તૈયારી માટે ૫ મિનિટ
બેકિંગ માટે ૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી :
પલ્મ્સ & ચેરી કોમ્પોટ માટે :
પ્લમ્સ ૨
ચેરી ૮-૯
ખાંડ ૩ ટેબલ સ્પૂન
તજ નાનો ટુકડો ૧
ક્રમબલ્સ માટે :
મેંદો ૩/૪ કપ
કોકો પાઉડર ૧/૪ કપ
બ્રાઉન સુગર ૧/૪ કપ
કસ્ટર્ડ સુગર ૧/૪ કપ
બેકિંગ પાઉડર ૧/૨ ટી સ્પૂન
માખણ ૫૦ ગ્રામ
અખરોટ ૧/૪ કપ
સાથે પીરસવા માટે આઇસક્રીમ (પ્લેન વેનીલા હોય તો એ જ લેવું) અને ચેરી
રીત :
પલ્મ્સ & ચેરી કોમ્પોટ માટે :
એક પૅન માં પલ્મ્સ, ચેરી, ખાંડ એકીસાથે લો અને બરાબર મીક્ષ કરો.
એમા તજ ઉમેરો અને ધીમા તાપે પકાવો. પલ્મ્સ અને ચેરી બરાબર પાકી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.
ક્રમબલ્સ માટે :
એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બ્રાઉન સુગર, કસ્ટર્ડ સુગર, બેકિંગ પાઉડર, માખણ, અખરોટ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
તૈયાર કરેલા આ મિક્સચરમાંથી અડધું, એક બેકિંગ ડીશમાં લઈ, બરાબર પાથરી, થર બનાવો.
એની ઉપર, તૈયાર કરેલું પલ્મ્સ અને ચેરી નું મિશ્રણ બરાબર પાથરી, થર બનાવો.
એની ઉપર ફરી, ક્રમબલ્સ મિક્સચર પાથરી, થર બનાવો.
ઓવન પ્રી-હીટ કરી લો.
પ્રી-હીટ કરેલા ઓવન. તૈયાર કરેલી બેકિંગ ડીશ મુકી, ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.
પછી, બૅક કરેલું ક્રમબલ્સ. ૩ થઇ ૪ ટેબલ સ્પૂન જેટલુ, એક સર્વિંગ બાઉલમાં લો. એ ઢંકાઈ જાય એ રીતે એની ઉપર ૧ થી સ્કૂપ જેટલો આઇસક્રીમ મુકી દો.
ગરમીના દિવસોમાં માણો ફ્રુટ્ટી ઠંડક.
Preparation time 5 minutes
Baking time 30 minutes
For 4 Persons
Ingredients:
For Plum and Cherry Compote
Plums 2
Cherry 8-9
Sugar 3 tbsp
Cinnamon 1 small pc
For Crumble:
Refined White Wheat Flour ¾ cup
Cocoa Powder ¼
Brown Sugar ¼ cup
Custard Sugar ¼ cup
Baking Powder ½ ts
Butter 50g
Walnut ¼ cup
Ice Cream (preferably plain vanilla flavor) and Cherry for serving
Method:
Take Plums, Cherry and Sugar all together in a pan. Mix well. Add Cinnamon and cook on low flame until Plums and Cherry are cooked well.
Take in a mixing bowl, Refined White Wheat Flour, Cocoa Powder, Brown Sugar, Custard Sugar, Baking Powder, Butter and Walnut. Mix wll.
Take half of prepared Crumble mixture in a baking tray and prepare a layer.
Make a layer of prepared Plums and Cherry Compote on the Crumble mixture in baking tray.
Make a layer of Crumble mixture again on it.
Bake it for 30 minutes at 180° in preheat oven.
Take 3-4 tbsp of baked crumble in a serving bowl. Put 1 or 2 scoops of Ice Cream to cover it.
Make your summer Fruity with delicious Fruit Tastes.