ભેળ ના ભજીયા / મમરા ના ભજીયા / Bhel na Bhajiya / Mamra na Bhajiya / Murmura Bhajiya / Puffed Rice Fritter

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦-૧૨ ભજીયા

 

સામગ્રી :

મમરા ૧ કપ

બટેટા બાફેલા છુંદેલા ૧

ડુંગળી જીણી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

લીલી ચટણી ૧ ટેબલ સ્પૂન

ખજુર આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન

લસણ ની ચટણી ૧ ટી સ્પૂન

કૉર્ન ફ્લૉર ૧/૨ કપ

બેસન ૧/૪ કપ

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે ડુંગળી ની સ્લાઇસ અને તળેલા મરચા

 

રીત :

એક બાઉલમાં મમરા લો.

 

એમાં બાફેલા છુંદેલા બટેટા, જીણી સમારેલી ડુંગળી, ધાણાભાજી, સીંગદાણા, ચાટ મસાલો, લીલી ચટણી, ખજુર આમલી ની ચટણી, લસણ ની ચટણી, કૉર્ન ફ્લૉર અને બેસન ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર જણાય તો થોડુ પાણી ઉમેરી મિક્સચર તૈયાર કરી લો.

 

તૈયાર કરેલા મિક્સચરમાંથી નાના નાના બોલ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા થોડા બોલ ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

તાપ ધીમો કરી નાખો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા બોલને તેલમાં ફેરવો.

 

આછા ગુલાબી થઈ જાય એવા તળી લો.

 

આ રીતે બધા બોલ તળી લો.

 

એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો. એ જ પ્લેટ પર એક બાજુ ડુંગળીની સ્લાઇસ અને તળેલા મરચા મુકો.

 

ભેળના ભજીયા / મમરાના ભજીયા મમળાવતા મમળાવતા, વરસાદને વધાવો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Yield 10-12 Bhajiya

 

Ingredients:

Murmura (Puffed Rice) 1 cup

Potato boiled mashed 1

Onion chopped 1

Fresh Coriander Leaves 1 tbsp

Peanuts 2 tbsp

Chat Masala 1 ts

Green Chutney 1 tbsp

Dates-Tamarind Chutney 2 tbsp

Garlic Chutney 1 ts

Corn Flour ½ cup

Gram Flour ¼ cup

Oil to deep fry

 

Sliced Onion and Fried Fresh Green Chilli for serving.

 

Method:

Take Puffed Rice in a bowl.

 

Add mashed boiled Potato, chopped Onion, Fresh Coriander Leaves, Peanuts, Chat Masala, Green Chutney, Dates-Tamarind Chutney, Garlic Chutney, Corn Flour and Gram Flour. Mix very well. Add little water if needed and mix well to prepare mixture.

 

Prepare number of small balls of prepared mixture.

 

Heat Oil in a deep frying pan on medium flame.

 

Put few of prepared small balls in heating Oil.

 

Reduce flame to slow.

 

Flip occasionally to fry balls all around.

 

Fry to light brownish.

 

Serve Hot with Sliced Onion and Fried Fresh Green Chilli a side on a plate.

 

Cheer Up Raining while Biting Puffed Rice Fritters…

બાજરી ના ખીચીયા ખાખરા / Bajri na Khichiya Khakhra / Millet Khakhra

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૧૦ ખાખરા આશરે

 

સામગ્રી :

પાણી ૧ ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

સોડા-બાય-કાર્બ ચપટી

જીરું ૧ ટી સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

બાજરી નો લોટ ૧ કપ

અટામણ માટે બાજરી નો લોટ

સજાવવા માટે ઘી અને મેથીયો મસાલો

 

રીત :

એક પૅન માં પાણી લો. એમા મીઠું, સોડા-બાય-કાર્બ, જીરું, આદુ-મરચા ની પેસ્ટ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને મધ્યમ તાપે ઉકાળવા મુકો.

 

એ ઉકળવા લાગે એટલે એમા બાજરી નો લોટ ઉમેરી, તરત જ એકદમ ઝડપથી હલાવીને મિક્સ કરો. કોઈ ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. પછી, પૅન ઢાંકી દો અને તાપ ધીમો કરી દો. ૩ થી ૪ મિનિટ માટે પકાવો. મિક્સચર તૈયાર છે.

 

હવે એને એક મોટી પ્લેટ અથવા કથરોટમાં લઈ લો. એમા તલ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને ખુબ મસળી લો.

 

આ લોટમાંથી એક નાનો લુવો લો, બોલ બનાવો અને અટામણ માં રગદોળી કોટ કરી લો. વણીને આછી રોટલી જેવો ખાખરો વણી લો.

 

ધીમા તાપે તવો ગરમ કરો.

 

ગરમ થયેલા તવા ઉપર વણેલો ખાખરો ધીમા તાપે સેકવા માટે મુકો.

 

થોડી વારે તવા પર ખાખરો ઉલટાવીને બન્ને બાજુ અધકચરી સેકી લો.

 

પછી, એક કપડાનો બોલ બનાવી, એના વડે, ધીમા તાપે તવા ઉપર જ ખાખરા ને દબાવતા રહી, વારાફરતી બન્ને બાજુ આછી ગુલાબી સેકી લો.

 

આ રીતે બધા ખાખરા બનાવી લો.

 

સેકેલા ખાખરા એકબીજાની ઉપર ના રાખવા. એકબીજાથી અલગ અલગ રાખવા.

 

ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો. ઠંડા થશે એટલે એકદમ કરકરા થઈ જશે.

 

પીરસવા વખતે દરેક ખાખરા ઉપર ઘી લગાવો અને મેથીયો મસાલો છાંટો.

 

પરંપરાગત ગુજરાતી ખાખરા માં બાજરી નો અસાધારણ સ્વાદ માણો, તંદુરસ્ત રહો.

Preparation time 2 minutes

Cooking time 30 minutes

Yield 10 Khakhra approx.

 

Ingredients:

Water 1 ½ cup

Salt to taste

Soda-bi-Carb Pinch

Cumin Seeds 1 ts

Ginger-Chilli Paste 1 ts

Sesame Seeds 1 tbsp

Oil 2 tbsp

Millet Flour 1 cup

Dry Millet Flour for ataman.

 

Methiya Masala and Ghee for garnishing

 

Method:

Take Water in a pan. Add Salt, Soda-bi-Carb, Cumin Seeds, Ginger-Chilli Paste and 1 tbsp of Oil and put it on medium flame to boil.

 

When it starts to boil, add Millet Flour and mix it quickly. Cover the pan with a lid and lower the flame. Cook it for 3-4 minutes only. Mixture is ready.

 

Take prepared softy lump on a plate. Add Sesame seeds and 1 tbsp of Oil and knead it very well.

 

Take a small lump of prepared lump and make a small ball. Coat it with Dry Millet Flour. Roll it to thin round shape. Preheat a roasting pan on low flame. Roast rolled khakhra on preheated pan on low flame. When it is partially roasted, keep pressing with clean clothe while roasting. Roast both sides to light brownish. Leave it to cool down to get it crunchy.

 

Repeat to roll and roast to prepare number of Khakhra.

 

At the time of serving, apply Ghee and sprinkle Methiya Masala on each Khakhra.

 

Keep Healthy

With

Traditional Gujarati KHAKHRA

With

Unconventional Taste

Of

MILLET in KHAKHRA

પનીર બુંદી સમોસા / Paneer Bundi Samosa

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી:

પડ માટે:

મેંદો ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઘી

 

પુરણ માટે:

પનીર ખમણેલું ૧ કપ

સેકેલા સીંગદાણા ૧/૪ કપ

બુંદી ૧/૨ કપ

ડુંગળી જીણી સમારેલી ૧

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

ચટણી ૧ ટી સ્પૂન

આમચુર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલા ૧/૨ ટી સ્પૂન

ચાટ મસાલા ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

મેંદા ની ઘાટી પેસ્ટ

તળવા માટે તેલ

 

રીત:

પુરણ માટે:

પુરણ માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં લઈ, બરાબર મીક્ષ કરી લો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પડ માટે:

એક બાઉલમાં મેંદો લો.

 

એમાં તેલ અને મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ પાણી ઉમેરી, બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહી, એવો લોટ બાંધી લો.

 

બાંધેલા લોટને ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, બાંધેલા લોટમાંથી નાની નાની રોટલીઓ વણી લો.

 

હવે, એક રોટલી લઈ, એના પર થોડું ઘી લગાવી દો અને થોડી કોરો લોટ છાંટી દો. એની ઉપર બીજી રોટલી મુકી દો અને ફરી થોડી વણી લો.

 

આ રીતે પડ વારી રોટલી તૈયાર કરી લો.

 

પછી ગરમ તવા પર, પડ વારી રોટલીને અધકચરી સેકી લો અને સેકીને તરત જ પડ છૂટા પાડીને રાખી દો.

 

હવે, બધી જ રોટલીમાંથી ૨” x ૫” ની પટ્ટીઓ કાપી લો અને એક બાજુ રાખી દો.

 

સમોસાં બનાવવા માટે:

રોટલીની કાપેલી એક પટ્ટી લો અને એને ત્રિકોણ આકારમાં વાળી લો.

 

એમાં પુરણ ભરી દો.

 

મેંદાની ઘાટી પેસ્ટ વડે ત્રિકોણ સમોસામાં છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

 

હવે, તળવા માટે તેલ ગરમ કરો.

 

વારાફરતી બધા સમોસા તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે જરૂર મુજબ તેલમાં ઉલટાવવા.

 

પસંદ મુજબની કોઈ પણ ચટણી કે કેચપ સાથે ગરમ ગરમ પીરસો.

 

સમોસા ના કરકરા પડ ની અંદર નરમ નરમ પનીર નો સ્વાદ માણો.

Preparation time 30 minutes

Cooking time 15 minutes

Servings 10

 

Ingredients:

For Outer Layer:

Refined White Wheat Flour (Maida) 1 cup

Oil 1 ts

Salt to taste

Ghee

 

For Stuffing:

Paneer (Cottage Cheese) shredded 1 cup

Salted Roasted Peanuts ¼ cup

Bundi (Fried Gram Flour Droplets) ½ cup

Onion finely chopped 1

Fresh Coriander Leaves 2 table spoon

Red Chilli Powder 1 ts

Mango Powder ½ ts

Garam Masala ½ ts

Chat Masala ½ ts

Salt to taste

 

Thick Paste of Refined White Wheat Flour

Oil to deep fry

 

Method:

For Stuffing:

Take all listed ingredients for stuffing in a bowl and mix very well.

 

Stuffing is ready. Keep it a side.

 

For Outer Layer:

Take Refined White Wheat Flour in a bowl.

 

Add Oil and Salt. Mix well.

 

Knead dough adding water gradually as needed. Knead dough not very stiff as well not very soft.

 

Leave dough to rest for 10 minutes.

 

Then, prepare number of small roti from prepared dough.

 

Now, take 1 roti and apply little Ghee on it and sprinkle little flour. Put another roti on it. Roll it little again.

 

Repeat to prepare multilayer Roti.

 

Then, roast all roti partially on heated roasting pan. Separate layers immediately after partially roasting.

 

Now, cut all roti in 2” x 5” strip. Keep all strips a side.

 

Assembling:

Take a strip of roti and fold it in a triangle shape.

 

Fill in with prepared stuffing.

 

Seal the edge of triangle Samosa using thick paste.

 

Repeat to prepare all Samosa.

 

Heat Oil to deep fry.

 

Deep fry all Samosa to brownish. Flip to fry both sides well.

 

Serve hot with any homemade chutney or ketchup or sauce.

 

Enjoy Yummy Paneer inside Crunchy Samosa.

બેસન કૂકીસ વિથ સાલસા / Besan Cookies with Salsa / Gram Flour Cookies with Salsa

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦-૧૨ કૂકીસ

 

સામગ્રી :

માખણ ૬૦ ગ્રામ

બેસન ૧ કપ

મેંદો ૧/૪ કપ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

અજમા ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ગ્રીસીંગ માટે માખણ

સાલસા ૧/૨ કપ

ચીઝ ૧૦ ગ્રામ

 

રીત :

એક બાઉલમાં માખણ લો અને એકદમ ફીણી લો.

 

એમા મીઠું, ચીલી ફલૅક્સ અને અજમા ઉમેરો. ફરી, એકદમ ફીણી લો.

 

એમા બેસન અને મેંદો ઉમેરો અને કઠણ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ, થોડું પાણી ઉમેરવું.

 

બાંધેલા લોટમાંથી એક મોટો લુવો લો અને બોલ બનાવો. સમથળ જગ્યા પર પ્લાસ્ટીક પાથરી, એના પર બોલ મુકી, મોટો, જાડો અને ગોળ આકાર વણી લો. એમાંથી કૂકી ક્ટર વડે કૂકીસ કાપી લો.

 

બેકિંગ ડીશ પર માખણ લગાવી દો. એની ઉપર બધી કૂકીસ ગોઠવી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

૧૮૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો.

 

બેક કરેલી કૂકીસ એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

દરેક કૂકી પર સાલસા અને થોડુ ચીઝ મુકી સજાવો.

 

અસલ સ્વાદ માટે તાજી જ પીરસો.

 

બેસન ની કૂકીસ સાથે સાલસા નો સરસ સ્વાદ પણ.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Yeild 10-12 Cookies

 

Ingredients:

Butter 60 gm

Gram Flour 1 cup

Refined White Wheat Flour ¼ cup

Chilli Flakes 1 ts

Carom Seeds 1 ts

Salt to taste

Butter for greasing

Salsa ½ cup

Cheese 10 g

 

Method:

Take Butter in a bowl. Whisk it well. Add Salt, Chilli Flakes and Carom Seeds. Whisk well again. Add Gram Flour and Refined White Wheat Flour. Knead stiff dough. Add little water only if needed.

 

Make a lump of prepared dough. Put it on a plastic surface and roll to thick and round shape. Cut with cookie cutter.

 

Grease a baking dish with Butter. Arrange cookies on greased baking dish.

 

Pre-heat oven. Bake for 20 minutes at 180°.

 

Arrange baked Cookies on a serving plate.

 

Prepare topping with Salsa and Cheese.

 

Serve fresh to enjoy its best taste.

 

Go…Go…Go…for Gram Flour Cookies…Get it…or Grab it…

બાર્બેક્યુ ઉંધિયું / Barbeque Undhiyu

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ સર્વિંગ આશરે

 

સામગ્રી :

બટેટી / નાના બટેટા છાલ કાઢેલા ૫

રીંગણા ૫

શક્કરીયા છાલ કાઢેલા ૨

રતાળુ (કંદ) છાલ કાઢેલા ૨

કેપ્સિકમ ૧

મીઠું સ્વાદ મુજબ

અજમા ૧ ટી સ્પૂન

ગ્રીસીંગ માટે તલ નું તેલ

બાર્બેક્યુ સ્ટીક ૫

 

લીલી ચટણી માટે :

લીલું લસણ સમારેલું ૧ કપ

મરચાં ૫-૬

જીરું ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

સજાવવા માટે સેવ

 

રીત :

બધા રીંગણા બે ટુકડામાં કાપી લો.

 

શક્કરીયા અને રતાળુ ની જાડી અને ગોળ સ્લાઇસ કાપી લો.

 

એક બાઉલમાં છાલ કાઢેલી બટેટી, શક્કરીયા ની સ્લાઇસ, રતાળુ ની સ્લાઇસ અને રીંગણા ના ટુકડા, એકીસાથે લો.

 

એમાં અજમા અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

માઇક્રોવેવ માટેના એક બાઉલમાં એકદમ ભીનુ કપડુ (કોટન નું સફેદ કપડુ હોય તો એ જ લેવુ) ગોઠવો. એમા, અજમા અને મીઠું મિક્સ કરેલી સામગ્રી મુકી, કપડુ વાળી, સામગ્રી ઢાંકી દો.

 

હવે એને ૫ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.

 

એક બાજુ રાખી દો.

 

લીલી ચટણી માટે :

લીલી ચટણી માટેની બધી જ સામગ્રી, મીક્ષરની જારમાં એકીસાથે લઈ લો.

 

એકદમ જીણું પીસી લઈ, ચટણી બનાવી લો. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

બાર્બેક્યુ માટે :

કેપ્સિકમ ના મોટા ટુકડા કાપી લો. એક બાજુ રાખી દો.

 

માઇક્રોવેવ કરેલા દરેક શાકભાજી નો એક એક ટુકડો અને કેપ્સિકમ નો એક ટુકડો, એક બાર્બેક્યુ સ્ટીકમાં ભરાવી દો. એની ઉપર બધી બાજુ, બ્રશ થી તલ નું તેલ લગાવી દો.

 

આ રીતે બધી બાર્બેક્યુ સ્ટીક તૈયાર કરી લો.

 

ગેસ ઉપર ઊંચા તાપ પર અથવા કોલસા ના ઊંચા તાપ પર એક વાયરમેશ (જાળી) મુકો.

 

એની ઉપર, તૈયાર કરેલી બધી બાર્બેક્યુ સ્ટીક ગોઠવી, બરાબર સેકી લો.

 

બધી બાજુ બરાબર સેકાય અને બળી પણ ના જાય એ માટે બધી સ્ટીકને જાળી ઉપર થોડી થોડી વારે ફેરવતા રહો.

 

આ રીતે, બધી સ્ટીક બરાબર ગ્રીલ થઈ જાય એટલે એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

બધી સ્ટીક ઉપર તૈયાર કરેલી લીલી ચટણી લગાવી દો.

 

સજાવટ માટે સેવ છાંટી દો.

 

સર્વિંગ પ્લેટ માં, બાર્બેક્યુ સ્ટીકની બાજુમાં ૧ ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી મુકી દો.

 

સેકેલા શાકભાજીની સોડમ સાથે સ્વાદ માણો.

 

મોજીલા મિત્રો સાથે વિન્ટર કેમ્પ નાઇટ આઉટ ગોઠવો, શીયાળાની ઠંડી માણો, બાર્બેક્યુ ની આગ અને બાર્બેક્યુ ઉંધિયા સાથે.

Preparation time 10 minutes

Cooking time 15 mintues

Servings 4-5

 

Ingredients:

Baby Potatoes peeled 5

Eggplants 5

White Sweet Potato peeled 2

Red Sweet Potato peeled 2

Capsicum 1

Salt to taste

Carom Seeds 1 ts

Sesame Seeds Oil for greasing

Barbeque Stick 4-5

For Green Chutney:

Spring Garlic chopped 1 cup

Green Chilli 5-6

Cumin Seeds 1 ts

Jaggery 1 tbsp

Salt to taste

 

Gram Flour Vermicelli (Sev) for garnishing.

 

Method:

Cut Eggplants in halves.

 

Cut White Sweet Potato and Red Sweet Potato in thick round slices.

 

Take peeled Baby Potatoes, White Sweet Potato slices, Red Sweet Potato slices and halves of Eggplants in a bowl. Add Carom Seeds and Salt. Mix well. Keep it a side.

 

Put a very wet cloth (preferably white cotton cloth) in a microwave compatible bowl. Put all the stuff mixed with Carom Seeds and Salt on wet cloth in the bowl. Fold the cloth to cover the stuff.

 

Microwave it for 5 minutes.

 

For Green Chutney:

Take all listed ingredient for Green Chutney in a wet grinding jar of your mixer. Grind to fine texture. Green Chutney is ready.

 

Cut Capsicum in big pieces or cube shape.

 

Insert Barbeque Stick through 1-1 pieces of each Microwaved Vegetable and a Capsicum piece.

 

Prepare number of Barbecue Sticks.

 

Grill prepared Barbeque Sticks on high gas flame or Char Coal Flame. Keep changing the side of Barbeque Sticks while grilling to grill all sides of vegetables and avoid burning of one side.

 

When grilled well, arrange Barbequed Sticks on a serving plate.

 

Apply prepared Green Chutney on Barbequed Sticks.

 

Sprinkle Gram Flour Vermicelli (Sev) for garnishing.

 

Put a spoonful of prepared Green Chutney a side of serving plate to add to the taste.

 

            Organise winter camp night out with cheerful friends…

 

                                    Enjoy the Cold of Winter with Heat of Barbeque Fire and…

 

                                                                                                Of course…Barbeque Undhiyu…

અંજીર અખરોટ નો હલવો / Anjir Akhrot no Halvo / Fig Walnut Halvo

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૩ સર્વિંગ

 

સામગ્રી :

અંજીર સમારેલા ૫-૬

દુધ ૧ કપ

દુધ નો માવો ૧ કપ

ખાંડ ૩ ટેબલ સ્પૂન

અખરોટ કરકરો પાઉડર ૧/૨ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં, ૩ થી ૪ કલાક માટે અંજીર ને દુધમાં પલાળી રાખો.

 

પછી, એ પૅન ને મધ્યમ તાપે મુકો. ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો.

 

અંજીર બરાબર પાકી જાય એટલે એમા દુધ નો માવો ઉમેરો અને ધીમા તાપે ૪ થી ૫ મિનિટ માટે પકાવો.

 

પછી, ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી ધીમા તાપે પકાવો.

 

ખાંડ ઓગળી જાય એટલે અખરોટ નો કરકરો પાઉડર અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો. લચકો તૈયાર થશે.

 

ગરમા ગરમ આરોગો અને શીયાળાની ઠંડી ને મીઠી અને ગરમ અનુભવો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Servings 3

 

Ingredients:

Figs chopped 5-6

Milk 1 cup

Milk Khoya 1 cup

Sugar 3 tbsp

Walnut coarse powder ½ cup

Ghee 1 tbsp

 

Method:

In a pan, soak chopped Figs pieces in Milk for 3 to 4 hours.

 

Put pan with soaked Figs on medium flame to cook. Stir occasionally while cooking to prevent boil over.

 

When it is cooked, add Milk Khoya and cook for 4-5 minutes on low flame.

 

Add Sugar and stir slowly while continue on low flame until Sugar melts.

 

Add coarse powder of Walnut and Ghee. Mix well. It will become like soft lump.

 

Serve Hot and Make Winter Cold, Hot and Sweet.

ચોકો બનાના બાઈટ / Choco Banana Bite

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૩ બાઈટ

 

સામગ્રી :

પાકા કેળા ૧

ચોકો હેઝલનટ સ્પ્રેડ ૧ ટેબલ સ્પૂન

પીનટ બટર ૧ ટેબલ સ્પૂન

મેલ્ટેડ ચોકલેટ ૧/૨ કપ

કલરફુલ ગાર્નીશ સ્પ્રીંકલર

થોડી ટૂથપીક

 

રીત :

પાકા કેળાની છાલ કાઢી નાખી, કેળાની ગોળ સ્લાઇસ કાપી લો.

 

કેળાની એક સ્લાઇસ લો.

 

એના ઉપર ચોકો હેઝલનટ સ્પ્રેડ લગાવી દો.

 

એની ઉપર કેળાની એક સ્લાઇસ મુકો.

 

એની ઉપર પીનટ બટર લગાવી દો.

 

એની ઉપે કેળાની એક સ્લાઇસ મુકો. સેન્ડવિચ તૈયાર થઈ ગઈ.

 

કેળાની ત્રણેય સ્લાઇસ સેન્ડવિચ ની જેમ એકસાથે બરાબર જોડી રાખવા માટે એક ટૂથપીક ખોસી દો.

 

આ રીતે તૈયાર કરેલી સેન્ડવિચ, મેલ્ટેડ ચોકલેટ માં જબોળો.

 

કલરફુલ સ્પ્રીંકલર વડે સજાવો.

 

આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો.

 

પછી, બધી સેન્ડવિચ ૧૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ફ્રીજમાં ઠંડી કરેલી પીરસો.

 

કલરફુલ, ચોકલેટ્ટી, બનાના બાઈટ.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Yield 3 Bites

 

Ingredients:

Ripe Banana 1

Choco Hazelnut Spread 1 tbsp

Peanut Butter 1 tbsp

Melted Chocolate ½ cup

Colourful Garnish Sprinklers

 

Method:

Chop Ripe Banana in round slices.

 

Take one slice of Banana.

 

Apply Choco Hazelnut Spread.

 

Put another slice on it.

 

Apply Peanut Butter on it.

 

Put another slice on it to prepare sandwich.

 

Pierce a toothpick through prepared sandwich to hold it well.

 

Dip prepared sandwich in Melted Chocolate.

 

Garnish with Colourful Sprinklers.

 

Repeat to prepare number of sandwiches.

 

Put them in refrigerator to set for approx 10 minutes.

 

Serve fridge cold.

 

Have a Colourful…Chocolatty…Banana Bite…

એપલ સેન્ડવિચ બાઈટ / Apple Sandwich Bite

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

એપલ (સફરજન) ૧

પીનટ બટર ૩ ટેબલ સ્પૂન

મેલ્ટેડ ચોકલેટ ૧/૨ કપ

સેકેલા સીંગદાણા ૧/૨ કપ

 

રીત :

સેકેલા સીંગદાણા મીક્ષરની જારમાં લો અને કરકરા પીસી લો.

 

સફરજન ની ગોળ સ્લાઇસ કાપી લો. વચ્ચેનો બી સાથેનો ભાગ કાપી નાખો. રીંગ જેવો આકાર થઈ જશે.

 

હવે, સફરજન ની એક સ્લાઇસ લો.

 

એની ઉપર પીનટ બટર લગાવી દો.

 

એની ઉપર, સફરજન ની બીજી એક સ્લાઇસ મુકો.

 

આ સેન્ડવિચ ને મેલ્ટેડ ચોકલેટ માં જબોળી, કોટ કરી લો.

 

પછી એને પીસેલા સીંગદાણા માં રગદોળી, કોટ કરી લો.

 

આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો.

 

બધી સેન્ડવિચ આશરે ૧૫ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ફ્રીજમાં મસ્ત ઠંડી થયેલી, ક્રન્ચી, ચોકલેટી, એપલ સેન્ડવિચ ની બાઈટ મમળાવો.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Servings 2

 

Ingredients:

Apple 1

Peanut Butter 3 tbsp

Melted Chocolate ½ cup

Roasted Peanuts ½ cup

 

Method:

Take Roasted Peanuts in a dry grinding jar of mixer. Crush to coarse powder.

 

Chop Apple in round slices. Remove the seeded parts in the center and make them like rings.

 

Take one slice of Apple.

 

Apply Peanut Butter.

 

Put another slice of Apple on it.

 

Dip this Sandwich in Melted Chocolate to coat it all over.

 

Roll it in crushed Roasted Peanuts.

 

Repeat to prepare number of Sandwiches.

 

Put all Sandwiches in refrigerator to set for approx 15 minutes.

 

Serve fridge cold.

 

Take Crunchy Bites…Chocolatty Bites…Apple Sandwich Bite… 

જેમ્સ નટ્સ ચીક્કી / Gems Nuts Chikki

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

ખાંડ ૧/૨ કપ

માખણ ૧ ટી સ્પૂન

સુકો મેવો (નટ્સ) ટુકડા ૩/૪ કપ

(કાજુ, બદામ, અખરોટ)

જેમ્સ ચોકલેટ ૧/૪ કપ

 

રીત :

મધ્યમ તાપે એક નોન-સ્ટીક પૅન ગરમ કરો.

 

ગરમ કરેલા નોન-સ્ટીક પૅન પર સુકા મેવાના ટુકડા કોરા જ સેકી લો. સુકો મેવો બળી ના જાય એ ખાસ જોવું.

 

સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં ખાંડ લો અને ધીમા-મધ્યમ તાપે ઓગાળો.

 

ખાંડ ઓગળી જાય એટલે તરત જ એમા માખણ ઉમેરો અને તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી એમા, સેકેલો સુકો મેવો અને જેમ્સ ચોકલેટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

એક મોલ્ડમાં આ મિશ્રણ ગોઠવી દો અને ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

કલરફુલ પતંગો ઉડાડતા ઉડાડતા કલરફુલ ચીક્કી, જેમ્સ નટ્સ ચીક્કી મમળાવો.

Preparation time 0 minutes

Cooking time 5 minutes

Servings 6

 

Ingredients:

Sugar ½ cup

Butter 1 ts

Mix Nuts ¾ cup

(Cashew Nuts, Almonds, Walnuts)

Gems Chocolate ¼ cup

 

Method:

Preheat non-stick pan on medium flame.

 

Dry roast Mix Nuts on preheated non-stick pan. Take care not to burn nuts. Keep aside.

 

In another pan, take Sugar and melt on low-medium flame.

 

When Sugar is melted, add Butter and switch off flame.

 

Add dry roasted Mix Nuts and Gems Chocolate in melted Sugar. Mix well.

 

Set in a mould. Leave it to cool off.

 

When cooled off, cut in shape and size of choice.

 

Serve at room temperature. No need to refrigerate. It may make it too hard.

 

Enjoy Flying Colourful Kites in the Sky

On

Kite Festival (Makar Sankranti)

While

Enjoying Colourful…Crunchy…Munchy…Sweety…Gem Nuts Chikki…

સ્પીનાચ સેન્ડવિચ / પાલક ની સેન્ડવિચ / Spinach Sandwich / Palak ni Sandwich

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બ્રેડ સ્લાઇસ ૨

માખણ ૩ ટેબલ સ્પૂન

લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

કેપ્સિકમ સમારેલા ૧

પાલક સમારેલી ૧ બાઉલ

બદામ પાઉડર ૨ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીઝ ૩૦ ગ્રામ

મીઠુ સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલુ માખણ ધીમા તાપે ગરમ કરો.

 

એમા સમારેલું લસણ, ડુંગળી, કેપ્સિકમ, ચીલી ફલૅક્સ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે સમારેલી પાલક, મીઠુ, ઓરેગાનો ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

પાલક નરમ થઈ જાય ત્યા સુધી પકાવો.

 

પછી, બદામ પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

પુરણ તૈયાર છે. તાપ પરથી પૅન હટાવી લો.

 

બધી બ્રેડ સ્લાઇસની કીનારીઓ કાપી લો.

 

એક બ્રેડ સ્લાઇસ ઉપર માખણ લગાવો.

 

એની ઉપર, તૈયાર કરેલા પુરણનું પાતળું થર પાથરી દો.

 

એની ઉપર ખમણેલું ચીઝ છાંટો અને એની ઉપર બીજી એક બ્રેડ સ્લાઇસ મુકી દો.

 

ગ્રીલ કરવા માટે માખણ લગાવો અને સેન્ડવિચ મેકરમાં ગ્રીલ કરી લો.

 

ગ્રીલ થઈ જાય એટલે તરત જ પીરસો.

 

સાથે થોડી લીલી ચટણી પણ મુકો.

 

મોજ માણો, મસ્ત રહો, સુપર સ્પીનાચ સેન્ડવિચ ખાઓ.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

Serving 1

 

Ingredients:

Bread Slices 2

Butter 3 tbsp

Garlic chopped 1 tbsp

Onion chopped 1

Capsicum chopped 1

Spinach chopped 1 bowl

Almond Powder 2 tbsp

Chilli Flakes 1 ts

Oregano 1 ts

Cheese 30 g

Salt to taste

 

Method:

Heat 2 tbsp of Butter in a pan on low flame. Add chopped Garlic, Onion, Capsicum and Chiili Flakes. When sautéed, add chopped Spinach, Salt and Oregano. Mix well and cook until Spinach softens. Add Almond Powder and mix well. Remove the pan from the flame.

 

Cut to remove the hard border of Bread Slices.

 

Apply butter on 1 Bread Slice. Spread prepared stuffing on it. Sprinkle grated Cheese. Put another Bread Slice on it to cover the stuffing and press little bit.

 

Grill in a sandwich maker. Apply Butter to grill.

 

Serve immediately after grilling with homemade Green Chutney.

 

Serve Super Spinach Sandwich…

error: Content is protected !!