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

તલ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર  ૧/૨ ટી સ્પૂન

મીઠું ૧ ટી સ્પૂન

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

દહી ૨ ટેબલ સ્પૂન

 

રીત :

એક કથરોટમાં એકીસાથે, ઘઉ નો લોટ, બાજરી નો લોટ, જુવાર નો લોટ, મકાઇ નો લોટ, ચણા નો લોટ અને રવો લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં મેથી ની ભાજી, તલ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આદુ-મરચાં ની પેસ્ટ, ઘી, તેલ અને દહી ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરતા જઇ એકદમ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી મધ્યમ સાઇઝના બોલ બનાવો અને જાડી ગોળ રોટલી વણી લો. રોટલીના કિનારીઓ કાપા વારી થશે.

 

 

ધીમા-મધ્યમ તાપે એક તવો ગરમ કરી, એના પર બરાબર સેકી લો.

 

આ રીતે બધી ભાખરી બનાવી લો.

 

પસંદ પ્રમાણે દહી કે રાયતા સાથે ગરમ પીરસો.

 

સાદી અને સ્વાદિષ્ટ ભાખરી નાસ્તામાં કે સાંજના ભોજનમાં આરોગો.

 

નિશાળે જતાં બાળકોના લંચબોક્સમાં પણ મુકી શકાય.

 

Prep.5 min.

Cooking time 15 min.

Yield 7 pcs.

Ingredients:

Wheat Flour ½ cup

Millet Flour ¼ cupContinue Reading

મગ દાળ ના વાનવા / ફાફડા / Mag Dal Vanva / Fafda / Vanva of Split Green Gram

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨૫ થી ૩૦ વાનવા

 

સામગ્રી :

મગ દાળ લીલી ૧ કપ

અડદ દાળ ૧/૨ કપ

ચણા દાળ ૧/૨ કપ

અજમા ૧ ટી સ્પૂન

હિંગ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

સંચળ અને લાલ મરચું પાઉડર ભભરાવવા માટે

અટામણ માટે ઘઉ નો લોટ

 

રીત :

લીલી મગ દાળ, અડદ દાળ અને ચણા દાળ લો અને જીણો લોટ દળાવી લો.

 

એમાં અજમા, હિંગ અને મીઠું ઉમેરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટને એક ખાંડણી અથવા જાડા વાસણમાં લઈ, દસ્તા વડે ૮ થી ૧૦ મિનિટ સુધી ખાંડી લો જેથી લોટ એકદમ કુણો થઈ જાય અને એનો રંગ પણ બદલાઈને આછો પીળો થઈ જશે.

 

હવે, લોટ નો નાનો લુવો લો, બોલ બનાવો અને મધ્યમ સાઇઝ નો એકદમ આછી (પાતળી) પુરી વળી લો. વણવામાં સરળતા માટે ઘઉના લોટનું અટામણ લો.

 

આ રીતે બધી પુરી વણી લો.

 

એક કડાઈમાં ધીમા-મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

બધી પુરી તળી લો. પુરીની બન્ને બાજુ એકસરખી તળવા માટે દરેક પુરી તેલમાં ઉલટાવવી. પુરી એકદમ પાતળી હોવાથી જલ્દી તળાઈ જશે એટલે ઝડપથી તેલમાંથી કાઢી લેવી, નહીતર લાલ થઈ જશે.

 

તળેલી પુરીઓ પર સંચળ અને લાલ મરચું પાઉડર છાંટી દો.

 

ઠંડી થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

પછી, લાંબા તહેવારોના દિવસો દરમ્યાન અવાર નવાર માણવા માટે એરટાઇટ બરણીમાં ભરી દો.

 

મોટા તહેવારોના વ્યસ્ત દિવસો દરમ્યાન..

હાથવગા.. કરકરા વાનવા..

ચા કે કોફી સાથે માણવા..

 

Prep.30 min.

Cooking time 10 min.

Qty. 25-30 Vanva

Ingredients:

Split Green Gram (with skin) 1 cup

Split Black Gram skinned ½ cupContinue Reading

સ્ટફ્ડ બનાના વડા / Stuffed Banana Vada / Stuffed Banana Fritter

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પાકા કેળા ૨

તળવા માટે તેલ

 

પુરણ માટે :

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

આમચૂર ૧ ટી સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૨ ટી સ્પૂન

સેવ ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

ખીરા માટે :

બેસન ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

પાણી

 

રીત :

પુરણ માટે :

બીજા એક બાઉલમાં પુરણ માટેની બધી સામગ્રી એકીસાથે લો. બરાબર મિક્સ કરી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

ખીરા માટે :

એક બાઉલમાં બેસન લો.

 

એમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી, બધુ બરાબર મિક્સ કરી, ઘાટુ ખીરું તૈયાર કરો. એક બાજુ રાખી દો.

 

વડા માટે :

પાકા કેળાની છાલ ઉતારી, મધ્યમ સાઇઝના ટુકડા કાપી લો.

 

બધા ટુકડામાં વચ્ચેથી થોડો ભાગ કાપી લઈ, પુરણ ભરી શકાય એ માટે ખાંચો કરી લો અને એ ખાંચામાં પુરણ ભરી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

ભરેલા કેળાના ટુકડા, તૈયાર કરેલા ખીરામાં જબોળી તરત જ તળવા માટે ગરમ તેલમાં મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા વડાને તેલમાં ફેરવો. આછા ગુલાબી થઈ જાય ત્યા સુધી તળો.

 

કોઈ પણ ચટણી કે કેચપ સાથે ગરમા ગરમ પીરસો. હોટ & સ્વીટ સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્ટફ્ડ બનાના વડા માણો. તીખા-મીઠા સ્વાદનો આનંદ માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Ripe Banana                                       2

Oil to Deep FryContinue Reading

વાટી દાળ ના લસણીયા ખમણ ઢોકળા / વાટી દાળ ના ખમણ ઢોકળા / Vati Dal na Lasaniya Khaman / Vati Dal Na Khaman

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખમણ ઢોકળા માટે :

ચણા દાળ ૧ કપ

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

તેલ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

સ્ટીમર ની પ્લેટ પર લગાવવા માટે તેલ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૫-૬ પાન

મરચાં જીણા સમારેલા ૨-૩

લસણ ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

દહી ૩ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

ખમણ ઢોકળા માટે :

કમ સે કમ ૧ કલાક માટે ચણા દાળ પલાળી દો.

 

પછી, પાણી કાઢી, ચણા દાળ એકદમ જીણી પીસી લો.

 

પછી, ૪ થી ૫ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં, આદું-મરચાં ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ, લીંબુ નો રસ, મીઠું અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો. ખમણ ઢોકળા માટે ખીરું તૈયાર છે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો.

 

એમાં ખમણ ઢોકળા માટે તૈયાર કરેલું ખીરું ભરી દો. પ્લેટ અડધી જ ભરવી, બાકીની જગ્યા, ઢોકળા ફુલવા માટે જરૂરી છે.

 

સ્ટીમર માં પાણી ગરમ થાય એટલે એમાં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે ઊંચા તાપે સ્ટીમ કરી લો.

 

પછી, સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢી લો.

 

પ્લેટ ના ઢોકળામાં ચપ્પુ વડે આડા-ઊભા કાપા પાડી, પસંદ મુજબ આકાર અને સાઇઝના ટુકડા કરી એક બાઉલમાં કે પ્લેટ પર રાખી દો.

 

એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, હિંગ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ પછી, દહી અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, ખમણ ઢોકળાના ટુકડા ઉમેરો અને છુંદાય ના જાય એ કાળજી રાખી, ઉછાળી, ધીરે ધીરે ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરો. આ રીતે મિક્સ કરતાં કરતાં માત્ર ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

ધાણાભાજી છાંટી દો. જીણા સમારેલા મરચાં પણ છાંટી શકાય.

 

ઘરે જ બનાવેલી લસણ ની ચટણી ક લીલી ચટણી સાથે તાજે તાજા પીરસો.

 

નરમ નરમ, ફુલેલા ઢોકળા ખાઓ, ગુજરાતી હોવાનું મહેસુસ કરો.

 

Prep.5 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

For Spongy Dhokla:

Skinned and Split Chickpeas (Bengal Gram)  1 cup

Ginger-Chilli Paste 1 tsContinue Reading

મીઠા સાટા / Mitha Sata / Sweet Khajli

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

મેંદો ૩ કપ

વેજીટેબલ ઘી ૧ ૧/૪ કપ

તલ ૧ ટી સ્પૂન

બેકિંગ પાઉડર ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ કપ

એલચી ૧/૨ ટી સ્પૂન

વેજીટેબલ ઘી તળવા માટે

 

સજાવટ માટે :

એલચી પાઉડર ૧ ટેબલ સ્પૂન

કેસર ૮-૧૦

બદામ ની કતરણ ૧ ટેબલ સ્પૂન

ગુલાબ ની પાંદડી ૮-૧૦

 

રીત :

એક કડાઈમાં ૧ કપ વેજીટેબલ ઘી ગરમ કરો.

 

એમાં ૧ કપ મેંદો ઉમેરો અને ધીમા તાપે આછો ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો.

 

૧ કપ પાણી ઉમેરો. કડાઈના તળીયે ચોંટી ના જાય અને બળી ના જાય એ કાળજી રાખી ધીરે ધીરે હલાવો.

 

ઘાટુ અને નરમ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યા સુધી ધીમે તાપે પકાવો.

 

પછી, તાપ પરથી કડાઈ હટાવી લો અને મિશ્રણ ઠંડુ થઈ જાય એ માટે રાખી મુકો.

 

એક બાઉલમાં ૨ કપ મેંદો, તલ, બેકિંગ પાઉડર, એલચી પાઉડર અને ૧ ટી સ્પૂન જેટલું વેજીટેબલ ઘી લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં, તૈયાર કરેલું ઘાટુ નરમ મિશ્રણ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને જરા નરમ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.

 

બાંધેલા લોટમાંથી આશરે ૨ ટેબલ સ્પૂન જેટલો લોટ પાટલા પર લો. એને થપથપાવી જાડી ગોળ પુરી જેવો આકાર આપો. એમાં ૪-૫ કાણાં પાડી દો.

 

આ રીતે બધા લોટમાંથી જેટલા થાય એટલા નંગ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે વેજીટેબલ ઘી ગરમ કરો.

 

એમાં બધી જાડી ગોળ પુરીઓ વારાફરતી તળી લો. પસંદ મુજબ આછી ગુલાબી કે થોડી આકરી તળવી પણ કાળી ના થઈ જાય એ ખ્યાલ રાખવો. ખાજલી તૈયાર છે.

 

એક પૅન માં ૧ કપ ખાંડ લો. એમ થોડી પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે પૅન મુકો અને ૨ તાર ની ચાસણી તૈયાર કરો.

 

એક પછી એક, બધી ખાજલી આ ચાસણીમાં જબોળી પ્લેટ પર મુકો. દરેક ખાજલી પ્લેટ પર અલગ અલગ અલગ રાખવી. એકબીજા ની ઉપર ના મુકવી.

 

મીઠી ખાજલી તૈયાર થઈ ગઈ.

 

દરેક મીઠી ખાજલી ઉપરત થોડો એલચી પાઉડર છાંટી, બદામની ૨-૩ કતરણ, ગુલાબની ૧-૨ પાંદડી અને ૧ દાણો કેસર મુકી સજાવો.  

 

ચાસણી બરાબર સુકાય જાય અને ઠંડી થઈ જાય એ માટે ૮ થી ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

કોઈ પણ ઉજવણીમાં મીઠી ખાજલી / મીઠા સાટા / ગુજરાતી ખાજલી સાથે મીઠાશ ઉમેરો.

 

Prep.5 min.

Cooking 15 min.

Yield 10 pcs.

Ingredients:

Refined White Wheat Flour 3 cups

Vegetable Ghee 1 ¼ cup

Sesame Seeds 1 tsContinue Reading

વણેલા ગાંઠીયા / Vanela Gathiya

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

બેસન ૨૫૦ ગ્રામ

સોડા-બાય-કાર્બ ૧/૪ ટી સ્પૂન

મીઠું ૧ ટી સ્પૂન

હિંગ ૧ ટી સ્પૂન

મરી પીસેલા ૧ ટી સ્પૂન

અજમા ૧ ટી સ્પૂન

તેલ ૧/૪ કપ

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે :

કઢી (થોડું બેસન મિક્સ કરીને વઘારેલી છાસ)

તળેલા મરચાં

ખમણેલી કોબી / ખમણેલા ગાજર / ખમણેલું કાચું પપૈયું, વઘારેલું અને અધકચરું પકાવેલું

ડુંગળી સમારેલી

 

રીત :

એક નાની વાટકીમાં સોડા-બાય-કાર્બ અને મીઠું લો. એમાં ૧/૪ કપ પાણી ઉમેરો, મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

એક કથરોટમાં બેસન લો. એમાં ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હિંગ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

સોડા-બાય-કાર્બ અને મીઠા સાથેનું પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ (એકદમ કઠણ નહીં) લોટ બાંધી લો. બાંધેલો લોટ આશરે ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, એમાં પીસેલા મરી અને અજમા ઉમેરો અને ૪ થી ૫ મિનિટ માટે એકદમ મસળો. મસળવા દરમ્યાન બાંધેલો લોટ સુકો થતો જતો હોય એવું લાગશે, એટલે મસળવા દરમ્યાન, જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા રહો. અંતે, બાંધેલો લોટ જરા કઠણ અને ભીનાશવાળો હોવો જોઈએ.

 

એક કડાઈમાં ઊંચા તાપે તળવા માટે તેલ ગરમ કરવા મુકો.

 

એક મુઠ્ઠી જેટલો બાંધેલો લોટ, વણવાના પાટલા પર કે કોઈ પણ લાકડાના સપાટ પાટિયા પર લો.

 

લોટને પાટલા પર હળવે હળવે, ધીરે ધીરે, હથેળી વડે વણતા હોવ એવી રીતે ઘસતા ઘસતા હથેળીની એક બાજુ થી સરકાવતા જાવ. આ હથેળીની એક બાજુ થી બહાર આવતો લોટ, આટી ચડેલા સળિયા જેવા આકારનો હશે. આ દરમ્યાન લોટ ચોંટે એવું લાગે તો થોડું તેલ પાટલા ઉપર અને હથેળી ઉપર લગાવો. આવા ટુકડા જેમ જેમ નીકળતા જાય એમ, તરત જ તળવા માટે ગરમ થયેલા તેલમાં નાખી તળી લો. નરમ ગાંઠીયા બનાવવા હોય તો આછા પીળા અને કરકરા ગાંઠીયા બનાવવા હોય તો આછા ગુલાબી થઈ જાય ત્યા સુધી તળો. બધી બાજુ બરાબર તળવા માટે એક કે બે વાર, થોડી વારે તેલમાં ગાંઠીયા ફેરવો.

 

ગાંઠીયા તળાય જાય એટલે તેલમાંથી કાઢીને તરત જ, ગરમા ગરમ  એક સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

સાથે પસંદ મુજબ, કઢી, તળેલા મરચાં, વઘારેલા અને અધકચરા પકાવેલ, ખમણેલી કોબી / ખમણેલા ગાજર / ખમણેલું કાચું પપૈયું, સમારેલી ડુંગળી અને ઢીલી લીલી ચટણી પીરસો.

 

ગુજરાતનાં પ્રખ્યાત અને દરેક ગુજરાતીના અતિપ્રિય, વણેલા ગાંઠીયા.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Gram Flour 250 gm

Soda-bi-Carb ¼ ts

Salt 1 tsContinue Reading

તુરીયા પાતરા / Turiya patra / Colocasia with Ridge gourd

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પાતરા માટે :

બેસન ૧ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

આમલી ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

અળવી ના પાન / પાતરા

 

તુરીયા માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

તુરીયા જીણા સમારેલા ૨

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ટમેટાં જીણા સમારેલા ૧

મીઠું સ્વાદ મુજબ

 

સજાવવા માટે, ધાણાભાજી અથવા નારિયળ નો પાઉડર અથવા જીણા સમારેલા ટમેટાં અથવા આમાંથી કોઈ પણ ૨ સામગ્રી

 

રીત :

એક બાઉલમાં બેસન લો. એમાં લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, આમલી ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. થોડું પાણી ઉમેરો, બરાબર મિક્સ કરી, ઘાટી પેસ્ટ બનાવી લો.

 

અળવી ના પાન બરાબર ધોઈ લો. પાનની વચ્ચેની જાડી નસ, ચપ્પુ વડે કાપી લો. પાન તુટી ના જાય કે પાન માં કાણું ના પડી જાય એ કાળજી રાખવી.

 

પછી, બધા પાન લંબચોરસ આકારમાં કાપી લો અને બધા ટુકડા ઉપર તૈયાર કરેલી પેસ્ટ લગાવી દો.

 

એક પછી એક, બધા ટુકડાને વાળીને ચારે ય બાજુથી વાળીને પડીકું વાળી લો. રોલ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા ટમેટાં, લસણ ની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી એમાં જીણા સમારેલા તુરીયા ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

થોડું પાણી ઉમેરો અને મિશ્રણની ઉપર પાતરાના રોલ ગોઠવો.

 

પૅન ઢાંકી દો અને ધીમા-મધ્યમ તાપે ૮ થી ૧૦ મિનિટ માટે પકાવો.

 

સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

પસંદ મુજબ, ધાણાભાજી અથવા નારિયળના પાઉડર અથવા જીણા સમારેલા ટમેટાં અથવા આમાંથી કોઈ પણ ૨ સામગ્રી છાંટી સજાવો.

 

ગરમ અને સુકા ઉનાળામાં પણ લીલાછમ શાકભાજી સાથે ભોજન નો આનંદ લો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Qty. 2 Plates

Ingredients:

For Patra (Colocasia):

Gram Flour 1 cup

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ tsContinue Reading

ડુંગળી મુઠીયા / Dunri Mithiya / Baby Onion with Dumpling / Onion Muthiya

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મુઠીયા માટે :

ઘઉ નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૧ કપ

ધાણાભાજી ૧/૨ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

લીંબુ ૧/૨

 

શાક માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

હવેજ ૧ ટેબલ સ્પૂન

(લસણ, મરચું, મીઠું સાથે પીસેલા)

નાની ડુંગળી ૧૦

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી

દહી ૧/૨ કપ

સીંગદાણા નો ભુકો

 

રીત :

મુઠીયા માટે :

એક મોટા બાઉલમાં ઘઉ નો લોટ અને ચણા નો લોટ લો. એમાં ધાણાભાજી, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, ખાંડ, તેલ, સોડા-બાય-કાર્બ, લીંબુ નો રસ ઉમેરો અને બધુ બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

બધા બોલ તળી લો.

 

શાક માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ ઉમેરો. તતડે એટલે નાની ડુંગળી, હવેજ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું ઉમેરો અને ૫ થી ૭ મિનિટ માટે ધીમા તાપે પકાવો. થોડી થોડી વારે હલાવીને મીક્ષ કરતાં રહો,

 

દહી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

સીંગદાણા નો ભુકો ઉમેરો અને બરાબર મીક્ષ કરો. ૧ થી ૨ મિનિટ પાકવા દો.

 

તળેલા બધા મુઠીયા ઉમેરો. ૨ થી ૩ મિનિટ માટે પકાવો. થોડી થોડી વારે ઉપર-નીચે ફેરવતા રહી બરાબર મીક્ષ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને થોડો સીંગદાણા નો ભુકો છાંટી સુશોભિત કરો.

 

ડુંગળી નો તીખો તમતમતો સ્વાદ માણો..

 

ઉનાળાની ગરમી ને ડુંગળી ની ગરમી થી મારો..

 

Prep.10 min.

Cooking time 15 min.

for 4 Persons

Ingredient:

For Fist / Dumpling (Muthiya):

Whole Wheat Flour                             ½ cup

Gram Flour                                          1 cupContinue Reading

error: Content is protected !!