કાજુ કુલ્ફી / Kaju Kulfi / Cashew Nut Kulfi

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૨ સર્વિંગ

 

સામગ્રી :

દૂધ ૬૦૦ મિલી

કન્ડેન્સ મિલ્ક ૨૦૦ મિલી

કાજુ ૭૫ ગ્રામ

 

રીત :

આશરે ૧૦૦ મિલી દૂધમાં કમ સે કમ ૧ કલાક માટે કાજુ પલાળી દો.

 

પછી, પલાળેલા કાજુ ગ્રાઈન્ડિંગ જારમાં લઈ એકદમ જીણા પીસી, પેસ્ટ બનાવી લો.

 

બાકી વધેલું દૂધ એક પૅન માં લો અને ઉકાળવા મુકો.

 

દૂધ ઉકળવાનું શરૂ થાય એટલે કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે, થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળો.

 

એકદમ ઉકળી જાય અને ઘાટું થઈ જાય એટલે તૈયાર કરેલી કાજુની પેસ્ટ ઉમેરો અને બરાબર મીક્ષ કરી લો. પછી, તાપ પરથી હટાવી લો.

 

સામાન્ય તાપમાન થઈ જાય ત્યા સુધી રાખી મુકો.

 

તૈયાર થયેલા મિશ્રણથી કુલ્ફીના મોલ્ડ ભરી લો.

 

બધા મોલ્ડ ડીપ ફ્રીઝરમાં ૭ થી ૮ કલાક માટે રાખી મુકો.

 

એકદમ ઠંડી કુલ્ફી પીરસો.

ઉનાળાની સખત ગરમીમાં..

રસીલી.. સુંવાળી.. મીઠી.. કાજુ કુલ્ફી.. નો જલસો જોરદાર પડે..

Preparation time: 2 minutes

Cooking time:  5 minutes

Servings: 12 Kulfi

Ingredients:

Milk 600ml

Condenses Milk 200ml

Cashew Nuts 75g

 

Method:

Soak Cashew Nuts in approx. 100 ml Milk for at least 1 hour.

 

Take soaked Cashew Nuts in a wet blending jar of mixer. Crush it to fine paste.

 

Take remaining Milk in a pan and put it on flame to boil. When it starts to boil, add Condensed Milk. Continue to boil on low-medium flame while stirring occasionally. When it is boiled very well, add Cashew Nuts paste and mix well. Switch off the flame.

 

Leave this mixture to cool off to room temperature.

 

Fill prepared mixture in number of Kulfi moulds.

 

Keep all Kulfi moulds in a deep freezer to set for 7 to 8 hours.

 

Serve chilled.

 

Summer heat allows you to lick Yummy…Creamy…Sweety…Softy…Cashew Nuts Kulfi…

પનીર ઠંડાઈ બોલ / Paneer Thandai Balls / Cottage Cheese Sardai Balls

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી :

પુરણ માટે :

કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ

મિલ્ક પાઉડર ૪ ટેબલ સ્પૂન

ઠંડાઈ પાઉડર ૧ ટેબલ સ્પૂન

(મરી, તજ, વરિયાળી, એલચી, કેસર, ખસખસ, મગજતરી ના બી, દળેલી ખાંડ)

 

પડ માટે :

કન્ડેન્સ મિલ્ક ૧/૨ કપ

દૂધ નો માવો ૧/૨ કપ

પનીર ૧/૪ કપ

મિલ્ક પાઉડર ૧ ટેબલ સ્પૂન

 

સૂકા નારિયળ નો રંગીન પાઉડર

 

રીત :

પુરણ માટે :

એક પૅન માં કન્ડેન્સ મિલ્ક લો અને ધીમા તાપે પૅન મુકો.

 

કન્ડેન્સ મિલ્ક જરા ગરમ થાય એટલે એમાં મિલ્ક પાઉડર અને ઠંડાઈ પાઉડર ઉમેરો.

 

પૅન ના તળિયે ચોંટી ના જાય અને બળી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો.

 

આ મિશ્રણ ઘાટુ થઈ જાય ત્યા સુધી ઉકાળો. પછી એક બાજુ રાખી દો.

 

પડ માટે :

બીજા એક પૅન માં કન્ડેન્સ મિલ્ક લો અને એને ધીમા તાપે ગરમ કરવા મુકો.

 

કન્ડેન્સ મિલ્ક જરા ગરમ થાય એટલે એમાં દૂધ નો માવો, પનીર અને મિલ્ક પાઉડર ઉમેરો.

 

પૅન ના તળિયે ચોંટી ના જાય અને બળી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો.

 

આ મિશ્રણ ઘાટુ થઈ જાય ત્યા સુધી ઉકાળો. પછી એક બાજુ રાખી દો.

 

બનાવવા માટે :

પુરણ માટે તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવો. એક બાજુ રાખી દો.

 

પડ માટે તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું લઈ એક મોટો બોલ બનાવો. આ બોલને બન્ને હથેળી વચ્ચે હળવેથી દબાવી જાડો ગોળ આકાર આપો.

 

એની વચ્ચે, પુરણ નો બનાવેલો એક નાનો બોલ મુકો. હથેળીની મુઠ્ઠી વાળી લઈ, પુરણ રેપ કરી લઈ, બન્ને હથેળી વચ્ચે ફેરવી, ફરી ગોળ આકાર આપી બોલ બનાવો. એક બાજુ રાખી દો.

 

બોલ બનાવવું સરળ રહે એ માટે જરૂર લાગે તો બન્ને હથેળી પર થોડું ઘી લગાવી લો.

 

આ રીતે બધા બોલ તૈયાર કરી લો.

 

સૂકા નારિયળના રંગીન પાઉડર માં રગદોળી, બધા બોલ કોટ કરી લો.

 

તાજગીભર્યા સ્વાદ માટે તરત જ આરોગો. ઠંડકભર્યા સ્વાદ માટે થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દો.

 

રજવાડી સ્વાદ માણો.. નરમ અને સુંવાળા.. પનીર ઠંડાઈ બોલ..

 

Prep.10 min.

Cooking time 10 min.

Servings 10

Ingredients:

For Stuffing:

Condensed Milk ¼ cup

Milk Powder 4 tbsp

Thandai Powder 1 tbsp

(Powdered Black Pepper, Cinnamon, Fennel Seeds, Cardamom, Saffron, Poppy Seeds, Melon Seeds, Sugar)

For Outer Layer:

Condensed Milk ½ cup

Milk Khoya ½ cup

Cottage Cheese ¼ cup

Milk Powder 1 tbsp

Coloured Dry Coconut Powder for garnishing.

Method:

For Stuffing:

Take Condensed Milk in a pan and put it on low flame. When it becomes hot, add Milk Powder and Thandai Powder. Stir it occasionally to avoid burning or sticking at the bottom of the pan. Cook it until it thickens. Keep it a side.

For Outer Layer:

In another pan, take Condensed Milk and put it on low flame. When it becomes hot, add Milk Khoya, Cottage Cheese and Milk Powder. Stir it occasionally to avoid burning at the bottom of the pan. Cook it until in thickens.

For Assembling:

Prepare number of small balls of prepared mixture for Stuffing. Keep a side.

Prepare a big ball of prepared mixture for Outer Layer. Press it lightly between two palms to give flat thick round shape. Put one of prepared small ball for Stuffing in the middle of outer layer. Close it in the palm fist to wrap the stuffing and give it a ball shape rolling between two palms. Apply little Ghee on your palms if needed to make it easy to prepare balls.

Repeat to prepare number of such stuffed balls.

Coat all stuffed balls rolling in Coloured Dry Coconut Powder.

Serve immediately for fresh taste or refrigerate for cold taste.

Enjoy Royal Touch on Your Tongue with Soft and Smooth and Milky…Paneer Thandai Balls…

મથુરા પેડા / Mathura Peda

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨૦ નંગ

 

સામગ્રી :

બુરું ખાંડ માટે :

ખાંડ ૧ કપ

ઘી ૧ ટી સ્પૂન

કપૂર ચપટી

 

પેડા માટે :

ઘી ૧ ટેબલ સ્પૂન

મોરો માવો ૨ કપ / ૨૫૦ ગ્રામ

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

દૂધ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

બુરું ખાંડ માટે :

એક પૅન માં ખાંડ, ઘી અને કપૂર લો.

 

એમાં ખાંડ ઢંકાય, ફક્ત એટલું જ પાણી ઉમેરો અને પૅન મધ્યમ તાપે મુકો.

 

ધીરે ધીરે સતત હલાવતા રહો.

 

મિશ્રણ ઘાટુ થવા લાગે એટલે તાપ ધીમો કરી દો અને સતત હલાવવાનું ચાલુ રાખો.

 

મિશ્રણ એકદમ ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને હજી પણ ધીરે ધીરે સતત હલાવવાનું ચાલુ રાખો.

 

ઠંડુ થઈ જાય ત્યા સુધી હલાવતા રહો.

 

ઠંડુ થવા માટે એમ ને રાખી ના મુકવું પણ ધીરે ધીરે સતત હલાવીને ઠંડુ પાડવું,

 

ઠંડુ પડી જશે એટલે સુગર પાઉડર જેવુ લાગશે. એને ચારણીથી ચાળી લઈ જીણો સુગર પાઉડર અલગ કરી લો.

 

પેડા માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખમણેલો માવો ઉમેરો અને ગરમ થયેલા ઘી માં ધીમા-મધ્યમ તાપે સતત ધીરે ધીરે હલાવતા રહી સેકી લો.

 

આછો ગુલાબી સેકાઇ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

સેકેલા માવા નું તાપમાન થોડું ઓછું થઈ જાય એ માટે થોડી વાર રાખી મુકો. માવો સાવ ઠંડો થઈ થાય એટલી બધી વાર રાખી ના મુકવો.

 

પછી, એમાં એલચી પાઉડર અને બનાવેલું ખાંડનું બુરું ૧/૨ કપ ઉમેરો.

 

આ મિશ્રણ જો એકદમ કોરા પાઉડર જેવુ લાગે તો જ, ૧/૨ થી ૧ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરો.

 

ઝડપથી બધુ બરાબર મીક્ષ કરી દો.

 

તૈયાર કરેલા આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ ખાંડના બુરુમાં રગદોળી કોટ કરી લો.

 

તાજે તાજા પેડા નો તાજગીભર્યો સ્વાદ માણો યા એરટાઇટ બરણીમાં ભરી લો.

 

આપણાં બધાના લાડકા, ભગવાન શ્રીકૃષ્ણ નો પ્રસાદ.. મથુરા પેડા..

 

Prep.5 min.

Cooking time 20 min.

Yield 20 pcs.

Ingredients:

For Flavoured Sugar Powder ( Buru)

Sugar 1 cup

Ghee 1 ts

Edible Camphor PinchContinue Reading

બેગુન દોહી / રીંગણાં નું રાયતુ / Begun Dohi / Ringna nu Raytu / Eggplants with curd

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૩ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રીંગણા સ્લાઇસ કાપેલા ૨

ડુંગળી સ્લાઇસ કાપેલી ૨

મરી પાઉડર જીણો ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

દહી ૧ કપ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ

હળદર ૧/૨ ટી સ્પૂન

જીરું સેકેલું ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

એક નાના વટકમાં મીઠું અને મરી પાઉડર મીક્ષ કરો. આ મિક્સચર, રીંગણા અને ડુંગળી ની બધી સ્લાઇસ પર લગાવી દો. આશરે ૧૦ મિનિટ માટે મુકી રાખો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. રીંગણા અને ડુંગળી ની બધી સ્લાઇસ ઉમેરો. ધીરે ધીરે હલાવતા રહો અને બધી સ્લાઇસ ની બંને બાજુ બરાબર સાંતડાય જાય એ માટે ઉલટાવતા સુલટાવતા રહો. બરાબર સાંતડાય જાય એટલે એક બાજુ પર રાખી દો.

 

એક વાટકીમાં દહી લો. એમાં મીઠું, સેકેલું જીરું, હળદર, લાલ મરચું પાઉડર, આદુ-મરચા ની પેસ્ટ બરાબર મીક્ષ કરી બાજુ પર રાખી દો.

 

સર્વિંગ બાઉલમાં રીંગણા અને ડુંગળી ની સ્લાઇસ પાથરી દો. એના પર દહી રેડી દો. ગરમ મસાલો, લાલ મરચું અને ધાણાભાજી છાંટી ને આકર્ષક બનાવી દો.

 

૨૦ થી ૩૦ મિનિટ માટે ફ્રીજમાં મુકી રાખો.

 

એકદમ ઠંડુ પીરસો.

 

બેગુન દોહી નો અનોખો સ્વાદ માણો.. રીંગણા અને મસાલેદાર દહી..

આ જ તો છે બેંગોલી સ્ટાઇલ..

 

Prep.5 min.

Cooking time 3 min.

for 2 Persons

Ingredients:

Eggplants slices                                  of 2 eggplants

Onion slices                                        of 2 onions

Black Pepper Powder fine                   1 tbspContinue Reading

પ્રોટીન પાઉડર અને મિલ્ક શેક / Protein Powder and Milk Shake

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૫૦ ગ્રામ

 

સામગ્રી :

પ્રોટીન પાઉડર માટે :

સોયા બીન્સ ૧/૨ કપ

ઘઉ ૧/૨ કપ

દારીયા ની દાળ ૧/૨ કપ

કાજુ ૧/૪ કપ

બદામ ૧/૪ કપ

ખાંડ ૧/૪ કપ

કોકો પાઉડર ૨ ટેબલ સ્પૂન

ડ્રિંકીંગ ચોકલેટ ૨ ટેબલ સ્પૂન

 

મિલ્ક શેક માટે :

દૂધ ૧ કપ

ખાંડ ૧ ટેબલ સ્પૂન

પ્રોટીન પાઉડર ૩ ટેબલ સ્પૂન

હેઝલનટ પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

 

બદામ ની કતરણ અને હેઝલનટ ની કતરણ

 

રીત :

પ્રોટીન પાઉડર માટે :

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો.

 

એની પર સોયા બીન્સ અને ઘઉ, કોરા સેકી લો.

 

સોયા બીન્સ અને ઘઉ, સેકાઈ ને આછા ગુલાબી થઈ જાય એટલે એમાં દારીયા ની દાળ, કાજુ અને બદામ ઉમેરો. ધીરે ધીરે હલાવતા રહી, ધીમા તાપે સેકો. કોઈ સામગ્રી બળીને કાળી ના થી જાય એ ખાસ કાળજી રાખવી. એ માટે ધીરે ધીરે સતત હલાવતા રેવું.

 

બધુ બરાબર સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

સેકેલી સામગ્રી મોટી પ્લેટ અથવા સૂકા કપડાં ઉપર પાથરી દો અને ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, આ બધી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લો. એમાં ખાંડ ઉમેરો. એકદમ જીણું પીસી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં, કોકો પાઉડર અને ડ્રિંકીંગ ચોકલેટ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પ્રોટીન પાઉડર તૈયાર છે.

 

એક એરટાઇટ બરણીમાં ભરી દો. જરૂર હોય ત્યારે ઉપયોગમાં લો.

 

મિલ્ક શેક માટે :

એક પૅન માં દૂધ લો અને મધ્યમ તાપ પર મુકો.

 

દૂધ જરા ગરમ થાય એટલે એમાં ખાંડ અને ૩ ટેબલ સ્પૂન જેટલો પ્રોટીન પાઉડર ઉમેરો. મિક્સ કરો.

 

દૂધ બરાબર ઉકળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને હુંફાળું થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, એમાં હેઝલનટ પેસ્ટ ઉમેરી, બ્લેંડર ફેરવી બરાબર મિક્સ કરી લો.

 

હવે એને એક સર્વિંગ ગ્લાસમાં લો.

 

એને બદામ ની કતરણ અને હેઝલનટ ની કતરણ વડે સજાવો.

 

જાતે જ બનાવેલ પ્રોટીન પાઉડર નું અસલી પ્રોટીન અને પ્રોટીનયુક્ત મિલ્ક શેક થી તંદુરસ્તી જાળવો.

 

Protein Powder:

Prep.5 min.

Cooking time 15 min.

Yield 250 g.

Milk Shake:

Cooking time 5 min.

Qty. 1 Glass

Ingredients:

For Protein Powder:

Soya Beans ½ cup

Whole Wheat granules ½ cupContinue Reading

તલવટ ના લાડુ / Talvat na Ladu / Sesame Seeds Laddu

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૫ લાડુ

 

સામગ્રી :

લાલ તલ ૧ કપ

ગોળ ૨ ટેબલ સ્પૂન

ઘી ૨ ટેબલ સ્પૂન

ખમણેલું નારિયળ ૨ ટેબલ સ્પૂન

કિસમિસ ૨ ટેબલ સ્પૂન

કાળી સુકી દ્રાક્ષ ૧ ટેબલ સ્પૂન

કાજુ ટુકડા ૧ ટેબલ સ્પૂન

બદામ ની કતરણ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

લાલ તલ અને ગોળ મીક્ષરની એક જારમાં એકીસાથે લો. બરાબર પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં, ઘી, ખમણેલું નારિયળ, કિસમિસ, કાળી સુકી દ્રાક્ષ, કાજુ ટુકડા અને બદામ ની કતરણ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

તૈયાર કરેલા મિશ્રણમાંથી પસંદ મુજબ આકાર અને સાઇઝ ના બોલ બનાવી લો.

 

વ્રત-ઉપવાસ દરમિયાન તતંદુરસ્તી જાળવો. તલવટ ના પૌષ્ટિક લાડુ આરોગો.

 

Prep.10 min.

Yield 5 Laddu

Ingredients:

Sesame Seeds Red 1 cup

Jaggery 2 tbsp

Ghee 2 tbspContinue Reading

ઘઉ ની બિરયાની / Ghav ni Biryani / Wheat Biryani

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘઉ બાફેલા ૧ કપ

તેલ ૩ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૨

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી સમારેલી ૧/૨ કપ

કેપ્સિકમ સમારેલા મોટા ટુકડા ૧/૨ કપ

ટમેટાં સમારેલા મોટા ટુકડા ૨ ટમેટાં

મીક્ષ વેજીટેબલ સમારેલા મોટા ટુકડા બાફેલા ૨ કપ

(ગાજર, ફણસી, લીલા વટાણા, બટેટા, ફૂલકોબી વગેરે)

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

વરીયાળી નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

કાજુ તળેલા ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

ઘઉ કમ સે કમ ૮ કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી બાફી લો. પછી ગાળીને પાણી કાઢી નાખો. ઘઉ એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ઘી ગરમ કરો. એમાં તમાલપત્ર, લીમડો, સૂકા લાલ મરચાં અને આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ઉમેરો.

 

સાંતડાઈ જાય એટલે એમાં સમારેલી લીલી ડુંગળી, કેપ્સિકમ અને ટમેટાં ઉમેરો. છૂંદાઈ ના જાય એ ખ્યાલ રાખી ધીરે ધીરે હલાવી મીક્ષ કરો.

 

મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને વરીયાળી નો પાઉડર ઉમેરો. સામગ્રી છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખી હળવે હળવે હલાવી બરાબર મીક્ષ કરો.

 

બાફેલા મીક્ષ વેજીટેબલ ઉમેરો અને હળવે હળવે બરાબર મીક્ષ કરો.

 

બાફેલા ઘઉ ઉમેરો અને હળવે હળવે બરાબર મીક્ષ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને તળેલા કાજુ ભભરાવી સજાવો.

 

બિરયાની તો બહુ માણી..

 

પણ આ તો ઘઉ ની બિરયાની..

 

આયર્ન અને વિટામિન થી ભરપુર.. અતિ પૌષ્ટિક.. મિજબાની

 

Prep.10 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:
Wheat grains boiled 1 cup
Oil 3 tbsp
Cinnamon Leaves 2Continue Reading

મલ્ટી ગ્રેઇન મસાલા ભાખરી / Multigrain Masala Bhakhri / Multigrain Spiced Bhakri

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૭ ભાખરી

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

બાજરી નો લોટ ૧/૪ કપ

જુવાર નો લોટ ૧/૪ કપ

મકાઇ નો લોટ ૧/૪ કપ

ચણા નો લોટ ૧/૪ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

તલ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર  ૧/૨ ટી સ્પૂન

મીઠું ૧ ટી સ્પૂન

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

દહી ૨ ટેબલ સ્પૂન

 

રીત :

એક કથરોટમાં એકીસાથે, ઘઉ નો લોટ, બાજરી નો લોટ, જુવાર નો લોટ, મકાઇ નો લોટ, ચણા નો લોટ અને રવો લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં મેથી ની ભાજી, તલ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આદુ-મરચાં ની પેસ્ટ, ઘી, તેલ અને દહી ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરતા જઇ એકદમ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી મધ્યમ સાઇઝના બોલ બનાવો અને જાડી ગોળ રોટલી વણી લો. રોટલીના કિનારીઓ કાપા વારી થશે.

 

 

ધીમા-મધ્યમ તાપે એક તવો ગરમ કરી, એના પર બરાબર સેકી લો.

 

આ રીતે બધી ભાખરી બનાવી લો.

 

પસંદ પ્રમાણે દહી કે રાયતા સાથે ગરમ પીરસો.

 

સાદી અને સ્વાદિષ્ટ ભાખરી નાસ્તામાં કે સાંજના ભોજનમાં આરોગો.

 

નિશાળે જતાં બાળકોના લંચબોક્સમાં પણ મુકી શકાય.

 

Prep.5 min.

Cooking time 15 min.

Yield 7 pcs.

Ingredients:

Wheat Flour ½ cup

Millet Flour ¼ cupContinue Reading

સ્ટફ્ડ બનાના વડા / Stuffed Banana Vada / Stuffed Banana Fritter

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પાકા કેળા ૨

તળવા માટે તેલ

 

પુરણ માટે :

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

આમચૂર ૧ ટી સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૨ ટી સ્પૂન

સેવ ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

ખીરા માટે :

બેસન ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

પાણી

 

રીત :

પુરણ માટે :

બીજા એક બાઉલમાં પુરણ માટેની બધી સામગ્રી એકીસાથે લો. બરાબર મિક્સ કરી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

ખીરા માટે :

એક બાઉલમાં બેસન લો.

 

એમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી, બધુ બરાબર મિક્સ કરી, ઘાટુ ખીરું તૈયાર કરો. એક બાજુ રાખી દો.

 

વડા માટે :

પાકા કેળાની છાલ ઉતારી, મધ્યમ સાઇઝના ટુકડા કાપી લો.

 

બધા ટુકડામાં વચ્ચેથી થોડો ભાગ કાપી લઈ, પુરણ ભરી શકાય એ માટે ખાંચો કરી લો અને એ ખાંચામાં પુરણ ભરી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

ભરેલા કેળાના ટુકડા, તૈયાર કરેલા ખીરામાં જબોળી તરત જ તળવા માટે ગરમ તેલમાં મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા વડાને તેલમાં ફેરવો. આછા ગુલાબી થઈ જાય ત્યા સુધી તળો.

 

કોઈ પણ ચટણી કે કેચપ સાથે ગરમા ગરમ પીરસો. હોટ & સ્વીટ સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્ટફ્ડ બનાના વડા માણો. તીખા-મીઠા સ્વાદનો આનંદ માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Ripe Banana                                       2

Oil to Deep FryContinue Reading

વાટી દાળ ના લસણીયા ખમણ ઢોકળા / વાટી દાળ ના ખમણ ઢોકળા / Vati Dal na Lasaniya Khaman / Vati Dal Na Khaman

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખમણ ઢોકળા માટે :

ચણા દાળ ૧ કપ

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

તેલ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

સ્ટીમર ની પ્લેટ પર લગાવવા માટે તેલ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૫-૬ પાન

મરચાં જીણા સમારેલા ૨-૩

લસણ ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

દહી ૩ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

ખમણ ઢોકળા માટે :

કમ સે કમ ૧ કલાક માટે ચણા દાળ પલાળી દો.

 

પછી, પાણી કાઢી, ચણા દાળ એકદમ જીણી પીસી લો.

 

પછી, ૪ થી ૫ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં, આદું-મરચાં ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ, લીંબુ નો રસ, મીઠું અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો. ખમણ ઢોકળા માટે ખીરું તૈયાર છે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો.

 

એમાં ખમણ ઢોકળા માટે તૈયાર કરેલું ખીરું ભરી દો. પ્લેટ અડધી જ ભરવી, બાકીની જગ્યા, ઢોકળા ફુલવા માટે જરૂરી છે.

 

સ્ટીમર માં પાણી ગરમ થાય એટલે એમાં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે ઊંચા તાપે સ્ટીમ કરી લો.

 

પછી, સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢી લો.

 

પ્લેટ ના ઢોકળામાં ચપ્પુ વડે આડા-ઊભા કાપા પાડી, પસંદ મુજબ આકાર અને સાઇઝના ટુકડા કરી એક બાઉલમાં કે પ્લેટ પર રાખી દો.

 

એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા-મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, હિંગ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ પછી, દહી અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, ખમણ ઢોકળાના ટુકડા ઉમેરો અને છુંદાય ના જાય એ કાળજી રાખી, ઉછાળી, ધીરે ધીરે ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરો. આ રીતે મિક્સ કરતાં કરતાં માત્ર ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

ધાણાભાજી છાંટી દો. જીણા સમારેલા મરચાં પણ છાંટી શકાય.

 

ઘરે જ બનાવેલી લસણ ની ચટણી ક લીલી ચટણી સાથે તાજે તાજા પીરસો.

 

નરમ નરમ, ફુલેલા ઢોકળા ખાઓ, ગુજરાતી હોવાનું મહેસુસ કરો.

 

Prep.5 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

For Spongy Dhokla:

Skinned and Split Chickpeas (Bengal Gram)  1 cup

Ginger-Chilli Paste 1 tsContinue Reading

error: Content is protected !!