ફ્રુટ બૉલ ઇન કસ્ટર્ડ સૉસ / Fruit Ball in Custard Sauce

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૫ સર્વિંગ

 

સામગ્રી :

દૂધ ૫૦૦ મિલી.

ખાંડ ૧/૪ કપ

કસ્ટર્ડ પાઉડર ૨ ટેબલ સ્પૂન

ટીન પાઈનેપલ ૧/૪ કપ

બ્રેડ સ્લાઇસ ૫

સફરજન ૧

ચીકુ ૧

કેળાં ૧

પાકી કેરી ૧

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

રોઝ સીરપ સજાવટ માટે

 

રીત :

એક બાઉલમાં ૩૦૦ મિલી. દૂધ લો. એમાં ખાંડ ઉમેરી ઉકાળો.

 

૧/૨ કપ દૂધ લો. એમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરો. બરાબર મીક્ષ કરો. કોઈ ગઠાં ના રહી જાય એ જોવું.

 

કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ, ઉકાળેલા દૂધમાં ઉમેરો. ફરી ૪ થી ૫ મિનિટ માટે મધ્યમ તાપે ઉકાળો. તળીયે ચોંટી ના જાય એટલે સતત હલાવવું.

 

સામાન્ય તાપમાન સુધી ઠંડુ પડવા દો.

 

ટીન પાઈનેપલ ઉમેરી ૪૫ થી ૬૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો. એ દરમ્યાન, અન્ય સામગ્રી તૈયાર કરી લો.

 

બધા ફ્રૂટ જીણા સમારી લો.

 

બધી બ્રેડ સ્લાઇસની કડક કિનારી કાપી નાખો.

 

એક બ્રેડ સ્લાઇસ દૂધમાં જબોળી, હળવેથી દબાવી વધારાનું દૂધ કાઢી નાખો.

 

જીણા સમારેલા ફ્રૂટ માંથી થોડી આ બ્રેડ સ્લાઇસ ની વચ્ચે મુકો. બ્રેડ સ્લાઇસ વાળીને બોલ બનાવી લો.

 

આ રીતે બધી બ્રેડ સ્લાઇસ ના બોલ બનાવી લો.

 

બધા બોલ એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો. એના ઉપર ફ્રીજમાં ઠંડો કરેલો કસ્ટર્ડ સૉસ બરાબર ફેલાવીને રેડી દો.

 

ઠંડા ઠંડા પીરસો.

 

ઠંડા ઠંડા ફ્રૂટ તો ભાવે જ ને..!!!

 

અને જો ફ્રૂટ સલાડ હોય તો..વધારે મજા આવે..

 

અને જો ફ્રૂટ સલાડ ને પણ વધારે સ્વાદિષ્ટ બનાવીએ તો..!!!

 

તો બની જાય આપણું આ.. ફ્રૂટ બોલ ઇન કસ્ટર્ડ સૉસ..

Preparation time: 30 minutes

Cooking time: 10 minutes

Servings: 5

Ingredients:

Milk 500 ml

Sugar ¼ cup

Custard Powder 2 tbsp

Tinned Pineapple ¼ cup

Bread Slices 5

Apple 1

Naseberry (Chikoo) 1

Banana ripe 1

Mango ripe 1

Pomegranate granules 2 tbsp

Rose Syrup for garnishing

 

Method:

Take 300 ml Milk in a bowl. Add Sugar and boil it.

 

Take ½ cup Milk and mix Custard Powder in it very well. Please don’t leave any lump. Then, add this in boiled Milk and boil it again for 4-5 minutes on medium flame while stirring occasionally to prevent boil over.

 

Leave it to cool down to room temperature.

 

Add Tinned Pineapple and refrigerate it for 45-60 minutes. Meanwhile, prepare other stuff.

 

Fine chop all fruits.

 

Cut to remove hard borders of all Bread Slices. Dip Bread Slices in Milk and squeeze to remove access Milk from Bread Slices.

 

Put some finely chopped Fruits in the middles of a Bread Slice and fold it to ball shape. Repeat to make balls from all Bread Slices.

 

Arrange prepared balls on serving plates. Pour refrigerated Custard Sauce over balls on plates.

 

Serve Cold.

 

You always DRINK Mocktail (Fruit Cocktail)…

 

Here is Fruit-tail to EAT

 

with Custard Sauce to LICK

ઓટ્સ રવા ઢોકળા / ઓટ્સ ઢોકળા / Oats Dhokla

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઓટ્સ પાઉડર ૧/૨ કપ

રવો / સૂજી ૧/૨ કપ

પાલક પ્યુરી ૧/૨ કપ

મરચાં ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

આદુ ની  પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

દહી ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ફ્રૂટ સોલ્ટ (ઈનો) ૧ ટી સ્પૂન

તેલ ગ્રીસિંગ માટે

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

તલ ૧ ટી સ્પૂન

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨

ધાણાભાજી

 

રીત :

એક મોટા બાઉલમાં ઓટ્સ પાઉડર, રવો, પાલક પ્યુરી, મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ અને દહી એકીસાથે લો. બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો. આશરે ૧/૨ કપ. બરાબર મીક્ષ કરો.

 

૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

હવે, એમાં મીઠું અને ફ્રૂટ સોલ્ટ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

એ દરમ્યાન, સ્ટીમર ની પ્લેટમાં તેલ લગાવી દો અને એમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી દો. પ્લેટ અડધી જ ભરવી. ઢોકળા ફૂલવા માટે બાકીની જગ્યા જોઈશે.

 

સ્ટીમર ની પ્લેટને  સ્ટીમરમાં ગોઠવી દો.

 

ઉંચા તાપે ૧૦ થી ૧૨ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

બરાબર સ્ટીમ થઈ જાય એટલે પ્લેટ સ્ટીમરમાંથી બહાર કાઢી લઈ એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, તલ, લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરો.

 

તતડે એટલે તરત જ, પ્લેટમાં સ્ટીમ કરેલા ઢોકળા ઉપર આ વઘાર રેડી દો.

 

પ્લેટમાં ઢોકળા ના ટુકડા કાપીને સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

ટોમેટો કેચપ અથવા ઘરે બનાવેલી લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

પૌષ્ટિક ઓટ્સ, ગુજરાતી ઢોકળામાં..

Preparation time: 10 minutes

Cooking time: 20 minutes

For 2 persons

 

Ingredients:

Oat Powder ½ cup

Semolina ½ cup

Spinach Puree ½ cup

Green Chilli Paste ½ ts

Ginger Paste ½ ts

Curd ¼ cup

Salt to taste

Fruit Salt 1 ts

Oil for greasing

For Tempering:

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Sesame Seeds 1 ts

Curry Leaves 4-5

Dry Red Chilli 2

Fresh Coriander Leaves for garnishing

 

Method:

In a mixing bowl, take Oats Powder, Semolina, Spinach Puree, Green Chilli Paste, Ginger Paste and Curd. Mix well. Add little water as needful, approx ½ cup. Mix very well.

 

Leave it to rest for 10 minutes.

 

Then add Salt and Fruit Salt and mix well.

 

Grease steamer plate with Oil. Fill in greased plate with prepared mixture.

 

Preheat steamer for 5-7 minutes. Arrange prepared steamer plate inside the steamer.

 

Steam it for 10-12 minutes on high flame.

 

Remove plate out of steamer and keep a side.

 

For Tempering:

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Sesame Seeds, Curry Leaves and Dry Red Chilli. When crackled, pour this tempering on steamed Dhokla in the plate.

 

Cut Dhokla in the plate and remove from plate.

 

Serve hot with tomato ketchup or homemade green chutney.

 

Enjoy Healthy Oats in Gujarati Dhokla.

ખોયા જલેબી / Khoya Jalebi

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨૦ સર્વિંગ

 

સામગ્રી :

ચાસણી માટે :

ખાંડ ૧ કપ

એલચી પાઉડર ૧/૪ ટી સ્પૂન

કેસર ૪-૫

 

જલેબી માટે :

દૂધનો માવો ખમણેલો ૧ કપ

મેંદો ૧/૨ કપ

દૂધ ૧/૨ કપ

ઘી તળવા માટે

 

બદામની કતરણ

 

વઘારેલા પોહા

 

રીત :

ચાસણી માટે :

એક પૅન માં ખાંડ અને ૧/૨ કપ પાણી લો. એને મધ્યમ તાપે મુકો. જરા ઘાટું થવા લાગે એટલે, એલચી પાઉડર અને કેસર મીક્ષ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

જલેબી માટે :

દૂધ અને દૂધનો માવો એક ગ્રાઈન્ડિંગ જારમાં લો. ફક્ત ૮-૧૦ સેકંડ માટે મિક્ષર ચલાવી ચર્ન કરી લો.

 

એક બાઉલમાં લઈ લો. એમાં થોડો થોડો મેંદો ઉમેરતા જઇ, હલાવતા રહો અને ઘાટુ લીસું ખીરું બનાવી લો. કોઈ ગઠો રહી ના જાય એ ખાસ ખ્યાલ રાખવો.

 

આ બનાવેલું ખીરું એક પાઈપિંગ બેગમાં ભરી દો અને પાઈપિંગ બેગ એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે ઘી ગરમ કરો.

 

ગરમ થયેલા ઘી માં પાઈપિંગ બેગમાંથી મોટા વર્તુળાકાર થી શરૂ કરી એનાથી થોડું નાનું વર્તુળ, ફરી એનાથી થોડું નાનું વર્તુળ, ફરી એક વાર એનાથી પણ નાનું વર્તુળ, એ રીતે એકીધારે બહુ-વર્તુળાકાર માં ખીરું પાડો.

 

આ રીતે કડાઈમાં સમાય એટલી જલેબી, પાઈપિંગ બેગથી ગરમ થયેલા ઘી માં પાડો.

 

હવે, તાપ વધારીને મધ્યમ કરો.

 

મધ્યમ તાપે બધી જલેબી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધી જલેબી ઘી માં ઉથલાવો.

 

નરમ જલેબી માટે આછા ગુલાબી રંગની થાય ત્યા સુધી તળો. કરકરી જલેબી માટે થોડી આકરી તળો.

 

જલેબી તળાય જાય એટલે ઘી માં થી બહાર કાઢી લઈ તરત જ બનાવેલી ચાસણીમાં જબોળો. વધારાની ચાસણી બરાબર નીતારી લો.

 

સર્વિંગ પ્લેટ પર ગોઠવો. બધી જલેબી અલગ અલગ રાખો. એક ઉપર બીજી ના મુકવી.

 

બદામની કતરણ છાંટી સુશોભિત કરો.

 

વઘારેલા પોહા સાથે ગરમા ગરમ જલેબી પીરસો.

 

મીઠી મધુરી.. હોંઠ ચાટતા રહી જાવ એવી.. જલેબી..

Preparation time: 10 minutes

Cooking time: 20 minutes

Servings: 20

 

Ingredients:

For Sugar Syrup:

Sugar 1 cup

Cardamom Powder ¼ ts

Saffron threads 4-5

 

For Jalebi:

Milk Khoya grated 1 cup

Refined White Wheat Flour (Maida) ½ cup

Milk ½ cup

Ghee to fry

 

Almond chips for garnishing.

 

Cooked Flattened Rice (Poha) for serving.

 

Method:

For Sugar Syrup:

Take Sugar with ½ cup of water in a pan. Put it on medium flame. When it begins to thicken, mix Cardamom Powder and Saffron threads and remove the pan from flame.

 

Sugar Syrup is ready. Keep it a side to use later.

 

For Jalebi:

Take Milk and grated Milk Khoya in a wet grinding jar of your mixer. Just churn it for 8-10 seconds. Take it into a bowl. Add Refined White Wheat Flour gradually while stirring very well to prepare thick and smooth batter with no lump in it.

 

Fill this batter in a piping bag and keep a side.

 

Heat Ghee for frying in a frying pan. From piping bag, pour batter in heated Ghee in a multi-circular shape. Make number of such multi-circular shaped Jalebi in heated Ghee.

 

Deep fry them on medium flame. Flip carefully to fry both sides of Jalebi. Deep fry to light brownish for soft Jalebi and light red for crunchy Jalebi.

 

When fried, remove from fry pan and immediately dip in prepared Sugar Syrup and arrange on a serving plate. Please don’t make heap.

 

Garnish with sprinkle of Almond chips.

 

Serve Hot with Cooked Flattened Rice (Poha).

 

Enjoy Sweet and Lip Licking Jalebi…

શાહી દાલ ટુકડા / Shahi Dal Tukda

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

ટોપીંગ માટે :

તુવેરદાળ બાફેલી ૧ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

કાજુ ૨ ટેબલ સ્પૂન

બદામ ૨ ટેબલ સ્પૂન

કિસમિસ ૧ ટેબલ સ્પૂન

ખાંડ ૩ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

 

ચાસણી માટે :

ખાંડ ૧/૨ કપ

કેસર ૫-૬ તાર

એલચી પાઉડર ચપટી

 

શાહી ટુકડા માટે :

બ્રેડ સ્લાઇસ ૪

 

સેકવા માટે ઘી

 

ચાંદી નો વરખ અને સુકો મેવો (કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે) સજાવટ માટે

 

સાથે પીરસવા માટે રબડી

 

રીત :

ટોપીંગ માટે :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં કાજુ અને બદામ ઉમેરો અને બરાબર સેકી લો.

 

સેકાય જાય એટલે એમાં કિસમિસ અને બાફેલી તુવેરદાળ ઉમેરો. ધીરે ધીરે હલાવીને સાંતડો.

 

ખાંડ ઉમેરો અને ધીમા તાપે પકાવો.

 

ખાંડ ઓગળી જાય એટલે, એલચી પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

ટોપીંગ તૈયાર છે. તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.

 

ચાસણી માટે :

એક પૅન માં ૧/૨ કપ જેટલી ખાંડ લો. પૅન માં ખાંડ ઢંકાઈ જાય ફક્ત એટલું જ પાણી ઉમેરો. ધીમા-મધ્યમ તાપે મુકો અને ખાંડ ઓગળી જાય ફક્ત ત્યા સુધી જ ગરમ કરો.

 

ચાસણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

શાહી ટુકડા માટે :

બધી બ્રેડ સ્લાઇસ ગોળ આકાર કાપી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એક પછી એક, બ્રેડના બધા ગોળ ટુકડા સેકી લો.

 

એક પછી એક, સેકાઈ ગયેલા ટુકડાને ચાસણીમાં જબોળી એક પ્લેટ પર મુકો.

 

ટોપીંગ માટે તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું થોડું દરેક ટુકડા પર ગોઠવી દો.

 

ચાંદી ના વરખ વડે સુશોભિત કરો.

 

આ રીતે તૈયાર કરેલા શાહી ટુકડા એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

એની પર સૂકો મેવો છાંટી વધારે આકર્ષક બનાવો.

 

રબડી સાથે પીરસો.

 

સામાન્ય બ્રેડ ને રજવાડી બનાવો. શાહી દાલ ટુકડા ખાઓ.

 

Prep.5 min.

Cooking time 30 min.

Servings 6

Ingredient:

For Topping:

Skinned and Split Pigeon Peas boiled 1 cup

Ghee 1 tbsp

Cashew Nuts 2 tbsp

Almonds 2 tbsp

Raisins 1 tbsp

Sugar 3 tbsp

Cardamom Powder Pinch

For Sugar Syrup:

Sugar ½ cup

Saffron Threads 5-6

Cardamom Powder Pinch

For Shahi Tukda:

Bread Slices 4

Ghee to fry

Edible Silver Foil and Nuts to garnish.

Rabadi for serving.

Method:

For Topping:

Heat Ghee in a pan on low flame. Add Cashew Nuts and Almonds and roast well. When roasted, add Raisins and boiled Skinned and Split Pigeon Peas. Stir fry. Add Sugar and continue cooking on low flame. When Sugar is diluted, add Cardamom Powder. Mix well. Remove from the flame. Keep a side.

For Sugar Syrup:

In a pan, take ½ cup of Sugar. Add little water enough to cover Sugar in the pan. Put it on low-medium flame to melt Sugar.

For Shahi Tukda:

Cut all Bread Slices in round shape.

Heat Ghee in a pan on low flame. Pan fry all Bread Slices. Then, dip in prepared Sugar Syrup and keep on a plate.

Set topping with prepared mixture for Topping. Garnish with Edible Silver Foil.

Arrange prepared Shahi Tukda on a serving plate. Sprinkle some Nuts.

Serve with Rabadi.

Give a Royal Touch to Ordinary Bread…Feed Shahi Dal Tukda…

કાજુ કુલ્ફી / Kaju Kulfi / Cashew Nut Kulfi

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૨ સર્વિંગ

 

સામગ્રી :

દૂધ ૬૦૦ મિલી

કન્ડેન્સ મિલ્ક ૨૦૦ મિલી

કાજુ ૭૫ ગ્રામ

 

રીત :

આશરે ૧૦૦ મિલી દૂધમાં કમ સે કમ ૧ કલાક માટે કાજુ પલાળી દો.

 

પછી, પલાળેલા કાજુ ગ્રાઈન્ડિંગ જારમાં લઈ એકદમ જીણા પીસી, પેસ્ટ બનાવી લો.

 

બાકી વધેલું દૂધ એક પૅન માં લો અને ઉકાળવા મુકો.

 

દૂધ ઉકળવાનું શરૂ થાય એટલે કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે, થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળો.

 

એકદમ ઉકળી જાય અને ઘાટું થઈ જાય એટલે તૈયાર કરેલી કાજુની પેસ્ટ ઉમેરો અને બરાબર મીક્ષ કરી લો. પછી, તાપ પરથી હટાવી લો.

 

સામાન્ય તાપમાન થઈ જાય ત્યા સુધી રાખી મુકો.

 

તૈયાર થયેલા મિશ્રણથી કુલ્ફીના મોલ્ડ ભરી લો.

 

બધા મોલ્ડ ડીપ ફ્રીઝરમાં ૭ થી ૮ કલાક માટે રાખી મુકો.

 

એકદમ ઠંડી કુલ્ફી પીરસો.

ઉનાળાની સખત ગરમીમાં..

રસીલી.. સુંવાળી.. મીઠી.. કાજુ કુલ્ફી.. નો જલસો જોરદાર પડે..

Preparation time: 2 minutes

Cooking time:  5 minutes

Servings: 12 Kulfi

Ingredients:

Milk 600ml

Condenses Milk 200ml

Cashew Nuts 75g

 

Method:

Soak Cashew Nuts in approx. 100 ml Milk for at least 1 hour.

 

Take soaked Cashew Nuts in a wet blending jar of mixer. Crush it to fine paste.

 

Take remaining Milk in a pan and put it on flame to boil. When it starts to boil, add Condensed Milk. Continue to boil on low-medium flame while stirring occasionally. When it is boiled very well, add Cashew Nuts paste and mix well. Switch off the flame.

 

Leave this mixture to cool off to room temperature.

 

Fill prepared mixture in number of Kulfi moulds.

 

Keep all Kulfi moulds in a deep freezer to set for 7 to 8 hours.

 

Serve chilled.

 

Summer heat allows you to lick Yummy…Creamy…Sweety…Softy…Cashew Nuts Kulfi…

હેલ્થી સ્વીટ બાર / Healthy Sweet Bar

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

ઓટ્સ ૧/૪ કપ

અખરોટ નાના ટુકડા ૧/૪ કપ

કૉર્ન ફલૅક્સ ક્રશ કરેલા ૧/૪ કપ

ઘઉ નો લોટ ૩/૪ કપ

બેકિંગ પાઉડર ૧/૪ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ૧/૪ ટી સ્પૂન

માખણ ૧/૪ કપ

બ્રાઉન સુગર ૧/૪ કપ

મધ ૨ ટેબલ સ્પૂન

કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ

વેનીલા એસન્સ ૧/૪ ટી સ્પૂન

જેમ્સ (કેડબરી) ૧/૪ કપ

 

રીત :

ઘઉ નો લોટ, બેકિંગ પાઉડર અને સોડા-બાય-કાર્બ મીક્ષ કરી લો.

 

એક બાઉલમાં માખણ અને બ્રાઉન સુગર લો અને ફીણી લો.

 

એમાં મધ ઉમેરો અને ફરી ફીણી લો.

 

એમાં કન્ડેન્સ મિલ્ક, વેનીલા એસન્સ, ઓટ્સ, અખરોટ ના ટુકડા અને ક્રશ કરેલા કૉર્ન ફલૅક્સ ઉમેરો. બરાબર મીક્ષ કરી લો.

 

એક બેકિંગ ડીશ પર માખણ લગાવી લો.

 

એમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી દો.

 

તવેથા વડે હળવે હળવે દબાવી, બેકિંગ ડીશમાં મિશ્રણ સમથળ પાથરી દો.

 

એની ઉપર સરસ સજાવટ માટે રંગબેરંગી જેમ્સ ગોઠવી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

૧૫૦° પર ૨૫ મિનિટ માટે બેક કરી લો.

 

ઓવેનમાંથી બહાર કાઢી ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

હેલ્થી સ્વીટ બાર તૈયાર છે.

 

બાળકોને એમની ફેવરીટ સ્વીટ ની મોજ ઉડાવવા દો..

 

ખાસ બાળકો માટે જ તો છે આ હેલ્થી સ્વીટ બાર..

Prep.5 min.

Cooking time 25 min.

Servings 6

Ingredients:

Oats ¼ cup

Walnut chopped ¼ cup

Corn Flakes crushed ¼ cup

Wheat Flour ¾ cup

Baking Powder ¼ ts

Soda-bi-Carb ¼ ts

Butter ¼ cup

Brown Sugar ¼ cup

Honey 2 tbsp

Condensed Milk ¼ cup

Vanilla Essence ¼ ts

Gems (Cadbury’s product) ¼ cup

Method:

With Wheat Flour, mix Baking Powder and Soda-bi-Carb and sieve.

In a bowl, mix Butter and Brown Sugar and whisk it. Add Honey and whisk again. Add Condensed Milk, Vanilla Essence, Oats, chopped Walnut and crushed Corn Flakes. Mix very well.

Grease a baking dish with Butter. Fill the prepared mixture in the greased baking dish and press the mixture in the baking dish. Arrange Gems on the top to garnish.

Bake in pre-heated oven for 25 minutes at 150°.

Leave it to cool down. Then cut it and serve.

Let Children Enjoy Their Favourite Sweet with Healthy Stuff.

સેન્ડવિચ પિઝા / Sandwich Pizza

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૩ સર્વિંગ

 

સામગ્રી :

પુરણ માટે :

માખણ ૧ ટી સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

કેપ્સિકમ સમારેલા ટુકડા ૧

ગાજર સમારેલા નાના ટુકડા ૧

ટમેટાં જીણા સમારેલા ૧

કોબી ખમણેલી ૧/૨ કપ

ટોમેટો કેચપ ૨ ટેબલ સ્પૂન

પાવભાજી મસાલો ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ 1 ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

બ્રેડ ક્રંબ (સુકી બ્રેડનો ભુકો) ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

અન્ય સામગ્રી :

મિનિ પિઝા બન્સ ૬

માખણ ૫-૬ ટેબલ સ્પૂન

ચીઝ ક્યૂબ ૧૦-૧૨

ઓલિવ સ્લાઇસ કરેલા ૫-૬

હેલોપીનો ગોળ સ્લાઇસ કાપેલા ૧

 

સાથે પીરસવા માટે સોફ્ટ ડ્રીંક

 

રીત :

પુરણ માટે :

એક પૅન માં ઘી અને તેલ એકીસાથે ગરમ કરો.

 

એમાં આદું-લસણ-મરચાં ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

હવે, સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટમેટાં, ખમણેલી કોબી અને ગાજર ઉમેરો. મીઠું ભભરાવો અને ધીમા-મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે ધીરે ધીરે હલાવતા રહી બરાબર મિક્સ કરો.

 

એમાં, પાવભાજી મસાલો, ચીલી ફલૅક્સ, ઓરેગાનો, લાલ મરચું પાઉડર ઉમેરો અને ધીરે ધીરે હલાવી બરાબર મિક્સ કરો.

 

બરાબર ફેલાવીને કેચપ રેડો અને બ્રેડ ક્રંબ ભભરાવો.

 

ધીમા-મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે ધીરે ધીરે હલાવતા રહી બરાબર પકાવો.

 

પુરણ તૈયાર છે.

 

તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.

 

પિઝા બનાવવા માટે :

એક મિનિ પિઝા બન્સ ઉપર માખણ લગાવો.

 

એની ઉપર તૈયાર કરેલા પુરણ નું થર બનાવો.

 

પુરણ ના થર ઉપર ઓલિવ ની સ્લાઇસ અને હેલોપીનો ની સ્લાઇસ ગોઠવો.

 

એની ઉપર ખમણેલું ચીઝ છાંટી દો.

 

હવે, એની ઉપર બીજો એક મિનિ પિઝા બન્સ મૂકી દો.

 

આને સેન્ડવિચ મેકર માં ગ્રીલ કરી લો.

 

પસંદના કોઈ પણ સોફ્ટ ડ્રીંક સાથે તાજે તાજા જ પીરસો.

 

બે નાસ્તાની મજા એક માં. ૨-ઇન-૧. સેન્ડવિચ અને પિઝા. સેન્ડવિચ પિઝા.

 

Prep.15 min.

Cooing time 10 min.

Servings 3

Ingredients:

For Stuffing:

Butter 1 ts

Oil 1 ts

Ginger-Garlic-Chilli Paste 1 ts

Onion chopped small 1

Capsicum chopped pieces of 1 capsicum

Carrot chopped small cubes of 1 carrot

Tomato chopped small 1

Cabbage grated ½  cup

Tomato Ketchup 2 tbsp

Pavbhaji Masala 1 ts

Chilli Flakes 1 ts

Oregano 1 ts

Red Chilli Powder 1 ts

Bread Crumb 1 ts

Salt to taste

Other Ingredients:

Mini Pizza Buns 6

Butter 5-6 tbsp

Cheese 10-12 cubes

Olives whole of slices 5-6

Jalapeno (Chilli Pepper) round slices of 1 Jalapeno

Soft Drink for serving

Method:

For Stuffing:

Heat Oil and Ghee in a pan. Add Ginger-Garlic-Chilli Paste. Add Onion, Capsicum, Tomato, Cabbage and Carrot. Sprinkle Salt and stir slowly to mix well on slow-medium flame for 3-4 minutes. Add Pavbhaji Masala, Chilli Flakes, Oregano, Red Chilli Powder and mix well stirring slowly. Pour Ketchup spreading all around and sprinkle Bread Crumb. Stir slowly while continue cooking on slow-medium flame. Cook for 2-3 minutes only. Remove the pan from the flame. Keep a side to use later.

For Assembling:

Apply Butter on Mini Pizza Bun. Make a layer of prepared stuffing on it. Arrange Olives and Jalapeno on top of that. Grate Cheese spreading on top. Put another Mini Pizza bun on top of this. Grill it using sandwich maker.

Serve fresh with any soft drink of choice.

Enjoy the Feelings of Two Snacks in One…Sandwich and Pizza…Sandwich Pizza.

પનીર ઠંડાઈ બોલ / Paneer Thandai Balls / Cottage Cheese Sardai Balls

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી :

પુરણ માટે :

કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ

મિલ્ક પાઉડર ૪ ટેબલ સ્પૂન

ઠંડાઈ પાઉડર ૧ ટેબલ સ્પૂન

(મરી, તજ, વરિયાળી, એલચી, કેસર, ખસખસ, મગજતરી ના બી, દળેલી ખાંડ)

 

પડ માટે :

કન્ડેન્સ મિલ્ક ૧/૨ કપ

દૂધ નો માવો ૧/૨ કપ

પનીર ૧/૪ કપ

મિલ્ક પાઉડર ૧ ટેબલ સ્પૂન

 

સૂકા નારિયળ નો રંગીન પાઉડર

 

રીત :

પુરણ માટે :

એક પૅન માં કન્ડેન્સ મિલ્ક લો અને ધીમા તાપે પૅન મુકો.

 

કન્ડેન્સ મિલ્ક જરા ગરમ થાય એટલે એમાં મિલ્ક પાઉડર અને ઠંડાઈ પાઉડર ઉમેરો.

 

પૅન ના તળિયે ચોંટી ના જાય અને બળી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો.

 

આ મિશ્રણ ઘાટુ થઈ જાય ત્યા સુધી ઉકાળો. પછી એક બાજુ રાખી દો.

 

પડ માટે :

બીજા એક પૅન માં કન્ડેન્સ મિલ્ક લો અને એને ધીમા તાપે ગરમ કરવા મુકો.

 

કન્ડેન્સ મિલ્ક જરા ગરમ થાય એટલે એમાં દૂધ નો માવો, પનીર અને મિલ્ક પાઉડર ઉમેરો.

 

પૅન ના તળિયે ચોંટી ના જાય અને બળી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો.

 

આ મિશ્રણ ઘાટુ થઈ જાય ત્યા સુધી ઉકાળો. પછી એક બાજુ રાખી દો.

 

બનાવવા માટે :

પુરણ માટે તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવો. એક બાજુ રાખી દો.

 

પડ માટે તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું લઈ એક મોટો બોલ બનાવો. આ બોલને બન્ને હથેળી વચ્ચે હળવેથી દબાવી જાડો ગોળ આકાર આપો.

 

એની વચ્ચે, પુરણ નો બનાવેલો એક નાનો બોલ મુકો. હથેળીની મુઠ્ઠી વાળી લઈ, પુરણ રેપ કરી લઈ, બન્ને હથેળી વચ્ચે ફેરવી, ફરી ગોળ આકાર આપી બોલ બનાવો. એક બાજુ રાખી દો.

 

બોલ બનાવવું સરળ રહે એ માટે જરૂર લાગે તો બન્ને હથેળી પર થોડું ઘી લગાવી લો.

 

આ રીતે બધા બોલ તૈયાર કરી લો.

 

સૂકા નારિયળના રંગીન પાઉડર માં રગદોળી, બધા બોલ કોટ કરી લો.

 

તાજગીભર્યા સ્વાદ માટે તરત જ આરોગો. ઠંડકભર્યા સ્વાદ માટે થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દો.

 

રજવાડી સ્વાદ માણો.. નરમ અને સુંવાળા.. પનીર ઠંડાઈ બોલ..

 

Prep.10 min.

Cooking time 10 min.

Servings 10

Ingredients:

For Stuffing:

Condensed Milk ¼ cup

Milk Powder 4 tbsp

Thandai Powder 1 tbsp

(Powdered Black Pepper, Cinnamon, Fennel Seeds, Cardamom, Saffron, Poppy Seeds, Melon Seeds, Sugar)

For Outer Layer:

Condensed Milk ½ cup

Milk Khoya ½ cup

Cottage Cheese ¼ cup

Milk Powder 1 tbsp

Coloured Dry Coconut Powder for garnishing.

Method:

For Stuffing:

Take Condensed Milk in a pan and put it on low flame. When it becomes hot, add Milk Powder and Thandai Powder. Stir it occasionally to avoid burning or sticking at the bottom of the pan. Cook it until it thickens. Keep it a side.

For Outer Layer:

In another pan, take Condensed Milk and put it on low flame. When it becomes hot, add Milk Khoya, Cottage Cheese and Milk Powder. Stir it occasionally to avoid burning at the bottom of the pan. Cook it until in thickens.

For Assembling:

Prepare number of small balls of prepared mixture for Stuffing. Keep a side.

Prepare a big ball of prepared mixture for Outer Layer. Press it lightly between two palms to give flat thick round shape. Put one of prepared small ball for Stuffing in the middle of outer layer. Close it in the palm fist to wrap the stuffing and give it a ball shape rolling between two palms. Apply little Ghee on your palms if needed to make it easy to prepare balls.

Repeat to prepare number of such stuffed balls.

Coat all stuffed balls rolling in Coloured Dry Coconut Powder.

Serve immediately for fresh taste or refrigerate for cold taste.

Enjoy Royal Touch on Your Tongue with Soft and Smooth and Milky…Paneer Thandai Balls…

મથુરા પેડા / Mathura Peda

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨૦ નંગ

 

સામગ્રી :

બુરું ખાંડ માટે :

ખાંડ ૧ કપ

ઘી ૧ ટી સ્પૂન

કપૂર ચપટી

 

પેડા માટે :

ઘી ૧ ટેબલ સ્પૂન

મોરો માવો ૨ કપ / ૨૫૦ ગ્રામ

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

દૂધ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

બુરું ખાંડ માટે :

એક પૅન માં ખાંડ, ઘી અને કપૂર લો.

 

એમાં ખાંડ ઢંકાય, ફક્ત એટલું જ પાણી ઉમેરો અને પૅન મધ્યમ તાપે મુકો.

 

ધીરે ધીરે સતત હલાવતા રહો.

 

મિશ્રણ ઘાટુ થવા લાગે એટલે તાપ ધીમો કરી દો અને સતત હલાવવાનું ચાલુ રાખો.

 

મિશ્રણ એકદમ ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને હજી પણ ધીરે ધીરે સતત હલાવવાનું ચાલુ રાખો.

 

ઠંડુ થઈ જાય ત્યા સુધી હલાવતા રહો.

 

ઠંડુ થવા માટે એમ ને રાખી ના મુકવું પણ ધીરે ધીરે સતત હલાવીને ઠંડુ પાડવું,

 

ઠંડુ પડી જશે એટલે સુગર પાઉડર જેવુ લાગશે. એને ચારણીથી ચાળી લઈ જીણો સુગર પાઉડર અલગ કરી લો.

 

પેડા માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખમણેલો માવો ઉમેરો અને ગરમ થયેલા ઘી માં ધીમા-મધ્યમ તાપે સતત ધીરે ધીરે હલાવતા રહી સેકી લો.

 

આછો ગુલાબી સેકાઇ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

સેકેલા માવા નું તાપમાન થોડું ઓછું થઈ જાય એ માટે થોડી વાર રાખી મુકો. માવો સાવ ઠંડો થઈ થાય એટલી બધી વાર રાખી ના મુકવો.

 

પછી, એમાં એલચી પાઉડર અને બનાવેલું ખાંડનું બુરું ૧/૨ કપ ઉમેરો.

 

આ મિશ્રણ જો એકદમ કોરા પાઉડર જેવુ લાગે તો જ, ૧/૨ થી ૧ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરો.

 

ઝડપથી બધુ બરાબર મીક્ષ કરી દો.

 

તૈયાર કરેલા આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ ખાંડના બુરુમાં રગદોળી કોટ કરી લો.

 

તાજે તાજા પેડા નો તાજગીભર્યો સ્વાદ માણો યા એરટાઇટ બરણીમાં ભરી લો.

 

આપણાં બધાના લાડકા, ભગવાન શ્રીકૃષ્ણ નો પ્રસાદ.. મથુરા પેડા..

 

Prep.5 min.

Cooking time 20 min.

Yield 20 pcs.

Ingredients:

For Flavoured Sugar Powder ( Buru)

Sugar 1 cup

Ghee 1 ts

Edible Camphor PinchContinue Reading

સ્વીટ પોટેટો વિથ રબડી / રબડી સાથે શક્કરીયાં / Sweet Potato with Rabadi / Rabadi sathe Shakkariya

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

શક્કરીયાં બાફેલા ૨

દૂધ ૧/૨ કપ

ખાંડ ૧ ટેબલ સ્પૂન

મિલ્ક પાઉડર ૨ ટેબલ સ્પૂન

રાજગરા નો લોટ ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

 

ગ્રીસિંગ માટે ઘી

સજાવટ માટે બદામ અને પિસ્તા

સાથે પીરસવા માટે રબડી

 

રીત :

બાફેલા શક્કરીયાં અને દૂધ એકીસાથે બ્લેન્ડીંગ જારમાં લો. હાઇ સ્પીડ પર મીક્ષર ચલાવી બરાબર મિક્સ કરી લો. શક્કરીયાં ના ટુકડા ના રહી જાય એ ખાસ જોવું. એક બાઉલમાં લઈ લો.

 

એમાં, ખાંડ, મિલ્ક પાઉડર, રાજગરા નો લોટ અને એલચી પાઉડર ઉમેરો. એકદમ ફીણી લઈ ખીરું તૈયાર કરો.

 

માઇક્રોવેવ માટેના મોલ્ડમાં ૧ ટેબલ સ્પૂન જેટલું ખીરું લો. ૨ મિનિટ માટે માઇક્રોવેવ કરો.

 

ખરબચડી સપાટી વાળો કપ તૈયાર થશે. મોલ્ડમાંથી કાઢી લો.

 

આ રીતે બધા ખીરામાંથી આવા કપ તૈયાર કરી લો.

 

પછી, બધા કપ એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

એ બધા ઉપર બરાબર ફેલાવીને રબડી રેડો.

 

એની ઉપર બદામ અને પિસ્તા છાંટીને સજાવો.

 

હુંફાળું જ પીરસો.

 

ફરાળની મજા માણો, રબડી સાથે સંતોષકારક શક્કરીયાં આરોગો.

 

Prep.5 min.

Cooking time 20 min.

Servings 2

Ingredients:

Sweet Potato boiled 2

Milk ½ cup

Sugar 1 tbspContinue Reading

error: Content is protected !!