રીંગણા ના રોલ / Eggplant Rolls

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

રીંગણા ૧ કપ

(સેકેલા અથવા બાફેલા અને છુંદેલા)

તેલ ૧ ટેબલ સ્પૂન

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

લીલા વટાણા ૨ ટેબલ સ્પૂન

ગાજર ૧

(સમારેલા નાના ચોરસ ટુકડા)

કેપ્સિકમ ૧

(સમારેલા નાં ટુકડા)

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

કેચપ ૨ ટેબલ સ્પૂન

બ્રેડ નો ભુકો ૧ કપ

મેંદાની સ્લરી ૧ કપ

તેલ તળવા માટે

ચટણી યા કેચપ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં આદુ-મરચાં ની પેસ્ટ, લસણ ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો.

 

ડુંગળી નરમ થઈ જાય એટલે લીલા વટાણા, ગાજર અને કેપ્સિકમ ઉમેરો. ધીમા-મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

કેચપ ઉમેરો અને મીક્ષ કરો. ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

એક બાઉલમાં લઈ લો.

 

એમાં છુંદેલા રીંગણા ઉમેરો. મીક્ષ કરો.

 

હવે જરૂર મુજબ બ્રેડ નો ભુકો નાખી કઠણ મિક્સચર બનાવી લો.

 

તૈયાર કરેલા મિક્સચર માંથી  થોડા રોલ બનાવી લો.

 

એક પછી એક રોલને મેંદાની સ્લરી માં જબોળી, બ્રેડ ના ભુકા માં રગદોળી કોટ કરી, તળી લો. આછા ગુલાબી થાય એવા તળો. તળવા દરમ્યાન, બધા રોલ તેલમાં ઉલટાવવા જેથી બધી બાજુ બરાબર તળાય જાય. રોલ તુટે નહીં એ ધ્યાન રાખવું.

 

પસંદગી ની ચટણી કે સૉસ સાથે ગરમ ગરમ પીરસો.

 

શિયાળાની ઠંડીમાં.. રીંગણા ખાઓ..

 

શરીરની ઠંડીમાં..  કુદરતી ગરમી અનુભવો..

Preparation time 20 minutes

Cooking time 25 minutes

Servings 6

 

Ingredients:

Eggplants roasted or boiled and mashed 1 cup

Oil 1 tbsp

Ginger-Chilli Paste 1 ts

Garlic Paste 1 ts

Onion chopped 1

Green Peas 2 tbsp

Carrot chopped small cubes of 1 carrot

Capsicum chopped small pieces of 1 capsicum

Salt to taste

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 ts

Garam Masala 1 ts

Ketchup 2 tbsp

Fresh Bread Crumb 1 cup

Refined White Wheat Flour Slurry 1 cup

Oil to deep fry

Chutney or Ketchup for serving

 

Method:

Heat Oil in a Pan. Add Ginger-Chilli Paste, Garlic Paste and Onion. When Onion becomes soft, add Green Peas, Carrot and Capsicum. Cook for 2-3 minutes on low-medium flame. Add Salt, Turmeric Powder, Red Chilli Powder, Garam Masala and mix well. Add Ketchup and mix well while continue cooking for 2-3 minutes. Remove from the flame and shift the mixture in a bowl. Add mashed Eggplants and also add Fresh Bread Crumb as needful to prepare the semi stiff mixture.

 

Prepare number of roll from the mixture.

 

One by one, dip all rolls in Slurry, coat with Fresh Bread Crumb and deep fry to light brownish. Turn over rolls slowly while deep frying  taking care of not breaking any roll to deep fry them all around.

 

Serve Hot with Home Made Chutney or Ketchup of choice.

 

Generate Natural Heat in Your Body with Eggplants in Cold Winter.

લીલા ચણા નો હલવો / Lila Chana no Halvo / Green Chickpeas Halvo

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨વ્યક્તિ માટે

 

સામગ્રી :

લીલા ચણા / જીંજરા ૧ કપ

દૂધ ૧ કપ

ઘી ૧/૨ કપ

મોરો માવો ખમણેલો ૧૦૦ ગ્રામ

ખાંડ ૧૦૦ ગ્રામ

એલચી પાઉડર ચપટી

બદામ ની કતરણ સજાવટ માટે

 

રીત :

એક પૅન માં દૂધ લો. એમાં લીલા ચણા (જીંજરા) ઉમેરો. ધીમા-મધ્યમ તાપે બાફી લો. ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રેવું.

 

લીલા ચણા નરમ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

ગરણી થી ગાળી, વધારાનું દુધ કાઢી નાખો.

 

જરા ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, બાફેલા લીલા ચણા પીસી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ઘી ગરમ કરો. એમાં પીસેલા લીલા ચણા ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહી, અધકચરા સાંતડી લો. બળી ના જાય એ કાળજી રાખવી.

 

દૂધ નો માવો ખમણેલો, ખાંડ અને એલચી પાઉડર ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ધીમા તાપ પર હલાવતા રહો. મીશ્રણ પૅન છોડી દે અને તવીથા સાથે ફરવા લાગે એટલે તાપ પરથી પૅન હટાવી લો. હલવો તૈયાર છે.

 

તૈયાર થયેલો હલવો એક સર્વિંગ પ્લેટ પર લો.

 

એની ઉપર બદામ ની કતરણ છાંટી સજાવો.

 

તાજે તાજો અને ગરમા ગરમ પીરસો.

 

એકદમ પૌષ્ટિક, આયર્ન, વિટામિન અને પ્રોટીન થી ભરપુર.. લીલા ચણા નો હલવો.. શિયાળાની કડકડતી ઠંડી માં સુસ્ત થઈ ગયેલા શરીરને ફરી સ્ફૂર્તિલું બનાવો..

Preparation time 15 minutes

Cooking time 15 minutes

For 2 persons

 

Ingredients:

Green Chickpeas 1 cup

Milk 1 cup

Ghee ½ cup

Milk Khoya grated 100 gm

Sugar 100 gm

Cardamom Powder Pinch

Almond Flakes for garnishing

 

Method:

Take Milk in a saucepan. Add Green Chickpeas. Boil on low-medium flame. Stir it occasionally to avoid boiling over of Milk. When Green Chickpeas are softened enough, remove the saucepan from the flame. Strain it. Let Green Chickpeas cool off somehow. Then mash boiled Green Chickpeas.

 

Heat Ghee in a pan. Add mashed Green Chickpeas and semi fry stirring it slowly taking care of not getting it burnt. Add grated Milk Khoya, Sugar and Cardamom Powder. Mix well and cook well until the stuff becomes soft loaf.

 

Arrange the loaf on a serving plate.

 

Garnish with Almond Flakes.

 

Serve Fresh and Hot.

 

Enjoy Very Healthy, Iron, Vitamin and Protein Rich, Green Chickpeas Halvo, to Revitalise your Lousy Body in Cold Winter.

આમલા-હની શૉટ / Aamla-Honey Shot / Gooseberry-Honey Shot

તૈયારી માટે ૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

આમલા ૪

(ઠળિયા કાઢી ને સમારેલા)

આમલા નો મીઠો પલ્પ ૧ ટેબલ સ્પૂન

બાદીયા પાઉડર ૧ ટી સ્પૂન

આદુ નાનો ટુકડો ૧

સંચળ પાઉડર ચપટી

મધ ૧ ટેબલ સ્પૂન

બરફ નો ભૂકો ૧ કપ

 

રીત :

મિક્સરમાં સમારેલા આમલા, આમલા નો મીઠો પલ્પ, બાદીયા પાઉડર અને આદુ નો ટુકડો લો. એકદમ પીસી લો અને ગરણીથી ગાળી લો. સંચળ અને મધ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

બરફના ભૂકા થી ૩/૪ શૉટ ગ્લાસ ભરો. તૈયાર કરેલા આમલા-મધ ના મિશ્રણથી શૉટ ગ્લાસ પૂરો ભરી લો.

 

તરત જ પીરસો.

 

આમલા-મધ ના શૉટ થી ઉનાળાના તડકા નો મક્કમ સામનો કરો.

Preparation time 5 minutes

Cooking time no cooking

Servings 6

 

Ingredients:

Gooseberry seedless and chopped 4

Gooseberry crush 1 tbsp

Star Anise Powder 1 ts

Ginger 1 small piece

Black Salt Powder Pinch

Honey 1 tbsp

Ice crushed 1 cup

 

Method:

In a wet grinding jar of your mixer, take chopped Gooseberry, Gooseberry crush, Star Anise Powder and Ginger. Crush it very well and filter the liquid in the mixture. Add Black Salt Powder and Honey and mix well.

 

Fill the shot glass with crushed Ice up to ¾. Fill the glass to full with the prepared Gooseberry-Honey mixture.

 

Serve immediately.

 

Confront Sunstroke of Summer with a Shot of Gooseberry and Honey.

અલો વેરા હલવો / Aloe Vera Halvo / Aloe Vera Pudding

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

અલો વેરા ૧૦૦ ગ્રામ

ઘી ૧૦૦ ગ્રામ

દૂધ ૧ કપ

માવો ૨૦૦ ગ્રામ

ખાંડ ૧૦૦ ગ્રામ

ગુંદ કણી તળેલી ૧/૨ કપ

બદામ ટુકડા ૧/૨ કપ

જાયફળ પાઉડર ૧ ટી સ્પૂન

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

સૂંઠ પાઉડર ૧ ટેબલ સ્પૂન

ખસખસ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

ધીમા તાપે ઘી ગરમ કરો. અલો વેરા બ્રાઉન થાય એટલું શેકો.

 

પછી, તાપ વધારીને મધ્યમ કરો. દૂધ ઉમેરો. દૂધ ફાટવા લાગશે. દૂધ ફાટી ને છૂટું પડેલું બધુ પાણી વરાળ થઈને ઉડી જાય ત્યાં સુધી ધીમા તાપ પર ધીરે ધીરે હલાવતા રહો.

 

જરા પણ પાણી ના રહે એટલે માવો ઉમેરો અને માવો બરાબર પાકી જાય ત્યાં સુધી પકાવો.

 

ખાંડ ઉમેરો અને મિશ્રણ જાડુ થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર હલાવતા રહો.

 

તાપ ધીમો કરી દો. તળેલી ગુંદ કણી, બદામ ના ટુકડા, જાયફળ પાઉડર, એલચી પાઉડર, સૂંઠ પાઉડર અને ખસખસ ઉમેરો. ૨-૩ મિનિટ સુધી ધીમા તાપે બરાબર મીક્ષ કરો.

 

અલો વેરા હલવો તૈયાર છે.

 

તૈયાર કરેલો અલો વેરા હલવો એક પ્લેટ માં લો.

 

બદામ ની કતરણ અને ખસખસ છાંટીને સજાવો.

 

અલો વેરા હલવો ખાવ ને તબિયત બનાવો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 4 Persons

Ingredients:

Aloe Vera 100 gm

Ghee 100 gm

Milk 1 cup

Milk Khoya 200 gm

Sugar 100 gm

Edible Gum fried ½ cup

Almond broken pieces ½ cup

Nutmeg Powder 1 ts

Cardamom Powder 1 ts

Dried Ginger Powder 1 tbsp

Poppy Seeds 1 tbsp

 

Method:

Heat Ghee on low flame. Roast Aloe Vera brownish.

 

Then, increase the flame to medium. add Milk. Milk will curdle. Continue on medium flame while stirring until the separated water from Milk is steamed away.

 

When no water is seen, add Milk Khoya and continue until Milk Khoya is cooked well.

 

Add Sugar and continue stirring on medium flame until the mixture becomes thick.

 

Reduce the flame to low. Add fried Edible Gum, broken pieces of Almonds, Nutmeg Powder, Cardamom Powder, Dried Ginger Powder and Poppy Seeds. Mix very while on low flame for 2-3 minutes.

 

Take a lump of Aloe Vera Halvo on a serving plate.

 

Garnish with sprinkle of Almond Flakes and Poppy Seeds.

 

Consume Aloe Vera…Make Health Your Wealth…

રસિયા મૂઠિયાં / Rasiya Muthiya

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મૂઠિયાં માટે :

ઘઉ નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૧/૪ કપ

દૂધી ખમણેલી ૧/૨ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

સોડા-બાય-કાર્બ ચપટી

 

રસ માટે :

છાસ ૨ કપ

ચણા નો લોટ ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૫-૬

લસણ ની ચટણી ઘરે બનાવેલી ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

ડુંગળી ની રિંગ

 

રીત :

મૂઠિયાં માટે :

એક બાઉલમાં ઘઉ નો લોટ અને ચણા નો લોટ એકીસાથે લો.

 

એમાં હળદર, લાલ મરચું પાઉડર, મીઠું અને સોડા-બાય-કાર્બ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

તેલ ઉમેરો. મિક્સ કરો.

 

ખમણેલી દૂધી ઉમેરો. બરાબર મિક્સ કરી દો અને જરા કઠણ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.

 

મૂઠિયાં માટે લોટ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

રસ માટે :

એક બાઉલમાં છાસ લો.

 

એમાં ૧/૨ કપ પાણી અને ચણા નો લોટ ઉમેરો. બરાબર મિક્સ કરો. કોઈ ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. બ્લેંડર નો ઉપયોગ કરી શકો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે એમાં લસણ ની ચટણી અને હળદર ઉમેરો બરાબર મિક્સ કરો.

 

એમાં તૈયાર કરેલું છાસનું મિશ્રણ અને મીઠું ઉમેરો. તાપ વધારી દો.

 

ઊંચા તાપે છાસનું મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં મૂઠિયાં માટે તૈયાર કરેલા લોટમાંથી થોડો લોટ લઈ, હથેળીમાં વચ્ચે રાખી, હથેળી બંધ કરી, મુઠ્ઠી વાળી, લોટ ને મુઠ્ઠી જેવો આકાર આપી, તરત જ ઉકળતા છાસના મિશ્રણમાં ઉમેરો.

 

ફટાફટ  આ રીતે બધા લોટના મૂઠિયાં, ઉકળતા છાસના મિશ્રણમાં ઉમેરી દો.

 

પછી, ઊંચા તાપે ૮ થી ૧૦ મિનિટ માટે ઉકાળો. ઉકાળવા દરમ્યાન, પૅન અડધું ઢાંકી રાખો.

 

મૂઠિયાં બરાબર પાકી જાય એટલે રસિયા મૂઠિયાં તૈયાર.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી, ઉપર ડુંગળી ની રિંગ મૂકી, સજાવો.

 

ગરમા ગરમ પીરસો.

 

વધુ એક, મોઢામાં પાણી આવે એવી ગુજરાતી વાનગી, રસિયા મૂઠિયાં.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

For Fist (Muthiya):

Whole Wheat Flour ½ cup

Gram Flour ¼ cup

Grated Bottle Gourd ½ cup

Oil 1 tbsp

Turmeric Powder ½ ts

Red Chilli Powder ½ ts

Salt to taste

Soda-bi-Carb Pinch

For Sauce (Ras):

Buttermilk 2 cup

Gram Flour 1 tbsp

Oil 2 tbsp

Mustard Seeds 1 ts

Cumin Seeds 1 ts

Asafoetida Powder Pinch

Curry Leaves 5-6

Garlic Chutney homemade 1 ts

Turmeric Powder ½ ts

Salt to taste

Fresh Coriander Leaves 1 tbsp

 

Onion Rings for garnishing

 

Method:

For Fist (Muthiya):

Take Whole Wheat Flour and Gram Flour in a bowl. Add Turmeric Powder, Red Chilli Powder, Salt and Soda-bi-Carb. Mix well. Add Oil and mix well. Add grated Bottle Gourd. Mix well and knead semi stiff dough. Add very little water only if needed.

 

For Sauce (Ras):

Take Buttermilk in a bowl. Add ½ cup of Water and Gram Flour. Mix very well. Please don’t leave any lump of Gram Flour. If it needs, use blender.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder and Curry Leaves. When spluttered, add Garlic Chutney and Turmeric Powder and mix well. Add prepared mixture of Buttermilk and Salt. Set flame to high. When it starts to boil, put number of small fist of prepared Dough in boiling Sauce. Continue boiling for 8-10 minutes on high flame. Partially cover the pan with a lid while boiling.

 

When fists are cooked, Saucy Fist (Rasiya Muthiya) is ready.

 

Transfer in a serving bowl.

 

Garnish with sprinkle of Fresh Coriander Leaves and Onion Rings.

 

Serve Hot.

 

Enjoy One More Mouth Filling and Satisfying Gujarati Healthy Dish…Saucy Fist…Famous as Rasiya Muthiya…

જુવાર ની ધાણી ના પિઝા / Popped Sorghum Pizza

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

પિઝા બેઝ માટે :

ગોળ ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ચપટી

ચીલી ફલૅક્સ ચપટી

ઓરેગાનો ચપટી

તેલ ૧ ટી સ્પૂન

જુવાર ની ધાણી ૨ કપ

 

પિઝા સૉસ માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

લસણ સમારેલું ૧/૨ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટોમેટો પ્યૂરી ૧ કપ

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

ચીલી સૉસ ૧ ટી સ્પૂન

કૉર્ન ફ્લૉર સ્લરી ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

ટોપીંગ માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

કેપ્સિકમ સમારેલા ૧

મીઠું સ્વાદ મુજબ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

ઓલિવ કાપેલા અડધા ટુકડા

 

રીત :

પિઝા બેઝ માટે :

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો.

 

એમાં ગોળ મુકો. ગોળ ઓગળવા લાગે એટલે તેલ, લાલ મરચું પાઉડર, ચીલી ફલૅક્સ અને ઓરેગાનો ઉમેરો.

 

ધીરે ધીરે હલાવો.

 

મિશ્રણ ઘાટુ થઈ થાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

હવે, એમાં જુવાર ની ધાણી ઉમેરો.

 

તૈયાર થયેલા મિશ્રણને પિઝા મોલ્ડમાં ગોઠવો અને બધા મોલ્ડ ઠંડા થવા રાખી મુકો.

 

પછી, મોલ્ડમાંથી કાઢી લો. પિઝા બેઝ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પિઝા સૉસ માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમાં સમારેલું લસણ અને ડુંગળી ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે એમાં ટોમેટો પ્યૂરી, ટોમેટો કેચપ, ચીલી સૉસ અને કૉર્ન ફ્લૉર સ્લરી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, એમાં ચીલી ફલૅક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

મિશ્રણ ઘાટુ થઈ જાય ત્યા સુધી હલાવતા રહો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો. પિઝા સૉસ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ટોપીંગ માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમાં સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે એમાં મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો. ટોપીંગ માટેનું મિશ્રણ તૈયાર છે, એક બાજુ રાખી દો.

 

પિઝા બનાવવા માટે :

એક પિઝા બેઝને એક સર્વિંગ પ્લેટ પર લો.

 

એની ઉપર તૈયાર કરેલો પિઝા સૉસ લગાવો.

 

એની ઉપર તૈયાર કરેલું ટોપીંગ માટેના મિશ્રણનું થર પાથરી દો.

 

એની ઉપર ચીલી ફલૅક્સ, ઓરેગાનો અને ખમણેલું ચીઝ છાંટી, ઓલિવ ના થોડા ટુકડા ગોઠવી દો.

 

બનાવીને તરત જ પીરસો.

 

અનોખી સ્ટાઇલ ના પિઝા, પોપ્પી, મીઠા અને મસાલેદાર પિઝા.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

Servings 4

 

Ingredients:

For Pizza Base:

Jaggery ½ cup

Red Chilli Powder Pinch

Chilli Flakes Pinch

Oregano Pinch

Oil 1 ts

Popped Sorghum 2 cup

For Pizza Sauce:

Butter 1 tbsp

Garlic chopped ½ ts

Onion chopped 1

Tomato Puree 1 cup

Tomato Ketchup 1 tbsp

Chilli Sauce 1 ts

Corn Flour Slurry 1 ts

Chilli Flakes ½ ts

Oregano ½ ts

Salt to taste

For Topping:

Butter 1 tbsp

Onion chopped 1

Capsicum chopped 1

Salt to taste

Chiili Flakes 1 ts

Oregano 1 ts

Cheese Shred 1 tbsp

Olives cut halves 5-7

Method:

For Pizza Base:

Pre-heat a non-stick pan on low flame. Add Jaggery. When it starts to melt. Add Oil, Red Chilli Powder, Chilli Flakes and Oregano. Stir slowly. When it thickens, remove the pan from the flame. Add Popped Sorghum. Set in Pizza Mould and leave it to cool down. Then, unmould it. Keep it a side..

 

For Pizza Sauce:

Heat Butter in a pan on low flame. Add chopped Garlic and Onion. When sautéed, add Tomato Puree, Tomato Ketchup, Chilli Sauce and Corn Flour Slurry. Mix well. Add Chilli Flakes, Oregano and Salt. Mix well. Stir it until it thickens. Remove the pan from the flame. Keep it a side.

 

For Topping:

Heat Butter in a pan on low flame. Add chopped Onion and Capsicum. When sautéed, add Salt and mix well. Remove the pan from the flame.

 

For Assembling:

Take Pizza Base on a serving plate.

 

Apply prepared Pizza Sauce spreading on the top surface of it.

 

Spread prepared Topping all over it.

 

Sprinkle Chilli Flakes, Oregano and Cheese Shred. Arrange Olives halves.

 

Serve immediately after assembling.

 

Splendid Style of Pizza…

 

Poppy Sweetie and Spicy…

 

Popped Sorghum Pizza…

સ્વીટ પોપકૉર્ન પિઝા / Sweet Popcorn Pizza

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

ખાંડ ૧/૨ કપ

ક્રીમ / મલાઈ ૧/૪ કપ

માખણ ૨ ટેબલ સ્પૂન

પોપકૉર્ન ૧ બાઉલ

 

સજાવટ માટે :

સુકો મેવો સેકેલો

(કાજુ, બદામ, અખરોટ, સીંગદાણા)

ચોકલેટ સૉસ

વ્હાઇટ ચોકલેટ સૉસ

કલરફૂલ સુગર સ્પ્રીંકલર

 

રીત :

એક નોન-સ્ટિક પૅન માં ખાંડ બરાબર પાથરી દો અને ધીમા તાપે મુકો.

 

ખાંડ ઓગળવાની શરૂ થાય એટલે ધીરે ધીરે હલાવો અને પુરેપુરી ઓગળી જવા દો.

 

ખાંડ પુરેપુરી ઓગળી જાય એટલે એમાં ક્રીમ અને માખણ ઉમેરો. ધીરે ધીરે સતત હલાવતા રહો. રંગ બદલીને આછો ગુલાબી થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

હવે, એમાં પોપકૉર્ન ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

એક ગોળ પ્લેટ પર માખણ લગાવી દો. એની ઉપર તૈયાર કરેલું પોપકૉર્ન નું મિશ્રણ સમથળ પાથરી દો.

 

ઠંડુ થવા માટે ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

ગોળ પ્લેટ માંથી કાઢી લઈ, સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એની ઉપર સેકેલા મિક્સ નટ ભભરાવો.

 

એની ઉપર ચોકલેટ સૉસ અને વ્હાઇટ ચોકલેટ સૉસ ફેલાવીને રેડો.

 

કલરફૂલ સુગર સ્પ્રીંકલર છાંટી આકર્ષક બનાવો.

 

સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પિઝા બેઝ વગરના પિઝા ની કલ્પના પણ કરી શકો..??? નહી ને..???

 

તો આ છે.. ખાસ તમારા માટે.. ચોકલેટી સ્વીટ પોપકૉર્ન પિઝા..

Preparation time 5 minutes

Cooking time 5 minutes

Servings 4

 

Ingredients:

Sugar ½ cup

Cream ¼ cup

Butter 2 tbsp

Popcorn 1 bowl

For garnishing:

Mix Nuts roasted

(Cashew Nuts, Almonds, Walnuts, Peanuts)

Chocolate Sauce

White Chocolate Sauce

Colourful Sugar Sprinkler

 

Method:

Take Sugar in a not-stick pan. Spread Sugar well in the pan and put the pan on low flame. When Sugar starts to melt, stir it slowly and let it be on flame to melt completely. When, melted completely, add Cream and Butter and stir slowly and continuously. When it changes the colour to light brownish, switch off the flame.

 

Add Popcorn and mix well. Set in a greased round plate. Leave it to cool down for 10-15 minutes.

 

Unmould from the round plate and arrange in a serving plate.

 

Sprinkle roasted Mix Nuts. Pour Chocolate Sauce and White Chocolate Sauce spreading over it.

 

Garnish with Colourful Sugar Sprinkler.

 

Have You Ever Enjoyed Pizza without usual Pizza Base…!!!

It Is Here…For You…

Chocolaty Sweet Popcorn Pizza…

સેઝવાન નૂડલ્સ / Schezwan Noodles

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘઉ ની સેવ ૧ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી જીણી સમારેલી ૩

(પાંદડા ના લેવા)

ફણસી જીણી સમારેલી ૨ ટેબલ સ્પૂન

ગાજર જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

કેપ્સિકમ જીણા સમારેલા ૧

સેઝવાન સૉસ ૨ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

વિનેગર ૧/૨ ટી સ્પૂન

 

સજાવટ માટે:

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી ના પાંદડા જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં ૨ કપ પાણી લઈ, ગરમ કરવા મુકો.

 

પાણી ગરમ થાય એટલે એમાં ૧/૨ ટી સ્પૂન જેટલું તેલ અને થોડું મીઠું ઉમેરો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમાં ઘઉ ની સેવ ઉમેરો.

 

ઘઉ ની સેવ નરમ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને પાણી કાઢી નાખો. બાફેલી સેવ એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીણા સમારેલા આદું-લસણ-મરચાં ઉમેરો અને સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે જીણી સમારેલી લીલી ડુંગળી, ફણસી, ગાજર અને કેપ્સિકમ ઉમેરો. ધીરે ધીરે હલાવો અને સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે સેઝવાન સૉસ, મરી પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, વિનેગર ઉમેરો અને મિક્સ કરો.

 

૩ થી ૪ મિનિટ માટે ધીમા તાપે પકાવો.

 

હવે, બાફેલી ઘઉ ની સેવ ઉમેરો. બરાબર મિક્સ કરો. ઘઉ ની સેવ છુંદાય ના જાય એ કાળજી રાખવી.

 

બરાબર મિક્સ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

હવે, સર્વિંગ પ્લેટ કે સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને જીણા સમારેલા લીલી ડુંગળીના પાંદડા ભભરાવી સજાવો.

 

તજગીભર્યો સ્વાદ માણવા માટે ગરમા ગરમ પીરસો.

 

બધાને ભાવતા નૂડલ્સ, બધાને પસંદ સ્વાદ સેઝવાન, બધાને માટે સેઝવાન નૂડલ્સ.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Vermicelli of Wheat 1 cup

Oil 1 tbsp

Ginger-Garlic-Chiili finely chopped 1 tbsp

Spring Onion finely chopped 3

(exclude leaves)

French Beans finely chopped 2 tbsp

Carrot finely chopped 1 tbsp

Capisicum finely chopped 1

Schezwan Sauce 2 tbsp

Black Pepper Powder ½ ts

Salt to taste

Vinegar ½ ts

Fresh Coriander Leaves 1 tbsp

Leaves of Spring Onion finely chopped 1 tbsp

 

Method:

Take 2 cup of water in a pan and put it on flame. When water becomes hot, add ½ ts of Oil and little Salt. When water starts to boil, add Vermicelli of Wheat. When Vermicelli softens, remove the pan from the flame and strain the water. Keep Vermicelli a side.

 

Heat Oil in a pan. Add finely chopped Ginger-Garlic-Chilli. When sautéed, add finely chopped Spring Onion, French Beans, Carrot and Capsicum. Stir and sauté. When sautéed, add Schezwan Sauce, Black Pepper Powder and Salt. Mix well. Add Vinegar and mix well. Cook on low flame for 3-4 minuntes.

 

Then, add Vermicelli and mix well. Add very little water only if it is needed. When mixed well, remove the pan from the flame. Make sure not to leave excess water.

 

Take it on a serving plate or in a serving bowl.

 

Garnish with sprinkle of Fresh Coriander Leaves and finely chopped Leaves of Spring Onion.

 

Serve Hot to Enjoy the Fresh Taste.

 

Want Schezwan Noodle…!!!???

No Need of Instant Noodles from the Supermarket…

No Need to Go to Chinese Restaurant…

Just have it in your own kitchen…

ઘઉ ની સેવ ના મસાલા નૂડલ્સ Ghav / ni Sev na Masala Noodles / Spiced Wheat Noodles

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટમેટાં સમારેલા ૧

લીલી ચટણી ૨ ટેબલ સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

નૂડલ્સ મસાલો ૧ ટેબલ સ્પૂન

ઘઉ ની સેવ ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

ડુંગળી ની રીંગ

 

રીત :

એક પૅન મમ ૨ કપ પાણી લો અને ગરમ કરવા મુકો.

 

પાણી ગરમ થાય એટલે એમાં ૧/૨ ટી સ્પૂન જેટલું તેલ અને થોડું મીઠું ઉમેરો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમાં ઘઉ ની સેવ ઉમેરો. સેવ નરમ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને બધુ પાણી કાઢી નાખો. સરસ બફાઈ ગયેલી સેવ એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ૧ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરો. એમાં જીરું ઉમેરો.

 

તતડે એટલે એમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

ડુંગળી સાંતડાઇ જાય એટલે સમારેલા ટમેટાં ઉમેરો અને સાંતડી લો.

 

ટમેટાં સાંતડાઇ જાય એટલે લીલી ચટણી, ટોમેટો કેચપ, નૂડલ્સ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ૩ થી ૪ મિનિટ માટે ધીમા તાપે પકાવો.

 

પછી, બાફેલી સેવ ઉમેરો અને બરાબર મીક્ષ કરો. જરૂર લાગે તો જ, એકદમ થોડું પાણી ઉમેરો.

 

બધુ બરાબર મીક્ષ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો. જરા પણ પાણી ના રહી જાય એ ખાસ કાળજી રાખજો.

 

સર્વિંગ પ્લેટ અથવા એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ઉપર ડુંગળી ની રીંગ ગોઠવી સજાવો.

 

ગરમા ગરમ પીરસો.

 

મજા પડી જાય એવા મસાલેદાર.. મસાલા નૂડલ્સ..

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Oil 1 ½ ts

Cumin Seeds ½ ts

Onion chopped 1

Tomato chopped 1

Green Chutney 2 tbsp

Tomato Ketchup 1 tbsp

Noodles Masala 1 tbsp

Vermicelli of Wheat 1  cup

Salt to taste

Onion Rings for garnishing.

 

Method:

Take 2 cup of water in a pan and put it on flame. When water becomes hot, add ½ ts of Oil and little Salt. When water starts to boil, add Vermicelli of Wheat. When Vermicelli softens, remove the pan from the flame and strain the water. Keep Vermicelli a side.

 

Heat 1 ts Oil in a pan. Add Cumin Seeds. When spluttered, add chopped Onion. When sautéed, add chopped Tomato and stir. When sautéed, add Green Chutney, Tomato Ketchup, Noodles Masala and Salt. Mix well and cook on low flame for 3-4 minutes.

 

Then, add Vermicelli and mix well. Add very little water only if it is needed. When mixed well, remove the pan from the flame. Make sure not to leave excess water.

 

Remove it on a serving plate or in a serving bowl.

 

Garnish with Onion Rings.

 

Serve Hot.

 

Spiced up and Tempered…to make it satisfying…Spiced Wheat Noodles…

મીક્ષ વેજીટેબલ સમોસા પીનવ્હીલ / Mix Vegetable Samosa Pinwheels

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૫ સમોસા

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧ કપ

તેલ ૩ ટેબલ સ્પૂન

અજમા ૧/૪ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

બટેટા બાફેલા-છુંદેલા ૨

લીલા વટાણા બાફેલા ૧/૪ કપ

મીક્ષ વેજીટેબલ જીણા સમારેલા ૧ કપ

(ફૂલકોબી, ગાજર, કેપ્સિકમ વગેરે)

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

આદુ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૧ ટી સ્પૂન

ફૂદીનો ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

સંચળ ૧/૪ ટી સ્પૂન

આમચૂર ૧/૪ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

 

કૉર્ન ફ્લૉર કોટિંગ માટે ૧/૨ કપ

તેલ તળવા માટે

ઘરે બનાવેલી લીલી અને લાલ ચટણી

 

રીત :

લોટ માટે :

એક બાઉલમાં મેંદો લો. એમાં અજમા અને મીઠું મીક્ષ કરો. તેલ મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ અને ફૂદીનો ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મીક્ષ વેજીટેબલ અને મીઠું ઉમેરો. મીક્ષ કરો.

 

થોડી થોડી વારે ઉપર-નીચે ફેરવતા રહી, મધ્યમ તાપે ૭ થી ૮ મિનિટ માટે પકાવો.

 

મીક્ષ વેજીટેબલ પાકી જાય એટલે જીણા સમારેલા મરચા, લસણ ની પેસ્ટ, આદુ ની પેસ્ટ મીક્ષ કરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, સંચળ, આમચૂર અને ગરમ મસાલો મીક્ષ કરો.

 

બાફેલા-છુંદેલા બટેટા, બાફેલા લીલા વટાણા અને ધાણાભાજી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો. પુરણ તૈયાર છે.

 

બાંધેલા લોટમાંથી મોટો લુવો લઈ, આછી અને મોટી રોટલી વણી લો.

 

વણેલી રોટલી ઉપર બરાબર ફેલાવીને પુરણનું થર પાથરી લો.

 

રોટલીને વાળીને ભૂંગરું બનાવી લો. પુરણ બહાર નીકળી ના જાય એ ખ્યાલ રાખવો.

 

પુરણ ભરેલી રોટલીના ભૂંગરાને નાના નાના ટુકડાઓમાં કાપી લો. આ ટુકડાઓ વ્હીલ જેવા દેખાશે.

 

આ રીતે બધા લોટ અને પુરણ ની ઉપયોગ કરી વ્હીલ જેવા ટુકડાઓ તૈયાર કરી લો.

 

તળવા માટે તેલ ગરમ કરો.

 

એક પછી એક, બધા ટુકડા કૉર્ન ફ્લોરમાં રગદોળી કોટ કરી લઈ, તેલમાં તળી લો. પસંદ મુજબ નરમ કે કરકરા બનાવવા માટે આછા ગુલાબી કે જરા આકરા તળવા.

 

ઘરે બનાવેલી લીલી અને લાલ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

માન્યામાં નથી આવતું ને કે આ સમોસા છે..!!!

 

ત્રિકોણ સમોસા તો વરસોથી ખાઈએ છીએ.. આ વ્હીલ તો નવી સ્ટાઇલ છે..

Preparation time 20 minutes

Cooking time 20 minutes

Servings 15 Samosa

 

Ingredients:

For Dough:

Refined White Wheat Flour (Maida) 1 cup

Oil 3 tbsp

Carom Seeds ¼ ts

Salt to taste

For Stuffing:

Potato boiled and mashed 2

Green Peas boiled ¼ cup

Mix Vegetables finely chopped 1 cup

(preferably Coli Flower, Carrot, Capsicum)

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Garlic Paste 1 ts

Ginger Paste 1 ts

Green Chilli chopped 1 ts

Fresh Mint Leaves 2 tbsp

Fresh Coriander Leaves 2 tbsp

Salt to taste

Turmeric Powder ½ ts

Red Chilli Powder ½ ts

Black Salt Powder ¼ ts

Mango Powder ¼ ts

Garam Masala ½ ts

 

Corn Flour for coating ½ cup

Oil for deep frying

Home made Green and Red Chutney for serving

 

Method:

For Dough:

Take Refined White Wheat Flour in a bowl. Add Carom Seeds and Salt. Mix well. Add Oil and mix well. Knead semi stiff dough adding water gradually as needed.

 

For Stuffing:

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder and Fresh Mint Leaves. When crackled, Add finely chopped Mix Vegetables and Salt. Mix well and cook for 7-8 minutes on medium flame while flipping occasionally. When Vegetables are cooked, add chopped Green Chilli, Garlic Paste, Ginger Paste and mix well. Add Turmeric Powder, Red Chilli Powder, Black Salt Powder, Mango Powder and Garam Masala and mix well. Add boiled and mashed Potato, boiled Green Peas and Fresh Coriander Leaves. Mix well. Remove the pan from the flame. Stuffing is ready.

 

Take a big lump of prepared Dough and roll big round and thin chapatti of it. Spread 2-3 tbsp of prepared Stuffing on it. Roll chapatti to wrap stuffing on it. Cut this stuffed roll in small pieces which will look like wheels.

 

Repeat to finish prepared Dough and Stuffing.

 

Heat Oil for deep frying.

 

One by one, coat all wheel shaped pieces with Corn Flour and deep fry. Turn over occasionally and slowly to deep fry all sides very well. Deep fry to light or dark brownish to your taste.

 

Serve Hot with Home made Green and Red Chutney.

 

Any Doubt whether this is Samosa…!!! Triangular is Traditional…but Wheels are Trendy…

error: Content is protected !!