ઢોકળા ચાટ / Dhokla Chat

 

તૈયારી માટે ૪૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ઢોકળાના લોટ માટે :

ચોખા ૧/૩ કપ

ચણા દાળ ૧/૩ કપ

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

મેથી ૧/૪ ટી સ્પૂન

 

અથવા

ઢોકળા નો લોટ ૧ કપ

મેથી પાઉડર ૧/૪ ટી સ્પૂન

 

ઢોકળા માટે :

 

દહી ૧ કપ

સોડા-બાય-કાર્બ ચપટી

તેલ ૧ ટી સ્પૂન

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રગડા માટે :

લીલા વટાણા બાફેલા ૧ કપ

બટેટા બાફેલા અને સમારેલા ૧

તેલ ૧ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૧

સૂકા લાલ મરચાં ૨

લીમડો ૬-૮

હિંગ ચપટી

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

આમલી નો પલ્પ ૧ ટેબલ સ્પૂન

ગોળ ખમણેલો ૧ ટી સ્પૂન

 

બનાવવા માટે :

ફૂદીના ની ચટણી

લાલ ચટણી

ખજુર-આમલી ની ચટણી

મસાલા સીંગ

સેવ

ધાણાભાજી

ડુંગળી જીણી સમારેલી

ચાટ મસાલો

 

રીત :

ઢોકળા ના લોટ માટે :

ચોખા, ચણા દાળ, અડદ દાળ અને મેથી ને ગ્રાઈન્ડિંગ જારમાં લઈ કરકરું પીસી લો.

 

બજારમાં તૈયાર મળતો ઢોકળાનો લોટ જો ઉપયોગમાં લેતા હો તો એમાં ફક્ત મેથી નો પાઉડર મીક્ષ કરી દો.

 

ઢોકળા માટે :

એક બાઉલમાં ઢોકળાનો લોટ લો. એમાં દહી મીક્ષ કરી દો. આથા માટે ૬ થી ૭ કલાક રાખી મુકો.

 

પછી, એમાં, સોડા-બાય-કાર્બ, તેલ, આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને મીઠું મીક્ષ કરી દો. ખીરું તૈયાર છે.

 

સ્ટીમર ની પ્લેટમાં તેલ લગાવી દો અને તૈયાર કરેલા ખીરા થી ૧/૪ જેટલી ભરો.

 

સ્ટીમરમાં પાણી ગરમ કરો. પાણી ગરમ થઈ જાય એટલે સ્ટીમર માં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો. પછી, પ્લેટ સ્ટીમરમાંથી કાઢી લો.

 

ચપ્પુની મદદથી પ્લેટમાં ઢોકળા ના ટુકડા કાપી, કાઢી લો. એક બાજુ રાખી દો.

 

રગડા માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં તમાલપત્ર, લીમડો, હિંગ અને સૂકા લાલ મરચાં ઉમેરો. તતડી જાય એટલે આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી સાંતડો. જીણા સમારેલા મરચાં ટમેટાં ઉમેરો. બરાબર મીક્ષ કરો. હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરો. આમલી નો પલ્પ અને ગોળ મીક્ષ કરો. બાફેલા લીલા વટાણા અને બટેટા ઉમેરો. થોડું પાણી ઉમેરો. ૪-૫ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો. ઘાટો રગડો તૈયાર થશે.

 

બનાવવા માટે :

એક સર્વિંગ બાઉલમાં ઢોકળા લઈ લો. એના ઉપર તૈયાર કરેલો રગડો રેડો. એના ઉપર ફૂદીના ની ચટણી, લાલ ચટણી અને ખજુર-આમલી ની ચટણી રેડો. મસાલા સીંગ, સેવ, જીણી સમારેલી ડુંગળી અને ધાણાભાજી ભભરાવી આકર્ષક બનાવો. થોડો ચાટ મસાલો છાંટો.

 

અસલી ગુજરાતી ઢોકળા નો અનોખો અંદાઝ.. ઢોકળા ચાટ..

 

Prep.40 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

For Dhokla Flour:

Rice                                                     1/3 cup

Split Bengal Gram                                  1/3 cupContinue Reading

પનીર કેપ્સિકમ / Paneer Capsicum / Capsicum with Cottage Cheese

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

કાજુ ૧/૪ કપ

કેપ્સિકમ સમારેલા મોટા ટુકડા ૧

પનીર ક્યૂબ ૨૦૦ ગ્રામ

જીરું ૧ ટી સ્પૂન

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટમેટાં સમારેલા (બી કાઢી નાખવા) ૧

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન

સૂકા દાડમ નો પાઉડર ૧ ટી સ્પૂન

કસૂરી મેથી ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં કાજુ સાંતડી લો. સાંતડાઈ એટલે તેલમાંથી કાજુ કાઢી લો. એક બાજુ રાખી દો.

 

હવે, એ જ પૅન અને તેલમાં સમારેલા કેપ્સિકમ સાંતડી લો. સાંતડાઈ જે એટલે તેલમાંથી કેપ્સિકમ કાઢી લો. એક બાજુ રાખી દો.

 

એ જ પૅન અને તેલમાં જીરું ઉમેરો. તતડે એટલે એમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

હવે, એમાં આદું-લસણ ની પેસ્ટ અને સમારેલા ટમેટાં ઉમેરો. ધીમા-મધ્યમ તાપે પકાવતા બરાબર મિક્સ કરી દો. આશરે ૨ થી ૩ મિનિટ લાગશે.

 

હવે એમાં, પનીર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું કિચનકિંગ મસાલો, ચાટ મસાલો, સૂકા દાડમ નો પાઉડર, મેથી ના સૂકા પાન અને મીઠું ઉમેરો. ફક્ત ૧ થી ૨ મિનિટ માટે પકાવતા બરાબર મિક્સ કરો.

 

હવે એમાં, સાંતડેલા કાજુ અને કેપ્સિકમ ઉમેરો. ધીરે ધીરે મિક્સ કરતાં કરતાં હજી ૧ થી ૨ મિનિટ માટે પકાવો.

 

ધાણાભાજી અથવા નારિયળ ના પાઉડર અથવા જીણા સમારેલા મરચાં છાંટી સજાવો.

 

પસંદ પ્રમાણે, રોટલી, પરાઠા અથવા નાન સાથે પીરસો.

 

પનીર કેપ્સિકમ નો અદભૂત સ્વાદ માણો.

 

Prep.5 min.

Cooking Time 5 min.

for 2 Persons

Ingredients:

Oil 2 tbsp

Cashew Nuts ¼ cup

Capsicum chopped in 4 or 8 pcs. 1Continue Reading

મીક્ષ સૉસ પાસ્તા / Mixed Sauce Pasta

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

સફેદ સૉસ માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

લસણ સમારેલું ૧ ટી સ્પૂન

મેંદો ૧ ટેબલ સ્પૂન

દૂધ ૧ કપ

મીઠું

મરી પાઉડર ચપટી

મલાઈ ૧ ટેબલ સ્પૂન

 

લાલ સૉસ માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

લસણ સમારેલું ૧ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટમેટાં સમારેલા ૧

ટોમેટો પ્યુરી ૧/૨ કપ

મીઠું

મીક્ષ હર્બ ૨ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

 

પાસ્તા માટે :

માખણ ૨ ટેબલ સ્પૂન

બેબી કૉર્ન ૧/૨ કપ

કેપ્સિકમ સમારેલા મોટા ટુકડા ૧

પાસ્તા બાફેલા ૧ કપ

ઓરેગાનો ચપટી

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સજાવટ માટે ચીઝ અને ઓલિવ

 

રીત :

સફેદ સૉસ માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમાં સમારેલું લસણ અને મેંદો ઉમેરો. તવેથા વડે ધીરે ધીરે હલાવીને આછા ગુલાબી જેવુ થઈ જાય ત્યા સુધી સાંતડો.

 

દૂધ ઉમેરો અને મધ્યમ તાપે ઉકાળો. ગઠાં ના થાય એ ખ્યાલ રાખવો. જરૂર લાગે તો ધીરે ધીરે હલાવવું.

 

મિક્સચર જરા ઘાટુ થાય એટલે મરી પાઉડર, મીઠું અને મલાઈ ઉમેરો અને મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ માટે ધીરે ધીરે હલાવીને બરાબર મીક્ષ કરો.

 

સફેદ સૉસ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

લાલ સૉસ માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ અને તેલ એકીસાથે ગરમ કરો.

 

એમાં સમારેલું લસણ ઉમેરો અને આછા ગુલાબી જેવુ સાંતડો.

 

હવે, સમારેલી ડુંગળી ઉમેરો અને નરમ થાય ત્યા સુધી સાંતડો.

 

પછી, સમારેલા ટમેટાં ઉમેરો અને નરમ થાય ત્યા સુધી સાંતડો.

 

હવે, ટોમેટો પ્યુરી, મીઠું, મીક્ષ હર્બ, ચીલી ફલૅક્સ અને મરી પાઉડર ઉમેરો.

 

મિક્સચર જરા ઘાટુ થઈ જાય ત્યા સુધી, આશરે ૧ થી ૨ મિનિટ માટે, ધીમા-મધ્યમ તાપે ધીરે ધીરે હલાવતા રહી પકાવો.

 

પાસ્તા માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમાં બેબી કૉર્ન, કેપ્સિકમ ના સમારેલા મોટા ટુકડા, ઓરેગાનો, ચીલી ફલૅક્સ અને મીઠું ઉમેરો.

 

ધીરે ધીરે મીક્ષ કરતાં કરતાં ફક્ત ૨ થી ૩ મિનિટ માટે ધીમા તાપે પકાવો.

 

બાફેલા પાસ્તા ઉમેરો. ધીમા તાપે ૧ થી ૨ મિનિટ માટે પકાવો. પાસ્તા છૂંદાય ના જાય એ કાળજી સાથે ઉપર-નીચે હલાવતા રહી બરાબર મીક્ષ કરો.

 

તૈયાર કરેલો સફેદ સૉસ અને લાલ સૉસ ઉમેરો. ધીરે ધીરે હલાવી મીક્ષ કરતાં રહી, ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

ખમણેલું ચીઝ છાંટો અને ઓલિવ મુકી સજાવો.

 

તરત જ પીરસો.

 

ઇટાલિયન વાનગી, ઇંડિયન સ્વાદ સાથે.

 

Prep.5 min.

Cooking time 20 min.

Qty. 2 Plates

Ingredients:

For White Sauce:

Butter 1 tbsp

Garlic chopped 1 ts

Refined White Wheat Flour (Maida) 1 tbspContinue Reading

ટીકર / રાજસ્થાની રોટી / મસાલા રોટી / Tikkar / Rajasthani Roti / Spiced Roti / Spiced Flat Bread

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ રોટી

 

સામગ્રી :

મકાઇ નો લોટ ૧ કપ

ઘઉ નો લોટ ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

સેકવા માટે ઘી

અટામણ માટે ઘઉ નો લોટ

 

રીત :

એક કથરોટમાં મકાઇ નો લોટ અને ઘઉ નો લોટ એકીસાથે લો.

 

એમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી, મરચાં, આ બધુ જ અડધી માત્રામાં ઉમેરો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, બોલ બનાવી, જરા જાડી રોટલી વણી લો. રોટલી વણતા એની કિનારી તુટતી જશે, કોઈ વાંધો નહીં, એવી જ બનવી જોઈએ. વણવા દરમ્યાન જરૂર લાગે ત્યારે ઘઉના કોરા લોટમાં જબોળી, કોટ કરતાં રહો, વણવાનું સરળ રહેશે અને ચોટશે નહીં.

 

અડધી રોટલી વણાઈ જાય એટલે એની ઉપર, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી અને મરચાં, આ બધુ થોડું થોડું છાંટો, હાથેથી હળવેથી દબાવો અને વણી લો. આ બધુ રોટલી ઉપર બરાબર ચોંટી જાય એ ખાસ જોવું.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધી રોટલી વણી લો.

 

એક પછી એક, બધી રોટલી શેલો ફ્રાય કરી લો. કરકરી બનાવવા માટે ધીમા તાપે, હળવે હળવે દબાવીને શેલો ફ્રાય કરો.

 

તાજે તાજી અને ગરમા ગરમ, તવા પરથી સીધી જ સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

દહી અને / અથવા પસંદગીના અથાણાં સાથે પીરસો.

 

પસંદગીના કોઈ પણ સૉસ કે કેચપ સાથે પણ પીરસી શકાય.

 

દહી સાથે સૌથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્વાદિષ્ટ, રસીલી, મસાલેદાર, રાજસ્થાની વાનગી, ટીકર.

 

Prep.10 min.

Cooking time 10 min.

Yield 4 pcs.

Ingredients:

Maize Flour 1 cup

Whole Wheat Flour 1 cup

Ghee 2 tbspContinue Reading

વેનીલા ક્રીમ બ્રુલી / Vanilla Cream Brulee

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૪૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

તાજી મલાઈ ૧ કપ

કન્ડેન્સ મિલ્ક ૧ કપ

વેનીલા ૧ ટેબલ સ્પૂન

દુધ ૧/૨ કપ

કૉર્ન ફ્લૉર ૩ ટેબલ સ્પૂન

ખાંડ સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં તાજી મલાઈ, કન્ડેન્સ મિલ્ક અને વેનીલા લો અને મધ્યમ તાપે ઉકાળવા મુકો.

 

ઉકળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ઢાંકી દો.

 

૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, એક બાઉલમાં કૉર્ન ફ્લૉર અને દુધ મિક્સ કરો. ગઠાં ના રહી જાય એ ખ્યાલ રાખવો.

 

આ કૉર્ન ફ્લૉર અને દુધ નું મિશ્રણ, મલાઈ ના મિશ્રણ સાથે મિક્સ કરી દો અને મધ્યમ તાપે ઉકાળો. ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહો.

 

થોડું ઘાટુ થઈ જાય એટલે મોટા કપ કે બાઉલમાં લઈ લો.

 

હવે, ૨૦૦° પર ૨૦ મિનિટ માટે ઓવન માં સ્ટીમ કરી લો. બ્રુલી તૈયાર છે.

 

ઓવેનમાંથી બહાર કાઢી લીધા પછી, સામાન્ય તાપમાન થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, બ્રુલી ની સપાટી ઉપર ખાંડ છાંટી દો અને કિચન ટોર્ચ વડે કેરેમલાઇઝ કરી લો. ખાંડ બળીને કાળી ના થઈ જાય એ ખાસ કાળજી રાખો.

 

સામાન્ય તાપમાન વાળી, તાજી જ પીરસો.

 

ભોજન પુરૂ કરો, ફ્રેંચ સ્ટાઇલ.

 

Prep.5 min.

Cooking time 40 min.

Servings 4

Ingredients:

Fresh Cream 1 cup

Condensed Milk 1 cup

Vanilla 1 tbspContinue Reading

દાબેલી ડોસા / દાબેલી ઢોસા / Dabeli Dosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ નંગ

 

સામગ્રી :

ઢોસા નું ખીરું ૧ કપ

માખણ ૧ ટી સ્પૂન

બટેટા બાફેલા અને છુંદેલા ૨

તેલ ૧ ટી સ્પૂન

લસણ ની ચટણી ૧ ટી સ્પૂન

દાબેલી મસાલો ૧ ટેબલ સ્પૂન

હળદર ચપટી

લાલ મરચું પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સૂકા નારિયળનું ખમણ / પાઉડર ૨ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

મસાલા સીંગ ૨ ટેબલ સ્પૂન

ઢોસા પૅનફ્રાય કરવા માટે તેલ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. તાપ ધીમો કરો. લસણ ની ચટણી, દાબેલી મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમલી ની ચટણી, મીઠું ઉમેરો ને ૧-૨ મિનિટ સુધી ધીરે ધીરે હલાવીને મીક્ષ કરો. બાફેલા અને છુંદેલા બટેટા ઉમેરો અને ફરી ૧-૨ મિનિટ સુધી હલાવીને મીક્ષ કરો. દાબેલી મિક્સચર તૈયાર છે. એક બાઉલમાં લઈ લો. ધાણાભાજી, નારિયળ, દાડમ ના દાણાં, જીણી સમારેલી ડુંગળી અને મસાલા સીંગ ઉમેરી બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.

 

સપાટ નોન-સ્ટિક પૅન ગરમ કરો. ધીમો-મધ્યમ તાપ રાખો.

 

ગરમ થયેલા પૅન પર આશરે ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો અને ફેલાવી દો. ઢોસાનું ખીરું રેડો.

 

પૅન ની સાઇઝ અને ઢોસા ફેરવવાની તમારી ફાવટ ધ્યાનમાં રાખી ૧ થી ૨ મોટા ચમચા જેટલું ખીરું રેડો.

 

તવેથા થી  ખીરાને પૅન પર ઝડપથી પાથરી દો.

 

પૅન પર પથરાયેલા ખીરાની કિનારી ફરતે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો.

 

પૅન પર પથરાયેલા ખીરાની ઉપર થોડું તેલ લગાવો.

 

ઢોસા ની સાઇઝ મુજબ ૧/૨ થી ૧ મોટા ચમચા જેટલું તૈયાર કરેલું દાબેલી મિક્સચર ઢોસા ની વચ્ચે મુકો. તવેથા થી ઢોસા ની સામસામે ની બે બાજુ ના છેડા વાળીને દાબેલી મિક્સચર ને રેપ્ કરી દો.

 

જો નરમ ઢોસા જોઈએ તો બહારની બાજુ આછી ગુલાબી અને કરકરા ઢોસા જોઈતા હોય તો એકદમ ગુલાબી થાય એવી શેકી લો.

 

પૅન પર થી સીધા જ ગરમા ગરમ અને તાજા જ પીરસો.

 

કેચપ કે ઘરે બનાવેલી કોઈ પણ ઢીલી ચટણી સાથે પીરસો.

 

ખટ્ટ મીઠા સ્વાદ ની ચટણી કે સૉસ, આમલી નો સૉસ કે આમલી ની ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

કચ્છી (ગુજરાતી) અને દક્ષિણ ભારતીય (તમિલ)

પરંપરાગત વાનગી ની મિલાવટવાળો અદભૂત સ્વાદ..

 

Prep.30 min.

Cooking time 15 min.

Yield 5 Dosa

Ingredients:

Batter for Dosa                                    1 cup

Butter                                                  1 ts

Potatoes boiled and crushed              2Continue Reading

સ્પ્રાઉટ અને વેજીટેબલ હાંડવો / Sprouts and Vegetable Handvo

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખીરા માટે :

ચોખા ૧/૩ કપ

ચણા દાળ ૧/૩ કપ

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

મેથી ૧/૪ ટી સ્પૂન

રવો / સૂજી ૧/૪ કપ

તેલ ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

દહી ૧ કપ

 

વઘાર માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫

હિંગ ચપટી

તલ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

 

મિશ્રણ માટે :

દૂધી ખમણેલી ૧૦૦ ગ્રામ

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

મગ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

મઠ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

હળદર ચપટી

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

સજાવવા અને પીરસવા માટે :

સજાવટ માટે તલ

સાથે પીરસવા માટે લાલ અને લીલી ચટણી

 

રીત :

ખીરા માટે :

ચોખા, ચણા દાળ, અડદ દાળ અને મેથી, આ બધુ એકીસાથે, મીક્ષરની ગ્રાઈન્ડિંગ જારમાં લો અને એકદમ જીણું પીસી લો. આ લોટ એક બાઉલમાં લઈ લો.

 

આ લોટમાં રવો અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એકદમ થોડા પાણીમાં ગોળ ઓગાળી, લોટના મિશ્રણમાં આ પાણી ઉમેરો. દહી પણ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, તલ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે આ વઘાર તરત જ તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.

 

મિશ્રણ માટે :

હવે, વઘાર મિક્સ કરેલા ખીરામાં ખમણેલી દૂધી, મકાઇ ના દાણા, ફલગાવેલા મગ, ફલગાવેલા મઠ, હળદર, સોડા-બાય-કાર્બ ને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

હાંડવો બનાવવા માટે :

હાંડવા મોલ્ડ માં તેલ લગાવી દો.

 

પછી, તૈયાર કરેલું ખીરું મોલ્ડમાં ભરી દો.

 

એની ઉપર તલ છાંટી દો.

 

૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

લાલ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

પ્રેમાળ ગુજરાતી મા ના હાથનો સ્વાદ માણો.

 

Prep.15 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:

For Batter:

Rice 1/3 cup

Skinned and Split Bengal Gram 1/3 cup

Split Black Gram dehusked 1 tbspContinue Reading

પીનટ બટર રાઇસ ક્રિસ્પી / Peanut Butter Rice Crispy

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૫ નંગ

 

સામગ્રી :

ખાંડ ૧/૨ કપ

પીનટ બટર ૧/૨ કપ

સેકેલા સીંગદાણા ૧/૪ કપ

મમરા ૨ કપ

ચોકલેટ

સુગર સ્પ્રીંકલર

લોલીપોપ સ્ટિક

 

રીત :

એક કડાઈમાં ધીમા તાપે ખાંડ કરમલાઇઝ (Caramelize) કરો.

 

પછી, એમાં પીનટ બટર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હવે, એમાં સેકેલા સીંગદાણા અને મમરા ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

આ તૈયાર થયેલા મિશ્રણમાંથી ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લો અને બોલ બનાવો. એક બાજુ રાખી દો.

 

આ રીતે બધા બોલ બનાવી લો.

 

બધા બોલ, ચોકલેટ અને સુગર સ્પ્રીંકલર વડે આકર્ષક બનાવો.

 

દરેક બોલમાં એક-એક લોલીપોપ સ્ટિક લગાવી દો.

 

ઠંડાગાર શિયાળામાં, છત ઉપર પતંગ ઉડાડવાની મજા માણતા માણતા આ ચોકલેટી, મખની, મીઠા, કરકરા પોપ મમળાવો.

Prep.5 min.

Cooking time 5 min.

Yield 15 pcs.

Ingredients:

Sugar ½ cup

Peanut Butter ½ cup

Roasted Peanuts ¼ cupContinue Reading

મેંગો પિઝા / Mango Pizza

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

મેંગો સૉસ માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

લસણ જીણું સમારેલું / પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

તજ-લવિંગ પાઉડર ૧ ટી સ્પૂન

પાકી કેરી જીણી સમારેલી ૧

કેપ્સિકમ જીણા સમારેલા ૧

મીઠું સ્વાદ મુજબ

મેંદો ૧ ટી સ્પૂન

મેંગો પ્યુરી ૧ કપ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ઇટાલિયન સીઝનીંગ ૧/૨ ટી સ્પૂન

 

ટોપીંગ માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

સિમલા મિર્ચ ૧

પાકી કેરી જીણી સમારેલી ૧

ઇટાલિયન સીઝનીંગ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ચીઝ ખમણેલું

પિઝા બેઝ

 

રીત :

મેંગો સૉસ માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ અને માખણ એકીસાથે ગરમ કરો. એમાં જીણી સમારેલી ડુંગળી, લસણ, તજ-લવિંગ પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

એમાં જીણી સમારેલી પાકી કેરી, કેપ્સિકમ અને મીઠું ઉમેરો. મીક્ષ કરો.

 

કેરી બરાબર પાકી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, આ મિશ્રણને મીક્ષરની જારમાં લઈ, એકદમ જીણું પીસી લો. એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં ધીમા તાપે તેલ અને માખણ એકીસાથે ગરમ કરો.

 

એમાં મેંદો ઉમેરો અને સાંતડો. મેંદો આછો ગુલાબી થઈ જાય એટલે એમાં પીસેલું મિશ્રણ, મેંગો પ્યુરી, ચીલી ફલૅક્સ, ઓરેગાનો અને ઇટાલિયન સીઝનીંગ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

પૅન ના તળીયે સૉસ ચોંટી ના જાય, બળી ના જાય અને સૉસ માં કોઈ ગઠાં ના રહી જાય એ માટે પૅન ના તળિયા સુધી ચમચો ફરવીને હલાવતા રહો અને ઘાટો સૉસ તૈયાર થાય ત્યા સુધી ધીમા તાપે પકાવો.

 

ટોપીંગ માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમાં સિમલા મિર્ચ, ઇટાલિયન સીઝનીંગ અને મીઠું ઉમેરો.

 

મીક્ષ કરતાં કરતાં સાંતડી લો.

 

પિઝા બનાવવા માટે :

માખણ લગાવી પિઝા બેઝ સેકી લો.

 

એની ઉપર તૈયાર કરેલો મેંગો સૉસ લગાવી દો.

 

એની ઉપર ખમણેલું ચીઝ છાંટી દો.

 

એની ઉપર તૈયાર કરેલા ટોપીંગ ના મિશ્રણ નું થર પાથરી દો.

 

છાંટેલું ચીઝ ઓગળી જાય, ફક્ત એટલા પૂરતું જ બેક કરો.

 

પિઝા તૈયાર છે.. કોઈ પણ સમયે પિઝા ની મજા માણો..

Prep.20 min.

Cooking time 20 min.

Yield 2 Servings

Ingredients:

For Sauce:

Butter 1 tbsp

Oil 1 ts

Garlic small chopped  or Paste 1 tbspContinue Reading

બ્લેક એન્ડ વ્હાઇટ ફડ્જ / Black & White Fudge

 

તૈયારી માટે ૫ મિનિટ

આશરે ૧૦ નંગ

 

સામગ્રી :

વ્હાઇટ ચોકલેટ ૨૫૦ ગ્રામ

મલાઈ ૧/૪ કપ

માખણ ૧ ટેબલ સ્પૂન

ડાર્ક ચોકલેટ બિસ્કીટ ૧૦

(મોટા ટુકડા)

 

રીત :

એક બાઉલમાં વ્હાઇટ ચોકલેટ, મલાઈ અને માખણ લો. ધીમા તાપે યા તો માઇક્રોવેવમાં ફક્ત ઓગાળો. ખાસ ખ્યાલ રાખજો, ફક્ત ઓગાળવાનું જ છે. ગરમ કરવાનું કે પકાવવાનું નથી.

 

એમાં ડાર્ક ચોકલેટ બિસ્કીટ ના મોટા ટુકડા ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

મોલ્ડમાં ભરી આશરે ૧ કલાક માટે ફ્રીજમાં રાખી દો.

 

તમારી પસંદના આકાર અને સાઇઝ મુજબ કાપી લો.

 

ઠંડા ઠંડા પીરસો.

 

સોફ્ટ અને ઠંડા, આકર્ષક, બ્લેક એન્ડ વ્હાઇટ ફજ.

Prep.5 min.

Qty. 10 pcs. approx

Ingredients:

White Chocolate                                                                      250 gm

Cream                                                                                     ¼ cup

Butter                                                                                      1 tbspContinue Reading

error: Content is protected !!